BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, April 28, 2020

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ || Jhansi Ki Rani Laxmibai ||

Jidiya Sanjay ,create a blog

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

  • રાણી લક્ષ્મીબાઈનો જન્મ ૧૯મી નવેમ્બર ૧૮૨૮ ના રોજ વારાણસીમાં થયો હતો.
  • રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ ૧૮ જૂન ૧૮૫૮ના રોજ ગ્વાલિયરમાં થયું હતું.
  • તેમના પતિનું નામ ગંગાધરરાવ નિવાલકર હતું.
  • લક્ષ્મીબાઈ નું બાળપણ નું નામ મણિકર્ણિકા હતું પરંતુ લાડમાં તેને બધા મનુ કહીને બોલાવતા હતા.
  • તેમના પિતાજીનું નામ મોરોપંત તાંબે હતું તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા.
  • તેમના માતાનું નામ ભાગીરથી બાઈ હતું  તેઓ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતા.
  • મનુ જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું આમ લક્ષ્મીબાઈએ  બાળપણમાં જ પોતાની માતા ગુમાવી હતી.
  • મનુને  નાનપણમાં જ શાસ્ત્રોની અને શસ્ત્રોની શિક્ષા મળી હતી.
  • મણિકર્ણિકા નો વિવાહ  ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકર સાથે થયા હતા.
  • અને આવી રીતે વિવાહ પછી તેમનું નામ મણિકર્ણિકા માંથી લક્ષ્મીબાઈ પડ્યું હતું.
  • ઈ.સ. ૧૮૫૧માં રાણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ આ પુત્ર માત્ર ચાર જ મહિનામાં મૃત્યુ પામ્યો.
  • ૧૮૫૩ માં રાજા ગંગાધર રાવ નું સ્વાસ્થ્ય બગડવાથી લક્ષ્મી બાઈ ને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી.
  • તેમના દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું હતું.
  • ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું હતું
  • લોર્ડ ડેલહાઉસી ની ખાલસા નીતિ ને કારણે અંગ્રેજોએ લક્ષ્મીબાઈ પાસેથી તેનું રાજ્ય ઝાંસી પડાવી લેવાની યોજના બનાવી.
  • અંગ્રેજોએ દામોદરરાવને ઉત્તરાધિકારી તરીકે માન્ય ન કર્યા.
  • પોતાના રાજ્યને બચાવવા માટે પોતાની ઝાંસીને બચાવવા માટે રાણી લક્ષ્મીબાઈએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ છેવટે તેમણે ઝાંસીનો કિલ્લો છોડવાની ફરજ પડી.
  • ઝાંસી ૧૮૫૭ના વિપ્લવ નું એક પ્રમુખ કેન્દ્ર બન્યું હતું.
  • આ ઝાંસીના યુદ્ધમાં રાણીએ મહિલાઓની ભરતી આપી અને જનતાએ પણ વિદ્રોહમાં સહકાર આપ્યો હતો.
  • ૧૮૫૮માં અંગ્રેજો ઝાંસી તરફ આગળ વધ્યા અંગ્રેજોએ બે અઠવાડીયાની લડાઈ પછી ઝાંસી ઉપર કબજો મેળવ્યો હતો.
  • પરંતુ રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોના હાથમાં થી નીકળી કાલ્પી પહોંચી ગયા હતા.
  • ત્યારબાદ પણ તેમણે અંગ્રેજો સાથે લડવા માટે તાત્યા ટોપે જેવા ક્રાંતિકારીઓની મદદ લીધી હતી.
  • આવી રીતે અંગ્રેજો સાથે લડતાં લડતાં તેઓ વીરગતિને પામ્યા હતા.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો વિડિયો જુઓ :Click Here

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !