BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, July 29, 2020

પ્રકરણ 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો || ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ||

Jidiya Sanjay ,create a blog

ધોરણ :7: સામાજિક વિજ્ઞાન

પ્રકરણ :1: રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો

ધોરણ -7- સામાજિક વિજ્ઞાન
પ્રકરણ:1:રાજપૂતયુગ:નવાં શાસકો અને રાજ્યો 
પ્રકરણની સમજૂતી:Click Here
સ્વાધ્યાયની સમજૂતી:Click Here

પ્રકરણના આગત્યનાં મુદ્દાઓ :

1.પ્રસ્તાવના

2. હર્ષવર્ધન પછીનો સમયગાળો

3. ઉત્તર ભારતનાં રાજ્યો

4. દક્ષિણ ભારતનાં રાજ્યો

5. રાજપૂતયુગની શાસન-વ્યવસ્થા

6. ભારત પર વિદેશી આક્રમણો

7. સમીક્ષા

 

1.પ્રસ્તાવના :

રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો

રાજપૂત :

રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે.

14મી સદીના ભાટો રાજપૂતોને છત્રીસ કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે.

રાજપૂતયુગ:

મધ્યયુગ :

7મી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થવા લાગ્યો .

આને પરિણામે ભારત નાના-મોટા અનેક ટુકડાઓમાં વહેચાયો.

ભારત દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો .

રાજપૂતયુગ:

આ સમયે ભારતમાં બે વિશાળ સામ્રાજ્ય હતા તેનું પતન થયું .

જેમકે ઉત્તર ભારતમાં હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાના અવસાન બાદ તેમના વિશાળ સામ્રાજ્યોનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું .

મધ્યયુગના આ સમયકાળને ભારતનાં ઈતિહાસમાં રાજપૂતયુગ તરીકે ઓળખવામાં આવે છે.

2. હર્ષવર્ધન પછીનો સમયગાળો

રાજપૂતયુગ:

રાજપૂત રાજવીઓએ ઈ.સ.700 થી 1200 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂતયુગની સ્થાપના કરી. તેમણે આશરે 500 વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું હતું.

રાજપૂતો અને રાજપૂતાણીઓ :

રાજપૂતો: બહાદુર,ટેકીલા,વચન,રક્ષણ, અધર્મ

રાજપૂતાણીઓ:વીરત્વ ,નીડરતા ,યુદ્ધ,રણમેદાન,શાસ્ત્ર ,શસ્ત્ર

3. ઉત્તર ભારતનાં રાજ્યો:

1. કનોજનું ગઢવાલ રાજ્ય

2. બુંદેલખંડ(જેજાકભુક્તિ)ના ચંદેલો

3. માળવાનું પરમાર રાજ્ય

4. અણહિલવાડનું ચૌલૂકય(સોલંકી)રાજ્ય

5. ડાહલનું  ચેદિરાજ્ય

6. શાકંભરીનું ચૌહાણ રાજ્ય

7. દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય

1. કનોજનું ગઢવાલ રાજ્ય :

સ્થાપક :ચંદ્રદેવ

રાજધાની : 1. કનોજ 2. કાશી

શાસકો : ચંદ્રદેવ ,મદનચંદ્ર ,ગોવિંદચંદ્ર

પ્રતાપી રાજા: ગોવિંદચંદ્ર

1 . ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું .

2. અનેક બોદ્ધવિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

 

2. બુંદેલખંડ(જેજાકભુક્તિ)ના ચંદેલો :

મુખ્ય નગરો : ખજુરાહો ,કાલિંજર, મહોબા

શાસકો : યશોવર્મા ,કીર્તિવર્મા,પરમાલ

1 . ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું .

2. બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવ્યા હતા.

3. માળવાનું પરમાર રાજ્ય :

નગરો : અવંતિ ,ઉજ્જૈની

સ્થાપના :કૃષ્ણરાજે (પરમાર વંશ)ઈ.સ.820

શાસકો : કૃષ્ણરાજે,સીયક,મુંજ ,ભોજ

પ્રતાપી રાજા : ભોજ

ભારતનાં એક આદર્શ લોકપ્રિય રાજા

ધારનગરીમાં એક મહાશાળની સ્થાપના કરી હતી.

તેમણે ભોજપુર (ભોપાલ -વર્તમાન )નામનું સુંદર નગર વસાવ્યું હતું.

6. શાકંભરીનું ચૌહાણ(ચાહમાન) રાજ્ય :

ગુજરાત અને રાજસ્થાનના  વિવિધભાગો

શાખા : સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. (8મી સદી)

વંશનો સ્થાપક : વાસુદેવ

શાસકો : વાસુદેવ,અજયરાજ,અર્ણૉરાજ,સોમેશ્વર,પૃથ્વીરાજ ત્રીજો

1 . અજયરાજે અજયમેરું નામના નગરની સ્થાપના કરી.જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું.

2. અર્ણૉરાજ સાથે ગુજરાતનાં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન થયેલા.

3. અર્ણૉરાજના પુત્રનું નામ સોમેશ્વર હતું .

4. સોમેશ્વરના પુત્રનું નામ પૃથ્વીરાજ ત્રીજો હતું .

5. પૃથ્વીરાજ ત્રીજો ભારતનાં ઈતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે.

પૃથ્વીરાજ ત્રીજો(પૃથ્વીરાજ ચૌહાણ):

તરાઈનું યુદ્ધ :(થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં )

1191 : પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચે જેમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત

1192 : પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચે જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર

પરિણામે દિલ્લીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો .

4. અણહિલવાડનું ચૌલૂકય(સોલંકી)રાજ્ય(ગુજરાત) :

અણહિલવાડ પાટણની સ્થાપના :વનરાજ ચાવડા

સ્થાન : સરસ્વતી નદીના કિનારે

સમય :ઈ. સ. 756

માન્યતા : પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું .

શાસકો : મૂળરાજ ,ભીમદેવ પ્રથમ , સિદ્ધરાજ જયસિંહ , કુમારપાળ ,ભીમદેવ બીજો

આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડાવંશના શાસકો હતા.

જેમાં વઢવાણ, દીવ , ઓખામંડળ , પટગઢ (લખપત),ભદ્રાવતી (કચ્છ)નો સમાવેશ થાય છે.

ગુજરાતનાં રાજપૂત શાસનનો સુવર્ણયુગ સોલંકીઓના શાસનકાળને ગણવામાં આવે છે.

ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું .

ભીમદેવ પ્રથમ: જૂનાગઢના શાસક રા’ખેંગાર ની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થાય હતા .

રાણી ઉદયમતિ : પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે હાલ રાણીની વાવ તરીકે ઓળખાય છે.

રાણીની વાવને યુનેસ્કો એ વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે.

મીનળદેવી (મયણલ્લદેવી) :

સિદ્ધરાજ જયસિંહના માતા હતા.

આદર્શ રાજમાતા .

સોમનાથનો યાત્રાળુવેરો બંધ કરાવ્યો .

ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું .

સિદ્ધરાજ જયસિંહ :

આચાર્ય હેમચંદ્રસૂરિ પાસે “સિદ્ધહેમશબ્દાનુંશાસન”નામના ગ્રંથની રચના કરવી .

આચાર્ય હેમચંદ્રને “કલિકાલસર્વજ્ઞ”નું બિરુદ મળ્યું હતું .

કુમારપાળ :

આચાર્ય હેમચંદ્રસૂરિએ “કુમારપાળ ચરિત્ર” ગ્રંથ લખ્યો હતો .

જુગારની રમત ,પશુવધ પર પ્રતિબંધ તેમજ અહિંસા પાલનનો આગ્રહ રાખતા હતા.

અજયપાળ:

મૂળરાજ બીજો :

અજયપાળનો પુત્ર હતો .

ગુજરાત પર આક્રમણ વખતે શિહાબુદ્દીન ઘોરી અને મૂળરાજ બીજા વચ્ચે યુદ્ધ થયું તેમાં  મૂળરાજ બીજાનો વિજય (1178)

આ યુદ્ધમાં નાડોલના ચાહમાન રાજા કેલ્હેણે તથા એના ભાઈ કીર્તિપાલે મદદ કરી હતી.

વાઘેલાવંશનું શાસન :

વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા.

તેમની સેવાના બદલામાં સોલંકીઓએ અર્ણૉરાજને વ્યાઘ્રપલ્લી (વાઘેલ)ગામ આપ્યું હતું .

આ ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા . (મૂળ જાતિ ચૌલૂકય)

શાસકો :વીરધવલ ,વિસળદેવ, અર્જુનદેવ ,સારંગદેવ ,કર્ણદેવ

વીરધવલ: તેના સમયમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા.

અંતિમ શાસક : કર્ણદેવ વધેલા

ઈ.સ. 1304 આસપાસ ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ.

કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્લીના સુલતાન નાઝિમોની (સૂબાઓ)નિમણૂક કરતાં .

ઈ.સ.1407માં ઝફરખાન મુઝફ્ફરખાન નામ ધારણ કરીને સુલતાન બન્યો.

આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. જેમાં અહમદશાહ , મહમૂદ બેગડો , બહાદૂરશાહ વગેરે

17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો.

8. બંગાળનો પાલવંશ

સ્થાપક રાજા: ગોપાલ (ઇ. સ. 750-770)

આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં “પાલ” શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો “પાલવંશ”કહેવામાં આવે છે.

9. સેનવંશ

સ્થાપના :ઇ. સ.1095

શાસકો : વિજયસેન પ્રથમ ,બલ્લાલસેન

બલ્લાલસેન: ગ્રંથો (દાનસાગર , અદભૂતસાગર)

 

4. દક્ષિણ ભારતનાં રાજ્યો:

(નર્મદા નદીના દક્ષિણમાં આવેલા રાજ્યો)

વિવિધ રાજ્યવંશો : ચાલુક્ય , રાષ્ટકૂટો ,પલ્લવ , ચોલ,પાંડય ,ચેર

1.    ચાલુક્યવંશ

2.   રાષ્ટકૂટવંશ

3.   પલ્લવવંશ

4.   ચોલવંશ

5.   પાંડયવંશ 

6.   ચેરવંશ

 

ચાલુક્યવંશ :

પ્રથમ રાજા : જયસિંહ

વાતાપી(બાદામી)ના ચાલુક્યો:(ઇ. સ.540-પુલકેશી પ્રથમે,રાજધાની વાતાપી ) :

શાસકો :કીર્તિવર્મા ,પુલકેશી પ્રથમ , પુલકેશી બીજો

વેંગીનાચાલુક્યો:

સ્થાપક : વિષ્ણુવર્ધન

રાજધાની : વેંગી

ક્લ્યાણીના ચાલુક્યો:

 

રાષ્ટકૂટવંશ :

સૌથી પ્રથમ રાજા :ઇન્દ્ર પ્રથમ

સૌથી શક્તિશાળી રાજા: ગોવિંદ ત્રીજો

યાદવવંશ :

1.દેવગિરિ-વર્તમાન દોલતાબાદ(યદાવોની રાજધાની)

યાદવોનું શાસન

2.દ્વારસમુદ્ર(હોયસલોની રાજધાની)

હોયસલવંશનું શાસન

વરંગલના કાકતીય (કૃષ્ણા અને ગોદાવરી નદીના ભૂમિપ્રદેશ ઉપર )

રાજધાની :વરંગલ

પલ્લવવંશ :

સ્થાપના :બપ્પદેવ

રાજધાની :કાંચિપુરમ

શાસકો : બપ્પદેવ,મહેન્દ્રવર્મા પ્રથમ ,નરસિંહવર્મા પ્રથમ , નરસિંહવર્મા બીજો

ચોલવંશ :

રાજધાની :તાંજોર

શાસકો :રાજરાજ પ્રથમ ,રાજાધિરાજ પ્રથમ ,રાજેન્દ્ર પ્રથમ

પાંડયવંશ :(વેપારનું મોટું મથક)

ચેરવંશ: (કેરલ –મલયાલમ)

પ્રથમ શાસક : અયન

સર્વશ્રેષ્ઠ શાસક :સેતુંગવન

5. રાજપૂતયુગની શાસન-વ્યવસ્થા :

1. રાજાનું પદ વંશપરંપરાગત હતું .

રાજાનો જ્યેષ્ઠ પુત્ર

રાજાનો કોઈ ઉતરાધિકારી પુત્ર

પ્રથમ યુવરાજ ત્યાર બાર તે રાજા બનતો

રાજદરબારીઓ કે લોકોએ ચૂંટણી અથવા પસંદગી કરીને પણ રાજા બન્યા હોવાના ઉદાહરણો મળી આવે છે.

(કશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી)

2. મંત્રીઓના બે પ્રકારો હતા.

1. અમાત્ય :(મંત્રણા,રાજનીતિ )

2. સચિવો :(લડાઈ,સુલેહ)

3. કોઈ પણ પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો .

4. શાસનના અમલદારોમાં મહા-પ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ હતા .

5. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો .

6. ગ્રામપંચાયતનો વડો મુખી કે સરપંચ કહેવાતો .

7. ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો.

8. ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ હતું.

વેપાર વાણિજ્ય :

વિભાગનું કાર્ય

વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની બાબત

વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની બાબત

ઉપયોગી વસ્તુઓ મંગાવવાની બાબત

રાજપૂતયુગમાં જમીન પરનો કર “ભાગ”નામે ઓળખતો .

મુખ્ય કર જમીનનો ઉપજનો છઠ્ઠો “ભાગ”હતો.

કર : બંદરો ,નાકા ,સિંચાઈ

તે સમયે ગુજરાતનાં ખંભાત (સ્તંભતીર્થ)અને ભરૂચ (ભૃગુકચ્છ)બંદરો જાણીતા હતા.

6. ભારત પર વિદેશી આક્રમણો :

મુહમ્મદ ઈબ્ન –કાસીમ (ભારતનાં ઉત્તર –પશ્ચિમ ભાગ પર )

સબુકતેગીન (ભારતનાં વાયવ્ય ખૂણા પર )

મહંમદ ગઝની (ગુજરતના સોમનાથ પરની ચડાઈ)

શિહાબુદ્દીન ઘોરી (તરાઈનું યુદ્ધ

ધોરણ -7- સામાજિક વિજ્ઞાન
પ્રકરણ:1:રાજપૂતયુગ:નવાં શાસકો અને રાજ્યો 
પ્રકરણની સમજૂતી:Click Here
સ્વાધ્યાયની સમજૂતી:Click Here

વધારે માહિતી માટે અમારા બ્લોગની આવનારી પોસ્ટ જરૂર જૂઓ 

ઉપરોક્ત માહિતીને વિડિયો સ્વરૂપે નિહાળો:Click Here




No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !