||ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 4 વસ્તુઓના જૂથ બનાવવા||
|| Class 6th science chapter 4 Sorting Materials into Groups ||
પ્રકરણ 4: વસ્તુઓના જૂથ બનાવવા
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here
1.પ્રકરણની સમજૂતી
4.1 આપણી આજુબાજુની વસ્તુઓ
* વસ્તુઓ અને તે જેમાંથી બનેલી હોય તે પદાર્થો
પ્લેટ – સ્ટીલ, કાચ, પ્લાસ્ટીક
પેન – પ્લાસ્ટીક ,ધાતુ
ખુરશી – લાકડું, પ્લાસ્ટીક,
*સમાન પદાર્થમાંથી બનેલ વસ્તુઓ
લાકડું – ખુરશી, ટેબલ, બળદગાડું, હળ,
કાગળ: ચોપડીઓ, નોટબુક, ન્યૂઝ પેપર, રમકડાં, કેલેન્ડર
ચામડું – ચપ્પલ, પટ્ટો, બેગ, પાકીટ
પ્લાસ્ટીક : રમકડાં, ડોલ , ડબા, કંપાસ, મોબાઈલ કવર
કાચ : ગ્લાસ, ચશ્મા, બારી
રૂ – ગાદલા, ગોદડાં, ગાલીચા
* વસ્તુઓ અને તે જેમાંથી બનેલી હોય તે પદાર્થો
પ્લેટ – સ્ટીલ, કાચ, પ્લાસ્ટીક
પેન – પ્લાસ્ટીક ,ધાતુ
ખુરશી – લાકડું, પ્લાસ્ટીક,
*સમાન પદાર્થમાંથી બનેલ વસ્તુઓ
લાકડું – ખુરશી, ટેબલ, બળદગાડું, હળ,
કાગળ: ચોપડીઓ, નોટબુક, ન્યૂઝ પેપર, રમકડાં, કેલેન્ડર
ચામડું – ચપ્પલ, પટ્ટો, બેગ, પાકીટ
પ્લાસ્ટીક : રમકડાં, ડોલ , ડબા, કંપાસ, મોબાઈલ કવર
કાચ : ગ્લાસ, ચશ્મા, બારી
રૂ – ગાદલા, ગોદડાં, ગાલીચા
4.2 પદાર્થના ગુણધર્મો
* દેખાવ*
- ચળકાટ ધરાવે – ધાતુઓ
- ચળકાટ ધરાવે નહિ – કાગળ, લાકડું, અન્ય
- દેખાવ ખરબચડી સપાટી
- લીસી સપાટી
* સખતપણું*
- જેના પર ઘસરકો પાડી શકાય તે નરમ( ઓછું સખત)
- જેના પર ઘસરકો ન પાડી શકાય તે સખત
- જેને દબાવી શકાય તે નરમ અને ન દબાવી શકાય તે સખત.
- મીણબત્તી,કાગળ, રૂ, વાદળી એ નરમ પદર્થ છે.
- લોખંડ, તાંબુ વગેરે સખત પદાર્થ છે.
- કેટલાક બરડ પદાર્થ પણ હોય છે. દા.ત. કોલસો
* દ્રાવ્ય અને અદ્રાવ્ય?*
• જે પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય તેને પાણીમાં દ્રાવ્ય છે તેમ કહેવાય. દા.ત. મીઠું, ખાંડ,ખાવાનો સોડા
• કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ન ઓગળે તેને પાણીમાં અદ્રાવ્ય છે તેમ કહવાય. દા.ત. રેતી, ચોકપાવડર, લાકડાનો વહેર.
• પ્રવાહીઓ પણ પાણીમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય હોઈ શકે છે.
• પાણીમાં દ્રાવ્ય પ્રવાહી ઓ: સરકો ( વિનેગર), લીંબુનો રસ
• પાણીમાં અદ્રાવ્ય : રાઇનું તેલ, સરસવનું તેલ,નાળિયેરનું તેલ,કેરોસીન, ઘી
• વાયુઓ પણ પાણીમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય હોઈ શકે.
• * વસ્તુઓ પાણીમાં તરે છે અથવા તો ડૂબે છે”*
• તરતી વસ્તુઓ – વનસ્પતિના પર્ણો, લાકડું,પ્લાસ્ટીક,
• ડૂબતી વસ્તુઓ : કાંકરા, ખીલી, અન્ય ધાતુઓ
• * પારદર્શકતા*
• પારદર્શક : જે પદાર્થની આરપાર સ્પષ્ટ જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય.
• ઉદા. હવા, પાણી, કાચ, મોબાઈલ ડિસ્પ્લે કાચ
• પારભાસક- જે પદાર્થની આરપાર અંશતઃ દેખાય તને પારભાસક કહેવાય.
• ઉદા. તેલિયો કાગળ, ધુમ્મસ, ધુમાડો, રંગીન કાગળ,
• અપારદર્શક – અરીસો, પથ્થર, પુસ્તક, દીવાલ, ડહોળું પાણી,
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
2.સ્વાધ્યાય
1. લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓના નામ જણાવો.
- ટેબલ, ખુરશી, બોર્ડ, બારણું, કબાટ, સેટી, કોદાળીના હાથો
2. નીચેનામાંથી ચમકતા પદાર્થની પસંદગી કરો.
- કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ
3. નીચે આપેલ વસ્તુ જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો.
- પુસ્તક – કાગળ
- પ્યાલો – પ્લાસ્ટીક,કાચ
- ખુરશી – લાકડું, કાચ
- રમકડું – લાકડું, પ્લાસ્ટીક, કાચ
- ચંપલ – ચામડું, પ્લાસ્ટીક
4. ખરા છે કે ખોટા તે જણાવો.
1. પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે.×
2. નોટબુક માં ચમક હોય છે, જ્યારે રબ્બરમાં હોતી નથી.×
3. ચોક પાણીમાં દ્રાવ્ય છે.×
4. એક લાકડાનો ટુકડો પાણીમાં તરે છે.✓
5. ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી. ×
6. તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે.×
7. રેતી પાણીમાં તળિયે બેસી જાય છે.✓
8. સરકો પાણીમાં દ્રાવ્ય હોય છે.✓
5. નીચે કેટલીક વસ્તુના નામ આપેલા છે.
પાણી, બાસ્કેટ બોલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન,માટીનો ઘડો.
તેને આ પ્રકારે જૂથમાં મૂકો.
1. ગોળાકાર અને અન્ય આકાર
2. ખાવાલાયક કે બિનખાવાલયક
ગોળાકાર : બાસ્કેટ બોલ, નારંગી, પૃથ્વીનો ગોળો, સફરજન,માટીનો ઘડો.
- અન્ય આકાર: પાણી, ખાંડ
- ખાવાલાયક: પાણી, નારંગી, ખાંડ, સફરજન
- બિન ખાવાલાયક : બાસ્કેટ બોલ, પૃથ્વીનો ગોળો, માટીનો ઘડો
6. તમે જાણતા હો તેવી પાણીમાં તરતી વસ્તુઓ લખો. પછી જુઓ કે તે કેરોસીન માં તરે છે?
- લાકડું, બરફ, કાગળની હોડી, સોડિયમ, પોટેશિયમ, પેટ્રોલ
• *કેરોસીનમાં : લાકડું, કાગળની હોડી, પેટ્રોલ
7. અસંગત બાબત દૂર કરો.
1. ખુરશી, પલંગ, ટેબલ, બાળક*, તિજોરી
2. ગુલાબ, ચમેલી, હોડી*, હજારિગોટો, કમળ
3. એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી, રેતી*
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
3.મહત્ત્વના પ્રશ્નો
1. નીચેનામાંથી શેને પદાર્થ ન કહી શકાય.
A લાકડું B એલ્યુમિનિયમ C* પ્યાલો D કાચ
2. નીચેનામાંથી કોને વસ્તુ ન કહેવાય પણ પદાર્થ કહેવાય.
- A પેન્સિલ B પેન C પ્યાલો D *લાકડુ
- 3. નીચેનામાંથી કઈ વસ્તુ લાકડાની બનેલી હોઈ શકે નહીં?
- A ખુરશી B ટેબલ C બારણું D* પંખો
4. નીચેનામાંથી કયો પદાર્થ ચળકાટ ધરાવતો નથી?
A તાંબુ B *ચામડું C સ્ટીલ D લોખંડ
5. નીચેનામાંથી શું પાણીમાં દ્રાવ્ય છે?
A કેરોસીન B મીણ C *સાકર D તેલ
6. નીચેનામાંથી શું પાણીમાં અદ્રાવ્ય છે?
A *કેરોસીન B ખાંડ C મીઠું D લીંબુનો રસ
7. નીચેનામાંથી શું પાણીમાં અદ્રાવ્ય નથી?
A કેરોસીન B*ખાંડ C નાળિયેરનું તેલ D ઘી
8. નીચેનામાંથી કોણ પાણી પર તરે છે?
A લોખંડ, B લાકડું, C બરફ D* બીઅને સી બન્ને
9. નીચેનામાંથી કોણ પાણીમાં દ્રાવ્ય નથી?
A ખાંડ B મીઠું C સાકર D*રેતી
10. નીચેનામાંથી કયો પદાર્થ પારભાસક છે?
A હવા B પાણી C *તેલીયો કાગળ D અરીસો
11. નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી?
A પાણી B હવા C કાચ D*ધુમ્મસ
12. નીચેનામાંથી કયો પદાર્થ અપારદર્શક છે?
A હવા B પાણી C કાચ D*અરીસો
13. નીચે પૈકી કયા પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે?
A કેરોસીન B તેલ C કોપરેલ D *વિનેગર
14. રસોઈ માટેના વાસણો શાના બનેલા હોય છે?
ધાતુના
15. જે પદાર્થોને આરપાર આપણે જોઈ શકતા નથી તેમને એવા પદાર્થો કહે છે?
અપારદર્શક
16. પાણી પર તરતા હોય અને પાણીમાં અદ્રાવ્ય હોય તેવા બે પદાર્થો ના નામ લખો.
લાકડું, તેલ
17. તેલ ,કેરોસીન, પાણી મા કયો ગુણધર્મ સમાન છે?
ત્રણેય વહેવાનો ગુણધર્મ ધરાવે છે.
18. પદાર્થ કોને કહેવાય?
કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય?
19. પાણીમાં દ્રાવ્ય હોય એવા બે વાયુ ના નામ લખો.
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ
20. જે પદાર્થો ની આરપાર વસ્તુઓ ને જોઈ શકાય પણ સ્પષ્ટ ના જોઈ શકાય તેવા પદાર્થને કેવા પદાર્થ કહે છે?
પારભાસક
21. રસોઈ ના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ શા માટે ના થઈ શકે?
લાકડા ને ગરમ કરતા તે સળગી જાય છે માટે રસોઈ ના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ ના થઈ શકે.
22. પાણીમાં દ્રાવ્ય પદાર્થના નામ લખો.
મીઠું ,ખાંડ, મધ, વિનેગર, ખાવાનો સોડા, ધોવાનો સોડા, સુરોખાર, સાકર ,ફટકડી, લીંબુનો રસ
23. પાણીમાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થો ના નામ લખો.
કાચ, લોખંડ નો ભૂકો ,ગંધક, આયોડિન, તેલ, પ્લાસ્ટીક
24. પારભાસક પદાર્થ ના ઉદાહરણ આપો.
દૂધીયો કાચ, તેલિયો કાગળ,ધુમ્મસ, ધુમાડો,
* એક શબ્દ માં જવાબ,
• તાંબુ – સખત પદાર્થ
• કેરોસીન – પાણીમાં અદ્રાવ્ય
• પાણી – વહી શકવાનો ગુણધર્મ
• ચપ્પલ – ચામડું
• ધુમ્મસ – પાર ભાસક
• અરીસો – અપારદર્શક
• પાણીમાં અદ્રાવ્ય – કેરોસીન
• તેલ – પાણીમાં અદ્રાવ્ય
• પાણીમાં તરે પણ કેરોસીનમાં ડૂબે – બરફ
• વિનેગર – પાણીમાં દ્રાવ્ય
• આરસ – અપારદર્શક
• સ્ટીલ – પદાર્થ પ્યાલો – વસ્તુ
• લોખંડ – પદાર્થ ખીલી – વસ્તુ
• એલ્યુમિનિયમ – પદાર્થ વાસણ – વસ્તુ
• લાકડું – પદાર્થ નિસરણી – વસ્તુ
• મોબાઈલ – અપારદર્શક
• મોબાઈલ ડિસ્પ્લે કાર્ડ – પારદર્શક
• રેતી – પાણીમાં અદ્રાવ્ય
• ફટકડી – પાણીમાં દ્રાવ્ય
• સખત પદાર્થ – તાંબુ, લોખંડ, લાકડું
• ચળકાટ ધરાવે – તાંબુ, લોખંડ,એલ્યુમિનિયમ, સ્ટીલ
• ધાતુઓ – તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ, ચાંદી, સોનું
• અધાતું – કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ
• પ્રવાહી – પાણી, કેરોસીન, તેલ
• વાયુ – ઓકસીજન, હાઈડ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ
• કેરોસીનમાં ડૂબે – બરફ,
• અરીસો : અપારદર્શક
• કાચ : પારદર્શક
• કાચનું બારણું – પારદર્શક
• લોખંડનું બારણું - અપારદર્શક
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !