BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, April 28, 2020

શહીદ ભગતસિંહ || Shahid Bhagatsinh ||

Jidiya Sanjay ,create a blog

શહીદ ભગતસિંહ 

 1. ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ભગતસિંહનું  અગ્રિમ સ્થાન છે.
 2. તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૯૦૭ નાં દિવસે  લયાલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો. જે આજે પાકિસ્તાનમાં છે.
 3. વ્યવસાયે તેઓ જાટ ખેડૂત હતા.
 4. ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું.
 5. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું.
 6. ત્યારબાદ તેઓ લાહોરની ડી.એ.વી હાઈસ્કૂલમાં ભણ્યા હતા.
 7. અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિધ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો.
 8. ભગતસિંહ અને તેમના સાથીઓને સશસ્ત્ર ક્રાંતિકારી ગણવામાં આવતા હતા, તેઓ પોતાનો બિનસમાધાનકારી પરંપરાના ક્રાંતિકારી કહેતા હતા.
 9. ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો.
 10. આ વાતની જાણ થતાં ભગતસિંહ ૧૨ કી.મી પગે ચાલી જલિયાવાલા બાગ પહોચ્યા હતા.
 11. ભગતસિંહ શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા પણ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો હતો. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી.તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા હતા.
 12. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસીયેશનના સભ્ય બન્યા અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા.
 13. ઇ.સ. ૧૯૨૫ માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી જેથી તેમને સુખદેવ, યશપાલ, ભગવતી ચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતિન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો.
 14. તેઓ યતિન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા અને ૧૯૨૬ માં દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો જેમાં તેમની ધરપકડ કરવામાં આવી પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા.
 15. ભગતસિંહ માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘની તથા અન્ય મોટી ક્રાંતિઓ વિષે ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેઓ તેમના સાથીઓને પણ વાંચન માટે આગ્રહ કરતાં હતા.
 16. તેમના પિતા કિશનસિંહ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું છે તે વાત જાણી તેઓ લાહોરથી નાસી છૂટ્યો હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જઈ રહ્યા.
 17. થોડા સમય બાદ કાનપુર ગયા અને ત્યાં ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામના સામયિકમાં લેખો લખી ગુજરાન ચલાવ્યું.
 18. ૧૯૨૮માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શન થયા હતા. અને આની અંદર ભાગ લેનાર પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જની અંદર લાલા લજપતરાય ઘાયલ થયા હતા, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી મી.સ્ટોકને મારવાનું કાવતરું ઘડ્યું હતું.
 19. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ અને તેમના સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા.
 20. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ ના રોજ લગભગ સવા ચાર વાગ્યે એ.એસ.પી. સાંડર્સના આવતાંજ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી.
 21. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો.
 22. ૧૯૩૦માં 7 મી  ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી.
 23. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા.
 24. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.
 25. ૨૩ માર્ચ ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા. આના કારણે તેમણે સજા કરવામાં આવી હતી.
 26. ત્યારબાદ તેમની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી.
 27. શહીદ-એ-આઝમ'નું બિરુદ જેમને મળ્યું હતું એ ભગતસિંહને ફાંસી થઈ એના બીજા દિવસે 24 માર્ચે ઝવેરચંદ મેઘાણીએ અંજલિ આપતી કવિતા 'ફૂલમાળ' લખી હતી.
 28. ભગતસિંહ પોતાના લેખમાં એવું પણ સમજાવે છે કે 'ક્રાંતિ' અથવા 'માર્ક્સવાદ' એટલે હિંસા નહીં. આ ઘટનાઓ સાથે ભગતસિંહના વિચારો મૂકીને મૂલ્યાંકન કરવાની પણ જરૂર છે."
 29. કોર્ટમાં ભગતસિંહને પૂછ્યું હતું કે તમારા માટે ક્રાંતિનો શું અર્થ છે?
 30. ભગતસિંહે આપેલો જવાબ 'ભગતસિંહ ઔર ઉનકે સાથીયો કે સમ્પૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેજ' પુસ્તકમાં સમાવ્યો છે.
 31. ભગતસિંહ જવાબ આપતા કહે છે, "ક્રાંતિ બૉમ્બ અને પિસ્તોલનો સંપ્રદાય નથી. 'ક્રાંતિ'થી અમારો અર્થ 'અન્યાય આધારિત સમાજ વ્યવસ્થામાં સંપૂર્ણ પરિવર્તન' એવો છે."

શહિદ ભગતસિંહનો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો:Click Here
No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !