BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, March 24, 2020

ગુજરાતી સાહિત્યના અગત્યના 500 પ્રશ્નો આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે

Jidiya Sanjay ,create a blog

SUBSCRIBE OUR YOU TUBE CHANNEL EDUCATION EVERYDAY:CLICK HERE

ગુજરાતી સાહિત્યના અગત્યના 500 પ્રશ્નો આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે :



નોંધ : (Gujarati Sahitya)
[મિત્રો ,જો આપ ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવો છો અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો નીચેના પ્રશ્નો આપને ખુબજ ઉપયોગી થશે. આપ જાતે જ તેના જવાબ મેળવી અભ્યાસ કરો. અહી 500 MOST IMP પ્રશ્નો આપવામાં આવેલા છે . તેના જવાબો માટે છેલ્લે LINK મુકેલ છે તેના પર ક્લિક કરતાં આપને બધા જ પ્રશ્નોના સચોટ જવાબ મળી રહેશે. આપ અમારી અન્ય BLOG POST જોઈ શકો છો.]

પ્રશ્ન-1: કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે?

પ્રશ્ન-૨ :ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોશ નું પ્રકાશન કોના દ્વારા થયું છે?

પ્રશ્ન-3 :'નિશીથકૃતિના રચયિતાનું નામ આપો?

પ્રશ્ન -4: 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબકેવા પ્રકારની સાહિત્ય રચના છે?

પ્રશ્ન -5 :ગુજરાતી લઘુકથા ના જનક કોણ ગણાય છે?

પ્રશ્ન -6 :'ઝેર તો પીધા છે જાણી જાણીનવલકથાના રચયિતા કોણ છે?

પ્રશ્ન- 7: ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર નું નામ જણાવો?

પ્રશ્ન- 8 :શ્યામજી કૃષ્ણવર્મા રાષ્ટ્રીય પુરુષના જીવન ચરિત્ર લેખકનું નામ જણાવો?

પ્રશ્ન -9 :'છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુકોણે ગાયું છે ?

પ્રશ્ન- 10 :'આંગળિયાત'ના લેખક કોણ છે?

પ્રશ્ન -11:જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?

પ્રશ્ન -12 :ગાંધીજીએ 'અન ટુ ધી લાસ્ટપુસ્તકનો તરજુમો કરી ને તેને કયું નામ આપ્યું હતું?

પ્રશ્ન -13 :'ભારેલો અગ્નિના લેખક કોણ છે?

પ્રશ્ન -14: ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મીકોની રચના છે?

પ્રશ્ન- 15:'લીલેરો ઢાળ'કાવ્યસંગ્રહ ના સર્જક કોણ છે?

પ્રશ્ન -16 :બચુભાઈ રાવત ક્યાં સામયિક સાથે સંકળાયેલા હતા?

પ્રશ્ન- 17; 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહિ,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં!'- આ પંક્તિના કવિ નું નામ શું છે?

પ્રશ્ન- 18: 'હૃદયવીણાઅને 'વિવર્તલીલાકોની રચનાઓ છે?

પ્રશ્ન -19: 'શ્વેતગિરી તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યું'કોની કૃતિમાં આ ઉલ્લેખ છે?

પ્રશ્ન -20: 'હિન્દુધર્મની બાળપોથીપુસ્તક કોણે લખ્યું છે?

પ્રશ્ન -21: સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો?

પ્રશ્ન -22: 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલની રચના કોણે કરી છે?

પ્રશ્ન- 23: 'ક્રિકેટના કામણઆ કોની કૃતિ છે?

પ્રશ્ન -૨૪ :નીચેનું વિધાન કોણે કર્યું છે તે જણાવો: 'આખો પ્રાંત ઘણા જુગની ભર નિંદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરૂ  બહાવરૂ જોવા લાગ્યો'?

પ્રશ્ન- 25 :કવિ શ્રી જયંત પાઠક ની રચના 'ચિતારો'માં કવિએ કોને ચિતારા તરીકે નિરુપ્યા છે?

પ્રશ્ન- 26 :કોના નામ સાથે કલિકાલસર્વજ્ઞનું સન્માન સૂચક વિશેષણ વપરાય છે?

પ્રશ્ન -27 :ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન કયું છે?

પ્રશ્ન -28 :'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાંગીતના કવિ કોણ છે?

પ્રશ્ન -29 :'ઝાકળ જેવા અણદીઠકૃતિના સાચા સર્જક નું નામ જણાવો?

પ્રશ્ન -30 :'અતિજ્ઞાનકૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો?

પ્રશ્ન -31 :રવિશંકર રાવળ નું નામ ક્યા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે?

પ્રશ્ન- 32: કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ' ,'સંસ્કારઅને 'દીક્ષાપરીક્ષાઓ યોજે છે?

પ્રશ્ન- 33: 'સોક્રેટિસનવલકથા ના સર્જક કોણ છે?

પ્રશ્ન- 34: લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગના કવિ કોણ છે?

પ્રશ્ન -35: દૈનિક પત્રમાં 'વિચારોના વૃંદાવનમાંકોલમ લખનાર લેખક કોણ છે?

પ્રશ્ન- 36: 'ગુજરાતની અસ્મિતાશબ્દના પ્રણેતા કોણ હતા?

પ્રશ્ન- 37: 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડીપંક્તિ કોણે લખી છે?

પ્રશ્ન- 38:'હા પસ્તાવો! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છેઆ પંક્તિ કયા કવિની છે?

પ્રશ્ન -39: 'થોડા આંસુથોડા ફૂલકોની આત્મકથા છે?

પ્રશ્ન -40: ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે?

પ્રશ્ન- 41: 'એવા રે અમે એવાકૃતિના  લેખકનું નામ જણાવો?
પ્રશ્ન -42: 'મળેલા જીવકોની કૃતિ છે?

પ્રશ્ન -43: 'નળાખ્યાનની રચના કોણે કરી છે?

પ્રશ્ન- 44: 'ઉશનસ્ઉપનામ ક્યાં સાહિત્ય સર્જકનું છે?
પ્રશ્ન -45 :'વૈષ્ણવજન તો તેને કહીએઆ પંક્તિ કયા કવિની છે?

પ્રશ્ન -46 :પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય  છે?

પ્રશ્ન -47 :જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?

પ્રશ્ન- 48: 'ચળકાટ તારો એ જ પણતુજ ખૂનની તલવાર છે'- કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે?

પ્રશ્ન- 49 :કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ જણાવો?

પ્રશ્ન -50: ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયા ફુસકીના સર્જક કોણ છે?



પ્રશ્ન-51: ગુજરાતી ભાષાની પ્રથમ  પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ છે?

પ્રશ્ન- 52: ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે?

પ્રશ્ન- 53: જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે?

પ્રશ્ન -54 :'પ્રેમ ભક્તિકોનું ઉપનામ છે?

પ્રશ્ન- 55: કવિ નહ્નાંલાલ નો જન્મ ક્યાં થયો હતો?

પ્રશ્ન- 56:'કાન્ત'નું મૂળ નામ શું છે?

પ્રશ્ન- 57: ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્યસમ્રાટ નું બિરૂદ કોને મળ્યું છે?
પ્રશ્ન- 58: કવિ નર્મદ ક્યાં શહેરના વતની હતા?

પ્રશ્ન- 59: સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા?

પ્રશ્ન -60 :'આગગાડીના રચયિતા કોણ છે?

પ્રશ્ન- 61: અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે?

પ્રશ્ન- 62:'લોહીની સગાઈવાર્તાના લેખક કોણ છે?

પ્રશ્ન-63: 'શિક્ષાપત્રીઅને 'વચનામૃતની રચના કોણે કરેલ છે?

પ્રશ્ન -64 :વેદોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

પ્રશ્ન- 65 :ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડની  ઇનામી રાશિ કેટલી છે?

પ્રશ્ન- 66: હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાસભાનું મૂળ નામ શું હતું?

પ્રશ્ન -67: વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવીપશુ છેપક્ષી છે,  વનોની છે વનસ્પતિ- પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે?

પ્રશ્ન- 68: બાલમુકુન્દ દવે એ કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી?

પ્રશ્ન -69: 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે?

પ્રશ્ન- 70: ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ કયો ગણાય છે?

પ્રશ્ન- 71: ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું સામયિક  કયું છે?

પ્રશ્ન -72 :ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?

પ્રશ્ન- 73: 'જય સોમનાથ ,જય દ્વારકેશજય બોલો વિશ્વનાથની'- આ કાવ્યના રચયિતા કવિ  કોણ છે?

પ્રશ્ન -74 :'અલપ ઝલપના લેખક કોણ છે?

પ્રશ્ન- 75 :'વેરની વસુલાત', 'ભગવાન કૌટિલ્ય' , 'ભગ્ન પાદુકાજેવી કૃતિઓના લેખકનું નામ જણાવો?

પ્રશ્ન -76: 'સત્યના પ્રયોગોપુસ્તકનો સાહિત્ય પ્રકાર જણાવો?

પ્રશ્ન- 77 :ઘનશ્યામ ક્યાં લેખક નું ઉપનામ છે?

પ્રશ્ન- 78: 'ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં' -આ પંક્તિના રચયિતા કવિ કોણ છે?

પ્રશ્ન -79 :'સાપના ભારાઅને 'ઉઘાડી બારીએ કોની કૃતિઓ છે?

પ્રશ્ન- 80 :'પ્રેમરસગીતાકૃતિના કર્તા કોણ છે?

પ્રશ્ન -81 :નરસિંહ મહેતા અને મીરાં માટે 'ખરા ઈલ્મીઅને 'ખરા શુરાવિશેષણો કોણે આપ્યા છે?

પ્રશ્ન- 82: 'આગમનકાવ્યસંગ્રહના કવિનું ઉપનામ જણાવો?

પ્રશ્ન- 83: 'ડીમ લાઈટએકાંકીના લેખક કોણ છે ?

પ્રશ્ન -84: 'નયનને બંધ રાખીને...ગઝલના રચયિતા કોણ છે?

પ્રશ્ન- 85: 'મોજાને ચીંધવા સહેલા નથીનિબંધસંગ્રહના લેખકનું નામ જણાવો?

પ્રશ્ન- 86: પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિ કોણ છે?

પ્રશ્ન -87 :પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું?

પ્રશ્ન- 88 :'જમો થાળ જીવન જાઉં વારીકોણે લખ્યું છે?

પ્રશ્ન- 89: 'મદનમોહનાઆ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે?

પ્રશ્ન -90: 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલોઆ પંક્તિ કયા કવિની છે?
પ્રશ્ન- 91: ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી?

પ્રશ્ન -92 :જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે?

પ્રશ્ન- 93 :'સત્યના પ્રયોગોપુસ્તકના લેખક કોણ છે ?

પ્રશ્ન- 94: મુક્તક કાવ્ય પ્રકારની વિશેષતા શુ છે?

પ્રશ્ન- 95 :'સિદ્ધહેમવ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી?

પ્રશ્ન -96 :'કુંવરબાઈનું મામેરુંઆખ્યાન કૃતિ કયા કવિની છે ?

પ્રશ્ન -97 :'આનંદ મઠકોની વિખ્યાત નવલકથા છે?

પ્રશ્ન-98 :'રેતીની રોટલીનામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે?

પ્રશ્ન -99: 'સારસ્વતઉપનામ કયા લેખકનું છે?

પ્રશ્ન-100: 'મા-બાપને ભૂલશો નહીંઆ  યાદગાર ભજનની રચના કોણે કરી?

  1. PART 1 :CLICK HERE
  1. PART 2 :CLICK HERE 
  1. PART 3 :CLICK HERE 
  1. PART 4 :CLICK HERE
  1. PART 5 :CLICK HERE 
  1. PART 6 :CLICK HERE 
  1. PART 7 :CLICK HERE 
  1. PART 8 :CLICK HERE  
  1. PART 9 :CLICK HERE 
  1. PART 10 :CLICK HERE 
  1. PART 11 :CLICK HERE 
  1. PART 12 :CLICK HERE  



પ્રશ્ન- 101: 'વિચારોના વૃંદાવનમાંક્યાં લેખકનો ગ્રંથ છે ?

પ્રશ્ન -102: ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી?

પ્રશ્ન- 103 :'શયદાએ કોનું તખલ્લુસ છે?

પ્રશ્ન -104 :ગુજરાતી કવિતામાં આદિકવિ કોને માનવામાં આવે છે?

પ્રશ્ન -105: 'કાળુઅને 'રાજુઆ પાત્રો કઇ કૃતિનાં  છે?

પ્રશ્ન -106: 'દિવસો જુદાઈના જાય છે...આ પંક્તિના રચયિતા કોણ છે?

પ્રશ્ન -107: ક્યા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

પ્રશ્ન -108 :'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતીમળી માતૃભાષા મુને ગુજરાતીમાતૃભાષા વંદનાની આ પંક્તિઓ કયા કવિની છે?

પ્રશ્ન- 109 :નાટ્ય કલાકાર જયશંકરને 'સુંદરીઉપનામ ક્યાં નાટકથી મળ્યું હતું?

પ્રશ્ન- 110: હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમક્યાં પ્રકારનો ગ્રંથ છે ?

પ્રશ્ન -111: 'અમૃતાપુસ્તકના લેખકનું નામ જણાવો ?

પ્રશ્ન -112: 'ભદ્રંભદ્રએ કોની જાણીતી કૃતિ છે?

પ્રશ્ન- 113 :ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ 'અતિજ્ઞાન', 'ચક્રવાકમિથુન' ,'કચ -દેવયાનીએ કયો પ્રકાર કહેવાય?

પ્રશ્ન -114: 'આજ અંધાર ખુશબો ભર્યો લાગતો...આ પંક્તિના કવિ કોણ છે?

પ્રશ્ન- 115: 'લાડુનું જમણવાર્તાના લેખક કોણ છે ?

પ્રશ્ન -116: 'ભોળી રે ભરવારણ...પદના રચયિતા કોણ છે?

પ્રશ્ન- 117:'થીંગડુંવાર્તાના લેખક કોણ છે?

પ્રશ્ન -118 :'ગુજરાતનો નાથનવલકથાના લેખકનું નામ જણાવો ?

પ્રશ્ન -119 :'જ્યાં જ્યાં નજર મારી ઠરે...આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ?

પ્રશ્ન -120 :ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

પ્રશ્ન- 121: 'સાપના ભારાકૃતિનું સ્વરૂપ જણાવો?

પ્રશ્ન -122 :ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ?

પ્રશ્ન- 123 :રાવજી પટેલના કાવ્યસંગ્રહનું નામ શું છે ?

પ્રશ્ન -124 :'હિમાલયની પદયાત્રાપુસ્તકના લેખકનું નામ જણાવો?

પ્રશ્ન- 125 :'ઈર્શાદતખલુસ ક્યાં સાહિત્યકારનું છે?

પ્રશ્ન -126: 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબકોની કૃતિ છે?

પ્રશ્ન -127 :'રાજાધિરાજપુસ્તકના લેખકનું નામ જણાવો?

પ્રશ્ન -128: ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામયિક પ્રગટ કરે છે ?

પ્રશ્ન -129: 'વેતાળ પચ્ચીસીપુસ્તકના લેખક કોણ છે ?

પ્રશ્ન -130: ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી

પ્રશ્ન -131: ગુજરાતીમાં સૌપ્રથમ 'ભણકારાએ સોનેટસંગ્રહનાં કવિનું  નામ જણાવો?

પ્રશ્ન -132 :'પૂર્વાલાપના રચયિતાનું નામ જણાવો?

પ્રશ્ન -133: ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃતાંતના લેખકનું નામ જણાવો ?

પ્રશ્ન- 134:'અતિજ્ઞાન'ના રચયિતા કવિ કાન્ત છે.- આ 'અતિજ્ઞાનશું છે ?

પ્રશ્ન -135: ક્યાં જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકી છે?

પ્રશ્ન -136: 'પ્રાચીના', "નિશિથ','ગંગોત્રીવગેરે જેવા કાવ્યસંગ્રહોના કવિ કોણ છે?

પ્રશ્ન -137 :ગુજરાતી સાહિત્યકાર ધીરુભાઈ ઠાકરનું તખલ્લુસ જણાવો?

પ્રશ્ન- 138: 'કલાનિધિકયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ છે?

પ્રશ્ન -139 :'અતિજ્ઞાનખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે આ ખંડકાવ્યની રચના કોણે કરી છે?

પ્રશ્ન -140: શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી લિખિત 'કાકાની શશી'એ કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો ?

પ્રશ્ન- 141: પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે?

પ્રશ્ન -142 :ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપનામાં કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું?

પ્રશ્ન -143: આપણા લોકસાહિત્યમાં ક્યાં નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

પ્રશ્ન -144 :ગોંડલના મહારાજા ભગવતસિંહે  તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ ભગવદગોમંડલ કયા વિદ્વાને તૈયાર કરેલ છે?

પ્રશ્ન -145 :ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?

પ્રશ્ન -146: ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

પ્રશ્ન- 147: ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે?

પ્રશ્ન -148: ગુજરાતી ભાષાના શિરમોર સમો રણજિતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો?

પ્રશ્ન -149: નવલકથાકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ?

પ્રશ્ન- 150: ભક્તકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ?


પ્રશ્ન-151: સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ જણાવો?

પ્રશ્ન-152: માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો?

પ્રશ્ન-153 :ઈ.સ.1967માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

પ્રશ્ન-154: કવિશ્રી “સુન્દરમ” નું નામ જણાવો ?

પ્રશ્ન-155: કાકાસાહેબ કાલેલકરને ક્યું બિરુદ આપવામાં આવ્યું હતું ?

પ્રશ્ન-156: રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક “માણસાઈના દીવા” કોની કલમ દ્વારા લખાયેલ છે?

પ્રશ્ન-157 “તિલક કરતા ત્રેપન થયા, જપમાળાના નાકાં ગયાં” આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે?

પ્રશ્ન- 158 :કવિ આખાનો વ્યવસાય શું હતો?

પ્રશ્ન-159 :”ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ” આ ક્યાં કવિની પંક્તિઓ છે?

પ્રશ્ન-160: અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે?

પ્રશ્ન -161 : “ઓખાહરણ”ના સર્જકનું નામ શું છે?
પ્રશ્ન- 162: “ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું” આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

પ્રશ્ન- 163 : “જળ કમળ છોડી જાને બાળા...” આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલું છે ?

પ્રશ્ન- 164 :પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ?

પ્રશ્ન- 165 : “સાત પગલાં આકાશમાં” આ નવલકથાના લેખિકાનું નામ જણાવો ?


પ્રશ્ન- 166 : “જય સોમનાથ” નવલકથા કોણે લખી છે ?

પ્રશ્ન- 167: ભવાઇના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ?

પ્રશ્ન- 168: ગાંધીજીના પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ...” ની રચના કોણે કરી છે ?

પ્રશ્ન- 169: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

પ્રશ્ન -170 :ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

પ્રશ્ન-171: ક્યાં સાહિત્યકારનું જન્મ સ્થળ પાલનપુર છે ?

પ્રશ્ન:172: 'વિશ્વગીતા' કયા સાહીત્યકારનો ગ્રંથ છે?

પ્રશ્ન -173 : “દર્શક” કોનું ઉપનામ છે ?

પ્રશ્ન- 174 : “હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે” આ કોની પંક્તિ છે ?

પ્રશ્ન- 175 : દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ?

પ્રશ્ન- 176 : “માનવ અર્થશાસ્ત્ર”ના લેખક કોણ છે ?

પ્રશ્ન- 177:ક્યા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે ?

પ્રશ્ન- 178: ‘સ્મરણયાત્રા એ ક્યા સર્જકની જાણીતી આત્મકથા છે?

પ્રશ્ન- 179 : ‘કરણઘેલો ના રચયિતા કોણ છે ?

પ્રશ્ન -180 : ‘લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે ?

પ્રશ્ન -181: “ સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે” આ પંક્તિ કયા કવિની છે ?

પ્રશ્ન -182: ‘સૉનેટ’ કાવ્યમાં કેટલી પંક્તિઓ હોય છે?

પ્રશ્ન -183: બરકત વિરાણીનું ઉપનામ જણાવો ?

પ્રશ્ન- 184 :મહાકવિનું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ?

પ્રશ્ન -185: રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ શું છે ?

પ્રશ્ન -186: ‘ જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે ?

પ્રશ્ન -187 :ભવાઈમાં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?

પ્રશ્ન -188 : ‘માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે?

પ્રશ્ન -189 : “સમર્થ હાસ્યકાર” તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પ્રશ્ન- 190: “કસુંબીનો રંગ” ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિ માંથી લેવામાં આવ્યું છે?

પ્રશ્ન -191: “ કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા” પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે?

પ્રશ્ન- 192: સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ?

પ્રશ્ન- 193 : ‘આપણો ઘડીક સંગ કૃતિ ક્યા સાહિત્યકારની છે?

પ્રશ્ન -194: ‘ ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

પ્રશ્ન-195: સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પ્રશ્ન-196: મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ?

પ્રશ્ન-197 : શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ?

પ્રશ્ન-198 :ક્યાં સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

પ્રશ્ન-199 : ‘સાપના ભારા કૃતિ કયા કવિની છે ?

પ્રશ્ન-200: ‘ અમદાવાદ એટલે અમદાવાદ ક્યાં સાહિત્યકારની કૃતિ છે ?

  1. PART 1 :CLICK HERE
  1. PART 2 :CLICK HERE 
  1. PART 3 :CLICK HERE 
  1. PART 4 :CLICK HERE
  1. PART 5 :CLICK HERE 
  1. PART 6 :CLICK HERE 
  1. PART 7 :CLICK HERE 
  1. PART 8 :CLICK HERE  
  1. PART 9 :CLICK HERE 
  1. PART 10 :CLICK HERE 
  1. PART 11 :CLICK HERE 
  1. PART 12 :CLICK HERE  




પ્રશ્ન -201 :વિદ્યાવાચસ્પતિની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકારસંશોધકસંપાદક અને ચરિત્રલેખક કે .કા .શાસ્ત્રીનું પૂરું નામ જણાવો ?
પ્રશ્ન- 202 :લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ છે ?

પ્રશ્ન- 203: ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

પ્રશ્ન -204 :ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું પુસ્તક કયું છે ?

પ્રશ્ન- 205 :ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રશ્ન -206: 'ગ્રામ લક્ષ્મી'ના લેખક કોણ

પ્રશ્ન -207:  "જય જય ગરવી ગુજરાત" ના કવિ કોણ છે ?

પ્રશ્ન -208: "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા" કાવ્યપંક્તિના કવિ કોણ છે
પ્રશ્ન -209: "મેરે તો ગિરિધર ગોપાલદૂસરા ન કોઇ " પંક્તિ કોની છે ?

પ્રશ્ન -210: "જનનીની જોડ સખી નહી જડે રે લોલ" આ કાવ્યપંક્તિના કવિ કોણ છે ?

પ્રશ્ન -211: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પામાટે જાણીતો છે ?

પ્રશ્ન- 212 : 'સરસ્વતીચંદ્રનવલકથાના લેખક કોણ છે ?

પ્રશ્ન -213: 'કલાપીતખલ્લુસ કોનું છે?

પ્રશ્ન -214 :ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ ક્યાં લેખકે તૈયાર કરેલો ?

પ્રશ્ન- 215: ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું છે ?

પ્રશ્ન- 216 :ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ?

પ્રશ્ન- 217: ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?

પ્રશ્ન -218 : 'મેના ગુર્જરીનાટકના લેખક કોણ?

પ્રશ્ન- 219: ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ?

પ્રશ્ન -220 :ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

પ્રશ્ન -221 : 'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

પ્રશ્ન -222 :બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મૂછાળી માતરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો ?
પ્રશ્ન- 223: 'આંખ આ ધન્ય છેકાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો?

પ્રશ્ન -224:લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો ?

પ્રશ્ન- 225 :દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ?

પ્રશ્ન -226 : "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત " આ કોની પંક્તિ છે?

પ્રશ્ન -227 : 'મિસ્કીનઉપનામ કયા સાહિત્યકારનું છે ?

પ્રશ્ન- 228 : કઇ સાહિત્યિક કૃતિમાં મુંજતૈલપમૃણાલવતી  વગેરે પાત્રો છે ?

પ્રશ્ન- 229:ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?

પ્રશ્ન -230 :ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબકયારે પ્રકાશિત થાય છે?

પ્રશ્ન- 231: ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે?

પ્રશ્ન -232 : ‘સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે ?

પ્રશ્ન -233: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો?

પ્રશ્ન- 234: ર.વ.દેસાઈની કઈ નવલકથામાં 1857ની સ્વાતંત્ર સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે?

પ્રશ્ન -235 : 'પાટણની પ્રભુતાઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો ?

પ્રશ્ન- 236: 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબના લેખક કોણ છે ?

પ્રશ્ન -237: 'અરધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

પ્રશ્ન- 238 :કયા સાહિત્યકાર યુગમુર્તિ વાર્તાકાર તરીકે ઓળખાય છે?

પ્રશ્ન- 239: નંદશંકર મહેતાને ક્યા સાહિત્ય સ્વરૂપનો સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?

પ્રશ્ન- 240: ઈટલીમાં ઉદભવેલ ચૌદ પંક્તિનાં ઊર્મિકાવ્યોનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ?

પ્રશ્ન- 241: 'સંસ્કાર દીપિકાશિક્ષણ જવાબ :વિદ્યાભારતી( ગુજરાત )
પ્રશ્ન- 242 : "ઇંધણા વીણવા ગઇતી મોરી સૈયર" ગીતના રચયિતા કવિ કોણ છે?

પ્રશ્ન -243: 'સ્નેહરશ્મિતખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે?

પ્રશ્ન -244 : 'સંઘર્ષકાળમાં ગુજરાતપુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે?

પ્રશ્ન -245 : 'કૈવલ્ય ગીતા'ના સર્જકનું નામ જણાવો ?

પ્રશ્ન -246:  કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ?

પ્રશ્ન -247 : 'ભટ્ટનું ભોપાળુંનાટકનાં રચયિતા કોણ છે ?

પ્રશ્ન- 248 :લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

પ્રશ્ન -249: 'જંગલ બુક'ના લેખક કોણ છે?

પ્રશ્ન -250: શ્રી જ્યોતીન્દ્ર હ.દવેનું ઉપનામ જણાવો ?


પ્રશ્ન-251:ભોજા ભગતની રચનાઓ ક્યા પ્રકારે ઓળખાય છે ?

પ્રશ્ન-252: છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું ?

પ્રશ્ન-253: સાદ કરે છે ,દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે!”કાવ્યના કવિ કોણ છે?
પ્રશ્ન-254: ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?

પ્રશ્ન-255: શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે?

પ્રશ્ન-256: સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ છે?

પ્રશ્ન-257 : “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”આ પંક્તિ કોની છે?

પ્રશ્ન-258 ગુજરાતી ભાષાના પ્રભુત્વને લઈને સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે ?

પ્રશ્ન-259: ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો?

પ્રશ્ન-260: ગુજરાતી સાહિત્યકાર નાહ્નાલાલનું તખલ્લુસ જણાવો ?

પ્રશ્ન-261: “જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત” આ પંક્તિ કોની છે ?

પ્રશ્ન-262 :મુકુન્દરાય ,જક્ષણી ,કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે?

પ્રશ્ન-263: જીવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિત નિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?

પ્રશ્ન-264 :બરકતઅલી ગુલામઅલી વીરાણીનું ઉપનામ કયું છે ?

પ્રશ્ન-265 :કલાપી ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

પ્રશ્ન-266 : હાઈકુમાં કેટલીક પંક્તિઓ હોય છે ?

પ્રશ્ન-267 : લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે?

પ્રશ્ન-268 અનુભૂતિ કાવ્યના કવિ કોણ છે ?

પ્રશ્ન-269 : કવિ નાહ્નાલાલે ઊર્મિકાવ્યો ,કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યા છે ?

પ્રશ્ન-270: કવિ નાહ્નાલાલ કોના પનોતા પુત્ર હતા ?

પ્રશ્ન-271: મજહબ નહીં શિખાતા આપસમેં બૈર રખના ના કવિ કોણ છે ?

પ્રશ્ન-272 મારો અસબાબ વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવી છે ?

પ્રશ્ન-273 માતાનું સ્મારક કૃતિ ક્યાં વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે?

પ્રશ્ન-274: એક અપુત્ર માણસનો પ્રબંધ પાઠના લેખકનું નામ જણાવો?

પ્રશ્ન-275: ભૂધરકાકા નુ પાત્ર કઇ કૃતિમાં આવે છે ?

પ્રશ્ન-276: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

પ્રશ્ન-277: દુનિયા અમારી કાવ્યના કવિ કોણ છે?

પ્રશ્ન-278 આવો કાવ્યમાં કવિ “અમે” શબ્દ કોના માટે વાપર્યો છે ?

પ્રશ્ન-279: વનાંચલ કૃતિના લેખક કોણ છે?

પ્રશ્ન-280: સોનેટનો ઉદભવ ક્યાં થયેલો ગણાય છે ?

પ્રશ્ન-281 : કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ?

પ્રશ્ન-282: અખો ક્યા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે ?

પ્રશ્ન-283: નરસિંહ મહેતાએ રચેલી કઇ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ?

પ્રશ્ન-284 :ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ?

પ્રશ્ન-285 : “ડીમલાઇટ” કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો ?

પ્રશ્ન-286: ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ?

પ્રશ્ન-287: આત્મકથાત્મક રચના હૂંડીમાં નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ કોના છદ્મવેશમાં મદદ કરી હતી ?

પ્રશ્ન-288: નીચેનામાંથી શું ગુજરાતની એક લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે ?

પ્રશ્ન-289: “સૌરાષ્ટ્રની રસધાર” ના લેખક કોણ છે ?

પ્રશ્ન-291: કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ શું હતું ?

પ્રશ્ન-292: “માણસાઈના દીવા” પુસ્તકના લેખક કોણ છે ?

પ્રશ્ન-293: “માણસાઈના દીવા” પુસ્તકનું મુખ્ય પાત્ર કયુ છે ?

પ્રશ્ન-294: “લાડુનું જમણ” વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ?

પ્રશ્ન-295: “આ નભ ઝૂક્યું...” આ ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતા પ્રગટ થઈ છે ?

પ્રશ્ન-296: ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ?

પ્રશ્ન-297: “મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ !તારા બનાવેલા આજે તને બનાવે છે!” પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે?

પ્રશ્ન-298: ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયો છે ?

પ્રશ્ન-299: “જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું” આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

પ્રશ્ન-300: ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ?

  1. PART 1 :CLICK HERE
  1. PART 2 :CLICK HERE 
  1. PART 3 :CLICK HERE 
  1. PART 4 :CLICK HERE
  1. PART 5 :CLICK HERE 
  1. PART 6 :CLICK HERE 
  1. PART 7 :CLICK HERE 
  1. PART 8 :CLICK HERE  
  1. PART 9 :CLICK HERE 
  1. PART 10 :CLICK HERE 
  1. PART 11 :CLICK HERE 
  1. PART 12 :CLICK HERE  




પ્રશ્ન :301 :નીચેનામાંથી કયા બે લેખકો મહારાજ લાયબલ કેસ સાથે જોડાયેલા હતા ?
1. દુર્ગારામ અને નવલરામ
2. નર્મદ અને ઇચ્છારામ
3. દુર્ગારામ અને કરસનદાસ મૂળજી
4. કરસનદાસ મૂળજી અને  નર્મદ
પ્રશ્ન: 302: નીચેનામાંથી કયા બે અનુવાદકોએ  અભિજ્ઞાનશાકુંતલમ્ નો અનુવાદ કર્યો છે?
1.બળવંતરાય ઠાકોર અને કેશવ હર્ષદ ધ્રુવ
2. બળવંતરાય ઠાકોર અને ઉમાશંકર જોશી
3. ઉમાશંકર જોશી અને ભોળાભાઈ પટેલ
4. નર્મદ અને નવલરામ
પ્રશ્ન 303 નીચેનામાંથી કયા બે સામયિકો સાથે સુરેશ જોશી સંકળાયેલા નહોતા?
1. વાણી અને મનીષા
 2.ક્ષિતિજ અને એતદ
 3. માનસી અને ઉન્મૂલન
4. ઉહાપોહ અને સાયુજ્ય
પ્રશ્ન: 304: પ્રાર્થના સમાજ સાથે કયા બે લેખકો જોડાયેલા હતા?
1. ભોળાનાથ અને મહીપતરામ
2. નવલરામ અને ઇચ્છારામ
3. કરસનદાસ અને દુર્ગારામ
4. નર્મદ અને નંદશંકર
પ્રશ્ન: 305 :નીચેનામાંથી કયા બે નાટકો કનૈયાલાલ માણેકલાલ મુનશીના નથી?
1. વાહ રે મૈ વાહ અને આજ્ઞાંકિત
2. પુત્રસમોવડી અને તર્પણ
3. બે ખરાબ જણ અને અવિભક્ત આત્મા
4. માલવપતિ મુંજ અને બ્રહ્મચારી
પ્રશ્ન :306 :નીચેનામાંથી કઈ બે રચનાઓ ચિનુ મોદીની છે?
1. જલસાઘર અને જનાવર
2. વાતાયન અને ઊર્ણનાભ
3. શ્વાસની રમત અને ગંજીપાની રાણી
4. ગાતા ઝરણાં અને ટેવ
પ્રશ્ન :307 :નીચેનામાંથી કયા બે કવિઓ શક્તિભક્તિ સાથે જોડાયેલા છે?
1. રણછોડ અને બુટીયો
2. ભાલણ અને વલ્લભ
3. વલ્લભ અને રાજે
4. પાનબાઈ અને ગવરીબાઈ
પ્રશ્ન:308 :નીચેનામાંથી કયા બે કવિઓ પ્રેમલક્ષણા ધારાના નથી?
1. નરસિંહ અને વ્યાયામ
2. રાજે અને પ્રેમસખી
3. ગોપાળ અને ભાણ
4. જીવણદાસ અને મીરાં
પ્રશ્ન :309 :નીચેનામાંથી કયા બે કવિઓએ નેમિનાથના વૃતાંત પરથી રચનાઓ કરી છે?
1. વિનયચંદ્રસુરી અને રાજશેખરસુરી
2. શાલિભદ્રસૂરિ અને માણિક્યચંદ્રસુરી
3. જયશેખરસૂરિ અને વિનયચંદ્રસુરી
4. લાવણ્યસમયસુરી અને વિજયશેખરસુરી
પ્રશ્ન :310 :ભાવિયિત્રી પ્રતિભાનો પ્રથમ નિર્દેશ કરનાર આચાર્યશ્રીનું નામ જણાવો?
1. અભિનવગુપ્ત
2. મહિમ ભટ્ટ
3.હેમચંદ્રાચાર્ય
4.રાજશેખર
પ્રશ્ન :311 વિશ્વ સાહિત્યમાં નવલકથા પ્રકારના ઉદભવ માટે કયું પરિબળ નિમિત્ત બન્યું હતું?
1.સંયુક્ત પરિવાર
2.ઔદ્યોગિક ક્રાંતિ
3.વિશ્વયુદ્ધ
4.ધર્મગ્રંથો
પ્રશ્ન :312 :નીચેનામાંથી કયા બે પાત્રો રામાયણ અને મહાભારત બંનેમાં જોવા મળે છે?
1.સંજય અને કેવટ
2.કૈટભ અને મુરારી
3.વશિષ્ઠ અને કપિલ
4.પરશુરામ અને જાંબુવાન
પ્રશ્નો: 313: લોકસાહિત્યના અભ્યાસી કનુભાઈ જાનીનું ઉપનામ કયું છે?
1.ઊર્ણનાભ
2.ઉપમન્યુ
3.ઉપેન્દ્રાચાર્ય
4.ઉપાસક
પ્રશ્નો: 314 :'મનોમુકુર'ના કુલ કેટલા ભાગ છે ?
1. ચાર
2. ત્રણ
3. બે
4. એક
પ્રશ્ન :315 : 'ત્રિવિધ એકતામાં નીચેનામાંથી કયું તત્વ સમાવિષ્ટ થતું નથી? 1.સંયોજના
2.કાળ
3.સ્થાન
4.કાર્ય
પ્રશ્ન: 316: ગોરા ના નાયક ની માતા મૂળ ક્યા કુળની હતી?
1. દ્રવિડ
2. રશિયન
3.આયરિશ
4.બ્રિટિશ
પ્રશ્ન: 317 :નીચેનામાંથી કયું પુસ્તક સુમન શાહનું છે ?
1.આધુનિક ગુજરાતી કવિતા
2.સાહિત્યમાં આધુનિકતા
3.આધુનિક સંપ્રત્યયો
4.આધુનિક સાહિત્ય
પ્રશ્ન: 318: બળવંત જાની ક્યાં સામયિકનું સંપાદન કરે છે ?
1.લોકમિલાપ
2.લોકવિદ્યા
3.લોકસાહિત્ય
4.લોકગુર્જરી
પ્રશ્ન: 319: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યના ઇતિહાસ'ના સાતમા ભાગના સંપાદક કોણ છે ?
1.ચંદ્રકાન્ત શેઠ અને ચિમનલાલ ત્રિવેદી
2.રમેશ દવે અને પારુલ દેસાઈ
3.ચંદ્રકાન્ત ટોપીવાળા અને રમણ સોની
4.રઘુવીર ચૌધરી અને ભોળાભાઈ પટેલ
પ્રશ્ન: 320 :નીચેનામાંથી કઈ કૃતિને નોબેલ પારિતોષિક મળ્યું છે ?
1.વેઇટિંગ ફોર ગોદો
2.ધ કાસલ
3.ડિવાઇન કોમેડી
4.થ્રી સિસ્ટર્સ
પ્રશ્ન: 321 :નીચેનામાંથી કયું પુસ્તક હરિવલ્લભ ભાયાણીનું છે ?
1.ગુજરાતી વ્યાકરણ
2.ગુજરાતી ભાષાનું વ્યાકરણ
3.થોડોક વ્યાકરણ વિચાર
4.ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ
પ્રશ્ન :322 : 'અઢળક ઢળિયો  રે શામળિયોપંક્તિ કયા બે કવિઓએ પ્રયોજી છે?
1.નરસિંહ અને દયારામ
2.પ્રેમાનંદ અને દિનેશ કોઠારી
3.મીરા અને રમેશ પારેખ
4.દયારામ અને સુરેશ દલાલ
પ્રશ્ન: 323: ક્યાં કવિએ બીજી વખત નળાખ્યાન લખ્યું છે ?
1.નાકર
2.પ્રેમાનંદ
3.વલ્લભ 
4.ભાલણ
પ્રશ્ન :324 :નીચેનામાંથી કઈ રચના શામળની નથી?
1.પંદરમી વિદ્યા
2.બરાસકસ્તુરી
3.કામાવતીની વાર્તા
4.ઉદ્યમકર્મ સંવાદ
પ્રશ્ન: 325 :ભોજા ભગત ક્યાંના હતા?
1. દેવકી ગાલોળ
2.અમરેલી
3.જેતપુર
4.દેયાણ
પ્રશ્ન: 326: ‘પાંચ પાંડવ ચરિત્ર કૃતિના કર્તા કોણ છે?
1.      વિજયસેન
2.      શાલિભદ્રસૂરિ
3.      સોમદેવ
4.      કેશવદાસ
પ્રશ્ન: 327: ડીમ લાઈટ એકાંકીમાં કઈ બોલીનું સંયોજન કરવામાં આવ્યું છે?
1.સૌરાષ્ટ્રી
2.ચરોતરી
3.ઉત્તર ગુજરાતની
4.સુરતી
પ્રશ્ન: 328: દશરથનો અંતકાળ ખંડકાવ્યનો છંદ કયો છે?
1.હરિગીત
2.મંદાક્રાન્તા
૩.સવૈયા
4.વનવેલી
પ્રશ્ન: 329: પંડિત ભગવાનદાસ ઈન્દ્રજીનું જીવનચરિત્રના લેખક કોણ છે?
1.દુર્ગાશંકર શાસ્ત્રી
2.મહીપતરામ નીલકંઠ
3.કરસનદાસ મૂળજી
4.બેચરદાસ પંડિત
પ્રશ્ન: 330 :ક્યા સમયગાળાની કાવ્યધારા સૌંદર્યાભિમુખ ગણાય છે?
1.૧૮૮૫ થી ૧૯૨૦
2.૧૯૫૫ ી ૧૯૮૫
૩.૧૯૨૦ થી ૧૯૩૯
૪.૧૯૪૦ થી ૧૯૫૪
પ્રશ્ન :331: જલન માતરીના ગઝલસંગ્રહનું નામ જણાવો?
૧.ગાતા ઝરણાં 
૨.તપિશ
3.નકશા
4.માનસર
પ્રશ્ન :332: કાવ્યમીમાંસા ગ્રંથના લેખકનું નામ જણાવો?
1.ભર્તુહરિ
2.રાજશેખર
3.દંડી
4.ધનંજય
પ્રશ્ન: 333: નીચેનામાંથી કયા વિચારક અસ્તિત્વવાદ સાથે સંકળાયેલા છે? 
1.જુલીયન હર્વે
2.ટ્રીસ્ટાન ઝારા
3.બોદલેર
4.કિર્કગાર્દ
પ્રશ્ન: 334: નીચેનામાંથી કયો ગ્રંથ સુમન શાહનો નથી?
1.કથાપદ
2.સાહિત્ય સંશોધન વિશે
3.રૂપરચનાથી વિઘટન
4.ઉમાશંકર જોશી :એક પ્રોફાઈલ
પ્રશ્ન: 335: નીચેનામાંથી કયું પાત્ર રામાયણનું છે ?
1.દાશરાજ
2.લોમશ
3.ભંગાશ્વન
4.ધૂમ્રાશ્વ
પ્રશ્ન: 336: સરસ્વતીચંદ્ર ભાગ- 1 માં સરસ્વતીચન્દ્ર અને કુમુદનું પ્રત્યક્ષ મિલન કેટલી વાર યોજાયું છે ?
1.ત્રણ
2.પાંચ
3.સાત
4.દસ
પ્રશ્ન :337: નીચેનામાંથી કઈ રચના યુરોપના નવજાગૃતિકાળ સાથે સંકળાયેલી છે ?
1.ફાઉસ્ટ
2.માદામ બોવરી
3.ડિવાઈન કોમેડી
4.અ ડોલ્સ હાઉસ  
પ્રશ્ન :338: શ્રેયાર્થીની સાધના પુસ્તક કયા પ્રકારનું છે ?
1.આત્મકથા
2.નિબંધ
3.લોકકથા
4.જીવનકથા
પ્રશ્ન: 339: અશોકના શિલાલેખો કઈ ભાષામાં છે ?
1.અપભ્રંશ
2.ધૌલિ
3.ભોજપુરી  
4.રાજસ્થાની
પ્રશ્ન :340: હરિપ્રસાદ શાસ્ત્રીના સંશોધનગ્રંથનું નામ જણાવો
1.ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ
2.પુરાણોમાં ગુજરાત
3.મૈત્રકકાલીન ગુજરાત
4. બૃહદ ગુજરાત કોશ
પ્રશ્ન:341:હેન્રી રિમાર્કે સાહિત્યના તુલનાત્મક અભ્યાસમાં શેનો સ્વીકાર કર્યો છે ?
1.ભાષાભેદ
2. સ્થાનભેદ
3.વસ્તુ ભેદ
4.કાળ ભેદ
પ્રશ્ન :342: નીચેનામાંથી કયા લેખકે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખ્યો છે?
1.ડોલરરાય માંકડ
2.વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
3.હરિવલ્લભ ભાયાણી
4.કે .એમ. ઝવેરી
પ્રશ્ન: 343: એન ઇન્ટ્રોડક્શન ટુ લિંગ્વિસ્ટિક સાયન્સ પુસ્તકના લેખક કોણ છે ?
1.ટર્નર
2.બ્લૂમફિલ્ડ
3.સ્તુર્તવા
4.ગ્રીઅર્સન
પ્રશ્ન :344: સ્થાયી અને સંચારી બંનેમાં સમાવી શકાય એવો ભાવ કયો છે?
1. હર્ષ
2.નિર્વેદ
3.ગર્વ
4.અપસ્માર
પ્રશ્ન :345 :લાઓકુનને  નિમિત્તે થયેલી કળાઓની ચર્ચા ક્યાં મીમાંસકે  કરી છે ?
1.લેસિંગ
2.લોન્જાઈનસ
3.આઈ.એ.રિચર્ડ્સ
4.રેન્સમ
પ્રશ્ન :346 : ગુજરાતી નવલકથાના અંતિમ ભાગમાં નવલકથાના કયા પ્રકારની ચર્ચા કરવામાં આવી છે?
1. ઐતિહાસિક નવલકથા
2.લઘુનવલ
3.જાનપદી નવલકથા
4.લોકપ્રિય નવલકથા
પ્રશ્ન :347 : રેવંતગિરિરાસુના કર્તાનું નામ જણાવો ?
1.હરિભદ્રસૂરિ
2.ધર્મસૂરી
3.વિજયસેનસૂરિ
4. રાજશેખરસૂરિ
પ્રશ્ન :348 : મનજી મુસાફર રે , ચાલો નિજ દેશ ભણી પંક્તિના કવિ કોણ છે ?
1.રાજે  
2.દયારામ
3.નરસિંહ
4.વલ્લભ
પ્રશ્ન: 349: નીચેનામાંથી કઈ કૃતિ ધીરા ભગતની છે ?
1.આત્મજ્ઞાન
2.જ્ઞાનગીતા
3.ધ્રુવાખ્યાન
4.ભક્તિપોષણ
પ્રશ્ન: 350 : માધવાનલ કામકંદલા દોગ્ધક ક્યા પ્રકારની રચના છે ?
1.ફાગુ
2.દોગ્ધક
3.પ્રબંધ
4.પદ્યવાર્તા
પ્રશ્ન :351: આખ્યાનમા 'કડવાની જગ્યાએ 'મીઠાસંજ્ઞાનો  પ્રયોગ કોણે કર્યો છે?
1.ભાણસાહેબ
2.વિષ્ણુદાસ
3.દયારામ
4.કોઈએ નહીં
પ્રશ્ન :352: નારાયણ હેમચંદ્રની આત્મકથાનું નામ જણાવો?
1.મારા સ્મરણો
2.હું પોતે
3.મારી કરમકથની
4.આત્મવૃતાંત
પ્રશ્ન: 353: 'સંચિતઉપનામથી કાવ્યો લખનાર કવિનું નામ જણાવો ?
1.રૂપશંકર ઓઝા
2.જગન્નાથ ત્રિપાઠી
3.ત્રિભુવન વ્યાસ
4.મોહનલાલ પુરાણી
પ્રશ્ન: 354 : 'કેળવણીના પાયાકૃતિના લેખક કોણ છે ?
1.દર્શક
2.ગાંધીજી
3.કિશોરલાલ મશરૂવાળા
4.નાનાભાઈ ભટ્ટ
પ્રશ્ન: 355 :નીચેનામાંથી કઈ કૃતિ લાભશંકર ઠાકરની છે ?
1.ચતુર ચાલીસા
2.કથકનો ''
3.પ્રાણ પ્રતિષ્ઠા
4.ઔષધમીમાંસા

પ્રશ્ન :356 :અભિનવગુપ્ત ક્યાં મત સાથે સંકળાયેલા હતા ?
1.શાકત
2.વામ
3.શૈવ
4.પુષ્ટિ
પ્રશ્ન: 357:  "બેસ્ટ વર્ડ્સ ઇન બેસ્ટ ઓર્ડર" જેવી કાવ્ય વ્યાખ્યા કોની છે ?
1.વર્ડઝવર્થ
2.શેલી
3.કીટ્સ
4.કોલરીજ
પ્રશ્ન :358: રામાયણમાં શત્રુઘ્નના પત્નીનું નામ શું છે ?
1.શ્રુતકીર્તિ
2.માંડવી
3.લોપાંગના
4.પૌલોમી
પ્રશ્ન: 359: નીચેનામાંથી કયું સ્વરૂપ કથનકળા સાથે સંકળાયેલું નથી?
1.પદ્યવાર્તા
2.પ્રબંધ
3.ગરબી
4.આખ્યાન
પ્રશ્નો: 360 : "ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ" માં કયા નગરનુ નિરૂપણ છે ?
1.પિટ્સબર્ગ
2.મોસ્કો
3.સાઇબિરીયા
4.પ્રાગ

પ્રશ્ન :361: મીનળદેવી ક્યા પ્રદેશના હતા?
1.અણહિલવાડ
2.તેલંગાણા
3.કર્ણાટક 
4.આનર્ત
પ્રશ્ન :362 :અખાની અધૂરી રહેલી રચનાનું નામ શું છે?
1.પંચીકરણ
2.ચિત્તવિચારસંવાદ
3.બ્રહ્મલીલા
4.સંતપ્રિયા
પ્રશ્ન :363: "લોકજીવનનાં મોતી પુસ્તકના લેખક કોણ છે ?
1.હસુ યાજ્ઞિક
2.જોરાવરસિંહ જાદવ
3.જયમલ્લ પરમાર
4.પિંગળશી ગઢવી
પ્રશ્ન:364: નીચેનામાંથી કયું પુસ્તક કનુભાઈ જાનીનું  નથી?
1. સ્થવિરાવલી
2.કાળકથાઓ                
3.શબ્દનિમિત
4.માયાલોક
પ્રશ્ન :365 : ફ્રિડાનું ચરિત્ર કઈ રચનામાં આલેખાયું છે ?
1.ઓથેલો
2.થ્રી સિસ્ટર્સ
3.ઇડિપસ
4.ધ કાસલ

પ્રશ્ન: 366 :2015માં ગુજરાતી સાહિત્ય પરિષદે "ગુજરાતી સાહિત્યના ઈતિહાસ"નો કયો ભાગ પ્રગટ કર્યો?
1.પાંચમો
2.છઠ્ઠો
3.સાતમો
4.આઠમો
પ્રશ્ન :367: "શબ્દપરિશીલન" પુસ્તકના લેખક કોણ છે?
1.કે.કા.શાસ્ત્રી
2.હરિવલ્લભ ભાયાણી
3.ટી .એન. દવે
4.જયંત કોઠારી
પ્રશ્ન :368: નીચેનામાંથી કયો ગ્રંથ બળવંત જાનીનો છે ?
1.પૂજા અને પરીક્ષા
2.શબ્દોપાસના
3.દરિયાપારના સર્જકો
4.સંતસાહિત્યવિમર્શ
પ્રશ્ન:369 : "એકાંકી અને ગુજરાતી એકાંકી" પુસ્તકના સંપાદક કોણ છે ?
1.જયંત કોઠારી
2.નંદકુમાર પાઠક
3.ચુનીલાલ મડિયા
4.જયંતિ દલાલ
પ્રશ્ન: 370: "મેટમોર્ફોસિસ" રચનાનો ગુજરાતી અનુવાદ કોનો છે ?
1.સુમન શાહ
2.શિરીષ પંચાલ
3.રતિદેવ ત્રિવેદી
4.રવીન્દ્ર ઠાકોર
પ્રશ્ન :371 : "બુદ્ધિરાસ"ના સર્જક કોણ છે?
1.વજ્રસેનસૂરી
2.શાલિભદ્રસૂરિ
3.મહેન્દ્રસૂરી
4.વિજયસેનસૂરી
પ્રશ્ન: 372 : "પ્રાણિયા !  ભજી લેને કિરતારઆ સપનું છે સંસાર "પંક્તિના કવિ કોણ છે?
1.ભોજો
2.ધીરો
3.રણછોડ
4.દયારામ
પ્રશ્ન: 373: નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની નથી?
1.નળાખ્યાન
2.ચંદ્રહાસાખ્યાન
3.દુર્વાસા આખ્યાન
4.સુધન્વાખ્યાન
પ્રશ્ન :374: નીચેનામાંથી કયા સંત કવિયિત્રી નથી ?
1.સતી લોયણ
2.તોરલ
3.રતનબાઇ
4.દાસી જીવણ
પ્રશ્ન :375 : "ગુલબાસનું ફૂલ" કાવ્યના  કવિનુ નામ જણાવો?
1.કાન્ત
2.કલાપી
3.નાનાલાલ
4.સુન્દરમ
પ્રશ્ન: 376 :ડાહ્યાભાઈ દેરાસરીના ગ્રંથનું નામ જણાવો ?
1.દેશી કારીગરીને ઉત્તેજન
2.સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
3.પાણીપત અને કુરુક્ષેત્ર
4.અંધેરીનગરીનો ગંધર્વસેન
પ્રશ્ન :377: નારાયણ દેસાઈના ગ્રંથનું નામ સૂચવો?
1.હૃદયમાં પડેલી છબીઓ
2.સમૂળી ક્રાંતિ
3.મંગલપ્રભાત
4.મારું જીવન એ જ મારી વાણી
પ્રશ્ન :378 :ઈલા આરબ મહેતાના વાર્તાસંગ્રહનું નામ શું છે ?
1.રાધા
2.બળવો ,બળવીબળવું
3.ધી ન્યુ લાઈફ
4.થીજેલો આકાર
પ્રશ્ન :379 : "નિશાચક્ર"ની નાયિકા કોણ છે?
1.લોયન્લા
2.લાનુલા
3.અનુરલ્લા
4.અનંગલીલા
પ્રશ્ન :380 :ઉમાશંકર જોશીના "સંસ્કૃતિ" નો પ્રકાર જણાવો ?
1.ચિંતનગ્રંથ
2.સાહિત્યસામયિક
3.પ્રવાસગ્રંથ
4.કાવ્યગ્રંથ
પ્રશ્ન: 381:  "સાહિત્યદર્પણ" ગ્રંથના લેખકનું નામ જણાવો ?
1.મમ્મટદ
2.પ્રતિહારેન્દુરાજ
3.વિશ્વનાથ
4.વામન
પ્રશ્ન :382: નીચેનામાંથી કયો વિવેચક સંરચનાવાદી નથી ?
1.સોસ્યૂર
2.રોલાં બાર્થ
3.યાકોબ્સન
4.ક્રોચે

પ્રશ્ન: 383 :ભાગવતના દસ અંગોનું વર્ણન "શ્રીમદ્ ભાગવત"ના ક્યાં સ્કંધમાં  આપવામાં આવ્યું છે?
1.દ્વિતીય
2.પ્રથમ
3.તૃતીય
4.દશમ
પ્રશ્ન :384 : "રચના અને સંરચના" પુસ્તકનું સ્વરૂપ જણાવો?
1.નવલકથા
2.વિવેચન
3.ટૂંકીવાર્તા
4.કવિતા
પ્રશ્ન :385 :સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ જણાવો ?
1.જયદેવ
2.કર્ણદેવ
3.કીર્તિદેવ
4.ભીમદેવ
પ્રશ્ન :386: "વન હન્ડ્રેડ યર્સ ઑવ સોલિટયુડ" માં ક્યાં પ્રદેશ નું આલેખન કર્યું છે?
1.ડબ્લિન
2.લંડન
3.મેકોન્ડો
4.કૉરિન્થ
પ્રશ્ન :387: આખ્યાનના કડવાના અંતિમ ભાગને શું કહેવામાં આવે છે?
1.મુખબંધ
2.ઠવણી
3.ઢાળ
4.ઊથલો

પ્રશ્ન: 388 : "લોકવિદ્યાની સરજત" ના લેખકનું નામ જણાવો ?
1.જયમલ્લ પરમાર
2.ખોડીદાસ પરમાર
3.જયાનંદ જોશી
4.જોરાવરસિંહ જાદવ
પ્રશ્ન :389 :ભોગીલાલ સાંડેસરાના સંશોધન ગ્રંથનું નામ દર્શાવો ?
1.અનુસ્મૃતિ
2.અનુષંગ
3.અનુસંધાન
4.અનુક્રમ
પ્રશ્ન: 390 : "યયાતિ" માં  શાંતિયજ્ઞ કરનાર  મુનિનું નામ જણાવો ?
1.કપિલ
2.અંગિરસ
3.વિશ્વામિત્ર
4.નારદ
પ્રશ્ન: 391: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કયો કોશ પ્રકાશિત થયો છે1.મધ્યકાલીન કથાકોશ
2.ગુજરાતી સાહિત્યકાર  કોશ
3.સાર્થ જોડણીકોશ
4.ગુજરાતી સાહિત્ય કોશ
પ્રશ્ન: 392: "નળાખ્યાન" માં દમયંતી કયા દેશની રાજકુમારી છે ?
1.નૈષધ
2.અયોધ્યા
3.વિદર્ભ
4.હસ્તિનાપુર
પ્રશ્ન :393 :રસપ્રતિતીનાં વિઘ્નોની ચર્ચા કોણે કરી છે ?
1.અભિનવગુપ્ત
2.રુદ્રટ
3.વાગ્ભટ્ટ
4.કુન્તક

પ્રશ્ન :394: મહેફિલે ફેસાને ગુયાન વાર્તાવિનોદ મંડળની સંકલ્પના ક્યાં વાર્તાકારે રજૂ કરી હતી ?
1.ગૌરીશંકર જોશી
2.રા.વિ.પાઠક
3.ત્રિભુવનદાસ લુહાર
4.ચુનીલાલ મડિયા
પ્રશ્ન: 395 :ગુજરાતીમાં "ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ" નો અનુવાદ કોણે કર્યો છે1.નગીનદાસ પારેખ
2.જયંત ખત્રી
3.જયંતિ દલાલ
4.અશોક હર્ષ

પ્રશ્ન :396 : "ધર્મધમાલફાગ"ના કર્તાનું નામ જણાવો ?
1.રાજહર્ષ
2.કીર્તિરત્નસૂરી
3.કનકકીર્તિ
4.ધર્મસુંદર
પ્રશ્ન :397: ભાલણની "કાદમ્બરી" નો પ્રકાર કયો છે ?
1.પ્રબંધ
2.પદ્યવાર્તા
3.પદમાલા
4.આખ્યાન
પ્રશ્ન: 398 :નીચેનામાંથી કઈ કૃતિ શ્રીધર વ્યાસની છે ?
1.સંદેશક રાસ
2.સદયવત્સચરિત
3.રણમલ્લ છંદ
4.પૃથ્વીચંદ્રચરિત
પ્રશ્ન :399 :નીચેનામાંથી કઈ રચના માંડણની છે?
1.પ્રબોધ પ્રકાશ
2.પ્રબોધ ચિંતામણી
3.રુકમાંગદ કથા
4.બભ્રુવાહન આખ્યાન 
પ્રશ્ન :400: નીચેનામાંથી કઈ રચના નરસિંહની નથી?
1.ચતુર ચાલીશી
2.ચાતુરી ષોડશી
3.સુરત સંગ્રામ
4.ચાતુરી છત્રીસી

  1. PART 1 :CLICK HERE
  1. PART 2 :CLICK HERE 
  1. PART 3 :CLICK HERE 
  1. PART 4 :CLICK HERE
  1. PART 5 :CLICK HERE 
  1. PART 6 :CLICK HERE 
  1. PART 7 :CLICK HERE 
  1. PART 8 :CLICK HERE  
  1. PART 9 :CLICK HERE 
  1. PART 10 :CLICK HERE 
  1. PART 11 :CLICK HERE 
  1. PART 12 :CLICK HERE  



પ્રશ્ન :401:ગાંધીયુગના ક્યા કવિને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાયું છે?
1.ઉમાશંકર જોશી
2.રા.વિ. પાઠક  
3.ઝવેરચંદ મેઘાણી
4.સુન્દરમ
પ્રશ્ન: 402 : 'યુગવંદનાકયા કવિનો કાવ્યસંગ્રહ છે ?
1.ઝવેરચંદ મેઘાણી
2.સુન્દરમ
3.ઇન્દુલાલ ગાંધી
4.ઉમાશંકર જોશી
પ્રશ્ન: 403 :કયા કાવ્યમાં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા જતા ગાંધીજીની મનોવેદના નિરૂપાઈ છે ?
1.બળતાં પાણી
2.છેલ્લો કટોરો
3.ગુજરાતનો તપસ્વી
4.બુદ્ધનાં ચક્ષુ
પ્રશ્ન :404 :જનતાને દેશભક્તિનો પાનો ચડાવતાં ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહને અંગ્રેજ સરકારે જપ્ત કર્યો હતો ?
1.યુગવંદના
2.એકતારો
3.વેણીના ફૂલ
4.સિંધુડો
પ્રશ્ન :405: ''ઘટમાં ઘોડા થનગને ,આતમ વીંઝે પાંખ..." કાવ્યપંક્તિ મેઘાણીના કયા કાવ્યની છે?
1.તરુણોનું મનોરાજ્ય
2.તલવારનો વારસદાર
3.કોઈનો લાડકવાયો
4.સૂના સમદરની પાળે
પ્રશ્ન :406: "ત્યારે હાય રે હાય તને પૃથ્વી ને પાણી તણા  કવિ !  શેણે ગીત ગમે !..." આ કાવ્યપંક્તિ કયા કવિની છે?
1.ઉમાશંકર જોશી
2.રા.વિ. પાઠક   
3.ઝવેરચંદ મેઘાણી
4.સુન્દરમ
પ્રશ્ન: 407 : "યારો ! ફનાના પંથ પર આગે કદમ !" કાવ્યપંક્તિ કયા કવિની છે? 1.ઇન્દુલાલ ગાંધી
2.ઉમાશંકર જોશી
3.સુન્દરમ
4.ઝવેરચંદ મેઘાણી
પ્રશ્ન :408 : "હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ" કાવ્યપંક્તિ કયા કવિની છે?
1.મનસુખલાલ ઝવેરી
2.ઝવેરચંદ મેઘાણી
3.સુંદરમ
4.ઉમાશંકર જોશી
પ્રશ્ન :409 :કયા કવિની કાવ્યયાત્રાને "વસુધાથી સુધા" સુધીની યાત્રા તરીકે ઓળખવામાં આવી છે?
1.સુન્દરમ
2.ઝવેરચંદ મેઘાણી
3.ઉમાશંકર જોશી
4.સ્નેહરશ્મિ
પ્રશ્ન :410 :કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ જણાવો?
1.કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો
2.કાવ્યમંગલા
3.વસુધા
4.યાત્રા
પ્રશ્ન: 411 :નીચેનામાંથી કયા કવિની કવિતા ઉપર શ્રી અરવિંદનો પ્રભાવ જોવા મળે છે?
1. ઉમાશંકર જોશી
2. રા.વિ. પાઠક
3.ઝવેરચંદ મેઘાણી
4.સુંદરમ
પ્રશ્ન :412 :"હું માનવી માનવ થાવ તો ઘણું" કાવ્ય પંક્તિ કયા કવિની છે ?
1.ઉમાશંકર જોશી
2.સુંદરમ
3.રા.વિ. પાઠક  
4.પૂજાલાલ
પ્રશ્ન: 413 : "ઘણુંક ઘણું ભાંગવુંતું ઘણ ઉઠાવ મારી ભુજા" કાવ્યપંક્તિ કયા કવિની છે ?
1.સુંદરમ
2.સ્નેહરશ્મિ
3.ઝવેરચંદ મેઘાણી
4. ઉમાશંકર જોશી
પ્રશ્ન :414: કવિ ઉમાશંકર જોશીના પ્રથમ કાવ્યગ્રંથનું નામ જણાવો?
1.નિશીથ
2.વિશ્વશાંતિ
3.ગંગોત્રી
4.અભિજ્ઞા
પ્રશ્ન: 415 : "કવિને શબ્દો શોધતા આવે" કાવ્યપંક્તિ કયા કવિની છે?
1.વેણીભાઈ પુરોહિત
2.સુંદરમ્
3.ઉમાશંકર જોશી
4.રા.વિ. પાઠક
પ્રશ્ન: 416 : "વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી" કાવ્યપંક્તિના કવિનું નામ જણાવો ?
1.પૂજાલાલ
2.કરસનદાસ માણેક
3.સુંદરમ
4.ઉમાશંકર જોશી
પ્રશ્ન :417 : "ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા" કાવ્યપંક્તિ કયા કવિની છે?
1. સુંદરમ
2.ઇન્દુલાલ ગાંધી
3.ઉમાશંકર જોશી
4.મનસુખલાલ ઝવેરી
પ્રશ્ન :418: કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યમાં વિવેચકોએ આધુનિકતાનો પ્રથમ અણસાર જોયો છે?
1.આત્માનાં ખંડેર
2.પંખીલોક
3.બળતાં પાણી
4.છિન્નભિન્ન છું
પ્રશ્ન :419: 'પોસ્ટઓફિસવાર્તામાં અલી ડોસાની પુત્રીનું નામ શું છે?
1.શબૂ
2.મરિયમ
3.ખેમી
4.લક્ષ્મી
પ્રશ્ન :420 : 'જન્મભૂમિનો ત્યાગવાર્તાના મુખ્ય પાત્રનો વ્યવસાય કયો છે?
1.ખેતી
2.પશુપાલન
3.પખાલી
4.મોચીકામ
પ્રશ્ન: 421: ધૂમકેતુની કઈ વાર્તામાં શહેરી વાતાવરણની તુલનાએ ગ્રામપ્રદેશ તરફનો પક્ષપાત સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ?
1.એક ટૂંકી મુસાફરી
2.આત્માનાં આંસુ
3.રજપૂતાણી
4.ગોવિંદનું ખેતર
પ્રશ્ન :422 :દ્વિરેફની વાર્તા 'મુકુન્દરાયમાં મુકુંદના પિતાનું નામ શું છે?
1.રઘુનાથ મહારાજ
2.રઘનાથ ભટ્ટ
3.રઘનાથ જોશી
4. કસળચંદ શેઠ
પ્રશ્ન :423: 'સરકારી નોકરીની સફળતાનો ભેદવાર્તામાં રા.વિ.પાઠકે સમાજની કઈ કુરૂઢિ પર અવળવાણીમાં તીખો પ્રહાર કર્યો છે?
1.દહેજ
2.બાળવિવાહ
3.સતીના રૂઢ આદર્શો
4.બહુપત્નીત્વ
પ્રશ્ન :424: નીચેનામાંથી કઈ વાર્તામાં દ્વિરેફે જાતીય સમસ્યાનું નિરૂપણ કર્યું છે?
1.કોદર
2.મુકુન્દરાય
3.ખેમી
4.સૌભાગ્યવતી
પ્રશ્ન: 425: દ્વિરેફની વાર્તામાં ઉલ્લેખેલ 'મહેફિલે ફેસાને ગુયાનનામના વાર્તારસિક મંડળના દરેક સભ્ય પાસે કઈ લાયકાત અપેક્ષિત હતી?
1.દરેક સભ્ય ભણેલો હોય
2.દરેક સભ્ય કવિ હોય
3.દરેક સભ્યે વાર્તા કહેવી જ પડે
4.વાર્તા દરમિયાન મૌન જાળવે
પ્રશ્ન: 426 :ઉમાશંકર જોશીની 'પગલીનો પાડનારવાર્તાના અંતે શાંતારામનું શું થયું?
1.પૌત્રનું મુખ જોઈને મૃત્યુ
2.એનાં મૃત્યુ પછી પૌત્રનો જન્મ
3.પૌત્રજન્મ સમયે જ મૃત્યુ
4.એનું અને પૌત્ર બંનેનું મૃત્યુ
પ્રશ્ન :427 : 'મારી ચંપાનો વરવાર્તામાં ચંપાની માતાનું નામ શું છે?
1.લક્ષ્મી
2.ખેમી
3.મંગુ
4.શબૂ
પ્રશ્ન: 428 :સુન્દરમની કઈ વાર્તામાં રોગિષ્ટકામુક ,વૃદ્ધ પતિને પરણેલી યુવતીની "મધુરજનીનો" પ્રસંગ કેન્દ્રમાં છે?
1.નાગરિકા
2.નારસિંહ
3.ખોલકી
4.મીનપિયાસી
પ્રશ્ન :429: સુન્દરમની 'માજા વેલાનું મૃત્યુવાર્તામાં માજા વેલા માટે વનો કઈ વાનગી ઉઠાવી લાવે છે?
1.સુતરફેણી
2.જલેબી
3.આઈસ્ક્રીમ
4.બરફી
પ્રશ્ન :430 : 'માને ખોળેવાર્તામાં કઈ બાબત શબૂના મૃત્યુનું કારણ બને છે?
1.શબૂની આળસ
2.શબૂનુ સગર્ભા હોવુ
3.શબૂનો વતનપ્રેમ
4.શબૂનો ગુસ્સો
પ્રશ્ન :431 :ચુનીલાલ મડિયાની કઈ વાર્તામાં પ્રાણીને કેન્દ્રમાં રાખીને જાતીય વૃત્તિનું વસ્તુ રજૂ થયું છે ?
1.કમાઉ દીકરો
2.વાની મારી કોયલ
3. અંત:સ્રોતા
4.અસલ એનેમલની કીટલી
પ્રશ્ન: 432 :કનૈયાલાલ માણેકલાલ મુનશીના નવલિકાસંગ્રહનું નામ જણાવો?1.ઘુઘવતા પૂર
2.મારી કમલા અને બીજી વાતો
3.ખરા બપોર
4.અવશેષ
પ્રશ્ન :433: "લગને લગને કુંવારા લાલ !" વાર્તાના લેખકનું નામ જણાવો?
1.ધનસુખલાલ મહેતા
2.રણજિતરામ મહેતા
3.કનૈયાલાલ મુનશી
4.લીલાવતી મુનશી
પ્રશ્ન: 434: 'તણખા મંડળ'- ભાગ-૧ નું પ્રકાશન વર્ષ જણાવો?
1.ઈ.સ.1935
2.ઈ.સ.1926
3.ઈ.સ.1932
4.ઈ.સ.1928
પ્રશ્ન :435: 'અવશેષવાર્તાસંગ્રહના લેખકનું નામ આપો?
1.ધૂમકેતુ
2.સુન્દરમ
3.રા.વિ.પાઠક
4.કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન: 436 :નીચેનામાંથી કયો વાર્તાસંગ્રહ ધૂમકેતુનો નથી?
1.તણખામંડળ- ૪
2.છેલ્લો ઝબકારો
3.ત્રિભેટો
4.છેલ્લો ફાલ
પ્રશ્ન: 437: ક્યાં વાર્તાકાર પાસેથી મનોવૈજ્ઞાનિક અને બુદ્ધિપ્રદાન અભિગમ ધરાવતી વાર્તાઓ મળી છે ?
1.ધૂમકેતુ
2.ઈશ્વર પેટલીકર
3.સ્નેહરશ્મિ
4.દ્વિરેફ
પ્રશ્ન: 438 :નીચેના પૈકી કયો નવલિકાસંગ્રહ સ્નેહરશ્મિનો નથી ?
1.તૂટેલા તાર
2.ગાતા આસોપાલવ
3.વાત્રકને કાંઠે
4.સ્વર્ગ અને પૃથ્વી
પ્રશ્ન :439 :ગાંધીયુગના  કયા સર્જક ભાવનાશીલ વાર્તાકાર તરીકે જાણીતા છે?
1.રા.વિ. પાઠક  
2.પન્નાલાલ પટેલ
3.ઝવેરચંદ મેઘાણી
4.ધૂમકેતુ
પ્રશ્ન: 440 :ઉમાશંકર જોશીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ જણાવો ?
1.ત્રણ અડધું બે
2.અંતરાય
3.વિસામો
4.શ્રાવણી મેળો
પ્રશ્ન: 441: સુન્દરમના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ જણાવો ?
1.ઉન્નયન
2.હીરાકણી અને બીજી વાતો
3.ખોલકી અને નાગરિકા
4.પિયાસી
પ્રશ્ન: 442: 'વાત્રકને કાંઠેવાર્તા ક્યાં વાર્તાકારની છે ?
1.ચુનીલાલ મડીયા
2.પન્નાલાલ પટેલ
3.ઈશ્વર પેટલીકર
4.પીતાંબર પટેલ
પ્રશ્ન: 443 :નીચેના પૈકી ચુનીલાલ મડિયાનો વાર્તાસંગ્રહ કર્યો છે ?
1.પારસમણી
2.સાચા શમણાં
3.ઘુઘવતા પૂર
4.વગડાના ફુલ
પ્રશ્ન: 444 : 'શરણાઈના સૂરવાર્તાના સર્જકનું નામ જણાવો?
1.ઈશ્વર પેટલીકર
2.પન્નાલાલ પટેલ
3.ચુનીલાલ મડિયા
4.સુન્દરમ
પ્રશ્ન: 445 : 'લોહીની સગાઈવાર્તાસંગ્રહ કોણે આપ્યો છે ?
1.પન્નાલાલ પટેલ
2.ઈશ્વર પેટલીકર
3.ઉમાશંકર જોશી
4.સુંદરમ
પ્રશ્ન: 446: ગુલાબદાસ બ્રોકરના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ જણાવો ?
1.ઊભી વાટે
2.સૂર્યા
3.લતા અને બીજી વાતો
4.માણસના મન
પ્રશ્ન :447 :એલેક્ઝાન્ડર ડૂમાનો પ્રભાવ ઝીલી ગુજરાતી ભાષામાં નવલકથાઓ લખનાર સાહિત્યકારનું નામ જણાવો?
1.પન્નાલાલ પટેલ
2.ચુનીલાલ મડિયા
3.કનૈયાલાલ મુનશી
4.ધૂમકેતુ
પ્રશ્ન :448 :મૃણાલ- મુજની પ્રણયકથા કનૈયાલાલ મુનશીની કઇ ઐતિહાસિક નવલકથામાં નિરૂપાઈ છે?
1.પાટણની પ્રભુતા
2.જય સોમનાથ
3.ગુજરાતનો નાથ
4.પૃથ્વીવલ્લભ
પ્રશ્ન: 449 :કનૈયાલાલ મુનશીની કઇ નવલકથા સામાજિક કથાવસ્તુ પર આધારિત છે?
1.ભગવાન કૌટિલ્ય
2.લોપામુદ્રા: ખંડ-1
3.વેરની વસુલાત
4.ભગ્ન પાદુકા
પ્રશ્ન :450: કનૈયાલાલ મુનશીની પૌરાણિક નવલકથા 'કૃષ્ણાવતાર'ના કુલ કેટલા ભાગ છે?
1.
2.સાત
3.આઠ
4.બાર
પ્રશ્ન 451 ભીમદેવ અને ચૌલાની પ્રણયકથા મુનશીની કઇ નવલકથામાં નિરૂપાઈ છે?
1.જય સોમનાથ
2.રાજાધિરાજ
3.ગુજરાતનો નાથ
4.પાટણની પ્રભુતા
પ્રશ્ન: 452 :નીચેનામાંથી ક્યા યુગલનો પ્રણય 'ગુજરાતનો નાથ'  નવલકથામાં નિરૂપાયો છે?
1.મુંજ -મૃણાલ
2.હંસા- દેવપ્રસાદ
3.મીનળ- મુંજાલ
4.કાક -મંજરી
પ્રશ્ન: 453 : 'યુગમુર્તિ વાર્તાકારનું બિરુદ પામેલા નવલકથાકારનું નામ જણાવો?
1.ઝવેરચંદ મેઘાણી
2.કનૈયાલાલ મુનશી
3.રમણલાલ વ. દેસાઈ
4.ધૂમકેતુ
પ્રશ્ન: 454: 'દિવ્યચક્ષુનવલકથાના નાયકનું નામ જણાવો ?
1.અરુણ
2.સત્યકામ
3.વીરસુત
3.કાનજી
પ્રશ્ન: 455 :ઈ.સ.૧૮૫૭ના વિપ્લવની ઘટના રમણલાલ વ. દેસાઈની કઈ નવલકથાની કથા- સામગ્રી બનવા પામી છે
1.કોકિલા
2.ગ્રામ લક્ષ્મી- ભાગ ૧ થી ૪
3.ભારેલો અગ્નિ
4.દિવ્યચક્ષુ
પ્રશ્ન: 456 : 'ધીમુ અને વિભાનવલકથાના લેખક કોણ છે?
1.ઈશ્વર પેટલીકર
2.જયંતિ દલાલ
3.ર.વ. દેસાઈ  
4.ઝવેરચંદ મેઘાણી
પ્રશ્ન: 457 :જયંતિ દલાલ રચિત 'ધીમુ અને વિભાનવલકથાના કયા નારીપાત્રનું અવસાન થાય છે?
1.વિભા
2.કંચન
3.ઝમકુ
4.ચંદા
પ્રશ્ન: 458: 'પાદરના તીરથનવલકથાને અંતે જગદીશનું શું થાય છે ?
1.લાંચ આપીને છૂટે છે.
2.માફી માગીને છૂટે છે.
3.ફોજદાર કેદી તરીકે લઈ જાય છે.
4.ફોજદાર છોડી મૂકે છે.
પ્રશ્ન :459 :કાળુ- રાજુના આગળ વધતા સંસારની કથા પન્નાલાલની કઈ નવલકથામાં કહેવાઈ છે?
1.ભાંગ્યાના ભેરુ
2.ઘમ્મર વલોણું
3.વળામણા
4.મળેલા જીવ
પ્રશ્ન: 460 :ઝમકુ નામની કન્યાને પરણાવતા મનોરદા મુખીની કથા પન્નાલાલે કઇ કૃતિમાં આલેખી છે ?
1.માનવીની ભવાઈ
2.વળામણા
3.ભાંગ્યાના ભેરુ
4.મળેલા જીવ
પ્રશ્ન :461: કાનજી અને જીવી એ પન્નાલાલ પટેલની કઇ નવલકથાનું પાત્ર યુગ્મ છે ?
1.માનવીની ભવાઈ
2.વળામણા
3.ભાંગ્યાના ભેરુ
4.મળેલા જીવ
પ્રશ્ન: 463: પન્નાલાલ પટેલની કઇ નવલકથામાં છપ્પનિયા દુકાળનું દારૂણ ચિત્ર નિરૂપાયું છે?
1.મળેલા જીવ
2.માનવીની ભવાઈ
3.ભાંગ્યાના ભેરું
4.ઘમ્મર વલોણું
પ્રશ્ન: 464: 'ઝેર તો પીધા છે જાણી જાણીનવલકથા કેટલા ભાગમાં લખાયેલી છે?
1.એક
2.બે
3.ત્રણ 
4.ચાર
પ્રશ્ન :465: નીચેનામાંથી કયું પાત્રયુગ્મ ઈશ્વર પેટલીકરની 'જન્મટીપનવલકથાનું છે?
1.કાળુ-રાજુ
2.ચંદા-ભીમો
3.કાનજી-જીવી
4.રૂપા-વીરાજી
પ્રશ્ન :466: નીચેનામાંથી કઈ નવલકથાના લેખક પીતાંબર પટેલ છે ?
1.જન્મટીપ
2.બાવડાના બળે
3.તુલસીક્યારો
4.ખેતરને ખોળે
પ્રશ્ન :467: 'વ્યાજનો વારસનવલકથાના લેખકનું નામ જણાવો ?
1.ચુનીલાલ મડિયા
2.ચુનીલાલ વ.શાહ 
3.પુષ્કર ચંદરવાકર
4.પીતાંબર પટેલ
પ્રશ્ન: 468:રાજકીય કાવાદાવાઓનો માર્મિક ઉપહાસ કરતી ચુનીલાલ મડીયાની નવલકથાનું નામ જણાવો?
1.વ્યાજનો વારસ
2.પાવકજ્વાળા
3.સધરા જેસંગનો સાળો- ભાગ-૧,
4.લીલુડી ધરતી: ભાગ-૧,
પ્રશ્ન: 469 : 'આભ રુવે એની નવલખ ધારેનવલકથાના લેખક કોણ છે ?
1.યશોધર મહેતા
2.શિવકુમાર જોશી
3.કિશનસિંહ ચાવડા
4.પીતાંબર પટેલ
પ્રશ્ન: 470: 'સરી જતી રેતીનવલકથાના લેખકનું નામ જણાવો?
1.ધનસુખલાલ મહેતા
2.કિશનસિંહ ચાવડા
3.યશોધર મહેતા
4.ચંદ્રવદન મહેતા
પ્રશ્ન: 471: 'દર્શક'ની કઈ નવલકથાનું કથાનક ગણરાજ્યો પર આધારિત છે?
1.દીપનિર્વાણ
2.બંધન અને મુક્તિ
3.કુરુક્ષેત્ર
4.ઝેર તો પીધા છે જાણી જાણી
પ્રશ્ન :472 :"...એણે આંખો બંધ કરીકારણકે રૂપ સંગીતની આડે આવતું હતું." આ વાક્ય 'દર્શક'ની કઇ જાણીતી નવલકથાનું છે?
1.બંધન અને મુક્તિ
2.દીપનિર્વાણ
3.સોક્રેટીસ
4.કુરુક્ષેત્ર
પ્રશ્ન: 473: જન્માષ્ટમીના મેળાથી શરૂ થતી નવલકથા 'મળેલા જીવ'નો અંત ક્યાં મેળામાં આવે છે ?
1.જન્માષ્ટમીના મેળામાં
2.કાર્તકી પૂનમના મેળામાં
3.વૌઠાના મેળામાં
4.તરણેતરના મેળામાં
પ્રશ્ન: 474 :પન્નાલાલ પટેલની 'માનવીની ભવાઈનવલકથાને 'ખેતી અને પ્રીતિના મહાકાવ્યતરીકે કોણે ઓળખાવી છે?1.દર્શક
2.ઝવેરચંદ મેઘાણી
3.ઉશનસ્
4.સુન્દરમ
પ્રશ્ન: 475 :નીચેના પૈકી કઇ નવલકથા ઈશ્વર પેટલીકરની છે ?
1. તરણા ઓથે ડુંગર
2.કળિયુગની એંધાણી
3.વેવિશાળ
4.ધરતીનો ધબકાર
પ્રશ્ન: 476: 'જન્મભૂમિદૈનિકમાં શ્રી ચુનીલાલ મડિયાની કઈ નવલકથા હપ્તાવાર પ્રગટ થઈ હતી ?
1.લીલુડી ધરતી
2.વેળાવેળાની છાંયડી
3.વ્યાજનો વારસ
4.કુમકુમ અને આશકા
પ્રશ્ન: 477: 'અમે બધા'નવલકથાના જ્યોતીન્દ્ર દવે ઉપરાંત બીજા લેખક કોણ છે?
1.ગુલાબદાસ બ્રોકર
2.ધનસુખલાલ મહેતા
3.યશોધર મહેતા
4.કિશનસિંહ ચાવડા
પ્રશ્ન: 478 :નીચેના પૈકી કઇ નવલકથા હરીન્દ્ર દવેની નથી?
1.અનિકેત
2.અનાગત
3.અગનપંખી
4.માધવ ક્યાંય નથી
પ્રશ્ન :479 :ર.વ દેસાઈએ ક્યા પ્રકારની નવલકથાઓ સવિશેષ લખી છે?
1.ઐતિહાસિક
2.સામાજિક
3.પૌરાણિક
4.પ્રાદેશિક
પ્રશ્ન :480 :નીચેનામાંથી કઈ નવલકથા ર.વ.દેસાઈની નથી?
1.શિરીષ
2.દિવ્યચક્ષુ
3.સત્યની શોધમાં
4.હૃદયવિભૂતિ
પ્રશ્ન: 481: 'જીગર અને અમી'- ભાગ-1, ભાગ-2 નવલકથાના લેખક કોણ છે?
1.ચુનીલાલ મડિયા
2.ચુનીલાલ વર્ધમાન શાહ
3.ગુણવંતરાય આચાર્ય
4.પન્નાલાલ પટેલ
પ્રશ્ન :482 :જૈન ધર્મકથામાંથી વસ્તુ લઈ નવલકથા લખનાર સર્જકનું નામ જણાવો?1.પુષ્કર ચંદરવાકર
2.જયભિખ્ખુ
3.ધૂમકેતુ
4.ર.વ.દેસાઈ
પ્રશ્ન: 483: 'પારકા જણ્યાક્યાં કવિની એકમાત્ર નવલકથા છે?
1.ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
2.ઉમાશંકર જેઠાલાલ જોશી
3.સુન્દરમ
4.સ્નેહરશ્મિ
પ્રશ્ન :484 :પન્નાલાલ પટેલની નવલકથાકાર તરીકેની પ્રતિભા સવિશેષપણે કયા પ્રકારની નવલકથાઓમાં પ્રગટી છે?
1.ઐતિહાસિક
2.પૌરાણિક
3.રાજકીય
4.જાનપદી
પ્રશ્ન: 485: ભાલ નળકાંઠાનાં ગ્રામચિત્રો ક્યા લેખકની નવલકથાઓમાં ઝિલાયા છે?
1.પીતાંબર પટેલ
2.પન્નાલાલ પટેલ
3.પુષ્કર ચંદરવાકર
4.ઈશ્વર પેટલીકર
પ્રશ્ન: 486 :નીચેનામાંથી કઈ નવલકથા ગુણવંતરાય આચાર્યની સાગરકથા નથી?
1.દરિયાલાલ
2.સેનાપતિ
3.સરફરોશ
4.હાજી કાસમ તારી વીજળી
પ્રશ્ન :487 : 'કાકાની શશીઅને 'ધૃવસ્વામિની દેવીના લેખકનું નામ જણાવો ?
1.રમણલાલ વ. દેસાઈ
2.કનૈયાલાલ માણેકલાલ મુનશી
3.પન્નાલાલ પટેલ
4.ચં. ચી. મહેતા
પ્રશ્ન :488 : કનૈયાલાલ માણેકલાલ મુનશીના એકમાત્ર ઐતિહાસિક નાટકનું નામ જણાવો ?
1.અવિભક્ત આત્મા
2.ધૃવસ્વામિની દેવી
3.કાકાની શશી
4.પુરંદર પરાજય
પ્રશ્ન :489: ક.મા.મુનશીના નાટક 'કાકાની શશી'નું વિષયવસ્તુ કેવા પ્રકારનું છે?
1.ઐતિહાસિક
2.સામાજિક
3.ધાર્મિક
4.પૌરાણિક
પ્રશ્ન: 490 : 'આગગાડીઅને 'ધરાગુર્જરીનાટકકૃતિઓના લેખકનું નામ જણાવો ?
1.ચં. ચી. મહેતા
2.ધનસુખલાલ મહેતા
3.જયંતિ દલાલ
4.કનૈયાલાલ મુનશી
પ્રશ્ન :491: ચંદ્રવદન મહેતાએ પોતાના રેલજીવનના અનુભવો ક્યાં નાટક દ્વારા અભિવ્યક્ત કર્યા છે ?
1.ધરાગુર્જરી
2.આગગાડી
3.કન્યાવિદાય
4.કપૂરનો દીવો
પ્રશ્ન :492 :ભવાઈશૈલીનું 'હોહોલિકાનાટક ક્યાં નાટ્યકારના શ્રેષ્ઠ પ્રહસન તરીકે ઓળખાય છે?
1.ચુનીલાલ મડિયા
2.ગુલાબદાસ બ્રોકર
3.ધનસુખલાલ મહેતા
4.ચં.ચી.મહેતા
પ્રશ્ન :493 :રસિકલાલ પરીખનું 'શર્વિલકનાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે ?
1.સ્વપ્નવાસવદતમ
2.પ્રતિજ્ઞાયૌગંધરાયણ
3.મૃચ્છકટિકમ
4.વેણીસંહાર
પ્રશ્ન :494: ક્યાં નાટ્યકારના 'બ્રહ્મચર્યાશ્રમનાટકમાં એકાંકીના લક્ષણો પ્રગટ થતાં જણાય છે?
1.ર.વ.દેસાઈ
2.જયંતિ દલાલ
3.કનૈયાલાલ મુનશી
4.પન્નાલાલ પટેલ
પ્રશ્ન: 495 :નીચેનામાંથી ક્યાં નાટકના લેખક ચં.ચી.મહેતા નથી?
1.અખો
2.ધારાસભા
3.દેડકાની પાંચશેરી
4.જવનિકા
પ્રશ્ન: 496 :'મોરના ઈંડાનાટકના લેખકનું નામ જણાવો ?
1.જયંતિ દલાલ
2.ચં.ચી.મહેતા
3.કૃષ્ણલાલ શ્રીધરાણી
4.શિવકુમાર જોશી
પ્રશ્ન :497 :નીચેનામાંથી ક્યાં નાટકના લેખક કૃષ્ણલાલ શ્રીધરાણી નથી ?
1.વડલો
2.પિયો ગોરી
3.પદ્મિની
4.ધરાગુર્જરી
પ્રશ્ન :498 :'સાપના ભારાએકાંકીસંગ્રહ ક્યાં સાહિત્યકાર પાસેથી પ્રાપ્ત થયો છે?
1.કૃષ્ણલાલ શ્રીધરાણી
2.ઉમાશંકર જેઠાલાલ જોશી
3.યશવંત પંડ્યા
4.કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન: 499 :'સોયનું નાકુંનાટકના લેખકનું નામ જણાવો ?
1.જયંતિ દલાલ
2 જ્યોતીન્દ્ર દવે
3.ચં.ચી મહેતા
4.ર.વ.દેસાઈ
પ્રશ્ન:500: મૌલિક તેમજ અનુદિત નાટકોને સમાવતા 'કુલાગાર અને બીજી કૃતિઓનાટ્યસંગ્રહના લેખકનું નામ જણાવો?
1.કનૈયાલાલ માણેકલાલ મુનશી
2.રામનારાયણ વિશ્વનાથ પાઠક
3.ર.વ.દેસાઈ
4.જયંતિ દલાલ



QUESTION 1 TO 500 :

  1. PART 1 :CLICK HERE
  1. PART 2 :CLICK HERE 
  1. PART 3 :CLICK HERE 
  1. PART 4 :CLICK HERE
  1. PART 5 :CLICK HERE 
  1. PART 6 :CLICK HERE 
  1. PART 7 :CLICK HERE 
  1. PART 8 :CLICK HERE  
  1. PART 9 :CLICK HERE 
  1. PART 10 :CLICK HERE 
  1. PART 11 :CLICK HERE 
  1. PART 12 :CLICK HERE  












No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !