BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Monday, May 11, 2020

science standard 6th ch.1 full information|| ધોરણ 6 વિજ્ઞાન:ખોરાક: ક્યાંથી મળે છે? ||Food :Where Does It Come From? ||

Jidiya Sanjay ,create a blog


Food :Where Does It Come From?

 ||science standard 6th ch.1 full information||

પ્રકરણ:1: ખોરાક ક્યાંથી મળે છે?


1.પ્રકરણની સમજૂતી :Click Here
2.સ્વાધ્યાય :Click Here
3.મહત્ત્વના પ્રશ્નો :Click Here

1.પ્રકરણની સમજૂતી

1.1 ખોરાકની વિવિધતા (food veriety)



  • ખોરાકમાં ખુબજ વિવિધતા જોવા મળે છે. કોઈપણ વાનગી બનાવવા માટે ઘણી સામગ્રીની જરૂર પડે છે.
  • અંહી કેટલીક વાનગી અને તે બનાવવા માટે જરૂર પડતી સામગ્રી આપી છે.
  • રોટલી – લોટ, પાણી
  • દાળ – કઠોળ, પાણી, મીઠું, તેલ, મસાલા
  • રીંગણનું શાક – રીંગણ, મીઠું, મસાલા, તેલ
  • ઈડલી – ચોખા, અડદ -, દાળ, ખાવાનો સોડા, મીઠું, પાણી, છાશ
  • ચિકન કરી – મરઘી, મસાલા, તેલ/ઘી, પાણી
  • ખીર – દૂધ, ચોખા, ખાંડ
  • આમ બધા ખોરાક મા વિવિધતા છે.
  • મનુષ્ય ના ખોરાક માં વિવિધતા, પ્રાણીઓના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે

1.2 ખોરાક સામગ્રી અને સ્રોત

  • ખોરાક જેમાંથી મળે છે તેને ખોરાકના સ્રોત કહેવાય છે.
  • દા.ત. વનસ્પતિ અને પ્રાણી( મુખ્ય સ્રોતો)
  • વનસ્પતિ: અનાજ(ધાન્ય), કઠોળ, શાકભાજી, ફળો,તેલ
  • પ્રાણી:  ઈંડા, માસ,દૂધ, મરઘી, જિંગા, માછલી, છાશ, ઘી
  • કેટલાક ઘટકો અને સ્રોત
  • ચોખા – વનસ્પતિ
  • ઘઉં – વનસ્પતિ
  • મરઘી – પ્રાણી
  • ચોખા – વનસ્પતિ
  • દૂધ – પ્રાણી

1.3 ખોરાક તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશો

વનસ્પતિના ભાગ – પર્ણ, પ્રકાંડ, ફળ, ફૂલ(પુષ્પ),મૂળ,બીજ

  • રીંગણ – ફળ
  • મરચા – ફળ
  • તેલ – બીજ
  • મગ – બીજ
  • આમલી - ફળ
  • ચણા – બીજ
  • ફલાવર – પુષ્પ
  • કોથમીર – પર્ણ
  • સરગવો – ફળ
  • મેથી – પર્ણ
  • ગાજર, શક્કરિયા, મૂળો – મૂળ
  • ડુંગળી – પર્ણ, ફળ

એવી વનસ્પતિ કે જેના એક કરતા વધુ ભાગો ખોરાક માટે વપરાતા હોય.


  • ડુંગળી – પર્ણ, ફળ
  • સરગવો – પર્ણ, ફળ
  • લસણ – પર્ણ, ફળ
  • મૂળો – મૂળ, પર્ણ
  • લીમડો – પર્ણ, ફળ
  • આંબો – બીજ, ફળ

ફણગાવેલા મગ કે ચણા

  • - સૌ પ્રથમ સૂકા મગ કે ચણાના બીજ લો. તેને પાણી ભરેલા પાત્રમાં મુકી એક દિવસ રહેવા દો. બીજા દિવસે મગને ભીના કાપડમાં વીંટાળી ને રહેવા દો. પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટી છે!

મધમાખી મધ કઈ રીતે બનાવે છે?

  • - મધમાખીઓ પુષ્પો પર કરે મધુરસ એકઠો કરે છે.તેને મધમાં ફેરવે છે. અને મધપૂડામાં એકઠો કરે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ આ મધુ રસ મળે છે અને તે મધપૂડા માં મધમાખી આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા એકઠો કરે છે.

1.4 પ્રાણીઓ શું ખાય છે?

  • પ્રાણીઓના ખોરાક ના આધારે ત્રણ પ્રકાર છે.
  • તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી
  • તૃણાહારી – જે વનસ્પતિ ને ખોરાક તરીકે લે છે તે
  • માંસાહારી – જે પ્રાણીઓ ખોરાક તરીકે લે છે તે
  • મિશ્રાહારી – જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણી બંને બંને ખાય છે તેને મિષ્રાહારી કહે છે.
  • તૃણાહારી -  ભેંસ, ઉંદર, ગાય, પતંગિયું, સસલું, ખિસકોલી, બકરી, કબૂતર, ઊંટ, હાથી,  જિરાફ, હરણ, વાંદરો
  • માંસાહારી – સિંહ, વાઘ, કાંચિડો, સાપ, ગરોળી, દેડકો, કરોળિયો, મગર, બાજ, દીપડો, ઘુવડ, સમડી
  • મીશ્રાહારી – મનુષ્ય, ચકલી, કાગડો, કૂતરો, બિલાડી, રીંછ


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇


2.સ્વાધ્યાય

1. એવું લાગે છે કે, દરેક સજીવને સમાન ખોરાકની જરૂરીયાત હોય છે?
ના, દરેક સજીવને સમાન ખોરાકની જરૂરીયાત હોતી નથી. બધા સજીવો સમાન ખોરાક ખાતા નથી.
2. ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગો ના નામ આપો.

રીંગણ – ફળ
મરચા – ફળ
તેલ – બીજ
મગ – બીજ
આમલી - ફળ
ચણા – બીજ
ફલાવર – પુષ્પ
કોથમીર – પર્ણ
સરગવો – ફળ
મેથી – પર્ણ
ગાજર, શક્કરિયા, મૂળો – મૂળ
ડુંગળી – પર્ણ,
3. કોલમ A માં આપેલી બાબતોને કોલમ B સાથે જોડો
- દૂધ, દહી, પનીર, ઘી – બધી જ પ્રાણીજ પેદાશો છે.
- પાલક, ફૂલેવર, ગાજર- શાકભાજી છે.
- સિંહ અને વાઘ - બીજા પ્રાણીઓને ખાય છે.
- તૃણાહારી - વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે.


4. આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો.
- વાઘ માત્ર માસ ખાય છે માટે તે ……….. છે.
માંસાહારી
- હરણ માત્ર વનસ્પતિ પેદાશ ખાય છે માટે તે……. છે.
 તૃણાહારી
- પોપટ ફક્ત …….. ની પેદાશ ખાય છે.
વનસ્પતિ
- આપણે જે …… પીએ છીએ , જે ગાય ભેંસ અને બકરીમાથી મળે છે, તે પ્રાણીજ પેદાશ છે.
દૂધ
- ખાંડ આપણને ….. માંથી મળે છે.
વનસ્પતિ ( શેરડી )



નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





3. મહત્વના પ્રશ્નો 
1. ભાત રાંધવા માટે કઈ સામગ્રી જરૂરી છે?
ચોખા અને પાણી
2. બટાટા ના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે?
પ્રકાંડ
3. મૂળા ના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે?
મૂળ
4. સસલું કયા પ્રકારનું પ્રાણી છે?
તૃણાહારી
5. કાચિડો કયા પ્રકારનું પ્રાણી છે?
માસાહારી
6. વનસ્પતિ પેદાશ નથી અને પ્રાણીજ પેદાશ નથી તેવો પદાર્થ કયો છે?
મીઠું
7. મસાલા કઈ પેદાશ છે?
વનસ્પતિ
8. મધ કઈ પેદાશ છે?
પ્રાણી
9. ધાન્ય ના ચાર નામ આપો.
ઘઉં, ચોખા, બાજરી, જુવાર
10. તેલ કઈ પેદાશ છે?
વનસ્પતિ


11. આપણા ખોરાક ના મુખ્ય સ્ત્રોત કયા કયા છે?
વનસ્પતિ અને પ્રાણી
12. રાંધ્યા વિના કાચા ખાઈ શકાય તેવા પદાર્થો ના નામ જણાવો.
ટામેટા, કોબીજ ,ગાજર ,મૂળો, બદામ ,કાજુ,  સફરજન, મોસંબી,
13. તૃણાહારી પ્રાણી કોને કહે છે?
જે પ્રાણીઓ વનસ્પતિ ખાય છે તેમને
14. માંસાહારી પ્રાણીઓ કોને કહે છે?
જે પ્રાણીઓ અન્ય પ્રાણીઓને ખાય છે તેને
15. તૃણાહારી , મિશ્રાહારી અને માંસાહારી પ્રાણીઓનું ઉદાહરણો લખો.
- ઉંદર – તૃણાહારી
- ગરોળી – માંસાહારી
- બિલાડી – મિશ્રાહારી
- કાંચિડો – માસાહારી
- ખિસકોલી – તૃણાહારી
- રીંછ – મિશ્રાહારિ
- હાથી – તૃણાહારી
- ચકલી – મીશ્રાહારી
- કબૂતર – તૃણાહારી
- માણસ – મીશ્રાહારી
16. વનસ્પતિના ક્યાં ક્યા ભાગ ઉપયોગી છે?
- મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બીજ
17. મૂળ ખોરાક તરીકે લઈ શકાય તેવી વનસ્પતિ કઈ કઈ છે?
- મૂળો, ગાજર, શકકરિયું, બીટ
18. પર્ણ નો  ખોરાક તરીકે ઉપયોગ કઈ વનસ્પતિમાં થાય છે?
- કોથમીર, લીમડો, મૂળો, પાલક
19. પ્રકાંડ નો ખોરાક તરીકે ઉપયોગ કરે વનસ્પતિમાં થાય છે?
- બટાટા, હળદર, આદુ
20. નીચેનામાંથી પ્રાણી જ પેદાશ કઈ છે?
A  ઈંડા B મીઠું C રોટલી D દાળભાત
21. નીચેનામાંથી વનસ્પતિ જ પેદાશ કઈ છે?
- A ચિકન કરી B  ઈંડા C દૂધ D દાળ

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



1.પ્રકરણની સમજૂતી :Click Here
2.સ્વાધ્યાય :Click Here
3.મહત્ત્વના પ્રશ્નો :Click Here

નમસ્તે મિત્રો ,આવી  અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !