BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Thursday, July 9, 2020

વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 5 પદાર્થોનું અલગીકરણ|| Science Class 6th Chapter 5 Separation of Substances ||

Jidiya Sanjay ,create a blog

||Science Class 6th Chapter 5 Separation of Substances||

|| વિજ્ઞાન ધોરણ 6 :પ્રકરણ 5 : પદાર્થોનું અલગીકરણ ||

પ્રકરણ 5 : પદાર્થોનું અલગીકરણ

1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here

1.પ્રકરણની સમજૂતી


5.1 અલગી કરણની પદ્ધતિઓ
*હાથ વડે વીણવું*
મોટા કદનો હાનિકારક કે બિનઉપયોગી કચરો દૂર કરવા.
હાથ વડે વીણીને અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે.
દા.ત. ઘઉંમાંથી કાંકરા દૂર કરવા.
- અનાજમાંથી કાંકરા દૂર કરવા


*અનાજનું છડવું*
- ડૂંડા દાણા અલગ કરવાની રીતને છડવું કહે છે.
- આ રીતમાં ડુંડાથી દાણા અલગ કરવા માટે ઝુડવામાં આવે છે.
- કેટલીકવાર બળદ વડે પણ છડવામાં આવે છે.
- યંત્રો વડે પણ દાણાને છડવામાં છે.
* ઉપણવું*
- મિશ્રણમાં રહેલા હલકા કણોને દૂર કરવા માટેની પદ્ધતી ઉપણવુ છે.
- ભારે અને હલકા ઘટકોને પવન વડે અલગ કરવાની પદ્ધતિ એટલે ઉપણવું
- ઉદાહરણ તરીકે સિંગ માંથી ફોતરા દૂર કરવા.
- રેતી માંથી લાકડાનો વહેર દૂર કરવો
- ઘઉ ઉપણવા
- દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા.
*ચાળવું*
- કદમાં તફાવત હોય તેવા ઘટકોને મિશ્રણમાંથી અલગ કરવા આ પધ્ધતિ વપરાય છે.
- અનાજ દળવાની ઘંટી ઘઉ ને દળતા પહેલા  પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે.
- આ પદ્ધતિમાં ઘટકો ચાળી ને અલગ કરાય છે.
- આવા ચાળણા બાંધકામના સ્થળોએ તમે જોયા હશે 
* નિક્ષેપણ, નિતારણ અને ગાળણ*
- જ્યારે મિશ્રણ માં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નીક્ષેપણ કહે છે.
-  દા.ત. ચોખાને પાણી વડે ધોવા, ત્યારેચોખા નીચે બેસી જાય છે ( નિક્ષેપણ ) પાણીને નિતારીને અલગ કરાય છે.
- નીતરવું- છાશને નીતરવી, ડહોળું પાણી નીતરવું
- ગાળવું.- ચાની ભૂકી અલગ કરવી, પીવાનું પાણી ગાળવું.
- ગાળવા માટે ફિલ્ટર પેપર તમેજ ગળણી વપરાય છે.
- આપણે ઘરે ગાળણ પધ્ધતિનો વ્યાપક ઉપયોગ કરતા હોઈએ છીએ.


* બાષ્પીભવન*
પાણીમાંથી વરાળ બનવાની પ્રક્રિયા ને બાષ્પીભવન કહે છે.
પાણી અને મીઠાના મિશ્રણને અલગ કરવા
દરિયામાંથી મીઠું આવિરિતે મેળવાય છે.
*ધનીભવન *
પાણીની વરાળમાથી પાણી બને તે ધનિભવન છે.
- વાદળમાંથી વરસાદ પડે તે માટે ધનીભવન  થવું જરૂરી છે.
- દરિયામાંથી શુદ્ધ પાણી આવી રીતે મેળવવામાં આવે છે. 
* સંતૃપ્ત દ્રાવણ*
ચોક્કસ તાપમાન જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે વધુ ન ઓગળી શકે તેવા દ્રાવણ ને સંતૃપ્ત દ્રાવણ કહે છે.
સંતૃપ્ત દ્રાવણ બનાવવાની રીત – મીઠું પાણીમાં ઓગળતા એક સમય એવો આવશે કે પછી મીઠું ઓગળી શકશે નહિ , તે સંતૃપ્ત દ્રાવણ છે.
ઠંડા પાણી કરતા ગરમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળે..
સંતૃપ્ત દ્રાવણ ને ગરમ કરતા દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળી શકે છે.
સંતૃપ્ત દ્રાવણ ને ઠડું પાડતા વધારાનો  દ્રાવ્ય પદાર્થ તળિયે જમાંથાય છે.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



2.સ્વાધ્યાય

1. શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકો ને અલગ કરીએ છીએ?
મિશ્રણમાં રહેલા બિનજરૂરી કે હાનિકારક ઘટકોને દૂર કરવા માટે. દા.ત.  ઘઉંમાંથી કાંકરા દૂર કરવા
આ મિશ્રણમાં રહેલા બે ઉપયોગી ઘટકોને અલગ અલગ કરવા. દા.ત. વટાણા અને દાળિયાના મિશ્રણને અલગ કરવું.
મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા.
2. ઉપણવું એટલે શું? તે ક્યારે વપરાય છે?
વજનમાં હલકા ઘટકોને અલગ કરવા માટેની પદ્ધતિને ઉપણવું કહે છે.
ખેડૂતો અનાજમાંથી પવનની મદદથી ફોતરા દૂર કરે છે.
3. રસોઈ કરતા પહેલા કઠોળમાંથી તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો?
આ માટે કઠોળને ધોવામાં આવે છે જેથી ફોતરા અને રજકણો પાણી પર તરે છે અને તે નીતારીને દૂર કરી શકાય છે.
4. ચાળવુ એટલે શું? તે ક્યારે વપરાય છે?
મિશ્રણ ના ઘટકો અલગ અલગ કદના હોય ત્યારે ચાળણી ની મદદ થી અલગ કરવાની પદ્ધતિને ચાળવું કહે છે.
અનાજ દળતા પહેલા તેને ચાળવામાં આવે છે.
મકાનના બાંધકામ ના સ્થળે ચાળણા વડે તેમાંથી  મોટા કાંકરા દૂર કરવામાં આવે છે.


5. રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો?
નિક્ષેપણ અને નિતારણ વડે.
6. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાન્ડને તમે અલગ કરી શકો? જો હા તો કઈ રીતે કરશો?
હા. ચાળીને અલગ કરશું.
7. ડહોળા પાણીના નમૂના માંથી ચોખ્ખુ પાણી કઈ રીતે મેળવશો?
નિક્ષેપણ નિતારણ અને ગાળણક્રિયા વડે
સૌપ્રથમ ડહોળા પાણીને સ્થિર કલાક સુધી રહેવા દ્યો. રેતી અને માટી ના કણો નીચે બેસી જાય ત્યારબાદ પાણીને નિતારી લો. હવે નીતારેલા પાણીને ફિલ્ટર પેપર વડે ગાળી લો.
8. ખાલી જગ્યા પૂરો.
1. ચોખાના દાણાને ડૂંડા થી કરવાની પદ્ધતિને ……….. કહે છે
છડવુ
2. જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધ નો કપ કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઇ રહી જાય છે મલાઈથી દૂધ ને અલગ કરવાની આ રીતને ……… કહે છે.
ગાળણ
3. દરિયાના પાણીમાંથી મીઠું ……. પદ્ધતિથી મેળવવામાં આવે છે.
બાષ્પીભવન
4. જ્યારે ડહોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે આ ઉદાહરણમા…………..નો ઉપયોગ થાય છે.
નિતારણ
9. લીંબુના રસ અને ખાંડ ને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો તમારે શરબતમાં ખાંડ ઓગાળી યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે?
પહેલા ખાંડ ઓગાળી જોઈએ ત્યારબાદ બરફ ઉમેરવો જોઈએ. કારણ કે જેમ તાપમાન નીચું તેમ ખાંડ ઓછી ઓગળે એટલે પહેલા ખાંડ ઓગાળવી જોઈએ.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇


Science :standard :6 :Separation of Substances 
Separation of Substances :Most Imp Questions

Most Imp Questions



1. અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
વિણવું
2. ઘઉંમાંથી ફોતરા દૂર કરવા માટે કઇ પદ્ધતિનો ઉપયોગ કરશો?
ઉપણવું
3. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે ક્યું સાધન વપરાય છે?
ચાળણી
4. મીઠા અને પાણીના મિશ્રણ ને અલગ કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે?
બાષ્પીભવન
5. પાણીમાં જો ઘન કચરો હોય તો તેને અલગ કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગ કરશો?
ગાળવું
6. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે કઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે?
બાષ્પીભવન અને ઘનીભવન સંયુક્ત
7. દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
બાષ્પીભવન
8. દ્રાવ્ય અને દ્રાવક બને ના મિશ્રણ ને શું કહેવામાં આવે છે?
દ્રાવણ
9. પાણીમાં રહેલા રેતીના કણો પાત્રમાં નીચે બેસી જાય છે તેને શું કહે છે?
નિક્ષેપણ
10. ખેડૂતો અનાજમાંથી ફોત રા અલગ કરવા માટે કઈ પદ્ધતિ વાપરે છે?
ઉપણવુ


11. ડૂંડામાથી અનાજ છુટા પાડવાની પદ્ધતિ ને શું કહેવામાં આવે છે?
છડવું
12. અલગીકરણ એટલે શું?
 મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે.
13. અનાજ માથી ઝીણો કચરો દૂર કરવા કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
ચાળવુ
14. એક બીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહી મિશ્રણ ના નામ આપો.
તેલ અને પાણીનું મિશ્રણ પાણી અને કેરોસીનનું મીશ્રણ
15. દહીં માંથી માખણ અને છાશ મેળવવા માટે કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
વલોવવુ
16. પાણીની વરાળને તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહે છે?
ધનીભવન
17. સંતૃપ્ત દ્રાવણ એટલે શું?
કોઈ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ કેટલો ઓગળે છે અને હવે વધુ ઓગળી ના શકે ત્યારે તે દ્રાવણ ને સંતૃપ્ત દ્રાવણ  કહે છે.
18. અનાજ સાફ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
વીણવુ, ઊપણવુ, છડવુ, ચાળવુ
19. ગાળણ માટે કયા કયા સાધન વપરાય છે?
પ્લાસ્ટિકની ગળણી, જાળીવાળી ગળણી, ફિલ્ટર પેપર
20. મિશ્રણમાં ના ઘટકો અલગ કરવાની પદ્ધતિઓ જણાવો.
વીણવુ, ઊપણવુ, ચાળવુ, છડવુ, નિક્ષેપણ, નીતારણ, ગાળવું ,ધનીભવન અને બાષ્પીભવન


21. પ્રવાહીમાં રહેલી અદ્રાવ્ય અશુદ્ધિઓ કઈ પદ્ધતિ વડે અલગ કરવામાં આવે છે?
નીતારવું
22. વાદળમાંથી વરસાદ પડવાની ક્રિયા સાથે કઈ પદ્ધતિ સંકળાયેલી છે?
ધનીભવન
23. સૂપડા વડે કઈ ક્રિયા કરવામાં આવે છે?
ઉપણવું
24. ફિલ્ટર પેપરનો ઉપયોગ શું છે?
ગાળવું
25. ચોખામાંથી કાંકરા દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
વીણવુ 
26. રેતીમાં મીઠું મિસ્રિત થઈ ગયુ હોય તો કઇ પદ્ધતિથી બંનેને અલગ કરીશું?
નીક્ષેપણ અને બાષ્પીભવન
27. મીઠાનુ સંતૃપ્ત દ્રાવણ કઈ રીતે બનશે?
પાણીમાં મીઠું ત્યાંસુધી ઉમેરવું જ્યાં સુધી તે ઓગળવાની ક્રિયા બંધ ન કરે
28. ખાંડના સંતૃપ્ત દ્રાવણ ને ઠંડું પાડતા શો ફેરફાર જોવા મળશે?
ખાંડના સુક્ષ્મ કણો પાત્રમાં અદ્રાવ્ય સ્વરૂપે જોવા મળશે.
29. ચાળવા ની ક્રિયા થી મિશ્રણ ના ઘટકો અલગ કરવા મિશ્રણ કેવું હોવું જોઈએ?
મિશ્રણના ઘટકોના કદમાં તફાવત હોવો જોઈએ
30. એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓ નું મિશ્રણ નીચેના પૈકી કયું છે?
પાણી અને આલ્કોહોલનું મિશ્રણ, કેરોસીન અને પાણી નું મિશ્રણ, પાણી અને દૂધનું મિશ્રણ, આપેલ પૈકી એક પણ નહીં
31.  ફિલ્ટર પેપર નીચેના પૈકી કઈ ક્રિયા સાથે સંકળાયેલ છે?
A ચાળવુ, B નિક્ષેપણ, C* ગાળવું,D નિતારણ


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



પ્રકરણ 5 : પદાર્થોનું અલગીકરણ

1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-




નમસ્તે મિત્રો , આવી ખૂબ જ અગત્યની શૈક્ષણિક પોસ્ટ માટે અમારા બ્લોગની નિયમિત મુલાકાત અવશ્ય લેતા રહો. 


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !