BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Showing posts with label Gujarati (ગુજરાતી). Show all posts
Showing posts with label Gujarati (ગુજરાતી). Show all posts

Saturday, May 8, 2021

May 08, 2021

ગુજરાતી ધોરણ -૮ એકમ :૧૧ ઓનલાઈન ક્વિઝ -૧૧ || ગુજરાતી ધોરણ -૮ એકમ :૧૧: વળાવી બા આવી || Online Quiz Standard 8th Gujarati Unit 11 ||

Jidiya Sanjay ,create a blog

||ગુજરાતી  ધોરણ -8  ઓનલાઈન ક્વિઝ-11 || 

એકમ - 11. વળાવી બા આવી -ઉશનસ્ 

||Online Quiz Standard 8th Gujarati Ch-11 ||

ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણકે ..




... સાચો જવાબ- A)
ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણકે દિવાળીની રજાઓ પૂરી થઈ છે .


2. ભાભીનું ભર્યું ઘર ..એટલે શું ?




... સાચો જવાબ-B)
ભાભીનું ભર્યું ઘર .. એટલે પરિવાર સાથેનું ઘર .


3. સંતાનો દૂર દૂર કેમ વસેલાં છે ?




... સાચો જવાબ-A)
ધંધાર્થે સંતાનો દૂર દૂર વસેલા છે .


4. સંતાનોને કોણ વળાવવા ગયું ?




... સાચો જવાબ-C)
સંતાનોને બા વળાવવા ગઈ .


5. કવિ નટવરલાલ કુબેરદાસ પંડયાનું ઉપનામ જણાવો .  




... સાચો જવાબ-D)
કવિ નટવરલાલ કુબેરદાસ પંડયાનું ઉપનામ ઉશનસ્  છે .


6. નીચે આપેલ સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી?




... સાચો જવાબ-C)
 ઉપરોક્ત આપેલ સમાનાર્થી શબ્દોની જોડમાં  ભાર્યા = વધુ ખોટી જોડ છે .


7. નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી ?



... સાચો જવાબ-D)
ઉપરોક્ત આપેલ વિરુદ્ધાર્થી શબ્દોની જોડમાં સ્મિત × અસ્મિત ખોટી જોડ છે .


8.સાચી જોડણી વાળો શબ્દ જણાવો . 




... સાચો જવાબ-A)
સાચી જોડણી વાળો શબ્દ ગૃહવ્યાપી છે .


9. સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સૉનેટમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે ?




... સાચો જવાબ-C)
સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સૉનેટમાં કુલ 14 પંક્તિઓ હોય છે . 


10. વળાવી બા આવી કાવ્ય સ્વરૂપનો પ્રકાર જણાવો . 




... સાચો જવાબ-A)
વળાવી બા આવી કાવ્ય સ્વરૂપનો પ્રકાર સૉનેટ છે .

Friday, September 11, 2020

September 11, 2020

ધોરણ ૪ ગુજરાતી એકમ 3 સાચી હજ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો || Dhoran 3 Gujarati path 3 sachi haj swadhyaay ||

Jidiya Sanjay ,create a blog

||ધોરણ ૪ ગુજરાતી એકમ 3 સાચી હજ|| 

||સાચી હજ  પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો||

|| Dhoran 3 Gujarati path 3 sachi haj swadhyaay ||






પ્રશ્ન:૧: નીચેના પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં લખો:
(૧) શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઇ આવતી?
જ્યારે દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે
(૨) શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા?
ગરીબીને કારણે
(૩) અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકકળ કરતા હતા?
કેટલાય દિવસથી તેમને ખાવાનું મળ્યું નહોતું
(૪) ખુદાના દરબારમાં અલી હુસેનની  હજ કેમ મંજૂર થઈ?
અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીનાં દુઃખી બાળકોને મદદ કરવા માટે વાપર્યા હતા.
(૫) અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા નું શું કર્યું?
પોતાના પાડોશીના દુઃખી બાળકો માટે આપી દીધા
પ્રશ્ન:૨: ચિત્રો જોઇને દરેક વિશે બે- બે વાક્યો લખો:




(૧) હિન્દુ ધર્મનું પૂજાસ્થાન મંદિર છે.
(૨) હિન્દુ ધર્મનું પ્રતીક ઓમ છે
(૩) શીખ ધર્મનું પૂજાસ્થાન ગુરુદ્વારા છે
(૪) શીખ ધર્મનું પ્રતીક કિરપાણ છે.
(૫) ઇસ્લામ ધર્મનું પૂજાસ્થાન મસ્જિદ છે.
(૬) ઇસ્લામ ધર્મનું પ્રતીક બીજનો ચાંદ અને તારો છે.
(૭) ખ્રિસ્તી ધર્મનું પૂજાસ્થાન ચર્ચ છે.
(૮) ખ્રિસ્તી ધર્મનું પ્રતીક ક્રોસ છે.
પ્રશ્ન:૩: નીચેના વાક્યો ને  પાઠના ક્રમમાં ગોઠવો:
(૧) જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું.
(૨) શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો.
(૩) મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું.
(૪) વાત પૂરી થતાની સાથે જ બેય ફરિસ્તા અદ્રશ્ય થઈ ગયા.
(૫) દર વર્ષે હજ પર અનેક લોકો જતા.
જવાબ:
(૧) દર વર્ષે હજ પર અનેક લોકો જતા.
(૨) વાત પૂરી થતાની સાથે જ બેય ફરિસ્તા અદ્રશ્ય થઈ ગયા.
(૩) મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું.
(૪) શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો.
(૫) જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું.
પ્રશ્ન:૪: નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
(૧) પરિવાર: .......
કુટુંબ
(૨) અચાનક: ......
એકાએક
(૩) આશ્ચર્ય: ......
નવાઈ
(૪) તકલીફ: ........
મુશ્કેલી
(૫) ફરિશ્તો: .........
દેવદૂત
(૬) આંખ: .....
લોચન
પ્રશ્ન:૫: નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
(૧)ગરીબ: ....... 
અમીર
(૨)શાંતિ: .......
અશાંતિ
(૩)પુણ્ય: .......
પાપ
(૪)બેભાન: ......
સભાન
(૫)બીમાર: ........
તંદુરસ્ત
(૬)મંજૂર: .......
નામંજૂર
પ્રશ્ન:૬: નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:
(૧) મન મારી બેસી રહેવું
રૂઢિપ્રયોગ નો અર્થ: ઈચ્છા ને દબાવી રાખવી
વાક્ય પ્રયોગ: પિતાજીએ સાયકલ ન લાવી આપી તેથી અર્જુન મન મારીને બેસી રહ્યો.
(૨) આંખમાં ઝળઝળિયા આવવા
રૂઢિપ્રયોગ નો અર્થ: આંખમાં આંસુ આવી જવા
વાક્ય પ્રયોગ: પ્રથમ વખત હોસ્ટેલમાં રહેવા જવાનું થતાં ક્રિષ્નાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
(૩) ગદગદિત થવું
રૂઢિપ્રયોગ નો અર્થ:દુઃખી થવું
વાક્યપ્રયોગ: હોસ્પિટલમાં દર્દીઓની હાલત જોઈ હું ગદગદીત થઈ ગયો.
પ્રશ્ન:૭: ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો:
ઉદાહરણ:
શેખ અબ્દુલ્લા આવે છે. શેખ અબ્દુલ્લા આવતા હતા. શેખ અબ્દુલ્લા આવશે.
(૧) મનુ મમરા ખાય છે.
મનુ મમરા ખાતો હતો.
મનુ મમરા ખાશે.
(૨) વરસાદ આવે છે.
વરસાદ આવતો હતો.
વરસાદ આવશે.
(૩) હું ચીકુ ખાઉં છું.
હું ચીકુ ખાતો હતો.
હું ચીકુ ખાઈશ.
પ્રશ્ન:૮: નીચે આપેલા ફકરાનું સુલેખન કરો:
પાવન વહેલો ઉઠ્યો. ઝટ પરવારી નિશાળે ગયો. સાહેબે તેને પ્રાર્થનાખંડમાં ગીત ગાવા કહ્યું. મધુર કંઠે ગવાયેલું ગીત સાંભળી સૌ ઝૂમી ઊઠ્યા.
જવાબ:
પાવન વહેલો ઉઠ્યો. ઝટ પરવારી નિશાળે ગયો. સાહેબે તેને પ્રાર્થનાખંડમાં ગીત ગાવા કહ્યું. મધુર કંઠે ગવાયેલું ગીત સાંભળી સૌ ઝૂમી ઊઠ્યા.
પ્રશ્ન:૯: નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
(પુણ્ય ,યાદ, વાતચીત, શ્વાસ, શાંતિ)
(૧)પુણ્ય
(૨)યાદ
(૩)વાતચીત
(૪)શાંતિ
(૫)શ્વાસ

ધોરણ ૪ ગુજરાતી એકમ ૧ નાવડી ચાલી સ્વાધ્યાય:
CLICK HERE
ધોરણ ૪ ગુજરાતી એકમ ૨ ઠંડી કાવ્યનો સ્વાધ્યાય:
CLICK HERE
એકમ કસોટી સોલ્યુશન ગુજરાતી ધોરણ 4:
CLICK HERE
એકમ કસોટી સોલ્યુશન ગણિત ધોરણ 4:
CLICK HERE
એકમ કસોટી સોલ્યુશન પર્યાવરણ ધોરણ 4:
CLICK HERE


Monday, September 7, 2020

September 07, 2020

ધોરણ ૪ ગુજરાતી એકમ ૨ ઠંડી કાવ્યનો સ્વાધ્યાય || Dhoran 4 Gujarati aekam 2 Thandi kavyano svadhyaay ||

Jidiya Sanjay ,create a blog

ધોરણ :૪ :ગુજરાતી એકમ:૨: ઠંડી : કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો


Dhoran 4 Gujarati aekam 2 Thandi kavyano svadhyaay

પ્રશ્ન:૧: નીચેના પ્રશ્નોના ઉત્તર એક- એક વાક્યમાં લખો:
(૧) ફ્રિજમાં ઠંડી કોને લાગે છે?
જવાબ:ટમેટાને
(૨) ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે?
જવાબ: દૂધીમાસીને 
(૩) ટમેટાને ડાળ પર શા માટે ગમે છે?
જવાબ:અડકો - દડકો રમવા રમવા મળતું અને સવારનો તડકો ગમતો 
(૪) ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો?
જવાબ: ઘારી લેવા માટે
(૫) ટમેટું ખુશ કેમ થયું?
જવાબ:સૂરજને જોઇને

પ્રશ્ન:૨: નીચેના દરેક શબ્દના બે -બે વાક્યો લખો:
ઉદાહરણ:
ફ્રીજ: ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે. ફ્રીજ રસોડામાં હોય છે.

(૧) વાસી
આપણે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં..
વાસી ખોરાક આપણા શરીર ને નુકસાન પહોંચાડે છે. 

(૨) ઠંડી
શિયાળાની ઋતુમાં ખૂબ ઠંડી પડે છે.
ઠંડીથી રક્ષણ મેળવવા અમે તાપણું કરીએ છીએ.

(૩) રાજા
વાર્તામાં જંગલનો રાજા સિંહ હતો.
સસલાએ પોતાની બુદ્ધિથી જંગલના રાજા સિંહ ને હરાવ્યો.

(૪) સૂરજ
સૂરજ સવારમાં ઉગે છે.
સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે.

પ્રશ્ન:૩: નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો:

ઉદાહરણ:
ટમેટું - પંખો
પંખા નીચે ટેબલ પર ટમેટુ પડ્યું છે.

(૧) મોબાઈલ - બોલપેન
મોબાઈલ વાત કરવા જ્યારે બોલપેન લખવા માટે વપરાય છે.

(૨)દૂધી - ચોપડી
આ ચોપડીમાં દૂધીનું સરસ મજાનું ચિત્ર દોરેલું છે.

(૩) તડકો - બરફ
તડકામાં બરફ મૂકીએ તો ઝડપથી પીગળી જાય છે.

પ્રશ્ન:૪: બોક્સમાં આપેલ ટ્રાફીક સંકેતોને, યોગ્ય સાઈન બોર્ડ સામે લખો અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરી લખો.

(નો પાર્કિંગ, રેલવેગેટ, નો હોર્ન, સ્પીડ બ્રેકર, ઝિબ્રા ક્રોસિંગ, નો એન્ટ્રી)

(૧) નો એન્ટ્રી: રસ્તા પર પ્રવેશ કરવાની મનાઈ 


(૨) નો પાર્કિંગ: વાહન પાર્ક કરવાની મનાઈ


(૩) ઝીબ્રા ક્રોસિંગ: રસ્તો ઓળંગવા માટેની નિશાની


(૪) સ્પીડ બ્રેકર: વાહન ધીમુ પાડવા માટે ની નિશાની


(૫) નો હોર્ન: હોર્ન વગાડવાની મનાઈ


(૬) રેલવે ગેટ: આગળ રેલવે ગેટ હોય સાવધાની પૂર્વક વાહન ચલાવવું 



પ્રશ્ન:૫: નીચેની કાવ્યપંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખો:

(૧) કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી.
(૨) દૂધીમાસી, દૂધીમાસી! ઝટ પહેરાવો બંડી.
(૩) આના કરતાં હતાં ડાળ પર રમતા અડકો - દડકો.
(૪) મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો.

પ્રશ્ન:૬: કાવ્ય પંક્તિ પૂર્ણ કરો:
આના કરતાં......... હૂંફ નું નામ.

આના કરતાં હતાં ડાળ પર રમતાં અડકો - દડકો,
મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો.
અહીં તો છે ઠંડી ઠંડી અને બરફનાં ગામ,
કોણે ફ્રીજ બનાવ્યું? જેમાં નથી હૂંફ નું  નામ.

પ્રશ્ન:૭: ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવો.
ઉદાહરણ: ઠંડી-  બંડી

(૧) દડકો - તડકો
(૨)ગામ - નામ
(૩)ઘારી - મારી
(૪)બહાર - પાર
(૫)સડકો - તડકો

પ્રશ્ન:૮: નીચેની પંક્તિઓ વાંચો:

લાલ લાલ મરચાજી
તીખી તીખી ચર્ચાજી.
તમે પણ આવી પંક્તિઓ બનાવો અને લખો. (ગમે તે બે)

(૧)લીલાં લીલાં પોપટજી 
મીઠું મીઠું બોલતાજી.
(૩)ધોળા ધોળા બગલાજી,
માછલીઓ તમે ખાતાજી

પ્રશ્ન:૯: નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો:

(ટમેટું, ઠંડી, બંડી, તડકો ,સૂરજ)

(૧) ટમેટું
(૨)ઠંડી
(૩)તડકો
(૪)બંડી
(૫)સૂરજ


Sunday, August 30, 2020

August 30, 2020

ગુજરાતી ધોરણ ૪ એકમ ૧ નાવડી ચાલી સ્વાધ્યાય || Dhoran 4 Gujarati path 1 Navdi Chali Swadhyaay ||

Jidiya Sanjay ,create a blog

ગુજરાતી ધોરણ ૪ એકમ ૧ નાવડી ચાલી સ્વાધ્યાય 


ધોરણ ૪ ગુજરાતી 
પાઠ:૧:નાવડી ચાલી: સ્વાધ્યાય
સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો

1.નાવડી ચાલી VIDEO:CLICK HERE
2.નાવડી ચાલી સ્વાધ્યાય:CLICK HERE

સ્વાધ્યાય

પ્રશ્ન:૧:નીચેના પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં લખો:
(૧)કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યાં હતા?
જવાબ: દેડકો, પીલું અને ઉંદર
(૨)પાણીમાં કોણ કૂદી પડયું?
જવાબ: દેડકો
(૩)તરતાં કોને કોને આવડતું નહોતું?
જવાબ: કીડી, ઉંદર, પીલું અને ભમરાને 
(૪) પીલું ઝડપથી શું લઈ આવ્યું?
જવાબ:પાંદડું 
(૫)નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું?
જવાબ:
ઉંદર: નાળિયેરની કાચલી
કીડી: નાનકડી લાકડી 
ભમરો: લાંબી દોરી
પીલું: પાંદડું 
પ્રશ્ન:૨:ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો:
દેડકો:દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે.
ચકલી: ચીં...,ચીં...,ચીં...
ઉંદર: ચૂં...,ચૂં...,ચૂં...
કબૂતર: ઘૂં...,ઘૂં...,ઘૂં...
ભમરો: ગુન...,ગુન...,ગુન...
કાગડો:કા...,કા...,કા...
પ્રશ્ન:૩:તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો.
જવાબ:
મારા વર્ગખંડની બારીમાંથી મને કેટલાક વૃક્ષો દેખાય છે. કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે. આકાશમાં વાદળો જોવા મળે છે. કેટલાક વિદ્યાર્થીઓ અવર-જવર કરી રહ્યા છે. નાના છોડ પર ફૂલો દેખાય છે. દૂર મેદાનમાં બાળકો રમી રહ્યા છે.
પ્રશ્ન:૪: નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો:




(૧) ચિત્ર શાનું છે?
વૃક્ષારોપણનું
(૨) છોડ કોણ રોપે છે?
એક છોકરી
(૩) છોકરો શું કરે છે?
છોડને પાણી પાય છે
(૪) તમને કેટલા વૃક્ષો દેખાય છે?
૬ (છ)વૃક્ષો
(૫) ચિત્ર દ્વારા આપણને શી  શીખ મળે છે?
વધુમાં વધુ વૃક્ષો વાવવાની
(૬) વૃક્ષ વિશે બીજા બે સૂત્રો લખો.
વૃક્ષો વાવો વરસાદ લાવો.
વૃક્ષો વાવીએ પર્યાવરણ બચાવીએ
પ્રશ્ન:૫: કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો:
(બોડ ,રાફડો, દર માળો, વાડો, ઘર)
(૧) ઉંદરનું રહેઠાણ...........
દર
(૨) વાઘ -વરુનું રહેઠાણ........
બોડ
(૩) પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે......
માળો
(૪) બકરી- ઘેટાંને જયાં પૂરવામાં આવે છે તે.....
વાડો
(૫) માણસનું રહેઠાણ........
ઘર
(૬) સાપનું રહેઠાણ........
રાફડો
પ્રશ્ન:૬: કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(શાકભાજી, પંખી,રંગ, ઋતુ, માસ,ફળ સંબંધ)
(૧) જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ: .......
માસ
(૨) સફરજન, દાડમ, કેરી: .......
ફળ
(૩) રાતો, પીળો ,લાલ: ........
રંગ
(૪) શિયાળો, ઉનાળો, ચોમાસુ: ........
ઋતુ
(૫) કાકા, ફુઆ, માસી: ......
સંબંધ
(૬) દુધી, કારેલાં, ભીંડા: .......
શાકભાજી
(૭) મોર ,પોપટ ,કાબર: ........
પંખી
પ્રશ્ન:૭: સુચના મુજબ કરો:
(૧) 'ક' અક્ષરથી શરૂ થતી, ઘરમાંની પાંચ વસ્તુના નામ લખો.
(૧)કપ
(૨)કાતર
(૩)કાંસકો 
(૪)કીટલી
(૫)કાગળ
(૨) દરેક વસ્તુનો એક-એક ઉપયોગ લખો.
(૧)કપ: કપનો ઉપયોગ ચા પીવા માટે થાય છે.
(૨)કાતર: કાતરનો ઉપયોગ કાપડને કાપવા માટે થાય છે.
(૩)કાંસકો: કાંસકાનો ઉપયોગ વાળ ઓળવવામાં થાય છે. 
(૪)કીટલી: કીટલીનો ઉપયોગ ચા ભરવા માટે થાય છે.
(૫)કાગળ: કાગળનો ઉપયોગ લખવા માટે થાય છે.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇






નોંધ:-નાવડી ચાલીનો એનિમેશન  વિડિયો નિહાળો👇👇




1.નાવડી ચાલી VIDEO:CLICK HERE
2.નાવડી ચાલી સ્વાધ્યાય:CLICK HERE

નમસ્તે મિત્રો ,આવી  અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 



Friday, August 21, 2020

August 21, 2020

ધોરણ 3 કલશોર (ગુજરાતી )પાઠ 1 વાંદરાને વાંચતાં ન આવડે તમામ પ્રવૃત્તિઓ 1 થી 23 || Standard 3 gujarati - kalashor path 1 all pravruti ||

Jidiya Sanjay ,create a blog

ધોરણ 3 કલશોર (ગુજરાતી )

||પાઠ 1 વાંદરાને વાંચતાં ન આવડે તમામ પ્રવૃત્તિઓ 1 થી 23||

 || Standard 3 gujarati - kalashor path 1 all pravruti ||

નોંધ:-આ પોસ્ટ માં જે ફોટોગ્રાફનો ઉપયોગ કરવામાં આવેલો છે તે ભુજપૂર પ્રા. શાળા-1 ના શિક્ષકશ્રી આરિફભાઈ આઈ. પીરજાદા દ્વારા બનાવવામાં આવ્યા છે.હું તેમનો આભાર માનું છું. 

પાઠ 1 વાંદરાને વાંચતાં ન આવડે

ઓનલાઇન ટેસ્ટ: Click Here 

પ્રવૃત્તિ 1 :ચાલો,ગાઈએ ગીતડું :-

નમસ્તે,મિત્રો ઉપરોક્ત પ્રવૃતિમાં એક સરસ મજાનું ગીત આપવામાં આવ્યું છે.બાળકોને ગીત ગાવું અને સંભાળવું ખૂબ જ ગમે છે. અને તેમાં પણ જો અભિનય કરવામાં આવે તો આ પ્રવૃતિ રસપ્રદ બની જાય ખરું ને ! ગીતના શબ્દો પણ પ્રાસયુક્ત છે ,જે બાળકોને રમતાં-રમતાં યાદ રહી જશે. ગીતના શબ્દો છે,"ઉંદર રે 'છે દરમાં ....."અહીં નીચે એક ચિત્ર આપવામાં આવ્યું છે. આ  ચિત્રમાં ગીતમાં બનતી બાબતને વર્ણવવાનો /દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બાળકોને તે ખૂબ ગમશે. 👇👇


પ્રવૃત્તિ 2 :જુઓ અને કહો :-

પ્રવૃત્તિ 3 :વાતચીત :-

1. સુઘરીના માળામાં કોણ છે?તેને સુઘરીના માળામાં શું તકલીફ પડતી હશે? 
2. સિંહ ક્યાં છે ?તે ત્યાં શું કરતો હશે ? 
3. સિંહની બૉડમાં કોણ છે?  
આ પ્રવૃતિમાં એક ચિત્ર આપવામાં આવ્યું છે,આ ચિત્રને જોઈને બાળકના મનમાં કેટકેટલા પ્રશ્નો થશે.બાળક જાતે જ તેનું વર્ણન કરશે.વિવિધ પ્રશ્નો અને તેના જવાબો પણ મેળવશે.આ પ્રવૃતિને રસપ્રદ બનાવવામાં આવે તો કેવી મજા પડી જાય. નાની-નાની બાબતોને ધ્યાને રાખીને વિવિધ પ્રશ્નોનું નિર્માણ કરવામાં આવ્યું છે.તો ચાલો આ ચિત્ર તમને જોવું ગમશે ને ?👇👇 

પ્રવૃત્તિ 3 :વાર્તા વાંચો :-વાંદરાભાઇનું ઘર

પ્રવૃત્તિ 5 :વાતચીત :-


1. વંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી?
2. વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરશો ?
3. કોઈ કારણસર,બે -ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શું તકલીફ પડે?શી મજા પડે?
4. વંદરાંઓએ જે કર્યું તે તમને ગમ્યું ? આપણે તેમને શો ઉપાય બતાવીશું ?
5. સુઘરી કેવી રીતે ઘર બનાવતી હશે?
6. વાંદરાંઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું? 
7. મરચાંનું તાપણું કરીએ તો શું થાય ?

ઉપરોક્ત પ્રવૃતિમાં વિધ્યાર્થીઓ વિવિધ પ્રશ્નો વાંચી તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે.વળી પ્રક્ષો એવા છે કે બાળકોને વિચારવું જ પડે. અને તેમાં  જો ચિત્રનો સાથ મળી જાય તો જવાબ પણ સહેલો બની જાય સાચું ને ? તો તમે નીચેનું ચિત્ર જૂઓ 👇👇


પ્રવૃત્તિ 6 :વાર્તા વાંચો અને કહો:- 

1.વાંદરાનું નામ શું હતું ?
2.વાંદરાંની ચિંતા કોણ કરતું હતું?
3.ઘર વગર વાંદરાંઓને કઈ-કઈ મુશ્કેલી પડી ?
4.ઠંડી થી બચવા વાંદરાંઓએ શું કર્યું ?
5.'આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે?' - એવું વાંદરાએ કેમ કહ્યું હશે?
6.વાંદરાઓ વારંવાર શું બોલતા હતા?
7. સુઘરીની સલાહ સાચી હતી કે ખોટી ?કેમ ?
8.સુઘરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી ?
9. નીચેનામાંથી કોણ-કોણ પોતાનું ઘર બનાવે ?✔ કરો. 
1. બિલાડી 2. ચકલી 3. કબૂતર 4. કૂતરો 5. ગાય 

 

પ્રવૃત્તિ 7 :અભિનય :-

1. તમે વાંદરાભાઈ છો:ઠંડી ,ગરમી વરસાદથી બચવા શું કરશો ?
2. તમે સુઘરી છો:વાંદરાને શું કહેશો ? 

પ્રવૃત્તિ 8 :છૂટી ગયેલા શબ્દ શોધો. વાર્તામાં જોઈ વાક્ય ફરી લખો:-


પ્રવૃત્તિ 9 :ખાલીજગ્યા પૂરો અને મોટેથી વાંચો:-👆👆👇👇

1. માણસોને તાપતાં જોઈ ખટખટને નવાઈ લાગી. 
2. માણસો લાલ અંગારાથી તપતાં હતા. અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચાં ભેગાં કર્યા. 
3. ખટખટે હૂપાહૂપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા. 
4. ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો. 
5. આખરે થાકીને સુઘરીએ વાંદરાઓની ફિકર કરવાની છોડી દીધી. 

પ્રવૃત્તિ 10 :સરખા અર્થવાળાં વાક્યો સમજો અને લખો:-


પ્રવૃત્તિ 11 :અભિનય:-

પ્રવૃત્તિ 12 :ઋતુ ઓળખો અને લખો:-


પ્રવૃત્તિ 13 :શું હલકું?શું ભારે ?કેવી રીતે ખબર પડે? તે કહો:-


પ્રવૃત્તિ 14 :કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો:-


પ્રવૃત્તિ 15 :તફાવત શોધી વાક્ય લખવા:-


પ્રવૃત્તિ 16 :રીડિંગ ક્રિકેટ:-

પ્રવૃત્તિ 17:ગીત:-

પ્રવૃત્તિ 18 :વાંચો અને વિચારીને જવાબ લખો:-

પ્રવૃત્તિ 19 :વાંચો અને જોડો:-


પ્રવૃત્તિ 20 :જુઓ,સમજો અને લખો:-


પ્રવૃત્તિ 21 :ઉલટાવેલા શબ્દોની રમત:-

પ્રવૃત્તિ 22:મોટેથી ગાઓ:-

પ્રવૃત્તિ 23 :ચાલો હસીએ:-

ઋતુઓ :શિયાળો,ઉનાળો અને ચોમાસું 

👇શિયાળો👇 
ધીમે ધીમે ઠંડો પવન વાય . ટાઢ પડે . ઠંડી વધે . બંડી પહેરવી ગમે. સ્વેટર ,મફલર ,કાનટોપી વગેરે પણ પહેરવા ગમે. ઊનનાં કે જાડા કપડાં પહેરવા ગમે . રાત્રે ગોદડી ,ગોદડું કે ધાબળો ઓઢવો ગમે. તાપણું થતું હોય ત્યાં બેસી વાતો કરવી ગમે. 

શિયાળામાં બોર પાકે એટલે વીણવાની અને ખાવાની મજા પડે. શેરડી અને જામફળ ખાવા ગમે . આ ઋતુમાં ઘઉં ,તલ અને જાત-જાતના શાકભાજી થાય. પતંગ ઉડાડવાની મજા પડે. સૂરજ મોડો ઊગે અને વહેલો આથમે . આ ઋતુમાં રાત લાંબી હોય . છતાં વહેલા ઊઠવું ન ગમે . ઠંડી પણ વધારે હોય. 

👇ઉનાળો 👇
સૂરજ વહેલો ઊગે અને મોડો આથમે. સૂરજ તપે . તડકો પડે. ખુલ્લા પગે ચાલી ન શકાય. જો ચાલીએ તો પગ બળે. પગના તળિયા દાઝે. છાંયડામાં  ઊભા રહેવાની મજા પડે. કેસૂડાં ખીલે . હોળી પ્રગટે. વંટોળ ચડે. સુતરાઉ કપડાં પહેવાની મજા પડે. ઘરમાં પંખા ફરવા લાગે. 

તડબૂચ અને ટેટી ખાવાની મજા આવે. કેરીઓ પાકે એટલે ખાવાની મજા પડી જાય. ઠંડું પાણી ,બરફ ,આઈસક્રીમ આ બધુ વધારે ગમે. શરબત પીવાની ખૂબ મજા પડે. શેરડીનો રસ પીવો ગમે. 

👇ચોમાસું👇 
અષાઢ મહિનો આવે. એટલે આકાશ કાળાં-ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય. સૂરજ તો વાદળો પાછળ સંતાઈ જાય. આકાશમાં વીજળીના ચમકારા થાય અને વાદળોનો ગડગડાટ સાંભળવા મળે. ખૂબ વરસાદ પડે.બધે પાણી જ પાણી .નદી,નાળા ,તળાવો છલકાઈ જાય. ક્યારેક આકાશમાં મેઘધનુષ્યના દર્શન પણ થાય.

વધુ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે. ચારેબાજુ ઘાસ ઊગી નીકળે. ખેતરમાં જે બીજ વાવ્યાં હોય તે ઊગી નીકળે. વરસાદમાં નાહવાની ખૂબ મજા પડે. રાત્રે દેડકાઓનો અવાજ સંભળાયા કરે. ડ્રાઉ-ડ્રાઉ . ઘરેથી બહાર જવું હોય તો છત્રી લેવી પડે અથવા રેઇનકોટ પહેરવો પડે. ખૂબ અનાજ પાકે જેમકે બાજરો ,ડાંગર ,જુવાર ,મકાઇ વગેરે. 

નમસ્તે મિત્રો, નિયમિત શૈક્ષણિક માહિતી સાથેની પોસ્ટ વાંચવા માટે અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો  અને અમારી યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

Our Social Links:
YouTube:-
http://www.youtube.com/c/EducationEveryday
Website:-
http://www.vankraivadischool.com
Telegram:-
https://t.me/EducationEveryday365
Blog:-
https://onlinequizdaily.blogspot.com