BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts
Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts

Monday, May 3, 2021

May 03, 2021

પ્રજારામ રાવળ

Jidiya Sanjay ,create a blog

👉પ્રજારામરાવળ👈

પૂરુ નામ : પ્રજારામ નરોત્તમ રાવળ

જન્મ : 03/05/1917 (3 મે ,1917)

જન્મસ્થળ : વઢવાણ

શિક્ષણ : આયુર્વેદ –સ્નાતક

પ્રવૃત્તિ : આયુર્વેદનું અધ્યાપન

અવસાન : 28/04/1991 (28 એપ્રિલ ,1991)

 

પ્રજારામ રાવળનું જીવનદર્શન :

તેઓ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા.

તેમણે કવિ અને અનુવાદક તરીકે સાહિત્ય સર્જન કર્યું હતું.

તેમનો જન્મ તેમના વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ ખાતે 3 મે ,1917 ના દિવસે થયો હતો.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે અહીં જ પૂર્ણ કર્યું હતું.

મેટ્રિક થયા પછી ઇ. સ. 1941 મા પાટણની આયુર્વૈદિક કોલેજમાંથી તેઓ સ્નાતક થયા.

ઇ. સ. 1954 થી 1972 સુધી તેમણે ભાવનગરની કોલેજમા અધ્યાપક અને ત્યારબાદ ઇ. સ. 1975 સુધી આચાર્ય તરીકે કામ કર્યું હતું.

વ્યવસાયે તેઓ વૈદ હતા.

ઝાલાવાડી ધરતી વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે.

તેમનું અવસાન 28 એપ્રિલ , 1991ના રોજ થયું હતું.

 

પ્રજારામ રાવળનું સાહિત્ય સર્જન :

એમનું કાવ્યસર્જન શરૂ થયું ગાંધીયુગના કવિઓની સાથે .

ગોવિંદસ્વામી સાથે પ્રગટ કરેલી મહાયુદ્ધ નામની ત્રણ કાવ્યોને સમાવતી પુસ્તિકામાં આગામી મહાયુદ્ધ કાવ્ય એમણે રચેલું છે.

વિશ્વયુદ્ધની ભયંકરતાના નિર્દેશ સાથે વિશ્વપ્રેમની ઝંખના એમાં પ્રગટ થઈ છે.

કવિતા : પદ્મા (1956), નાન્દી (1963), નૈવેદ્ય (1980)

પદ્મા (1956):

એમનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ પદ્મા (1956) ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબત સૂચક છે,કારણકે સોનેટનું સ્વરૂપ કે વિશ્વપ્રેમની ભાવનાને બાદ કરતા ગાંધીયુગની કવિતાનો પ્રભાવ એમની કવિતા પર નહિવત છે.

પ્રજારામ રાવળનો કાવ્યસંગ્રહ છે. 

તેમાં કુલ 121 રચનાઓ છે,

જેમાં કેટલાંક ગીતો છે,તો કેટલાક છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને લઘુકાવ્યો છે.

મુખ્યત્વે ઊર્ધ્વ ચેતનાનો કવિનો અભિગ્રહ સર્વત્ર જોવાય છે.

તેમ છતાં પ્રકૃત્તિ અને ઋતુઓને વર્ણવતી રચનાઓ સંગ્રહનું આકર્ષણ છે.

એમાંય ઝાલાવાડી ધરતી એમના વતનની ભૂમિને હૂબહૂ કરતી નખશિખ ગીતરચના છે.

 

નાન્દી (1963), નૈવેદ્ય (1980):

એમના આ  કાવ્યસંગ્રહો દર્શાવે છે કે અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે.

અને તેથી એમની મોટાભાગની કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ અનુભવ વિશેની છે.

વિવિધ ઋતુઓ અને પ્રકૃતિના વિવિધ દ્રશ્યોને વિષય બનાવી એમણે ઘણા પ્રકૃતિકાવ્યો રચ્યા છે.

તો ઘણા કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યકત કરી છે.

પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગીતમાં છે.

ઝાલાવાડી ધરતી વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે. 

 

અનુવાદ : રઘુવંશ –કાલિદાસના સંસ્કૃત મહાકાવ્યનો સમશ્લોકી (1985)

સંપાદન : પ્રતિપદા –ગોવિંદ સ્વામી સાથે (1948)

પ્રકિર્ણ :બુધ્ધિનો બાદશાહ (1968)

આ ઉપરાંત પરબ્રહ્મ (શ્રી અરવિંદના કાવ્યો અનૂદિત છે) અને આયુર્વેદનું અમૃત પણ તેમના અન્ય ગ્રંથો છે.

સુન્દરમ્  : “પૂર્ણ સભાન રીતે યોગાભિમુખ બનેલા કવિ.”


Sunday, May 2, 2021

May 02, 2021

ચુનીલાલ શાહ

Jidiya Sanjay ,create a blog


👉ચુનીલાલ શાહ 👈



પૂરું નામ : ચુનીલાલ વર્ધમાન શાહ

ઉપનામ : સાહિત્યપ્રિય

જન્મ : ૦૨/૦૫/૧૮૮૭ (૨ મે ,૧૮૮૭ )

જન્મસ્થળ : વઢવાણ

અવસાન : ૧૨/૦૫/૧૯૬૬ (૧૨ મે ,૧૯૬૬)

 

ચુનીલાલ શાહનું જીવનદર્શન :

તેમનો જન્મ ૨ મે ,૧૮૮૭ ના રોજ વઢવાણ ખાતે થયો હતો.

સાહિત્યપ્રિય તેમનું ઉપનામ/તખલ્લુસ છે.

તેઓ ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હતા.

તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો.

તેઓ રાજસ્થાન અને જૈનોદય સામયિકોના સંપાદક હતા.

તેમણે અખંડ આનંદ નું સંપાદન કરેલું.

સામાજિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળી અનેક નવલકથાઓ તેમણે લખેલી છે.

કંટક છયો પંથ (૧૯૬૩) તેમની બૃહદ નવલકથા છે.

જિગર અને અમી (૧૯૪૪) તેમની સામાજિક નવલકથા છે.

આ ઉપરાંત તેઓ પ્રજાબંધુ સાપ્તાહિકના સહતંત્રી પણ હતા.

ઈ. સ. ૧૯૩૭ મા તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.

તેમનું અવસાન ૧૨ મે ,૧૯૬૬ ના રોજ થયું હતું.

 

ચુનીલાલ શાહનું સાહિત્ય સર્જન :

નવલકથાઓ :પ્રમોદા અથવા દિલેર દિલારામ, ધારાનગરીનો મુંજ, ચાણક્ય અને ચંદ્રગુપ્ત , નોકરીનો ઉમેદવાર , કર્તવ્ય કૌમુદી , પાટણની પડતીનો પ્રારંભ , ન્યાયના મૂળમાં નીતિ , મૂળરાજ સોલંકી , રૂપમતી , વિષચક્ર , કંટક છયો પંથ , જિગર અને અમી

નાટકો: ચાંપરાજ હાંડો , દેવકીનંદન , સાક્ષર મહાશય

નવલિકાઓ :વર્ષા અને બીજી વાતો

ચરિત્રસાહિત્ય :ધરતીને ખોળે

બાળસાહિત્ય : હૈયાનું ધામ

અનુવાદ : હૈયાની થાપણ , ભોળો ખેડૂત

સમીક્ષા : ૧૯૩૦-૧૯૩૧ ના ગ્રંથસ્થ વાડ્મય 


Saturday, May 9, 2020

May 09, 2020

Maharana Pratap || મહારાણા પ્રતાપ ||Bharat ka veer putra Maharana Pratap ||

Jidiya Sanjay ,create a blog

મહારાણા પ્રતાપ
Maharana Pratap 
|| Bharat ka veer putra Maharana Pratap ||




જન્મ: ૯ મે , ૧૫૪૦ (જેઠ સુદ ત્રીજ)
જન્મ સ્થળ:કુંભલગઢ, જુની કચેરી, પાલી, રાજસ્થાન
અવસાન: ૨૯ જાન્યુઆરી, ૧૫૯૭
પિતાનું નામ :મહારાણા ઉદય સિંહ (દ્વિતીય )
માતાનું નામ :મહારાણી જીવંત બાઈ
ધર્મ:હિંદુ
વંશ/ખાનદાન:સૂર્યવંશી,રાજપુત
મહારાણા પ્રતાપ વ્યક્તિ વિશેષ 


એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. 
મહારાણા પ્રતાપ મેવાડના રાજા અને એક વીર યોદ્ધા હતા કે જેમણે ક્યારેય અકબરની આધિનતા સ્વીકારી નહોતી
મહારાણા પ્રતાપ ના નામથી જ આજે આખું ચિત્તોડ ઓળખાય છે.તે ઉપરાંત મેવાડ ,રાજસ્થાન અને અખંડ ભારત એમની હિંમત પર નાઝ કરે છે.
કહેવાય છે કે જે માણસ ચિત્તોડ માટે લડ્યો કે પછી ક્યારેય તે ચિત્તોડ ગયો જ નથી આવો માણસ એટલે મહારાણા પ્રતાપ.
કર્નલ ટોડે રાણા પ્રતાપને જ મહારાણા પ્રતાપ કહ્યો છે . જે ખરેખર સાચું છે પ્રતાપ બે તલવારો રાખતો હતો એનું કારણ એ છે કે એ દુશ્મનને સ્વબચાવની એક તક આપવામાં માનતો હતો એ દુશ્મનને ક્યારેય નીહથ્થો મારવામાં નહોતો માનતો.
કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ રાજસ્થાનના એક અદ્ભુત કિલ્લા-કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.
તેમના પિતાનું નામ મહારાણા ઉદયસિંહ દ્વિતીય હતું અને માતાનું નામ મહારાણી  જીવંત કવર (જયવંત બાઈ) હતું.
મહારાણા પ્રતાપ ઉદય પુરના સ્થાપક ઉદયસિંહ દ્વિતીય અને મહારાણી જીવંત બાઈ ના જયેષ્ઠ પુત્ર હતા.
મહારાણા ઉદયસિંહ દ્વિતીય મેવાડના શાસક હતા અને તેમની રાજધાની ચિત્તોડ હતી .
મહારાણા પ્રતાપ તેમના 25 ભાઈઓમાં સૌથી મોટા હતા તેથી તેમને મેવાડના અનુગામી બનાવવામાં આવ્યા હતા .
તેઓ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. તેમને  સિસોદિયા વંશના  54 માં રાજા કહેવામાં આવે છે.





હલ્દીઘાટીનો મહાસંગ્રામ
૧૫૭૬માં હલ્દીઘાટી ની લડાઈ ૨૦ હજાર રાજપૂતો અને મોગલ લશ્કરના ૮૦ હજાર સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી.
તે સમયે અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી. 
મહારાણા પ્રતાપની સેના મોગલોની સેનાને પાછી ધકેલી રહી હતી.
કહેવાય છે કે મહારાણા પ્રતાપના ભાલાનું વજન 80 કિલો અને બખ્તરનું વજન 72 કિલો હતું.
અને આવી રીતે જોવા જઈએ તો એમના ભાલા ,ઢાલ અને બે તલવારો મળીને કુલ ૨૦૦ કિલોનાં  વજન સાથે તેઓ યુદ્ધ કરતા હતા.
એક ઘટના એવી છે કે શક્તિસિંહ જે પહેલા મોગલ સૈન્ય વતી લડ્યો હતો  તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો.
જ્યારે બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામા મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીરગતિ પામ્યો હતો.
મહારાણા પ્રતાપે મોગલનો સામનો કરવા માટે તેમની સેનાને સાવચેત કરી હતી .પ્રતાપે મેવાડની રાજધાની કુંભલગઢમાં પોતાનું લશ્કર મોકલ્યું. 
તેમણે પોતાના સૈનિકોને અરવલ્લીના પર્વતો પર ચાલ્યા જવાનો આદેશ કર્યો અને દુશ્મન પાછળ પોતાની સેનાની કોઈ ટુકડી ના મોકલી.
મહારાણા પ્રતાપની સેનામાં ઝાલામાન, દોડિયા ભીલ ,રામદાસ રાઠોડ અને હકીમ ખસુર જેવા શૂરવીર યોદ્ધાઓ હતા.
મહારાણા પ્રતાપ આ યુદ્ધ પર્વતીય વિસ્તારમાં લડવા માંગતા હતા. જેના વિશે મેવાડની સેના પૂરેપૂરી વાકેફ હતી ,પરંતુ મોગલ સેનાને આનો કોઈ જ અનુભવ નહોતો.

ચેતક 

ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. 
ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. 
હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, 
માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.
હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. 
અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. 
શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. 
આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.
હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં એમના કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જતી લડાઇના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી. 
માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય પ્રતિક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મોગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા. 
મહારાણા પ્રતાપના રૂપમાં ઘુમતા ઝાલા સરદાર પર મુગલ સેના મહારાણા સમજીને તુટી પડી, એ દરમિયાન મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન છોડી ગયા હતા.
આ વેળા ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતો અને ગંભીરતાથી ઘાયલ પણ થઇ ગયો હતો, આમ છતાં બહાદુરીપૂર્વક પોતાના સ્વામીને લઇને તે લડાઇના મેદાનની બહાર નીકળી ગયો હતો. 
મેદાનથી આશરે ૨ માઈલની દુરી પર એક સાંકડી નાળી આવતી હતી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી. તે ફરી ઉભો ના થઈ શક્યો અને ત્યાં જ તેણે પોતાના પ્રાણ છોડ્યો.
મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું. 
આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે. ચેતક અશ્વ વફાદારીના પ્રતીકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં છવાયેલ રહે છે.


મહારાણા પ્રતાપને ભામાશા ની મદદ
યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને આ યુદ્ધ પછી અકબરે ઘણી વખત મેવાડને હડપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દર વખતે મહારાણા પ્રતાપે તેને હરાવ્યો હતો.
મહારાણા પ્રતાપ કોઈકને કોઈક રીતે ચિત્તોડ પર પોતાનો કબજો મેળવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ મોગલોના સતત હુમલાને લીધે તેમની સેના ખૂબ જ નબળી થઇ ગઇ હતી અને તેમની પાસે સૈન્યનું નિર્વહન કરવા માટે પૂરતા પૈસા પણ ન હતા.
આવા મુશ્કેલીના સમયે તેમના એક મંત્રી ભામાશાહે પોતાની બધી જ સંપત્તિ મહારાણા પ્રતાપ ને સોંપી દીધી .
અને તે નાણાં એટલા બધા હતા કે બાર વર્ષ સુધી ૨૫,૦૦૦ સૈનિકોનું ભરણપોષણ કરી શકે.

મહારાણા પ્રતાપ વિષે અન્ય વિગતો :


દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. 
મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. 
મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. 
બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. 
મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધના માં જોડાઈ ગયા, 
પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ એ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.
જાન્યુઆરી ૧૫૯૭ માં મેવાડના મહાનાયક રાણા પ્રતાપ શિકાર કરતા હતા તે સમયે તેઓ ઘાયલ થઈ ગયા અને ૫૬ વર્ષની આયુમાં તેમનું મૃત્યુ થઈ ગયું.
મહારાણા પ્રતાપનો જન્મ કુંભલગઢમાં, બાળપણ ચિત્તોડમાં રાજ્યાભિષેક ચાવંડમાં અને મૃત્યુ હલ્દીઘાટીના જંગલોમાં થયું હતું.
પોતાની માતૃભુમિની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દેનાર એવા ભારતના વીર પુત્ર મહારાણા પ્રતાપને કોટી કોટી વંદન.


મહારાણા પ્રતાપ વિષે વધુ જાણો :Click Here






નમસ્તે મિત્રો ,અવનવી શૈક્ષણિક માહિતી સાથેની પોસ્ટ નિયમિત વાંચવા માટે અમારા બ્લોગની મુલાકાત લેવાનું ભૂલશો નહીં  અને તમારા પરિવાર ,મિત્રોને પણ જણાવો . 

Tuesday, April 28, 2020

April 28, 2020

શહીદ ભગતસિંહ || Shahid Bhagatsinh ||

Jidiya Sanjay ,create a blog

શહીદ ભગતસિંહ 

  1. ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ભગતસિંહનું  અગ્રિમ સ્થાન છે.
  2. તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૯૦૭ નાં દિવસે  લયાલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો. જે આજે પાકિસ્તાનમાં છે.
  3. વ્યવસાયે તેઓ જાટ ખેડૂત હતા.
  4. ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું.
  5. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું.
  6. ત્યારબાદ તેઓ લાહોરની ડી.એ.વી હાઈસ્કૂલમાં ભણ્યા હતા.
  7. અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિધ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો.
  8. ભગતસિંહ અને તેમના સાથીઓને સશસ્ત્ર ક્રાંતિકારી ગણવામાં આવતા હતા, તેઓ પોતાનો બિનસમાધાનકારી પરંપરાના ક્રાંતિકારી કહેતા હતા.
  9. ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો.
  10. આ વાતની જાણ થતાં ભગતસિંહ ૧૨ કી.મી પગે ચાલી જલિયાવાલા બાગ પહોચ્યા હતા.
  11. ભગતસિંહ શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા પણ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો હતો. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી.તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા હતા.
  12. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસીયેશનના સભ્ય બન્યા અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા.
  13. ઇ.સ. ૧૯૨૫ માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી જેથી તેમને સુખદેવ, યશપાલ, ભગવતી ચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતિન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો.
  14. તેઓ યતિન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા અને ૧૯૨૬ માં દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો જેમાં તેમની ધરપકડ કરવામાં આવી પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા.
  15. ભગતસિંહ માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘની તથા અન્ય મોટી ક્રાંતિઓ વિષે ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેઓ તેમના સાથીઓને પણ વાંચન માટે આગ્રહ કરતાં હતા.
  16. તેમના પિતા કિશનસિંહ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું છે તે વાત જાણી તેઓ લાહોરથી નાસી છૂટ્યો હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જઈ રહ્યા.
  17. થોડા સમય બાદ કાનપુર ગયા અને ત્યાં ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામના સામયિકમાં લેખો લખી ગુજરાન ચલાવ્યું.
  18. ૧૯૨૮માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શન થયા હતા. અને આની અંદર ભાગ લેનાર પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જની અંદર લાલા લજપતરાય ઘાયલ થયા હતા, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી મી.સ્ટોકને મારવાનું કાવતરું ઘડ્યું હતું.
  19. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ અને તેમના સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા.
  20. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ ના રોજ લગભગ સવા ચાર વાગ્યે એ.એસ.પી. સાંડર્સના આવતાંજ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી.
  21. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો.
  22. ૧૯૩૦માં 7 મી  ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી.
  23. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા.
  24. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.
  25. ૨૩ માર્ચ ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા. આના કારણે તેમણે સજા કરવામાં આવી હતી.
  26. ત્યારબાદ તેમની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી.
  27. શહીદ-એ-આઝમ'નું બિરુદ જેમને મળ્યું હતું એ ભગતસિંહને ફાંસી થઈ એના બીજા દિવસે 24 માર્ચે ઝવેરચંદ મેઘાણીએ અંજલિ આપતી કવિતા 'ફૂલમાળ' લખી હતી.
  28. ભગતસિંહ પોતાના લેખમાં એવું પણ સમજાવે છે કે 'ક્રાંતિ' અથવા 'માર્ક્સવાદ' એટલે હિંસા નહીં. આ ઘટનાઓ સાથે ભગતસિંહના વિચારો મૂકીને મૂલ્યાંકન કરવાની પણ જરૂર છે."
  29. કોર્ટમાં ભગતસિંહને પૂછ્યું હતું કે તમારા માટે ક્રાંતિનો શું અર્થ છે?
  30. ભગતસિંહે આપેલો જવાબ 'ભગતસિંહ ઔર ઉનકે સાથીયો કે સમ્પૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેજ' પુસ્તકમાં સમાવ્યો છે.
  31. ભગતસિંહ જવાબ આપતા કહે છે, "ક્રાંતિ બૉમ્બ અને પિસ્તોલનો સંપ્રદાય નથી. 'ક્રાંતિ'થી અમારો અર્થ 'અન્યાય આધારિત સમાજ વ્યવસ્થામાં સંપૂર્ણ પરિવર્તન' એવો છે."

શહિદ ભગતસિંહનો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો:Click Here




Monday, October 28, 2019

October 28, 2019

ચિનુ મોદી

Jidiya Sanjay ,create a blog


ચિનુ મોદી

પૂરું નામ : ચિનુ ચંદુલાલ મોદી
ઉપનામ : ‘ઈર્શાદ’, ‘ગરલ વિજાપુરી’, ‘બિરેન રાય’ , ‘મનીષા શાહ’
જન્મ : 30 સપ્ટેમ્બર , ૧૯૩૯(વિજાપુર -મહેસાણા -ઉ.ગુજરાત)
અભ્યાસ : એમ.એ./એલ.એલ.બી. /પીએચ .ડી.
અવસાન : ૧૯ માર્ચ, ૨૦૧૭ (અમદાવાદ)
પ્રવૃતિ : અધ્યાપન ,લેખન

ચિનુ મોદીનું જીવનદર્શન:

તેઓ ગુજરાતી કવિ ,નાટ્યકાર ,નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક હતા.
તેમનો જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ ચંદુલાલ અને શશિકાંતાબેનને ત્યાં વિજાપુરમાં થયો હતો.
તેમનું વતન કડી હતું . પ્રા.શિક્ષણ તેમણે વિજાપુર અને માં.શિક્ષણ ધોળકા-અમદાવાદમાં શેઠ હસનઅલી હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું.
૧૯૫૪ માં તેમણે મેટ્રિક ઊતીર્ણ કર્યું
૧૯૫૮માં ગુજરાત યૂનિવર્સિટીમાથી ગુજરાતી અને ઈતિહાસ વિષયો સાથે તેમણે બી.એ. કર્યું .
૧૯૬૦માં એલ.એલ.બી.અને ૧૯૬૧માં એમ.એ.ગુજરાતી અને હિન્દી વિષયો સાથે ગુજરાત યૂનિવર્સિટીમાથી પૂર્ણ કર્યું.
૧૯૬૮માં તેમણે ગુજરાત વિદ્ધ્યાપીઠમાથી પીએચ.ડી.ની પદવી મેળવી.
તેમણે આકાશવાણી અને ટી.વી .પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.તે ઉપરાંત વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે.
તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારોના સર્જક .

વ્યવસાય /પ્રવૃતિ :

૧૯૬૧-૧૯૬૪ દરમિયાન કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન કાર્ય
૧૯૬૪ -૧૯૭૫ દરમિયાન અમદાવાદમા સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે ..
૧૯૭૫ -૧૯૭૭ દરમિયાન અમદાવાદમા ઈસરો (ISRO)માં સ્ક્રીપ્ટરાઈટર તરીક
૧૯૭૭ -૨૦૧૭ દરમિયાન જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર
‘રે’ , ‘કૃતિ’ , ‘ઉન્મૂલન’ , ‘ઓમિસિયસ(હોટેલ પોએટ્સ ગ્રૂપ) સામયિકોના તંત્રી તરીકે




ચિનુ મોદીનું સાહિત્યસર્જન :

કાવ્યસંગ્રહો :
વાતાયન (૧૯૬૧)
ઊર્ણનાભ (૧૯૭૪)
દર્પણની ગલી(૧૯૭૫)
ક્ષણોના મહેલમાં(૧૯૭૨)
ઈર્શાદાબાદ(૧૯૭૮)
ઈર્શાદગઢ(૧૯૭૮)
 અફવા(૧૯૯૧)
ઈનાયત (૧૯૯૫)
બાહુક (૧૯૮૨)
વિનાયક (૧૯૭૮)
દેશવટો (૧૯૭૮)
શાપિત વનમાં (૧૯૭૬)
તરંગમાલા(૨૦૦૦)
શ્વેત સમુદ્રો(૨૦૦૧)
નકશાના નગર (૨૦૦૩)
હથેળી (૨૦૦૪)
આઘાપાછા શ્વાસ (૨૦૦૭)
હવાના હેવાલો (૨૦૦૯)
અ અલિફનો અ (૨૦૧૦)
નવલિકાસંગ્રહો:
ડાબી મુઠ્ઠી ,જમણી મુઠ્ઠી (૧૯૯૦)
છલાંગ

નવલકથા :

શૈલા મજૂમદાર (૧૯૬૬)
ભાવ-અભાવ (૧૯૬૯)
નીલા નાગ (૧૯૭૧)
ગાંધારીની આંખે પાટા (૧૯૭૬)
ભાવચક્ર (૧૯૭૬)
પહેલા વરસાદનો છાંટો (૧૯૮૭)
કાળો અંગ્રેજ (૧૯૯૨)
માણસ હોવાની મને ચીડ (૨૦૦૪)
પીછો (૨૦૦૪)
પડછાયાનો માણસ (૨૦૦૪)
નિદ્રાચર(૨૦૦૮)
ઊંધે માથે (૨૦૧૦)
હેંગ ઓવર (૨૦૧૦)

નાટક :

મેઈક બિલિવ (૧૯૬૮)
ડાયલનાં પંખી (૧૯૬૭)
કોલબેલ (૧૯૭૩)
હુકમ માલિક (૧૯૮૪)
રાજા મિડાસ (૧૯૮૫)
જાલકા (૧૯૮૫)
અશ્વમેધ (૧૯૮૬)
નવલશા હીરજી (૧૯૯૫)
ખલિફાનો વેશ યાની ઔરંગઝેબ (૧૯૯૩)

વિવેચન :

ખંડકાવ્ય: સ્વરૂપ અને વિકાસ (૧૯૭૦)
મારા સમકાલીન કવિઓ (૧૯૭૩)
બે દાયકા ,ચાર કવિઓ (૧૯૭૪)
એકલતાનું ઉપનિષદ (૨૦૦૯)

અનુવાદ :

વસંતવિલાસ (૧૯૫૭)

સંપાદન :

ગમી તે ગઝલ (૧૯૭૬)
ગુજરાતી પ્રતિનિધિ ગઝલો
આપણાં ખંડકાવ્યો
સુખનવર શ્રેણી
૨૦ પુસ્તિકા
ચઢો રે શિખર (ચંદ્રવદનના શ્રેષ્ઠ કાવ્યો )
પર્વત નામે પથ્થર (ગઝલ) (૨૦૦૧)
હાસ્ય :નટવર ધ નિર્દોષ (૨૦૦૯)

વિશેષ નોંધ :

(૧)ગુજરાત રાજ્ય પુરસ્કાર : ૧૯૬૮,૧૯૭૪,૧૯૭૫,૧૯૭૬,૧૯૮૭
(૨)ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર : ૧૯૮૨,૨૦૦૩,૨૦૦૪
(૩)કલાપી એવોર્ડ
(૪)ગૌરવ પુરસ્કાર : ગુજરાત સંગીત નાટક અકાદમી : ૧૯૯૯
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ : ૨૦૦૮
વલી ગુજરાતી ગઝલ એવોર્ડ : ૨૦૧૦
અમેરિકનો સાહિત્યિક પ્રવાસ : ૨૦૧૦

એમની ગઝલોમાંથી કેટલાક શેઅરનો આસ્વાદ લઈએ:

એક લીલા ઝાડ પર તૂટી પડેલી વીજળી !
હું હજી જીવી રહ્યો છુ જો , ફરી આકાશ ચઢ

ક્યારેક કાચ સામે ,કયારેક સાચ સામે ,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી

‘સાત સુડાએ ટોચેલું છે પીળું પચરક ફળ
એ ફળની મે ચીરી ખાધી હવે તો આવી મળ


‘ખખડતું રહ્યું શહેર મધરાતના પણ,
અવાજે અવાજે વગોવાય શબ્દો .’

‘આપણે ઈચ્છા કર્યાના પાપ સહેવાના ખુદા
હું જીવી શકતો નથી ને તું મરી શકતો નથી.’

‘દરવખત માથુ વઢાયા બાદ ધડ લડતું રહે
મોત પણ ‘ઈર્શાદ’ થી નાથી શકાતું હોય છે.’

‘શ્વાસની હલચલ તે હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે?’

ગઝલ આવતી હોય ‘ઈર્શાદ’ તો
ક્ષણે ક્ષણ ભલે ને વલોવાઈએ.

કાચના ઘરમાં ઊઘડેછોગ રહેવાથી મને
વેદના એવી મળી કે વાણી આમરણાંત છે.

ખાસ ઈચ્છાસર હવેલીમાં પવન આવ્યો હશે
ખેપ ખુશબોની ફરી ‘ઈર્શાદ’ શું લાવ્યો હશે ?

લાખ જણ લખતા , જીવીને કેટલા લખતા ગઝલ ?
આપણી પાસે ફકત ‘ઈર્શાદ’નું દ્રષ્ટાંત છે !



પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી ,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઈએ.

લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !

બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટૂંકો પંથ માંગો છો તમે .

આંખને ખૂણે હજીયે ભેજ છે,
આ ગઝલ લખવાનું કારણ એ જ છે.

આપ ગુજરાતી કવિ અને ગઝલકાર ચિનુ મોદીનો સંપૂર્ણ પરિચયનો વિડિયો નિહાળી શકો છો.



















Tuesday, October 1, 2019

October 01, 2019

મહાત્મા ગાંધીજી

Jidiya Sanjay ,create a blog

ગાંધીજી

પુરુનામ : મોહનદાસ કરમચંદ ગાંધી
જન્મ : ૨જી, ઓક્ટોબર ૧૮૬૯ (પોરબંદર)
અવસાન : ૩૦મી, જાન્યુઆરી ૧૯૪૮ (નવી દિલ્લી ) શહિદદિન
પિતાનું નામ : કરમચંદ ઉત્તમચંદ ગાંધી
માતાનું નામ : પૂતળીબાઈ કરમચંદ ગાંધી
પત્નીનું નામ : કસ્તુરબા
ગાંધીજીના પુત્રો : હરિલાલ ગાંધી, મણિલાલ ગાંધી, રામદાસ ગાંધી ,દેવદાસ ગાંધી
અભ્યાસ : બાર-એટ-લો
પ્રવૃતિ : રાષ્ટ્રસેવા: અંગ્રેજી શાસન સામે સફળ અહિંસક આંદોલન


ગાંધીજીનું સાહિત્યસર્જન

આત્મકથા


મારો જેલ અનુભવ (૧૯૨૧)
દક્ષિણ આફ્રીકાનો સત્યાગ્રહનો ઈતિહાસ ભાગ :૧ અને ૨ (૧૯૨૫)
યરવડાનો અનુભવ (૧૯૨૫)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા ભાગ :૧ અને ૨ (૧૯૨૭)
જીવનચરિત્ર
એક સત્યવીરની કથા (૧૯૪૧)
ત્યાગમૂર્તિ અને બીજા લેખો (૧૯૩૮)
ધર્માત્મા ગોખલે (૧૯૫૦)

શિક્ષણ

ખરી કેળવણી (૧૯૩૮)
કેળવણીનો કોયડો (૧૯૩૮)
પાયાની કેળવણી (૧૯૫૦)
શિક્ષણનું માધ્યમ (૧૯૫૪)

પત્ર

બાપુના પત્રો ભાગ: ૧ થી ૭ (૧૯૪૯ -૧૯૫૨)
પાંચમા પુત્રને બાપુના આશીર્વાદ (૧૯૫૭)

ચિંતન

હિન્દ સ્વરાજ (૧૯૦૯)
સર્વોદય (૧૯૨૨)
નીતિ નાશને માર્ગે (૧૯૨૭)
અનાસક્તિયોગ ( ૧૯૩૦)
ગીતાબોધ (૧૯૩૦)
મંગલપ્રભાત (૧૯૩૦)
વર્ણ વ્યવસ્થા (૧૯૩૪)
ધર્મમંથન (૧૯૩૫)
વ્યાપક ધર્મભાવના (૧૯૩૭)
મારો સમાજવાદ (૧૯૬૦)
ઈશુ મારી નજરે (૧૯૬૦)
અસ્પૃશ્યતા (૧૯૬૧)
ગ્રામસ્વરાજ (૧૯૬૩)
મારા સ્વપનનું ભારત (૧૯૬૩)
મારો ઈશ્વર (૧૯૬૪)

પ્રકિર્ણ

ગામડાની વહારે (૧૯૩૧)
આરોગ્યની ચાવી (૧૯૩૨)
દેશી રાજ્યોનો પ્રશ્ન (૧૯૪૧)
રચનાત્મક કાર્યક્રમ (૧૯૪૨)
પંચાયત રાજ (૧૯૬૦)
હરિજન સેવકો માટે ( ૧૯૬૧)
હિન્દી વિધ્યાર્થીઓ (૧૯૬૨)
મુરખરાજ (૧૯૬૪)

તંત્રી

ઇંડિયન ઓપીનિયન (૧૯૦૪-૧૯૧૪)
નવજીવન (૧૯૧૯)
યંગ ઈન્ડિયા (૧૯૧૯)

ગાંધીજીનું જીવનદર્શન

ગાંધીજીની કિશોરાવસ્થા અને તરુણાવસ્થા રાજકોટમાં પસાર થઈ હતી.
રંભા નામની ઘરમાં કામ કરતી દાસી પાસેથી ગાંધીજીને જીવનનો અમૂલ્ય મંત્ર “રામનામ” પ્રાપ્ત થયો હતો.
નાની ઉમરમાં જોયેલું “હરિશ્ચંદ્ર”નું નાટક પણ ગાંધીજીને સત્યવ્રતી બનવા માટે જીવનની ઉત્તમ તક પૂરી પડે છે.
સેવા,સદાચાર,ઈશ્વરનિષ્ઠા તેમજ સર્વધર્મ સમભાવ જેવા સંસ્કારો ગાંધીજીને નાનપણથી જ માતા-પિતા પાસેથી વારસામાં મળ્યા હતા.
ઈ.સ. ૧૮૯૪માં ૨૪ વર્ષની ઉમરે તેમણે દક્ષિણ આફ્રિકામાં “નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ”ની રચના કરી .
બેરિસ્ટર થઈને ભારત આવ્યા બાદ ગાંધીજીએ રાજકોટ અને મૂંબઈમાં વકીલાત માટે અસફળ પ્રયત્ન કર્યા હતા .
અમદાવાદમા ઈ.સ.૧૯૧૫માં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી .
ઈ.સ. ૧૯૧૭માં ચંપારણ સત્યાગ્રહ કર્યો .
ઈ.સ. ૧૯૨૦માં “ઓલ ઈન્ડિયા હોમરૂલ લીગ”ના પ્રમૂખ ચૂંટાયા .
તેમણે ઈ.સ. ૧૯૨૦માં “ગૂજરાત વિધ્યાપીઠ”ની સ્થાપના કરી હતી .
૧૨મી માર્ચ ,૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચનો આરંભ કર્યો.
ઈ.સ. ૧૯૩૧માં ઇંગ્લેન્ડમાં બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી બ્રિટિશ શાસનને ભારતનું દ્રષ્ટિબિંદુ સમજાવ્યું.
ઈ.સ.૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.
રાષ્ટ્રની સ્વતંત્રતા અર્થે પોતાના વિચારો લોકો સૂધી પહોંચાડવા તેમણે પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
તેઓ યંગ ઈન્ડિયા ,નવજીવન ,હરિજન તથા ઇંડિયન ઓપીનિયન (દક્ષિણ આફ્રિકા )ના તંત્રી રહ્યા હતા.
ઈ.સ. ૧૯૪૨માં “હિન્દ છોડો” ચળવળથી દેશની આઝાદીનો છેલ્લો તબક્કો આર્ંભ્યો .
“સત્યના પ્રયોગો”તેમની  આત્મકથાનું પુસ્તક છે.
તેમણે પોતાની આત્મકથામાં તેમના જીવનનું વર્ણન ૧૯૪૦ સુધીનું કરેલું છે.
“સાદું જીવન અને ઉચ્ચ વિચારો” એ ગાંધીજીનો જીવનમંત્ર હતો .
ગાંધીજીએ જહોન રસ્કીનના પુસ્તક “અન ટુ ધ લાસ્ટ” નું “સર્વોદય” નામથી રૂપાંતર કર્યું.
ગાંધીજી પર રશિયન લેખક ટોલ્સટોયની કૃતિ “વોર એન્ડ પીસ” નો અનુવાદ “વૈકુંઠ
તારા હૃદયમાં” નો ઊંડો પ્રભાવ હતો.
ગાંધીજીનું પ્રથમ પુસ્તક “હિન્દ સ્વરાજ”હતું .
ગાંધીજીના લાખણો “ગાંધીજીનો અક્ષરદેહ” શ્રેણીગ્રંથમાં પ્રગટ થયા છે.
તેમણે પોતાના આફ્રિકામાના સત્યાગ્રહને સૌથી શુદ્ધ અને સફળ સત્યાગ્રહ ગણાવ્યો છે.
જગતના આત્મકથા સાહિત્યમાં “સત્યના પ્રયોગોનું” નિશ્ચિત સ્થાન છે.
“વ્યાપક ધર્મભાવના”માં ગાંધીજીના ધર્મ વિષયક લેખો સંગ્રહાયા છે.
ગાંધીજીને પ્રજાએ “મહાત્મા” અને “રાષ્ટપિતા” તરીકે સમ્માન્યા છે .

ગાંધીજીની કેટલીક પંક્તિઓ

મારે મન ઈશ્વર એ જ સત્ય અને સત્ય એ જ ઈશ્વર છે.
સત્ય અને અહિંસા મારા ભગવાન છે.
અલ્પાત્માને પામવા માટેનો સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.
ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
હું ફ્ક્ત મારા અંતરાત્માંને ખુશ રાખવા માંગુ છુ કે જે ભગવાન છે.
જીવન દરમિયાન મને  મારા પ્રશંસકો કરતાં ટીકાકારો પાસેથી વધુ જાણવા મળ્યું છે.
ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસોથી ગભરાવાનું બંધ કરીએ.
ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે.
જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિંદુસ્તાન પાયમાલ થઈ જાય.
રુદયમાથી જે આવે છે તે હું કહું છુ ઓપ ચઢાવ્યા વિના.

આપ મહાત્મા ગાંધીનો પરિચયનો વિડિયો નિહાળી શકો છો .