Jidiya Sanjay ,create a blog
રાજેન્દ્ર શુક્લ
પૂરું નામ : રાજેન્દ્ર અનંતરાય શુક્લ
જન્મ : ૧૨ ઓક્ટોબર ૧૯૪૨ (બાંટવા-જુનાગઢ)
અભ્યાસ : એમ.એ.
પ્રવૃતિ : અધ્યયન , અધ્યાપન ,ચિંતન , લેખન
રાજેન્દ્ર શુક્લનું જીવનદર્શન:
તેમનો
જન્મ ૧૨ મી ઓક્ટોબર ૧૯૪૨ના રોજ જુનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો.
તેમની
માતાનું નામ વિદધ્યાબહેન અને પિતાનું નામ અનંતરાય શુક્લ હતું.
મા.શિક્ષણ
તેમણે ગામમાં જ પૂર્ણ કર્યું અને ત્યાર પછી તેમણે અમદાવાદની એલ.ડી.આર્ટ્સ કોલેજ
ખાતે ૧૯૬૫માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયોમાં બી.એ. અને ૧૯૬૭માં એમ.એ.ની પદવી મળવી
હતી.
૧૯૮૨
સુધી તેમણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું હતું .તેમજ તેઓ આદ્ધ્યકવિ નરસિંહ
મહેતાની કવિતાઓથી ખુબ જ પ્રભાવિત થયા હતા.
તેમના
પત્ની નયના જાની પણ ગુજરાતી કવિયત્રી છે.
રાજેન્દ્ર શુક્લનું સાહિત્યસર્જન:
કાવ્યસંગ્રહો :
કોમલ
રિષભ(૧૯૭૦)
સ્વ-વાચકની
શોધ(૧૯૭૨)
અંતરગાંધાર(૧૯૮૧)
ગઝલસંહિતા
ભાગ:૧ થી ૫ (૨૦૦૫)
રાજેન્દ્ર શુક્લને મળેલા પારિતોષિકો :
ગુજરાત
રાજય પારિતોષિક:(૧૯૭૦)
ગુજરાત
સાહિત્ય અકાદમી પારિતોષિક:(૧૯૮૧,૨૦૦૭)
ગુજરાતી
સાહિત્ય પરિષદ (૧૯૮૧)
ઉમા
-સ્નેહરશ્મિ પારિતોષિક(૧૯૮૧)
કવિ
ન્હાનાલાલ પારિતોષિક(૧૯૮૧)
સાહિત્ય
અકાદમી દિલ્હી પારિતોષિક(૨૦૦૭)
સંસ્કાર
ચંદ્રક (૧૯૮૦)
રણજીતરામ
સુવર્ણચંદ્રક(૨૦૦૬)
નર્મદ
સુવર્ણચંદ્રક(૨૦૦૮)
કવિ
કલાપી એવોર્ડ (૨૦૦૧)
ગુજરાત
સાહિત્ય અકાદમી એવોર્ડ (૨૦૦૫)
આદ્ધ્યકવિ
નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૦૬)
વિશેષ :
....એમની
કવિતામાં અદધ્યતન ભાવવિભાવનો તેમજ કલાન્તિ,નૈરાશ્ય અને વિચ્છિન્નતના અનુભવનો સ્પર્શ થાય છે.કૃતિનિર્મિતિમાં ઝીણું નકશીકામ કરવાનો
કલાકસબ, કલાઆકૃતિ અંગેની સભાનતા અને
પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે.એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની
સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે...
-------------------------------------------------------------------------હેમંત
દેસાઈ
રાજેન્દ્ર શુક્લની કેટલીક મહત્વની પંક્તિઓ :
‘આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો
પૂરું થયું ;
મુજ
શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.’
‘પર્વતને ઊંચકુ પણ પાંપણ ન ઊચકાતી,
આ ઘેન
જેવુ શું છે, આ કરી ઘાવ શું છે?’
‘એક પંખી એકલું કઈ કલબલે,
ઊડતું
બીજુય આવી જઈ મલે !’
‘આપણે કયાં છે મમત એક જગ્યાએ રહીએ,
માગ
માંગે છે ઘણા ,ચાલને ખસતા જઈએ’
રાજેન્દ્ર શુક્લની ગઝલોનો આસ્વાદ :
(૧)
સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.
(૨)
એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.
ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યો
કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.
ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.
ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.
અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે,
કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.
(૩)
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
ઋતુઓના રંગ શું છે,
ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહેરો - આ હાવભાવ શું છે?
લયને ખબર નથી કૈં,
આકાર પણ અવાચક,
શું છે રમત પવનની,
ડાળીનો દાવ શું છે?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે,
આ કારી ઘાવ શું છે?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે,
આનો બચાવ શું છે?
ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?
ફંગોળી જોઉં
શબ્દો ને મૌનને ફગાવું -
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે?
હર શ્વાસ
જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે?
(૪)
ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવીતી તાળી.
બહુ એકલો હતો એ ને પાડવીતી તાળી.
મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.
કૂંપળ થઈને કોળ્યો,
ઝૂલ્યો થઈને ડાળી,
ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.
ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.
કરતાઅકરતાબંને છે,
ને નથી કશું યે,
વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.
વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.
અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું,
કેવો ગતકડું એનું ખુશ થાય છે નીહાળી.
કેવો ગતકડું એનું ખુશ થાય છે નીહાળી.
(૫)
એને રાજી કરવાં સ્હેલ,
રાજી રાખવાં મહામુશ્કેલ.
સાવ સમીપે સતત રહેવું,
છે નકરા ખાંડાંના ખેલ.
સામા પૂરે પડતું મેલ્યું,
ધાર ન જોઇ, ન જોયું
તેલ.
પળમાં સન્મુખ થઇ જવાનાં ,
ગમે તેટલાં આઘાં ઠેલ.
મૂલ કરે તો યે મનમન્યું,
ને મનમાન્યા પાડે પ્હેલ.
આપ રાજેન્દ્ર શુક્લનો સંપૂર્ણ પરિચયનો વિડિયો પણ નિહાળી શકો છો .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !