BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Thursday, September 19, 2019

રાવજી પટેલ ગુજરાતી કવિ

Jidiya Sanjay ,create a blog


રાવજી પટેલ ગુજરાતી સાહિત્યકાર  : (૧૯૩૯-૧૯૬૮)


પૂરું નામ : રાવજી છોટાલાલ પટેલ
જન્મ : ૧૫મી નવેમ્બર ૧૯૩૯ (વલ્લવપુરા -ખેડા )
અવસાન : ૧૦મી ઓગષ્ટ ૧૯૬૮
વ્યવસાય : મિલમાં કારકુનની નોકરી , છાપાં, લ્રાયબ્રેરીમાં નોકરી સાથે લેખનકાર્ય
અભ્યાસ : એસ .એસ .સી .


રાવજી પટેલનું જીવનદર્શન :


આધુનિક યુગના ગુજરાતી કવિ ,વાર્તાકાર અને નવલકથાકાર હતા.
તેમણે પ્રા.શિક્ષણ ડાકોરમાં અને મા.શિક્ષણ અમદાવાદમાં લીધું હતું .
તેઓ બુધસભા રેમઠના સભ્ય હતા.
તેમણે સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ કામ કર્યું હતું .
તેમની કવિતામાં નગરજીવનના ઉધારપાસાં અને કૃષિજીવનનો સમન્વય થયેલો જોવા મળે છે.
ગુજરાતી સાહિત્યને “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા....” જેવી અમર કૃતિ આપનાર સાહિત્યકાર
તેમની ઘણી બધી કાવ્યરચનાઓમાં પ્રકૃતી,ખેતર ,ગામડું ,હળ ,તળાવ ,બળદ ,ઊભો પાક તેમજ પંખીઓ સાથેની એની દિલ્લગી નજરે પડે છે .
રાવજીની કવિતા એટલે આધુનિકતાનો કોઈ અભિનિવેશ નહીં અને છતા સહજ રીતે જેનું ભાવસંવેદન શબ્દમાં આધુનિક રૂપ ધારણ કરીને આવે એવા કવિની કવિતા .
રાવજી પટેલ નાની ઉમરમાં ક્ષયની બીમારીમાં સપડાઈ ગયા હતા .
તેઓ માત્ર ૨૯ વર્ષની વયે ક્ષય રોગથી અમદાવાદમા ૧૦ ઓગષ્ટ,૧૯૬૮ માં અવસાન પામ્યા.રાવજી પટેલનું સાહિત્યસર્જન :


તેમણે કવિતા ,નાટક , નવલકથા ,નવલિકા ,પત્રો જેવા સાહિત્યનુ સર્જન કર્યું છે.
કાવ્યસંગ્રહ : અંગત
નવલકથા : અશ્રુઘર ,વૃતિ ,ઝંઝા (કલ્પના મિશ્રીત આત્મકથા )
નવલિકા : વૃતિ અને વાર્તા
નાટક : રાખ પણ બોલે છે.
પત્રો : રાવજી પટેલ (મફત ઓઝા )રાવજી પટેલના સાહિત્યની વિશેષતા :


“મારી આંખે ..” આ કાવ્ય સંગ્રહનું ગીત છે.
“અંગત” કાવ્ય સંગ્રહના નોધપાત્ર કાવ્યોમાં : “મારી આંખે..” , “ઢોલીએ” , “હું જીવતો છુ” , “ઠાગાઠૈયા” , “ભર્યા સમંદર” , “નવ જન્મ મૃત્યુકાવ્યો” , “ સ્વ.હુંશીલાલની યાદમાં” , “સંબંધ” વગેરે ...
“આ નાનું સરખું ગીત આપણાં સાહિત્યનુ સીમાચિન્હ બની રહશે.” ----સુરેશ જોશી (“મારી આંખે ..”ગીત માટે)
જ્યારે ઉમશંકર જોશીએ  તો  તેને “રાવજીનું હંસગીત” કહીને ઓળખવ્યું છે .
રાવજી પટેલના અવસાન બાદ કવિ  રઘુવીર ચૌધરીએ “અંગત”નું સંપાદન કરી પ્રકાશિત કરી આપ્યો હતો .
તેમજ “રાવજી પટેલના કાવ્યો” પુસ્તકનાં સંપાદક પણ રઘુવીર ચૌધરી છે ,તેમાં રાવજી પટેલના પ્રતિનિધિ કાવ્યોનો સંચય થયેલો છે .
“મને સ્થિતિ ખોદે છે.” , “મિત્રો ,હું શેકાય ગયેલો ઘઉંનો દાણો છુ .હું ઊગું તો શી રીતે ઊગું .”આ કવિનું એકરાર નામું છે.
ગુજરાતી સાહિત્યમાં રાવજી પટેલ “દગ્ધ કૃષિકવિ” તરીકે ઓળખાય છે.
ઈ.સ. ૨૦૧૨માં રાવજી પટેલના જીવન અને સાહિત્ય વિશેનો પ્રકાશિત અભ્યાસ ગ્રંથ : “સર્જક -પ્રતિભાશ્રેણી:રાવજી પટેલ” ----શ્રી સતિશ ડણાકરાવજી પટેલના કાવ્યનો આસ્વાદ :


મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....
મારી વેલ શ્ંગરો વીરા શગને સંકોરો
રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....

પિળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા
ડૂબ્યા અલકાતાંરાજ ,ડૂબ્યા મલકાતાં કાજ
રે હણહણતી મે સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....

મને રોકે પંછાયો એક ચોકમાં
અડધો બોલે ઝાલ્યો ; અડઘો ઝાંઝરથી ઝાલ્યો !
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....

                   -----ગીત (રાવજી પટેલ-અંગત કાવ્યસંગ્રહ
 ગુજરાતી સાહિત્યકાર અને આધુનિક કવિ રાવજી પટેલનો  સંપૂર્ણ પરિચયનો વિડિઓ આપ નિહાળી શકો છો........No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !