BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, September 10, 2019

Chandrakant Sheth Gujarati kavi ||ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ સંપૂર્ણ પરિચય ||


Chandrakant Sheth Gujarati kavi 
||ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ સંપૂર્ણ પરિચય ||

ચંદ્રકાન્ત શેઠ 


પુરુનામ: ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ 
જન્મ: 3 ફેબ્રુઆરી ૧૯૩૮(કાલોલ -પંચમહાલ )
માતાનું નામ : સરસ્વતી બેન 
પિતાનું નામ : ત્રિકમલાલ શેઠ 
પત્નીનું નામ : મુદ્રિકા બેન 
ઉપનામ : આર્યપુત્ર , નંદ સામવેદી , બાલચંદ્ર , દક્ષ પ્રજાપતિ 
વ્યવસાય : અધ્યાપન કાર્ય , કવિ ,નિબંધકાર ,વિવેચક ,સંપાદક ,અનુવાદક 
અભ્યાસ : એમ .એ . , પીએચ . ડી.

ચંદ્રકાન્ત શેઠનું જીવનદર્શન

  • ચંદ્રકાન્ત શેઠ ઈ.સ. ૧૯૫૪માં મેટ્રિક થયા અને ઇ.સ. ૧૯૫૮ માં ગુજરાત યુનિ .માથી ગુજરાતી -સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા . જ્યારે તેઓ ઈ.સ. ૧૯૬૧ માં એમ .એ. થયા .
  • તેમણે ઈ.સ.૧૯૭૯ માં "ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક "વિષય પર સંશોધન નિબંધ લખી પીએચ.ડી. ની પદવી મેળવી .
  • ત્યારબાદ તેઓ ઈ.સ. ૧૯૬૧ -૧૯૬૨ માં સેંટ ઝેવિયર્સ કોલેજ -અમદાવાદમાં ખંડસમયના અધ્યાપક રહ્યા  . 
  • ઈ.સ. ૧૯૬૨-૧૯૬૩ માં કપડવંજ કોલેજમાં ,ઈ.સ. ૧૯૬૩થી ૧૯૬૬ સુધી ગુજરાત વિધ્યાપીઠમાં ,ઈ.સ. ૧૯૬૬થી ૧૯૭૨ સુધી ભકત વલ્લભ ધોળા કોલેજમાં અને ઈ.સ. ૧૯૭૨ થી ૧૯૭૯ પુન: ગુજરાત વિધ્યાપીઠ માં  અધ્યાપક તરીકે રહ્યા .
  • ઈ.સ. ૧૯૮૯ થી ૧૯૮૪ સુધી ગુજરાત સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાય મંદિરમાં નિયામક પદે રહ્યા હતા .
  • તેમનું પ્રથમ પ્રકાશિત પુસ્તક "પવન રૂપેરી" છે, જે એક કાવ્યસંગ્રહ છે .
  • તેમણે રશિયા અને યુ.કે . જેવા દેશોનો પ્રવાસ પણ કર્યો છે ,તેમજ ટી.વી. અને આકાશવાણી પર કાર્યક્રમો પણ આપ્યા છે .
  • તેમણે "ભાષાવિમર્શ " અને "પરબ " નું સફળ સંપાદન પણ કર્યું છે .
  • તેમને કલાત્મક નમૂના બનાવવાનો અને ગાવાનો શોખ છે ,તેમજ તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના કવિ છે . 
  • તેમણે "નંદ સામવેદી " ની સહીથી 'લલિત નિબંધો ' આપ્યા છે .
  • તેમણે "દક્ષ પ્રજાપતિ " ના તખલ્લુસ થી 'ગઝલ સર્જન ' કર્યું છે .
  • તેમજ તેમણે આર્યપુત્ર " અને " બાલચંદ્ર" ના કલમનામોથી ગધ્યલાખણો આપ્યા છે .

  ચંદ્રકાન્ત શેઠનું સાહિત્યસર્જન 

  કાવ્યસંગ્રહો 

  • પવન રૂપેરી (૧૯૭૨)
  • ઊઘડતી દીવાલો (૧૯૭૪)
  • પડઘાની પેલે પાર (૧૯૮૭)
  • ગગન ખોલતી બારી (૧૯૯૦)
  • એક ટહુકો પંડમાં(૧૯૯૬)
  • શગે એક ઝળહળીએ (૧૯૯૯)
  • ઊંડાણમાથી આવે, ઊંચાણમાં લઈ જાય (૨૦૦૪)
  • પ્રોઢશિક્ષણ  ગીતમાળા

બાળકાવ્યોના સંગ્રહો 

  1.  ચાંદલિયાની ગાડી 
  2.  હું તો ચાલુ મારી જેમ
  3.  ઘોડે ચડીને આવું છુ ...
સંપાદન 
  • સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઑ 
  • બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય 
  • માતૃકાવ્યો 
  • દાંપત્ય -મંગલ 
                                                                    વિવેચનસંગ્રહો 


  • રામનારાયણ વિ. પાઠક 
  • કાવ્યપ્રત્યક્ષ 
  • અર્થાંતરન્યાસ 
  અન્ય સાહિત્યસર્જન 

  • નાટક (એકાંકી ) -----------------------------------સ્વપ્નપિંજર 
  • નિબંધ ----------------------------------------------નંદ સામવેદી 
  • વર્ણન (સ્મરણો ) -----------------------------------ધૂળમાંની પગલીઓ 
  • ચરિત્ર -----------------------------------------------ચહેરા ભીતર ચહેરા 
  • સંશોધન --------------------------------------------ગુજરાતીમાં વિરામચિન્હો 
  • અનુવાદ સાહિત્ય -----------------------------------પંડિત ભાતખંડે ,મલયાલમ સાહિત્યની રૂપરેખા  
  ચંદ્રકાંત શેઠને મળેલા પુરસ્કારો
  1. કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૪)
  2. નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૬૪)
  3. રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૮૫)
  4. ઉમા -સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૮૪-૮૫)
  5. સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬)
  6. ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૧૯૮૬)
  7. નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૦૫)
  8. સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૬)
 ચંદ્રકાન્ત શેઠના કેટલાક કાવ્યોનો આસ્વાદ 
  • ઊંડું જોયું ...............
  • સમજણ તે આપણા બેની ..........
  • દીપોત્સવીના દિવે-દિવે ...........
  • શોધતો હતો ફૂલને ,ફોરમ શોધતી હતી મને ............
  • સાદ કર ..............
  • આજ મારા અસ્તિત્વને જલે ઉઠ્યા તરંગ સૌ ............

ચંદ્રકાન્ત શેઠનો સંપૂર્ણ પરિચયનો વિડિઓ આપ નિહાળી શકો છો.......




ચંદ્રકાન્ત શેઠના જીવન -કવન વિશે મહત્વના પ્રશ્નોત્તર:- 

(૧) આર્યપુત્ર , બાલચન્દ્ર અને દક્ષ પ્રજાપતિ જેવા તખલ્લુસ ક્યાં ગુજરાતી સાહિત્યકારના છે ?
ચંદ્રકાંત શેઠ
(૨) ચંદ્રકાંત શેઠનું પથમ પ્રકાશિત પુસ્તક કયું હતું ?
પવનરૂપેરી (કાવ્યસંગ્રહ)
(૩) ચંદ્રકાંત શેઠની પ્રથમ રચના જે કુમાર સામાયિકમાં પ્રકાશિત થઈ હતી તેનું નામ જણાવો ?
“મૂંગા તે કેમ રહેવું ?”
(૪) નંદ સામવેદીની સહીથી લલિતનિબંધો આપનાર સાહિત્યકાર કોણ છે ?
ચંદ્રકાંત શેઠ
(૫) દક્ષ પ્રજાપતિના તખલ્લુસથી ચંદ્રકાંત શેઠે કયા સાહિત્ય સ્વરૂપનું સર્જન કર્યું છે
ગઝલ
(૬) ચંદ્રકાંત શેઠે કયા ઊપનામથી ગધ્યલખાણો આપ્યા છે ?
આર્યપુત્ર અને બાલચંદ્ર
(૭) ચંદ્રકાંત શેઠે ક્યાં વિષય પર નિબંધ લખી પીએચ .ડી ની પદવી મેળવી હતી ?
ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક
(૮) “ધૂળમાની પગલીઓ” ક્યાં સાહિત્યકારનું પુસ્તક છે?
ચંદ્રકાંત શેઠ
(૯) ચંદ્રકાંત શેઠ  દ્વારા રચિત “ચાંદલિયાની ગાડી” કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો ?
બાળકાવ્યોનો સંગ્રહ
(૧૦) “શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને ,એકબીજાને શોધતા ગયાં દૂર ,તો આવ્યા કને.”ઉપરોક્ત કાવ્યપંક્તિઑ કોની છે ?
ચંદ્રકાંત શેઠ
(૧૧) “પડઘાની પેલે પાર” કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો ?
કાવ્યસંગ્રહ
(૧૨) “ચહેરા ભીતર ચહેરા” ચરિત્રગ્રંથ આપનાર સાહિત્યકાર કોણ છે ?
ચંદ્રકાંત શેઠ
(૧૩) “સમજણ તે આપણાં બેની” પ્રસ્તુત કાવ્યપંક્તિ ક્યાં આધુનિક ગુજરાતી સાહિત્યકારની છે ?
ચંદ્રકાંત શેઠ
(૧૪) “એક ટહુકો પંડમાં” કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો ?
ગઝલસંગ્રહ
(૧૫) “ગગન ખોલતી બારી” ક્યાં કવિનો નોંધપાત્ર ગીતસંગહ છે?
ચંદ્રકાંત શેઠ

ચંદ્રકાન્ત શેઠના જીવન -કવન વિશે મહત્વના પ્રશ્નોત્તરનો વિડિયો જોવા માટે અહી ક્લિક કરો👇👇 





નમસ્તે મિત્રો ,નિયમિત શૈક્ષણિક પોસ્ટ વાંચવા માટે અમારા બ્લોગની મુલાકાત લેતા રહો . 

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !