ગુજરાતી સાહિત્યનો વેદાંતી કવિ આખો
અખા રહિયાદાસ સોની/અખા ભગત અથવા અખો
જન્મ :જેતલપુર, આશરે – ૧૫૯૧(જિ.અમદાવાદ)
અવસાન : આશરે ૧૬૫૬(અમદાવાદ)
વ્યવસાય :જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા.
તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે.
તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.
અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો.
આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.
તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો.
તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે.
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.
અખાના છપ્પા
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે.
જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.
1)દોષનિવારક અંગવર્ગ 2)ગુણગ્રાહક અંગવર્ગ 3)સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ અને 4)ફલપ્રતિપાદક અંગવર્ગ
1)દોષનિવારક અંગવર્ગ
વેષનિંદા અંગ
આભડછેટનિંદા અંગ
શ્થુળદોષ અંગ
પ્રપંચ અંગ
ચાનક અંગ
સુક્ષ્મદોષ અંગ
ભાષા અંગ
ખળજ્ઞાની અંગ
જડભક્તિ અંગ
સગુણભક્તિ અંગ
દંભભક્તિ અંગ
જ્ઞાનદગ્ધ અંગ
દશવિધજ્ઞાની અંગ
વિભ્રમ અંગ
કુટફળ અંગ
2)ગુણગ્રાહક અંગવર્ગ
ગુરુ અંગ
સહજ અંગ
કવિ અંગ
વૈરાગ્ય અંગ
વિચાર અંગ
ક્ષમા અંગ
તીર્થ અંગ
સ્વાતીત અંગ
ચેતના અંગ
કૃપા અંગ
ધીરજ અંગ
ભક્તિ અંગ
સંત અંગ
3)સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ
માયા અંગ
સૂઝ અંગ
મહાલક્ષ અંગ
વિશ્વરૂપ અંગ
સ્વભાવ અંગ
જ્ઞાની અંગ
જીવ ઇશ્વર અંગ
આત્મલક્ષ અંગ
વેષવિચાર અંગ
જીવ અંગ
વેદ અંગ
અજ્ઞાન અંગ
મુક્તિ અંગ
આત્મા અંગ
4)ફલપ્રતિપાદક અંગવર્ગ
પ્રાપ્તિ અંગ
પ્રતીતિ અંગ
જાણીતી રચનાઓ
પંચીકરણ
અખેગીતા
ચિત્ત વિચાર સંવાદ
ગુરૂ શિષ્ય સંવાદ
અનુભવ બિંદુ
બ્રહ્મલીલા
કૈવલ્યગીતા
સંતપ્રિયા
અખાના છપ્પા
અખાના પદ
અખાજીના સોરઠા
અખાના છપ્પાનો અભ્યાસ
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.
જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;
અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;
ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.
આંધળો સસરો ને સણગટ(ઘુંઘટમાં) વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;
કહ્યું કાંઇને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘશ્યું;
ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !