BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, December 28, 2019

મનોજ ખંડેરિયા ગુજરાતી કવિ અને પ્રખ્યાત ગઝલકાર

Jidiya Sanjay ,create a blog





મનોજ ખંડેરિયા

પુરૂ નામ : મનોજ વ્રજલાલ ખંડેરિયા
જન્મ : ૬ જુલાઈ ૧૯૪૩ (જુનાગઢ)
અવસાન : ૨૭ ઓક્ટોબર ૨૦૦૩
વ્યવસાય : કવિ ,વકીલ
અભ્યાસ : બી.એસ.સી. /એલ. એલ.બી .
સમયગાળો :આધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારો : ગઝલ ,ગીત ,મુક્તપદ્ધ્ય

મનોજ ખંડેરિયાનું જીવનદર્શન :

તેમનો જન્મ ૬ જુલાઇ ૧૯૪૩ના રોજ જૂનાગઢમાં થયો હતો .
પિતાજી મહેસૂલ અધિકારી હોવાને લીધે તેમની વારંવાર બદલીઓ થતી રહેતી .
આના પરિણામે એમને ધોરાજી,વેરાવળ,મોરબી,રાજકોટ,જામનગર જેવા અનેક સ્થળોએ પ્રા.અને મા. શિક્ષણ લઈને તેઓએ  ઈ.સ. ૧૯૬૫માં બી.એસ.સી.ની પદવી મેળવી .
ઈ.સ. ૧૯૬૭માં એલ.એલ.બી.થયા અને ૧૯૬૮થી જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો .
સાથો સાથ તેમણે કેટલોક સમય વાણિજ્ય કાયદાના વિષયનું અધ્યાપન કાર્ય પણ કર્યું.
તેમણે આદ્ધ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક -પ્રમુખપદની જવાબદારી પણ બજાવેલી .

મનોજ ખંડેરિયાનું સાહિત્યસર્જન :

સામાન્ય રીતે તેમના મુખ્યત્વે ચાર કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે .જેમાં,
અચાનક (૧૯૭૦)
અટકળ (૧૯૭૯)
હસ્તપ્રત (૧૧૯૧)
હું કયાંય ગયો નથી
“હું કયાંય ગયો નથી” આ કાવ્યસંગ્રહ મનોજ ખંડેરિયાનો મરણોત્તર પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ છે.
ગઝલમાં સર્જક તરીકે ઘણી પ્રયોગશીલતા તેમણે દાખવી છે.તેમનો કેવળ ગઝલ સંગ્રહ “હસ્તપ્રત” (૧૯૯૧) આપણને સાંપડે છે.
તેમની ખૂબ જ અગત્યની ગઝલોમાં :(૧) પીંછું ,() રસ્તા વસંતના ,() પગરવ ,() ભીંત મૂંગી રહી ,()
સમય ,() ક્ષણોને ..,() ભાર પીંછાનો ,() મારો અભાવ (૯) લીલા લીલા સંભવ જેવુ વગેરેનો સમાવેશ થાય છે.
“શાહમૃગો” તેમનું એક દીર્ધ કાવ્ય છે.
તેમના વિવિધ ગીતોમાં : (૧) આયનાની જેમ ,() વેણ મારા ખૂટે, (૩) વચમાં જ્યાં થાય જેવા મહત્વના ગીતોનો સમાવેશ થાય છે.
આમ તેમની મુખ્ય રચનાઓમાં (૧) અચાનક ,()અટકળ ,()અંજની જેવા કાવ્યસંગ્રહો તેમજ તેમના ગઝલ સંગ્રહોમાં (૧)હસ્તપ્રત અને (૨) કોઈ કહેતું નથી નો સમાવેશ થાય છે.

મનોજ ખંડેરિયાને મળેલા કેટલાક પુરસ્કારો :

કલાપી પુરસ્કાર (૧૯૯૯)
ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૦૨)
ગુજરાત રાજય સરકાર પરિતોષિક : અટકળ કાવ્યસંગ્રહ માટે
ગુજરાત સાહિત્ય અકાદમી પરિતોષિક: “હસ્તપ્રત” કાવ્યસંગ્રહ માટે
ગુજરાત સાહિત્ય પરિષદ પુરસ્કાર : “અંજની” કાવ્યસંગ્રહ માટે
તો “હસ્તપ્રત” ગઝલ સંગ્રહને અકાદમી અને પરિષદ બંનેના પરિતોષિકો મળ્યા છે.

મનોજ ખંડેરિયાના કેટલાક કાવ્યો આસ્વાદ:

(૧) મારો અભાવ.....

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

(૨)પકડો કલમને .....

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્ત કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને



જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને.

(૩)જેવુ લાગે છે .....

વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.

કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.

સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.

આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.

ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.


(૪)ભીંત મૂંગી રહી .....

આંગણું બડબડ્યું, ડેલી બોલી પડી, ભીંત મૂંગી રહી
ઘર વિષે અવનવી વાત સહુએ કરી, ભીંત મૂંગી રહી
આભમાં ઊડતી  બારીઓ  પથ્થરે કાં  જડાઈ ગઈ?
વાત એ  પૂછનારેય  પૂછી ઘણી,  ભીંત મૂંગી રહી
‘આવજો  કે’વું શું  પથ્થરોને?’  ગણી કોઈએ ના કહ્યું
આંખ  માંડી  જનારાને જોતી રહી,  ભીંત મૂંગી રહી
ઘર તજી કોઈ ચાલ્યું ગયું એ પછી બારીએ બેસીને
માથું ઢાળી હવા રાત આખી રડી, ભીંત મૂંગી રહી
કાળના ભેજમાં ઓગળી ઓગળી એ ખવાતી રહી
કોઈએ એ વિષે કો’દિ’ પૂછ્યું નહીં, ભીંત મૂંગી રહી

(૫)રસ્તા વસંતના .....

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

(૬)પિંછું .....

ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું,
વિહગપંખથી જે ખરી જાય પીંછું.
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીંછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીંછું
હૃદયમાં વસ્યા પંખીઓ બહાર આવે
કદી આંખમાં જો તરી જાય પીંછું
ગગનના અકળ શૂન્યમાં જઈ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછું

(૭)નિયમ સાવ નોખા.....

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંનાં જીવન જાણે બાકસનાં ખોખાં
લચ્યાં’તાં જે આંખે લીલા મોલ થઇને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં
તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો થઇ જાય ચોખ્ખા.


માનોજ ખંડેરિયાનો સંપૂર્ણ પરિચયનો વિડિયો પણ આપ નિહાળી શકો છો :







No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !