મહારાણા પ્રતાપ
Maharana Pratap
|| Bharat ka veer putra Maharana Pratap ||
જન્મ: ૯ મે , ૧૫૪૦ (જેઠ સુદ ત્રીજ)
જન્મ સ્થળ:કુંભલગઢ, જુની કચેરી, પાલી, રાજસ્થાન
અવસાન: ૨૯ જાન્યુઆરી, ૧૫૯૭
પિતાનું નામ :મહારાણા ઉદય સિંહ (દ્વિતીય )
માતાનું નામ :મહારાણી જીવંત બાઈ
ધર્મ:હિંદુ
વંશ/ખાનદાન:સૂર્યવંશી,રાજપુત
મહારાણા પ્રતાપ વ્યક્તિ વિશેષ
એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે.
મહારાણા પ્રતાપ મેવાડના રાજા અને એક વીર યોદ્ધા હતા કે જેમણે ક્યારેય અકબરની આધિનતા સ્વીકારી નહોતી
મહારાણા પ્રતાપ ના નામથી જ આજે આખું ચિત્તોડ ઓળખાય છે.તે ઉપરાંત મેવાડ ,રાજસ્થાન અને અખંડ ભારત એમની હિંમત પર નાઝ કરે છે.
કહેવાય છે કે જે માણસ ચિત્તોડ માટે લડ્યો કે પછી ક્યારેય તે ચિત્તોડ ગયો જ નથી આવો માણસ એટલે મહારાણા પ્રતાપ.
કર્નલ ટોડે રાણા પ્રતાપને જ મહારાણા પ્રતાપ કહ્યો છે . જે ખરેખર સાચું છે પ્રતાપ બે તલવારો રાખતો હતો એનું કારણ એ છે કે એ દુશ્મનને સ્વબચાવની એક તક આપવામાં માનતો હતો એ દુશ્મનને ક્યારેય નીહથ્થો મારવામાં નહોતો માનતો.
કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ રાજસ્થાનના એક અદ્ભુત કિલ્લા-કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.
તેમના પિતાનું નામ મહારાણા ઉદયસિંહ દ્વિતીય હતું અને માતાનું નામ મહારાણી જીવંત કવર (જયવંત બાઈ) હતું.
મહારાણા પ્રતાપ ઉદય પુરના સ્થાપક ઉદયસિંહ દ્વિતીય અને મહારાણી જીવંત બાઈ ના જયેષ્ઠ પુત્ર હતા.
મહારાણા ઉદયસિંહ દ્વિતીય મેવાડના શાસક હતા અને તેમની રાજધાની ચિત્તોડ હતી .
મહારાણા પ્રતાપ તેમના 25 ભાઈઓમાં સૌથી મોટા હતા તેથી તેમને મેવાડના અનુગામી બનાવવામાં આવ્યા હતા .
તેઓ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. તેમને સિસોદિયા વંશના 54 માં રાજા કહેવામાં આવે છે.
હલ્દીઘાટીનો મહાસંગ્રામ
૧૫૭૬માં હલ્દીઘાટી ની લડાઈ ૨૦ હજાર રાજપૂતો અને મોગલ લશ્કરના ૮૦ હજાર સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી.
તે સમયે અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી.
મહારાણા પ્રતાપની સેના મોગલોની સેનાને પાછી ધકેલી રહી હતી.
કહેવાય છે કે મહારાણા પ્રતાપના ભાલાનું વજન 80 કિલો અને બખ્તરનું વજન 72 કિલો હતું.
અને આવી રીતે જોવા જઈએ તો એમના ભાલા ,ઢાલ અને બે તલવારો મળીને કુલ ૨૦૦ કિલોનાં વજન સાથે તેઓ યુદ્ધ કરતા હતા.
એક ઘટના એવી છે કે શક્તિસિંહ જે પહેલા મોગલ સૈન્ય વતી લડ્યો હતો તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો.
જ્યારે બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામા મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીરગતિ પામ્યો હતો.
મહારાણા પ્રતાપે મોગલનો સામનો કરવા માટે તેમની સેનાને સાવચેત કરી હતી .પ્રતાપે મેવાડની રાજધાની કુંભલગઢમાં પોતાનું લશ્કર મોકલ્યું.
તેમણે પોતાના સૈનિકોને અરવલ્લીના પર્વતો પર ચાલ્યા જવાનો આદેશ કર્યો અને દુશ્મન પાછળ પોતાની સેનાની કોઈ ટુકડી ના મોકલી.
મહારાણા પ્રતાપની સેનામાં ઝાલામાન, દોડિયા ભીલ ,રામદાસ રાઠોડ અને હકીમ ખસુર જેવા શૂરવીર યોદ્ધાઓ હતા.
મહારાણા પ્રતાપ આ યુદ્ધ પર્વતીય વિસ્તારમાં લડવા માંગતા હતા. જેના વિશે મેવાડની સેના પૂરેપૂરી વાકેફ હતી ,પરંતુ મોગલ સેનાને આનો કોઈ જ અનુભવ નહોતો.
ચેતક
ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું.
ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે.
હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા,
માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.
હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો.
અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો.
શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે.
આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.
હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં એમના કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જતી લડાઇના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી.
માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય પ્રતિક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મોગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા.
મહારાણા પ્રતાપના રૂપમાં ઘુમતા ઝાલા સરદાર પર મુગલ સેના મહારાણા સમજીને તુટી પડી, એ દરમિયાન મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન છોડી ગયા હતા.
આ વેળા ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતો અને ગંભીરતાથી ઘાયલ પણ થઇ ગયો હતો, આમ છતાં બહાદુરીપૂર્વક પોતાના સ્વામીને લઇને તે લડાઇના મેદાનની બહાર નીકળી ગયો હતો.
મેદાનથી આશરે ૨ માઈલની દુરી પર એક સાંકડી નાળી આવતી હતી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી. તે ફરી ઉભો ના થઈ શક્યો અને ત્યાં જ તેણે પોતાના પ્રાણ છોડ્યો.
મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું.
આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે. ચેતક અશ્વ વફાદારીના પ્રતીકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં છવાયેલ રહે છે.
મહારાણા પ્રતાપને ભામાશા ની મદદ
યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને આ યુદ્ધ પછી અકબરે ઘણી વખત મેવાડને હડપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દર વખતે મહારાણા પ્રતાપે તેને હરાવ્યો હતો.
મહારાણા પ્રતાપ કોઈકને કોઈક રીતે ચિત્તોડ પર પોતાનો કબજો મેળવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ મોગલોના સતત હુમલાને લીધે તેમની સેના ખૂબ જ નબળી થઇ ગઇ હતી અને તેમની પાસે સૈન્યનું નિર્વહન કરવા માટે પૂરતા પૈસા પણ ન હતા.
આવા મુશ્કેલીના સમયે તેમના એક મંત્રી ભામાશાહે પોતાની બધી જ સંપત્તિ મહારાણા પ્રતાપ ને સોંપી દીધી .
અને તે નાણાં એટલા બધા હતા કે બાર વર્ષ સુધી ૨૫,૦૦૦ સૈનિકોનું ભરણપોષણ કરી શકે.
મહારાણા પ્રતાપ વિષે અન્ય વિગતો :
દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું.
મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા.
મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું.
બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો.
મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધના માં જોડાઈ ગયા,
પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ એ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.
જાન્યુઆરી ૧૫૯૭ માં મેવાડના મહાનાયક રાણા પ્રતાપ શિકાર કરતા હતા તે સમયે તેઓ ઘાયલ થઈ ગયા અને ૫૬ વર્ષની આયુમાં તેમનું મૃત્યુ થઈ ગયું.
મહારાણા પ્રતાપનો જન્મ કુંભલગઢમાં, બાળપણ ચિત્તોડમાં રાજ્યાભિષેક ચાવંડમાં અને મૃત્યુ હલ્દીઘાટીના જંગલોમાં થયું હતું.
પોતાની માતૃભુમિની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દેનાર એવા ભારતના વીર પુત્ર મહારાણા પ્રતાપને કોટી કોટી વંદન.
મહારાણા પ્રતાપ વિષે વધુ જાણો :Click Here
નમસ્તે મિત્રો ,અવનવી શૈક્ષણિક માહિતી સાથેની પોસ્ટ નિયમિત વાંચવા માટે અમારા બ્લોગની મુલાકાત લેવાનું ભૂલશો નહીં અને તમારા પરિવાર ,મિત્રોને પણ જણાવો .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !