BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, February 28, 2020

ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નો (સ્પર્ધાત્ત્મક પરીક્ષા માટે) ભાગ :1

Jidiya Sanjay ,create a blog(subscribe our you tube channel Education Everyday:Click Here)

ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નો :ભાગ :1 
                (સ્પર્ધાત્ત્મક પરીક્ષા માટે) 


પ્રશ્ન-1: કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે?
જવાબ: મનુભાઈ પંચોળી (દર્શક)
પ્રશ્ન-૨ :ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોશ નું પ્રકાશન કોના દ્વારા થયું છે?
જવાબ :ગૂજરાત વિદ્યાપીઠ
પ્રશ્ન-3 :'નિશીથકૃતિના રચયિતાનું નામ આપો?
જવાબ: ઉમાશંકર જેઠાલાલ જોશી
પ્રશ્ન -4: 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબકેવા પ્રકારની સાહિત્ય રચના છે?
જવાબ :જીવનચરિત્ર
પ્રશ્ન -5 :ગુજરાતી લઘુકથા ના જનક કોણ ગણાય છે?
જવાબ :મોહનલાલ પટેલ
પ્રશ્ન -6 :'ઝેર તો પીધા છે જાણી જાણીનવલકથાના રચયિતા કોણ છે?
જવાબ:મનુભાઇ રાજારામ પંચોળી (દર્શક)
પ્રશ્ન- 7: ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર નું નામ જણાવો?
જવાબ: નંદશંકર તુળજાશંકર મહેતા
પ્રશ્ન- 8 :શ્યામજી કૃષ્ણવર્મા રાષ્ટ્રીય પુરુષના જીવન ચરિત્ર લેખકનું નામ જણાવો?
જવાબ: અમૃત મોદી
પ્રશ્ન -9 :'છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુકોણે ગાયું છે ?
જવાબ :ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
પ્રશ્ન- 10 :'આંગળિયાત'ના લેખક કોણ છે?
જવાબ :જોસેફ મૅકવાન
પ્રશ્ન -11:જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?
જવાબ :ઉમાશંકર જેઠાલાલ જોશી
પ્રશ્ન -12 :ગાંધીજીએ 'અન ટુ ધી લાસ્ટપુસ્તકનો તરજુમો કરી ને તેને કયું નામ આપ્યું હતું?
જવાબ: સર્વોદય
પ્રશ્ન -13 :'ભારેલો અગ્નિના લેખક કોણ છે?
જવાબ :રમણલાલ દેસાઈ
પ્રશ્ન -14: ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મીકોની રચના છે?
જવાબ :દલપતરામ
પ્રશ્ન- 15:'લીલેરો ઢાળ'કાવ્યસંગ્રહ ના સર્જક કોણ છે?
જવાબ :પ્રિયકાન્ત મણિયાર
પ્રશ્ન -16 :બચુભાઈ રાવત ક્યાં સામયિક સાથે સંકળાયેલા હતા?
જવાબ :કુમાર
પ્રશ્ન- 17; 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહિ,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં!'- આ પંક્તિના કવિ નું નામ શું છે?
જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)
પ્રશ્ન- 18: 'હૃદયવીણાઅને 'વિવર્તલીલાકોની રચનાઓ છે?
જવાબ :નરસિંહરાવ દિવેટીયા
પ્રશ્ન -19: 'શ્વેતગિરી તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યું'કોની કૃતિમાં આ ઉલ્લેખ છે?
જવાબ: સ્નેહરશ્મિ(સ્વર્ગ અને પૃથ્વી)
પ્રશ્ન -20: 'હિન્દુધર્મની બાળપોથીપુસ્તક કોણે લખ્યું છે?
જવાબ: આનંદશંકર ધ્રુવ
પ્રશ્ન -21: સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો?
જવાબ :બુદ્ધિપ્રકાશ
પ્રશ્ન -22: 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલની રચના કોણે કરી છે?
જવાબ: કવિ બોટાદકર
પ્રશ્ન- 23: 'ક્રિકેટના કામણઆ કોની કૃતિ છે?
જવાબ: બકુલ ત્રિપાઠી
પ્રશ્ન -૨૪ :નીચેનું વિધાન કોણે કર્યું છે તે જણાવો: 'આખો પ્રાંત ઘણા જુગની ભર નિંદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરૂ  બહાવરૂ જોવા લાગ્યો'?
જવાબ: નર્મદાશંકર લાલશંકર દવે (નર્મદ)
પ્રશ્ન- 25 :કવિ શ્રી જયંત પાઠક ની રચના 'ચિતારો'માં કવિએ કોને ચિતારા તરીકે નિરુપ્યા છે?
જવાબ: ભગવાન
પ્રશ્ન- 26 :કોના નામ સાથે કલિકાલસર્વજ્ઞનું સન્માન સૂચક વિશેષણ વપરાય છે?
જવાબ: હેમચંદ્ર સુરી
પ્રશ્ન -27 :ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન કયું છે?
જવાબ :ભારતીય વિદ્યાભવન
પ્રશ્ન -28 :'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાંગીતના કવિ કોણ છે?
પ્રશ્ન -29 :'ઝાકળ જેવા અણદીઠકૃતિના સાચા સર્જક નું નામ જણાવો?
જવાબ: સ્વામી આનંદ
પ્રશ્ન -30 :'અતિજ્ઞાનકૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો?
જવાબ :ખંડકાવ્ય
પ્રશ્ન -31 :રવિશંકર રાવળ નું નામ ક્યા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે?
જવાબ :ચિત્રકલા
પ્રશ્ન- 32: કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ' ,'સંસ્કારઅને 'દીક્ષાપરીક્ષાઓ યોજે છે?
જવાબ: ગુજરાતી સાહિત્ય પરિષદ
પ્રશ્ન- 33: 'સોક્રેટિસનવલકથા ના સર્જક કોણ છે?
જવાબ :મનુભાઇ રાજારામ પંચોળી (દર્શક)
પ્રશ્ન- 34: લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગના કવિ કોણ છે?
જવાબ: ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
પ્રશ્ન -35: દૈનિક પત્રમાં 'વિચારોના વૃંદાવનમાંકોલમ લખનાર લેખક કોણ છે?
જવાબ: ગુણવંત શાહ
પ્રશ્ન- 36: 'ગુજરાતની અસ્મિતાશબ્દના પ્રણેતા કોણ હતા?
જવાબ: કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન- 37: 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડીપંક્તિ કોણે લખી છે?
જવાબ: સુંદરમ
પ્રશ્ન- 38:'હા પસ્તાવો! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છેઆ પંક્તિ કયા કવિની છે?
જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)
પ્રશ્ન -39: 'થોડા આંસુથોડા ફૂલકોની આત્મકથા છે?
જવાબ :જયશંકર 'સુંદરી'
પ્રશ્ન -40: ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે?
જવાબ :સંસ્કૃતિ
પ્રશ્ન- 41: 'એવા રે અમે એવાકૃતિના  લેખકનું નામ જણાવો?
જવાબ :વિનોદ ભટ્ટ
પ્રશ્ન -42: 'મળેલા જીવકોની કૃતિ છે?
જવાબ :પન્નાલાલ પટેલ
પ્રશ્ન -43: 'નળાખ્યાનની રચના કોણે કરી છે?
જવાબ: પ્રેમાનંદ
પ્રશ્ન- 44: 'ઉશનસ્ઉપનામ ક્યાં સાહિત્ય સર્જકનું છે?
જવાબ :નટવરલાલ પંડ્યા
પ્રશ્ન -45 :'વૈષ્ણવજન તો તેને કહીએઆ પંક્તિ કયા કવિની છે?
જવાબ :નરસિંહ મહેતા
પ્રશ્ન -46 :પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય  છે?
જવાબ :ઓખાહરણ
પ્રશ્ન -47 :જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?
જવાબ :ઉમાશંકર જેઠાલાલ જોશી
પ્રશ્ન- 48: 'ચળકાટ તારો એ જ પણતુજ ખૂનની તલવાર છે'- કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે?
જવાબ :સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)
પ્રશ્ન- 49 :કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ જણાવો?
જવાબ :દત્તાત્રેય
પ્રશ્ન -50: ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયા ફુસકીના સર્જક કોણ છે?
જવાબ: જીવરામ જોષી

ગુજરાતી સાહિત્યના ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે જોવા માટે આપ નીચેનો વિડિયો નિહાળી શકો છો:


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !