BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, October 11, 2023

બાળસંસદ ચુંટણી આયોજન ફાઈલ - ૨૦૨૩ -૨૦૨૪

 બાળસંસદ ચુંટણી આયોજન ફાઈલ - ૨૦૨૩ -૨૦૨૪

ઉદ્દેશ

                            કહેવાય છે કે, બાળપણમાં કેળવાયેલી સુટેવો મનુષ્યના વ્યકિત્તત્વનું ઉત્તમ રીતે ઘડતર કરે છે તેથી પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણની સાથે સાથે બાળકમાં ઉત્તમ ગુણો વિકસે તે દિશામાં કામ કરવું જરૂરી બને છે.

                                   બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિનીયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.

                                       પ્રાથમિક શાળાઓમાં બાળકોનું ભાવિ ઘડાય છે. વળી, વયસ્ક વ્યક્તિઓ કરતાં બાળકોની શીખવાની ઝડપ વધુ હોય છે. એમાંય વર્તનની ટેવોને તો તરત આત્મસાત કરે છે. શાળાઓ બાળકોને જ્ઞાન આપવાની સાથે પરોક્ષ રીતે માતા પિતા તથા સમુદાયને પણ સામેલ થવાની તક પૂરી પાડે છે. સાથે સાથે બાળકો અસરકારક રોલ મોડેલ્સ પણ હોય છે. તેઓ શાળામાં જે કાંઈ નવી સારી વર્તણૂક શીખે છે તે અન્ય બાળકો તેમજ ભાઈબહેનને પણ શીખવે છે. એટલું નહિ, ભવિષ્યમાં પોતે જયારે માતા પિતા બને છે ત્યારે પોતાનાં સંતાનોને પણ શીખવે એવી પૂરી શકયતા રહે છે.

                                        બાળસંસદ ની રચના લોકશાહી પધ્ધતિથી કરવામાં આવે છે. જેમાં શાળાના બધા વિધાર્થીઓ અને શિક્ષકો ચૂંટણીની પ્રક્રિયા ધ્વારા મહામંત્રી,  શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી, પાણીમંત્રી, સફાઈમંત્રી તથા રમતગમતમંત્રી વગેરેની પસંદગી કરવામાં આવે છે. શાળામાં સક્રિય અને સફળ બાળરાંસદ વિધાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યકિતગત વિકારાના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે. જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે. બાળકોમાં નેતૃત્વ, સમૂહભાવના સમયસ૨ નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસવાની સાથે સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજવામાં પણ મદદ મળી રહી છે. આમ, બાળસંસદ’ શિક્ષણમાં તેમજ જીવન ઘડતરમાં પણ ઉપકારક બને છે.

 બાળસંસદ ચુંટણી આયોજન ફાઈલ - ૨૦૨૩ -૨૦૨૪  : word FILE DOWNLOAD NOW : click here

બાળસંસદ ચુંટણી આયોજન ફાઈલ - ૨૦૨૩ -૨૦૨૪  : PDF FILE DOWNLOAD NOW : click here

 

બાળસંસદ માર્ગદર્શિકા ફાઈલ-1 : click here

બાળસંસદ માર્ગદર્શિકા ફાઈલ-2 : click here

બાળસંસદ માર્ગદર્શિકા ફાઈલ-3 : click here

 

 

બાળસંસદ અહેવાલ ૨૦૨૩/૨૪

 

                         શૈક્ષણિક વર્ષ ૨૦૨૩/૨૪ અંતર્ગત અમારી........................................................પ્રાથમિક શાળામાં બાળસંસદ નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરમાં આવી.

                              પ્રવૃતિનો મુખ્ય હેતું બાળકોમાં નેતાગીરીના ગુણ વિકસે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમજ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે. સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનિતી શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળસંસદનું નિર્માણ કરવામાં આવે છે.

                               માટે શાળામાં પ્રથમ તો શિક્ષક દ્વારા બાળકોને બાળસંસદ અને ચુંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી. તે મુજબ જાહેરનામુ ઉમેદવારોનું ફોર્મ ભરવાની-પાછું ખેંચવાની તારીખ, તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી. માટે ઉમેદવાર બાળકોને જરૂરી પ્રચાર પ્રસારનો સમય પણ આપવામાં આવ્યો. ચૂંટણીના દિવસે જરૂરી સ્ટાફ જેમ કે પ્રિસાઇન્ડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, સુરક્ષા કર્મચારી વગેરેની નિમણૂંક પણ કરવામાં આવી. તે માટે જરૂરી વર્ગવ્યસ્થા પણ કરવામાં આવી અને એક આદર્શ મતબૂથ તૈયાર કરવામાં આવ્યું. જેમાં મતપેટી, મતકુટીર અને બેઠક વ્યવસ્થાને ખાસ મહત્વ આપવામાં આવ્યું. કુમાર - કન્યા અલગ હરોળ રાખી અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. તેમજ મતદાનના અંતે મતપેટીને સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત મૂકવામાં આવી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાળકો તેમજ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

                                મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાળકો તેના પરિણામ માટે આતુરતા પૂર્વક રાહ જોતા હતા. ચુંટણીનું પરિણામ સૌ બાળકો અને શિક્ષકોની સમક્ષ જાહેર કરવામાં આવ્યું, પરિણામ બાદ વિજેતા જાહેર કરવામાં આવ્યા. બાળકોમાં બાળ સંસદ નો ખુબ ઉત્સાહ જોવા મળ્યો.

                                 વિજેતા ની યાદી બનાવવામાં આવી ત્યાર પછી મંત્રીમંડળ બનાવવામાં આવ્યું

 

બાળસંસદની  રચનાની પ્રક્રિયા 

 • શાળાના તમામ બાળકોને બાળસંસદ અંગેની સમજ આપવી
 •   ચૂંટણી પંચની રચનામાં ગામના અગ્રણી / એસ.એમ .સી. સભ્યો /વાલીઓ / આચર્ય /શિક્ષકમાંથી રસ ધરાવનાર કોઈપણ એક વ્યક્તિની ચુંટણી કમિશ્નર તરીકે નિમણૂક કરવી. 
 •   ચુંટણી કમિશ્નર  દ્વારા ચુંટણી સમિતિની રચના કરવી , જેમાં મુખ્ય ચુંટણી અધિકારી , પોલીંગ ઓફિસર , મદદનીશ વગેરે  હોય.
 •   ચુંટણીની તારીખ સમય નક્કી કરવા
 •   ઉમેદવારો પસંદ કરવા
 •   ઉમેદવારો દ્વરા  પ્રચારપ્રસાર
 •   ઉમેદવારીપત્ર ભરીને ચુંટણી કમિશ્નરશ્રીને ચેક કરીને આપવા
 •   ઉમેદવારોએ નિશાન પસંદ કરવા ( રાષ્ટીય પક્ષના નિશાન રાખવા)
 •   ચુંટણી સામગ્રી તથા મતદાર યાદી તૈયાર કરવી
 •   ચુંટણીના નિયમો વિદ્યાર્થીને  તથા ઉમેદવારોને સમજાવવા
 •   વિદ્યાર્થીઓને ચુંટણીની પ્રક્રિયા સમજાવવી
 •   ચુંટણીનો દિવસ
 •   વિજેતાઓની જાહેરાત
 •   સર્વ સંમતિથી મહામંત્રી તથા મંત્રી મંડળની રચના કરવી
 •   મંત્રીઓની નિમણૂક તથા ખાતાઓની ફાળવણી
 •   હવે બાળસંસદ શાળાનું સમગ્ર તંત્ર સુચારુ અને વ્યવસ્થિત રીતે ચલાવશે  

બાળસંસદ ચુંટણી આયોજન ફાઈલ - ૨૦૨૩ -૨૦૨૪  : word FILE DOWNLOAD NOW click here

બાળસંસદ ચુંટણી આયોજન ફાઈલ - ૨૦૨૩ -૨૦૨૪  : PDF FILE DOWNLOAD NOW : click here

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !