વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત
|| Science Class 7th Chapter 8 Winds,Storms and Cyclones ||
પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત
પ્રકરણની સમજૂતી ભાગ:1:Click Here
પ્રકરણની સમજૂતી ભાગ:2:Click Here
પ્રકરણની સમજૂતી ભાગ:3:Click Here
પ્રકરણનો સ્વાધ્યાય:Click Here
પ્રકરણના અગત્યના પ્રશ્નો:Click Here
પ્રકરણની સમજૂતી ભાગ:1:Click Here
પ્રકરણની સમજૂતી ભાગ:2:Click Here
પ્રકરણની સમજૂતી ભાગ:3:Click Here
પ્રકરણનો સ્વાધ્યાય:Click Here
પ્રકરણના અગત્યના પ્રશ્નો:Click Here
પ્રકરણની સમજૂતી ભાગ:1,2 અને 3
## 8.1 હવા દબાણ કરે છે##
- હવા એ બધી બાજુથી દબાણ કરે છે. સામાન્ય રીતે હવા એ ઊંચા દબાણ તરફથી નીચા દબાણ તરફ ગતિ કરે છે.
- સાઈકલની ટ્યુબની અંદર દબાણ થી હવા ભરેલી હોય છે. એટલે તે ચલાવવામાં સરળતા રહે છે. ખૂબ જ વધારે દબાણે હવા ભરતા તે ફાટી જવાની પણ શક્યતા રહે છે.
- તેની ટ્યુબ બધી બાજુ સમાન દબાણ લગાડે છે માટે તેનો આકાર બધી બાજુ સરખો હોય છે.
- ** પવન આવવાનું કારણ પણ હવાનું દબાણ જ છે. જ્યાં હવાનું ઓછું દબાણ હોય તે બાજુ હવા આવે છે જેને આપણે પવન કહીએ છીએ.
- આ કારણે જ દરિયાઈ લહેર અને ભુ લહેર પણ આવે છે.
- હવાનું દબાણ આપણા પર સતત લાગતું હોય છે.
- પ્રવૃત્તિ**ગરમ પાણી ભરેલો ડબ્બો
- કાગળનો ડૂચો બોટલની અંદર ફૂંક મારીને નાખવો
- ફુગ્ગાઓ પર ફૂંક મારવી
- કાગળની પટ્ટીને મોમાં રાખી ફૂંક મારવી
આમ, આપણે કહી શકીએ કે પવનની ઝડપ વધતા તે સ્થાન હવાના દબાણમાં ઘટાડો થાય છે.
- મકાનના છાપરા પરથી પવન પસાર થાય છે ત્યારે ઉપર તરફ દબાણ ઘટતા છાપરા પણ ઉડી શકે છે.
- હવા વધુ દબાણ વાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે.
- જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ વધુ.
## ગરમ થવાથી હવાનું કદ વધે છે. ##
પ્રવૃત્તિ - ગરમ અને ઠંડા પાણીમાં રહેલ ફુગ્ગાનો આકાર ..
પ્રવૃત્તિ - ગરમ હવા ઊંચે ચડે
- આમ કહી શકાય કે ગરમ હવા ઠંડી હવા કરતા હલકી છે. તેથી ઉપર ચડે છે.
- વરસાદ આવવા પાછળનું કારણ પણ આ જ છે.
## 8.4 પવન કઈ રીતે ઉત્પન્ન થાય છે##
- વિવિધ સ્થળો સમાન ગરમ થતાં નથી તેથી પવન ઉત્પન્ન થાય છે.
A) ધ્રુવ પ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશો નું અસમાન રીતે ગરમ થવું.
- વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે તેથી તે વધુ ગરમ થાય છે. તે વિસ્તારોની હવા ગરમ થાય છે અને ઊંચે ચડે છે. તેની આસપાસના વિસ્તારની હવા ત્યાં આવતી રહે છે જેથી પવન આવે છે. પવન ફુંકાવાની દિશા વિષુવવૃત્ત તરફની હોય છે.
- ધ્રુવ પ્રદેશ ની હવા ઠંડી હોય છે જેથી તે હવા જ્યાં ગરમ હવા હોય તે બાજુ ખસે છે.
B) જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું.*
- સામન્ય રીતે ઉનાળામાં જમીન વધુ ગરમ હોય છે તેથી હવા ઊંચે ચડે છે. જેથી પવનનો પ્રવાહ દરિયા તરફથી જમીન તરફ નો હોય છે. જ્યારે શિયાળામાં પવનની દિશા ઉલ્ટાય છે. જે જમીનથી સમુદ્ર તરફની હોય છે.
- સમુદ્ર તરફથી આવતો પવન વરસાદ લાવે છે.
- ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે જેને કારણે વરસાદ આવે છે.
- વરસાદ દરેક વખતે સુખ દાયક હોવો એ જરૂરી નથી. અતિવૃષ્ટિ ખૂબ જ ભયંકર હોનારત છે. આ ઉપરાંત ગાજવીજ સાથેનું વાવાઝોડું તથા ચક્રવાત નુકસાન પણ કરી શકે છે.
### ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત ##
- ભારતની આબોહવા ગરમ, ભેજવાળી અને ઉષ્ણકટિબંધીય છે.
- જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ બને છે. જે પોતાની સાથે પાણીના ટીપાં ઉપર લઇ જાય છે, ત્યાં તે ઠરી જાય છે જે ફરીથી જમીન પર પડે છે.
- નીચે પડતાં પાણીના ટીપાં અને ઉપર તરફ ઝડપથી હતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે. જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે.
### ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાત મા કેવી રીતે રૂપાંતર થાય છે###
- જ્યારે વરાળમાંથી પાણી બને છે ત્યારે વરસાદના ટીપા બને છે. જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે.
- આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ કરે છે. આમ થતાં ત્યાં દબાણ ઘટે છે અને આજુબાજુની હવા ત્યાં ઘસી આવે છે.
- આમ આ કેન્દ્ર મા એક ચક્ર રચાય છે જેની આસપાસ ઝડપથી પવનો ઘસી આવે છે. આવી પરિસ્થિતિ ને ચક્રવાત કહેવાય છે.
- ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે.
### ચક્રવાતના કારણે થતો વિનાશ ##
- ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે. ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિમી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે.
- ચક્રવાત દ્વારા બનતા પાણીના મોજા ક્ક ખુબજ વિનાશકારી છે.
- ચક્રવાત ની આંખ આગળનું ઓછું દબાણ , તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે. અંહિ પાણી 3 થી 12 મોટર હોઈ શકે છે.
- ચક્રવાત કિનારા વાળા વિસ્તાર તરફ ઘસી આવે તો માલમિલકત તથા ત્યાંના જનજીવન ને ગંભીર નુકસાન પહોંચાડે છે.
- તેના કારણે પુર તથા વરસાદ પણ આવે છે.
- ઝડપી ચક્રવાત સંદેશા વ્યવહારના સાધનો, વૃક્ષો તેમજ માલ મિલકત ની મોટી હોનારત સર્જે છે.
- ### અમેરિકા ખંડ માં તેને હરિકેન અને જાપાનમાં તેને ટાયફૂન કહેવાય છે###-
* વંટોળ * :
- વંટોળ એટલે ગળણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીન ની સપાટી પર પહોંચે છે.
- મોટા ભાગના વંટોળ નબળા હોય છે. પરંતુ વિનાશકારી વાંટોળની ગતિ લગભગ 300 કિમી / કલાક જેટલી હોઈ શકે છે.
## ચક્રવાત થી બચવાના અસરકારક પગલાં ##
- ચક્રવાતની આગાહી અને આગમચેતી ની વ્યવસ્થા
- સરકારી સંસ્થાઓ , દરિયાકાંઠા ના વિસ્તારો, સંદેશાવ્યવહાર
- ઝડપથી લોકોને સુરક્ષાત્મક સ્થાનો પર સરકાર દ્વારા પહોંચાડવા
- હવામાન દ્વારા થતી ચેતવણી નકારવી નહિ.
- અનિવાર્ય સામાન તથા પાલતુ જાનવરો ને સુરક્ષિત સ્થાને લઈ જવા.
- પોલીસ, ફાયરબ્રિગેડ અને મેડિકલ સેન્ટર ના ફોન નંબર હાથવગા રાખવા.
## ચક્રવાત વિસ્તારના લોકોએ શું કરવું##
- દૂષિત પાણીનો વપરાશ ન કરવો.
- વીજળીના ભીના તારનો સ્પર્શ પણ ન કરવો.
- ફરવાના બહાને ચક્રવાતના સ્થળો એ ન જવું.
- બચાવ દળ ના લોકો પાસે બિનજરૂરી માંગ ન કરવી.
- શક્ય તેટલી બીજાને મદદ કરવી.
### આધુનિક ટેકનોલોજી ની મદદ ##
- હાલના સમયમાં ઉપગ્રહો તથા રડાર ને લીધે કોઈપણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલા ચક્રવાત ની સૂચના મળી જાય છે.
- ચક્રવાતની ચેતવણી 24 કલાક પહેલા આપી દેવામાં આવે છે.
- જેથી યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
પ્રકરણનો સ્વાધ્યાય
1. નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
A) પવન એ ....... હવા છે.
- ગતિમાન
B) પવનની ઉત્પત્તિ નું કારણ પૃથ્વીની સપાટીની ...... ગરમ થવાની ઘટના છે.
- હવા
C) પૃથ્વીની સપાટી નજીક ....... હવા ઉપર ચડે છે, જ્યારે ........... હવા નીચે આવે છે.
- ગરમ,ઠંડી
D) હવાનો પ્રવાહ .......... દબાણવાળા વિસ્તારથી .......... દબાણ વાળા વિસ્તાર તરફ હોય છે.
- ઊંચા , નીચા
2. આપેલા સ્થળે પવનની દિશા જાણવા માટેની બે પદ્ધતિઓ જણાવો.
- મુઠ્ઠીમાં ધૂળ લઈ નીચે પાડવાથી,
- વિન્ડ કોક
3. પુસ્તકમાં આપેલા ઉદાહરણો સિવાય બીજા બે તમારા અનુભવો જણાવો કે જે દર્શાવે કે હવા દબાણ કરે છે.
- ફુલાવેલો ફુગ્ગો, પાઇપમાથી પાણી ખેંચવા માટે હવા ખેંચવી,
4. તમે ઘર ખરીદવા માગો છો. શું તમે બારીઓ ધરાવતું પરંતુ વેન્ટિલેટર ( હવાબારી) વગરનું ઘર ખરીદશો? તમારો જવાબ સમજાવો.
- ના, કારણકે વેન્ટિલેટર ગરમ હવા બહાર કાઢવા માટે હોવું જોઈએ.
5. લટકતા જાહેરાતના કપડા કે પ્લાસ્ટિકના બેનરો તથા જાહેરાતના હોર્ડિંગ પર કાણા શા માટે પાડવામાં આવે છે?
- જાહેરાતના કપડા કે પ્લાસ્ટિકના બેનરો પર કાણા પાડવાથી હવા તેના દ્વારા બહાર નીકળી જાય છે. જેથી વધારે હવાનું દબાણ લાગતું નથી. અને બેનરો પર હવાનું જોર લાગતું નથી. જેથી બેનરો સહી સલામત રહે છે.
6. તમારા ગામ/શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે તમારા પાડોશીને તમે કેવી રીતે મદદ કરશો?
- રેડિયો અને અન્ય માધ્યમથી અપાતી ચેતવણી થી લોકોને માહિતગાર કરીશું.
- પોલીસ કે મેડિકલ ટીમને બોલાવીશું.
- બિનજરૂરી બહાર ન નીકળવા જણાવીશું.
7. ચક્રવાત વડે ઉદ્દભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્યાં આયોજનો જરૂરી છે?
- સુરક્ષિત જગ્યાએ પહોંચવું એ સૌથી પહેલી પ્રાથમિકતા છે.
- આકસ્મિક સેવાઓના નંબર રાખવા.
- જરૂરી વસ્તુઓ પહેલેથી લઈ લેવી
- વીજળીના જોડાણ છોડી લેવા
8. નીચે આપેલ સ્થળોમાંથી ક્યાં સ્થળો એ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી?
A) ચેન્નઈ
B) મેંગલુરુ
C) અમૃતસર*
D) પૂરી
9) આપેલા બિધનોમાંથી ક્યાં વિધાનો સત્ય છે?
A) શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.*
B) ઉનાળા મા પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.
C) ખૂબ જ ઉંચુ દબાણ અને તેની આસપાસ હવાના ઝડપથી ભ્રમણને લીધે ચક્રવાત સર્જાય છે.
D) ભારતના દરિયા કાંઠા પર ચક્રવાત આવવાની સંભાવના નથી.
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
પ્રકરણના અગત્યના પ્રશ્નો
1. પવન કોને કહે છે?
- ગતિશીલ હવાને પવન કહે છે.
2. પવનની ઝડપ વધે તેમ હવાના દબાણનું શું થાય છે?
- હવાનું દબાણ ઘટે છે.
૩. હવા હંમેશા ..... વિસ્તારથી..... વિસ્તાર તરફ ગતિ કરે.
- વધારે દબાણ વાળા વિસ્તાર થી ઓછા દબાણ વાળા વિસ્તાર તરફ
4. ચક્રવાત ને અમેરિકામાં શું કહે છે?
- હરીકેન
5. ફિલીપીન્સ માં ચક્રવાતને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
- ટાયફૂન
6. વિષુવવૃત્ત પર ગરમી કેમ વધુ પડે છે?
- ત્યાં બારે માસ સૂર્યના કિરણો સીધા પડે છે એટલે.
7. પવન કઈ રીતે રચાય છે?
- ગરમ હવા હલકી થઈ ઉપર જતા તેનું સ્થાન ઠંડી હવા લેવા આવે છે જેના કારણે પવન રચાય છે.
8. ચક્રવાત આવવાની સૌથી વધુ શક્યતા કેવા પ્રદેશોમાં જોવા મળે છે?
- દરિયા કિનારાના
9. ચક્રવાત બનવામાં ક્યાં પરિબળો જવાબદાર છે?
- પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન અને ભેજનું પ્રમાણ જેવા પરિબળો
10. દરિયાઈ લહેરો કોને કહે છે?
- સમુદ્રકાંઠે દિવસે પવન દરિયા થી ભૂમિ તરફ આવે છે તેને દરિયાઈ લહેર કહે છે.
11. પવનની ઉત્પત્તિ શેના કારણે થાય છે?
- જુદા જુદા સ્થળે અસમાન ગરમી પડવાના કારણે
12. પવનની દિશા જાણવા કયું સાધન વપરાય છે?
- વિન્ડકોક
13. શિયાળામાં પવનની દિશા કઈ બાજુ હોય છે?
- શિયાળામાં ઠંડીના કારણે જમીન જલ્દી ઠંડી થાય છે તથા સમુદ્રનું પાણી તેની સાપેક્ષે ગરમ હોય છે. તેથી દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે.
14. કઈ હવા હલકી છે?
- ગરમ
15. ચક્રવાત ના મધ્ય ભાગ ને શું કહે છે?.
- ચક્રવાત ની આંખ
16. પવનનો વેગ માપવા માટે કયું સાધન વપરાય છે?
- એનીમોમીટર
17. મોસમી પવન કોને કહેવાય?
- જે પવનો સમુદ્ર તરફ થી જમીન તરફ વહે છે તે વરસાદ લાવતાં હોવાથી તેમને મોસમી પવન કહેવાય છે.
18. ગળણી આકારનું કાળું વાદળ ચક્રાકારે જમીન તરફ આવે છે તેને શું કહે છે?
- વંટોળ
19. ચક્રવાત પુર ક્યારે લાવે છે?
- દરિયાકિનારે થી પસાર થાય ત્યારે
20. પ્રથ્વી પર ક્યાં ભાગે સૌથી વધુ ગરમી પડે છે?
- વિષુવવૃત્ત પર
21. એનીમોમિટરનો ઉપયોગ શું છે?
- પવનની ઝડપ માપવા.
22. શું મોટું અને ખુબજ શક્તિશાળી વાવાઝોડું કહેવાય છે?
- ચક્રવાત
23. વિનાશકારી વંટોળ ની ઝડપ કેટલી હોય છે?
- 300કિમી /કલાક
24. પૃથ્વીની 0° અક્ષાંશ બે શું કહેવાય છે?
- વિષુવવૃત્ત
25. પૃથ્વીના ધ્રુવો પર કઈ અક્ષાંશ હોય છે?
- ઉત્તર ધ્રુવ પર 90° ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ ધ્રુવ પર 90° દક્ષિણ અક્ષાંશ
26. કેવા સ્થળે વાંરવાર ગાજવીજ ઉત્પન્ન થાય છે?
- ભારત જેવા ગરમ, ઉષ્ણકટિબંધીય, ભેજવાળા વિસ્તારમાં વારંવાર ગાજવીજ ઉત્પન્ન થાય છે.
27.ગાજવીજ સાથેનું વાવાઝોડું કેવી રીતે ઉત્પન્ન થાય છે.
- વરસાદ સમયે નીચે આવતા પાણીના ટીપા અને ઉપર જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે. તેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે.
28. ચક્રવાત નો ક્યો ભાગ શાંત હોય છે?
- આંખ
29. ચક્રવાતના કારણે ઉછળતા મોજાની ઊંચાઈ કેટલી હોઈ શકે છે?
- 3 થી 12 મીટર
30. હરીકેન એ શું છે?
- ચક્રવાત
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાતપ્રકરણની સમજૂતી ભાગ:1:Click Here પ્રકરણની સમજૂતી ભાગ:2:Click Here પ્રકરણની સમજૂતી ભાગ:3:Click Here પ્રકરણનો સ્વાધ્યાય:Click Here પ્રકરણના અગત્યના પ્રશ્નો:Click Here
પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત
પ્રકરણની સમજૂતી ભાગ:1:Click Here
પ્રકરણની સમજૂતી ભાગ:2:Click Here
પ્રકરણની સમજૂતી ભાગ:3:Click Here
પ્રકરણનો સ્વાધ્યાય:Click Here
પ્રકરણના અગત્યના પ્રશ્નો:Click Here
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !