BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, May 19, 2020

વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 2 આહારના ઘટકો સમજૂતી ,સ્વાધ્યાય અને મહત્વના પ્રશ્નો એકસાથે || science class 6th chapter 2 Components of Food full information ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 2 આહારના ઘટકો 

સમજૂતી ,સ્વાધ્યાય અને મહત્વના પ્રશ્નો એકસાથે 

|| science class 6th chapter 2 Components of Food full information ||



પ્રકરણ 2: આહરના ઘટકો
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.પ્રકરણની સમજૂતી:Click Here
3.સ્વાધ્યાય:Click Here
4.મહત્ત્વના પ્રશ્નો:Click Here

1.પ્રકરણની સમજૂતી:
2.1 વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે?

આપણા શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને પોષક દ્રવ્યો કહે છે.
પોષક દ્રવ્યો : કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજ ક્ષાર
આ ઉપરાંત પાચક રેસાઓ અને પાણી
આપણા ભોજનમાં કાર્બોદિત શર્કરા કે સ્ટાર્ચ કે શર્કરા સ્વરૂપે જોવા મળે છે.
* કાર્બોદિત, પ્રોટીન, ખનીજ ક્ષારનું પરીક્ષણ કઈ રીતે થાય છે?
કાર્બોદિત : ખાદ્ય પદાર્થ + આયોડિનનું ટીપુ=  ભુરો કાળો રંગ ( કાર્બોદિત હાજર)
પ્રોટીન: ખાદ્ય પદાર્થોનો ભૂકો+ કોપર સલ્ફેટ + કોસ્ટિક સોડા= જાંબલી રંગ મળે તો પ્રોટીન હાજર
ચરબી: ખાદ્ય પદાર્થ ને કાગળ પર ઘસો ,તેલના ડાઘા  પડે તો ચરબી હાજર
કાર્બોદિત : ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ચોખા, શક્કરિયું, બટાકા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ
પ્રોટીન: વનસ્પતિ સ્રોતો – મગ, ચણા, તુવેર – દાળ, વાલ, વટાણા, સોયાબીન, અડદ,
પ્રાણીજન્ય સ્રોતો: પનીર, માસ, માછલી, ઈંડા, દૂધ


ચરબી :
- વનસ્પતિજન્ય સ્રોત: તેલ,બદામ, મગફળી, તલ, સરસવ, સૂર્યમુખી, નાળિયેરનું તેલ
- પ્રાણીજન્ય સ્રોત : માસ, માછલી, ઘી ,દૂધ, માખણ, મલાઈ, ઈંડા
વિટામિન
- વિટામિન A : પપૈયું, ગાજર,બીટ, કેરી, માછલીનું તેલ ,દૂધ, લીલા પાંદડા વાળા શાકભાજી
- વિટામિન B : આખા ધાન્ય, દૂધ, માસ, લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટા, ફણગાવેલા કઠોળ
- વિટામિન C : આમળાં, લીંબુ ,મોસંબી,નારંગી, ટામેટા તેમજ અન્ય ખાટા ફળો
- વિટામિન D: દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, સૂર્ય પ્રકાશ, લીલા પાંદડાવાળા શાકભાજી


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇


2.પ્રકરણની સમજૂતી
ચરબી :
- વનસ્પતિજન્ય સ્રોત: તેલ,બદામ, મગફળી, તલ, સરસવ, સૂર્યમુખી, નાળિયેરનું તેલ
- પ્રાણીજન્ય સ્રોત : માસ, માછલી, ઘી ,દૂધ, માખણ, મલાઈ, ઈંડા
વિટામિન
- વિટામિન A : પપૈયું, ગાજર,બીટ, કેરી, માછલીનું તેલ ,દૂધ, લીલા પાંદડા વાળા શાકભાજી
- વિટામિન B : આખા ધાન્ય, દૂધ, માસ, લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટા, ફણગાવેલા કઠોળ
- વિટામિન C : આમળાં, લીંબુ ,મોસંબી,નારંગી, ટામેટા તેમજ અન્ય ખાટા ફળો
- વિટામિન D: દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, સૂર્ય પ્રકાશ, લીલા પાંદડાવાળા શાકભાજી


2.2  પોષક દ્રવ્ય નું કાર્ય

- કાર્બોદિત મુખ્યત્વે શક્તિ પ્રદાન કરે છે.
- ચરબીથી પણ શક્તિ પ્રાપ્ત થાય છે, શરબી દ્વારા કાર્બોદિત કરતા વધુ શક્તિ મળે છે.
- પ્રોટીન દ્વારા શરીરની વૃદ્ધિ અને સમારકામ થાય છે. પ્રોટીનયુક્ત ખોરાક ને શરીર વર્ધક ખોરાક પણ કહે છે.
- વિટામિન શરીરને રોગ સામે રક્ષણ આપે છે. આપણી આંખ, હાડકાઓ, દાત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- પાચક રેસાના મુખ્ય સ્રોતો અનાજ, દાળ, બટાટા , તાજા ફળો અને શાકભાજી છે. તે આપણા શરીરને કોઈ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી. પરંતુ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે તે આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે.
- પાણી : પાણી આહારમાં રહેલાં પોષક દ્રવ્યો નું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવા અને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

2.3 સમતોલ આહાર

આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં પોષક દ્રવ્યો, રેસા તથા પાણી હોય તો તેવા આહાર ને સમતોલ આહાર કહેવાય .
મગફળી, સોયાબીન ,અંકુરિત ,બીજ અને એવા ઘણા બધા ખોરાક પોષક દ્રવ્ય વિપુલમાત્રામાં ધરાવે છે એટલે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે.
સમતોલ આહાર લેવો એ પૂરતું નથી પરંતુ એ રાંધેલો પણ યોગ્ય રીતે હોવો જોઈએ.
શાકભાજી તથા ફળો અને છાલ ઉતારીને તે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ થઈ જાય છે .
ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વિતા નું કારણ બને છે. તેથી એક પોષક દ્રવ્ય વધુ ન લેતા બધા જ પોષક દ્રવ્યો યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ.


2.4 ત્રુટિ જન્ય રોગો

જે રોગો પોષક દ્રવ્યો ના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટી જન્ય રોગો કહે છે.
જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની વૃદ્ધિ કુંઠિત થવી , ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો,ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઇ શકે છે.
કેટલાક ત્રુટી જન્ય રોગો
વિટામિન A – રતાંધળાપણું
- લક્ષણો: નબળી દૃષ્ટિ
વિટામિન B – બેરીબેરી
- લક્ષણો: મોમા ચાંદા પડવા, રુધિર ફિક્કુ પડી જવું, પગમાં બળતરા થવી , કળતર થાય
વિટામિન C – સ્કર્વી
લક્ષણો: પેઢામાંથી લોહી નીકળવું, સાંધામાં દુખાવો થવો, ઘા રૂઝાતા સમય લાગે
વિટામિન D – સુક્તાન, રીકેટસ
- લક્ષણો: હાડકાનું નાજુક બનીને વળી જવું
કેલ્શિયમ : હાડકા અને દાંતનો કોહવાટ: નબળા હાડકા અને દાંતમાં  સડો થવો.
આયોડિન : ગોઇટર : ગરદનમાં આવેલ ગ્રંથિ ફુલી જવી, બાળકોમાં માનસિક મંદતા
આયર્ન : એનિમિયા (પાંડુ રોગ) : નબળાઈ


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇


3.સ્વાધ્યાય

1. આપણા ખોરાક ના મુખ્ય પોષક ઘટકો ના નામ લખો .
ચરબી, પ્રોટીન, કાર્બોદિત ,ખનીજ ક્ષાર, વિટામિન
2. નીચે આપેલાના નામ લખો.
પોષક દ્રવ્ય કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે.
- ચરબી ,કાર્બોદિત
પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે.
- પ્રોટીન
વિટામિન કે જે આપણે સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે.
- વિટામિન A
ખનીજ કે જે હાડકા માટે આવશ્યક છે.
- કેલ્શિયમ
3. એવા ખાદ્ય પદાર્થ જેમાં પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં છે.
- ચરબી : તેલ, ધી
- સ્ટાર્ચ: ચોખા, ઘઉં
- પ્રોટીન: માછલી, કઠોળ, સોયાબીન
- વિટામિન – લીલાપંદડા વાળા શાકભાજી


4. સાચા વિધાનો માટે ✓ ની નિશાની કરો.
1. માત્ર ભાત ખાવાથી આપણે આપના શરીરની પોષણ આવશ્યકતાઓ પૂરી કરી શકીએ.
2. ત્રુટી જન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે.✓
3. શરીર માટે સમતોલ આહરમા વિવધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. ✓
4. શરીરને બધાજ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવામાં માત્ર માસ જ પર્યાપ્ત છે.
5. ખાલિજગ્યા પૂરો.
1. ……. વિટામિન D ની ઉણપ થી થાય છે.
- સુક્તાન
2. ………. ની ત્રુટી થી બેરીબેરી નો થાય છે.
- વિટામિન B
3. વિટામિન સી ની ત્રુટી થી……… નો રોગ થાય છે.
- સ્કર્વી
4. આપણા આહારમાં ……….. ના અભાવથી રતાંધળાપણું થાય છે.
- વિટામિન A

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇


4.મહત્ત્વના પ્રશ્નો
1. આપણા આહારમાં શરીર માટે કેટલાક આવશ્યક ઘટકો હોય છે. તેને શું કહે છે?
- પોષક દ્રવ્યો
2. રુક્ષાંશ ના નામે કોણ ઓળખાય છે?
- પાચક રેસા
3. આહાર ના મુખ્ય પોષક દ્રવ્યો ના નામ લખો.
કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન્સ અને ખનિજ ક્ષારો
4. ધાન્યમાંથી આપણને આહારનો ઘટક મળે છે.
કાર્બોદિત
5. કઠોળ અને દૂધ એ કયા ઘટક ના સ્ત્રોતો છે.
પ્રોટીન
6. તેલીબિયાંમાંથી આપણને આહારનો ઘટક મળે છે.
ચરબી
7. શાકભાજી અને ફળો એ આહાર ના કયા ઘટક આપે છે.
વિટામિન્સ અને ખનીજ ક્ષાર.
8. આહારનો ક્યો ઘટક શરીર ને શક્તિ પૂરી પાડે છે?
કાર્બોદિત અને ચરબી
9. શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે આહાર નો કયો ઘટક જરૂરી છ?
પ્રોટીન
10. શરીરને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કોણ કરે છે?
વિટામિન


11. અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કોણ કરે  છે?
પાચક રેસા
12. નીચેનામાંથી કયો આહાર નો મુખ્ય પોષક દ્રવ્ય નથી?
A કાર્બોદિત B વિટામિન C *પાચક રેસા D પ્રોટીન
13. નીચે પૈકી કયા આહારમાં વધારે કાર્બોદિત હશે?
 A ફળ B શાકભાજી C* અનાજ D કઠોળ
14. કોને સંપૂર્ણ આહાર કહેવાય છે?
દૂધ
15. દાંતના પેઢામાંથી લોહી ક્યાં વિટામીનની ત્રુટી ના કારણે નીકળે છે?
વિટામિન C
16. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે?
ગોઇટર
17. હાડકા ના બંધારણ માં કયો ખનીજ ક્ષાર ઉપયોગી છે?
કેલ્શિયમ
18. ક્યાં રોગના કારણે હાડકા નબળા થાય છે?
સુક્તાન
19. એનિમિયા રોગ શેની ઉણપ થી થાય છે?
આયર્ન
20. આહારમાં ક્યા ઘટક હોય તો તેને શરીર વર્ધક ખોરાક કહેવાય?
પ્રોટીન


21. કઠોળમાંથી આપણને આહારનો ક્યો ઘટકમળે છે?
પ્રોટીન
22. આમળા અને  લીંબુ માં ક્યું વિટામિન હોય છે?
વિટામિન C
23. અનાજમાં આહારનો ક્યો ઘટક હોય છે?
કાર્બોદિત
24. દૂધમાં ક્યું વિટામિન હોતું નથી?
25. વિટામીન C
26. ગોઇટર રોગ ક્યાં ખનીજની ઉણપ ના કારણે થાય છે?
    આયોડિન
27. સ્નાયુઓ નબળા પડે - ક્યાં રોગનું લક્ષણ છે?
બેરીબેરી
28. ત્વચા અને આંખને તંદુરસ્ત રાખવા માટે ક્યું વિટામિન જરૂરી છે ?
 A
29. ઇડલી અને ઢોકળા ક્યું વિટામિન હાજર હોય છે?
વિટામિન C
30. ખોરાક રાંધવાથી કયા વિટામીનનો નાશ થાય છે?
વિટામિન C


31. કોપર સલ્ફેટ ક્યાં કેવા રંગનું દ્રાવણ છે?
વાદળી
32. પ્રોટીનનું પરીક્ષણ કરવા કયા દ્રાવણ ની જરૂર પડે છે?
કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા
33. પાચક રેસા આપણને ક્યાં પદાર્થોમાંથી મળે છે?
અનાજ ,દાળ, તાજા ફળો અને શાકભાજી
34. શરીરને રોગોથી રક્ષણ કોણ આપે છે?
વિટામિન
35. સૂર્યપ્રકાશ માંથી આપણને ક્યું વિટામિન મળે છે?
વિટામિન D
36. હાડકા ની વૃદ્ધિ માટે આપણને કયું વિટામિન સતત મળતું રહેવું જોઇએ?
વિટામિન D
37. શરીરનું તાપમાન જાળવી રાખવામાં આપણને કોણ મદદ કરે છે?
પાણી
38. પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાને લેવી જોઈએ?
ખોરાક રાંધવા માં ઉપયોગમાં લેવાતા ચોખા કે દાળ ને વારંવાર ધોવા ન જોઈએ
શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ
ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ.
આપેલ તમામ*
39. કેવળ દૂધ પર રહેતા બાળકોએ આહારમાં બીજું શું લેવું જોઈએ?
વિટામિન C યુક્ત ખોરાક
40. દૂધ સમતોલ આહાર છે કે સંપૂર્ણ આહાર છે?
સંપૂર્ણ આહાર


41. જૈવિક ક્રિયાઓ ના નિયમન માટે આહાર નો કયો ઘટક ઉપયોગી છે?
ખનીજ ક્ષાર
42. નવા કોષો અને પેશીઓનું સર્જન માટે આહાર નો કયો ઘટક ઉપયોગી છે?
પ્રોટીન
43. બટાટામાં આયોડિન ના ટીપા નાખવાથી તે ક્યાં બને છે?
ભૂરા કાળા
44. ચેતાતંત્ર અને પાચનતંત્રના કાર્ય માટે ઉપયોગી ક્યું વિટામીન છે?
વિટામિન B
45. કાર્બોદિત નું પરીક્ષણ કરવા ક્યું દ્રાવણ ઉપયોગી છે?
આયોડિન
46. આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે?
પ્રોટીન
47. ક્યાં રોગમાં ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી જાય છે?
ગોઇટર
48. બેરીબેરી રોગ કયા વિટામિન ની ઉણપ થી થાય છે?
B
49. સકર્વી કયા વિટામિન ની ઉણપ થી થાય છે?
C
50. રીકેટસ ક્યાં વિટામીનની ઊણપ થી થાય છે?
D


51. લોહતત્વની ઉણપ થી કયો રોગ થાય છે?
એનિમિયા
52. પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે?
 કવાશિયોરકોર અને મેરેસમસ
53. સોયાબીનમાંથી આહાર ના કયા ઘટકો મળે છે?
પ્રોટીન, ચરબી
*જોડકા જોડો
54. વિટામિન A- રતાંધળાપણું
55. વિટામિન B – બેરીબેરી
56. વિટામિન સી – સ્કર્વિ
57. વિટામિન ડી – સુક્તાન
58. કેલ્શિયમ – હાડકા તંદુરસ્ત
59. આયોડિન – થાયરોક્સિન
60. આયર્ન – લોહતત્વ
61. રોગપ્રતિકારક શક્તિ – વિટામિન સી
62. નવા કોષો – પ્રોટીન
63. ઊર્જા મળે – કાર્બોદિત અને ચરબી
64. ચરબી – મેદસ્વિતા
65. રાંધેલો ખોરાક – પાચન ઝડપી, વિટામિન નો નાશ
66. કાચા શાકભાજી કે ફળો – વિટામિન થી ભરપુર
67. શરીરનું તાપમાન જાળવી રાખે – પાણી
68. અપાચીત ખોરાક ભર કાઢવામાં મદદ – પાચક રેસા


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇


પ્રકરણ 2: આહરના ઘટકો
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.પ્રકરણની સમજૂતી:Click Here
3.સ્વાધ્યાય:Click Here
4.મહત્ત્વના પ્રશ્નો:Click Here

નમસ્તે મિત્રો ,આવી  અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-







No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !