BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, September 12, 2020

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 8 કોષ - રચના અને કાર્યો || Science Standard 8th Chapter 8 Cell - Structure And Functions ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 8 કોષ - રચના અને કાર્યો 
|| Science Standard 8th Chapter 8 Cell - Structure And Functions ||
પ્રકરણ 8 કોષ - રચના અને કાર્યો
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -3 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here

પ્રકરણની સમજૂતી ભાગ -1,2 અને 3 

**8.1  કોષની શોધ**
•રોબર્ટ હુક (1665), બાટલીના બુચનો સુક્ષ્મ છેદ
8.2 કોષ*
  * ઈમારત માં ઈંટ તેમ સજીવોમાં કોષ એ પાયાનો એકમ કહેવાય.
* પ્રાણીઓ અને વનસ્પતિઓ બધાજ કોષોના બનેલા હોય છે.
* મરઘીનું ઈંડુ એક કોષ છે તે કદમાં મોટું હોવાથી નરી આંખે જોઇ શકાય છે.


* કોષના આધારે સજીવોના પ્રકાર *
•જે સજીવોના શરીર એક કોષથી વધારે કોષોના બનેલા હોય છે, તેને બહુકોષીય સજીવ કહેવાય. 
•બહુકોષી સજીવનું જીવન પણ એકકોષથી શરૂ થાય છે.
•કેટલાક સજીવો એવા છે કે તે માત્ર એક જ કોષ ધરાવે છે. આવા સજીવોને એકકોષીય સજીવો કહે છે. અમીબા, પેરામિશિયમ
•એકકોષી સજીવો પણ બધીજ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહિકોષિય સજીવો કરે છે.
•એકકોષી સજીવમાં એકકોષ દ્વારા શ્વસન, ઉત્સર્જન, વૃધ્ધિ વગેરે ક્રિયા થાય છે. બહુકોષિ સજીવમા આ ક્રિયા વિવિધ કોષોના સમૂહ દ્વારા થાય છે.
* કોષોના આકાર*
•અમીબા : એકકોષી સજીવ છે. તે પ્રવર્ધો ધરાવે છે. જેને ખોટા પગ કહે છે. તે ખોટા પગને ગમે તે બાજુ એ ફેલાવે ખોરાક નો કણ ગ્રહણ કરી શકે છે. તેનો આકાર અનિયમિત છે.આ ખોટા પગ તેને ગતી કરવામાં પણ મદદ કરે છે.
•શ્વેતકણ પણ તેનો આકાર બદલી શકે. શ્વેત કણ એક કોષ છે.જે મનુષ્યના શરીરમાં રુધિરમાં જોવા મળે છે.
•કોષોના આકાર સામાન્ય રીતે ગોળ( રક્તકણ), ચપટાં, લંબાયેલા હોય છે.
•કેટલાક કોષો લાંબા હોય છે જેના બને છેડા અણીદાર( ત્રાકાકાર: સ્નાયુકોષો) હોય છે.
•ચેતાકોષો શખાયુક્ત હોય છે. જે સંદેશાનું વહન કરે છે.
•કોષોને આકાર પ્રદાન કરવાનું કામ પટલ અને કોષદિવાલ કરે છે. કોષદીવાલ કોષને દ્ઢતા પ્રદાન કરે છે.


* કોષોનું કદ*
•સજીવોમાં કોષનું કદ 1મીટરના દસલાખ ભાગ કરો તેટલું નાનું હોય શકે.
•કેટલાક કોષ સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય શકે.
•સુક્ષ્મ કોષો જોવામાટે માઈક્રોસ્કોપ ની જરૂર પડે છે. 
•સૈાથીનાનો કોષ બેક્ટેરિયાનો 0.1 થી 0.5 માઇક્રો મીટર છે.
•સૌથી મોટો કોષ શાહમૃગ નું ઈંડુ છે. તેનું કદ 170mm ×130mm હોય છે.
•કોષનું કદ પ્રાણી કે વનસ્પતિના કદ સાથે સંબંધિત નથી.
•એટલે એવું કહી ન શકાય કે હાથીના કોષો ઉંદર થી મોટા હોય.
* કોષની રચના અને કાર્ય **
•કોઈપણ સજીવમાં કોષોના સમૂહ પેશીની રચના કરે છે. જે કોઈ નિશ્ચિત કાર્ય કરે છે.
•આમ પેશી એ કોષોની બનેલી છે. સજીવ નો મૂળભૂત રચનાત્મક એકમ કોષ કહેવાય છે.
•આમ, પેશી જે કાર્ય કરે છે તે કોષો મળીને  કરે છે તેમ કહેવાય 
* કોષના ભાગો*
•કોષના મૂળભૂત ઘટકો કોષરસ પટલ, કોષકેન્દ્ર અને કોષરસ છે. કોષરસ તેમજ કોષકેન્દ્ર એ કોષરસપટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષના કેન્દ્રમાં એક ઘટ્ટ ગોળાકાર રચના હોય છે તેને કોષકેન્દ્ર કહે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલ હોય છે તેને કોષરસ કહે છે.
•* કોષરસ પટલ*
•કોષરસ તેમજ કોષ કેન્દ્ર એ કોષકેન્દ્ર પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. તેને જીવરસ પટલ પણ કહે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવર-જવર માટે નું કાર્ય કરે છે.
•વનસ્પતિ કોષમાં કોષરસ પટલની ફરતે વધારાનું પડ હોય છે જેને કોષદિવાલ કહે છે.
•* કોષરસ*
•કોષરસએ  કોષરસ પટલ અને કોષકેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હોય છે.
•કોષરસમાં ઘણી અંગિકાઓ આવેલી હોય છે જેમકે કણાભસૂત્ર ગોલ્ગીકાય વગેરે


•* કોષકેન્દ્ર *
•કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર રચના હોય છે જેને કોષકેન્દ્ર કહેવાય છે.
•તે સરળતાથી માઈક્રોસ્કોપ વડે જોઈ શકાય છે.
•તે કોષરસથી કોષકેન્દ્ર પટલ દ્વારા અલગ પડે છે. કોષકેન્દ્ર પટલ પણ છિદ્રાળુ હોય છે જે કોષરસ અને કોષકેન્દ્ર ની વચ્ચે છે. તે પદાર્થોની અવર- જવર થવા દે છે.
** વધારે ક્ષમતા વાળા માઈક્રોસ્કોપ મા જોતા કોષકેન્દ્રમાં પણ એક ગોળાકાર સંરચના જોવા મળે છે તેને કોષકેન્દ્રિકા કહે છે.કોષકેન્દ્રમા દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે છે જે રંગસૂત્રો કહેવાય છે. તે જનીન ધરાવે છે. આ જનીન દ્વારા આનુવંશિક લક્ષણો સંતતિમાં આવે છે.રંગસૂત્રો કોષવિભાજન થાય ત્યારે જ દેખાય છે.સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહેવાય છે. જીવરસમા કોષરસ અને કોષ્કેન્દ્ર નો સમાવેશ થાય છે. જીવરસ ને કોષના જીવંત ઘટક તરીકે ઓળખાય છે.*
** વનસ્પતિ કોષ*
•રસધાની જોવા મળે છે. જે મોટી હોય છે. વિવિધ રંજક કણ જોવા મળે છે. જેમાં લીલાં રંગના હોય તે હરિત દ્રવ્ય છે. તે પર્ણના લીલાં રંગ માટે જવાબદાર છે. વનસ્પતિ કોષમાં કોષદીવાલ જોવા મળે છે.જે કોષને દઢતા આપે છે.
•હરિત કણ પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે.
*પ્રાણીકોષ-
•રસાધાનીઓ નાની હોય છે. હરિત કણ જોવા મળતું નથી. કોશદિવાલ પણ હોતી નથી. બાકીની અંગિકાઓ બંને કોષમાં જોવા મળે છે.
* વનસ્પતિ કોષ અને પ્રાણીકોષ ની તુલના*
•વનસ્પતિ કોષમાં હરિતકણો આવેલા છે જ્યારે પ્રાણી કોષ માં આવેલા હોતા નથી.
•વનસ્પતિ કોષ માં કોષ દીવાલ આવેલી છે જ્યાંરે તે પ્રાણીકોષમાં જોવા મળતી નથી.
•વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે જ્યારે પ્રાણી કોષમાં રસધાનીઓ નાની હોય છે


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇પ્રકરણનો સ્વાધ્યાય 


પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો.
A)એક કોષીય સજીવો એક કોષનું શરીર ધરાવે છે.✓
B)સ્નાયુ કોષો શાખીત હોય છે. ×
C)સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે. ×
D)અમીબા અનિયમિત આકાર ધરાવે છે.✓
પ્રશ્ન 2. માનવ ચેતાકોષની આકૃતિ દોરો. ચેતાકોષ કયું કાર્ય કરે છે?
-ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે. જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનીયમનનું કાર્ય થાય છે.
પ્રશ્ન 3. નીચેના પર ટૂંકનોંધ લખો.
A)કોષરસ :
•કોષરસએ  કોષરસ પટલ અને કોષકેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હોય છે.
•કોષરસમાં ઘણી અંગિકાઓ આવેલી હોય છે જેમકે કણાભસૂત્ર ,ગોલ્ગીકાય વગેરે
B)કોષકેન્દ્ર:
•કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર રચના હોય છે જેને કોષકેન્દ્ર કહેવાય છે.
•તે સરળતાથી માઈક્રોસ્કોપ વડે જોઈ શકાય છે.
•તે કોષરસથી કોષકેન્દ્ર પટલ દ્વારા અલગ પડે છે. કોષકેન્દ્ર પટલ પણ છિદ્રાળુ હોય છે જે કોષરસ અને કોષકેન્દ્ર ની વચ્ચે છે. તે પદાર્થોની અવર- જવર થવા દે છે.
પ્રશ્ન 4. કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી હોય છે?
•કોષરસ


પ્રશ્ન 5. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ની આકૃતિ દોરો. તેમાં જોવા મળતા ત્રણ તફાવત જણાવો
•વનસ્પતિ કોષમાં હરિતકણો આવેલા છે જ્યારે પ્રાણી કોષ માં આવેલા હોતા નથી.
•વનસ્પતિ કોષ માં કોષ દીવાલ આવેલી છે જ્યાંરે તે પ્રાણીકોષમાં જોવા મળતી નથી.
•વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે જ્યારે પ્રાણી કોષમાં રસધાનીઓ નાની હોય છે
પ્રશ્ન 6 સુકોષકેન્દ્રિય તથા આદિકોષકેન્દ્રીય વચ્ચેના તફાવતો જણાવો.
- સુકોષકેન્દ્રિય સજીવો વિકસિત કોષકેન્દ્ર ધરાવે છે. જ્યારે આદિ કોષકેન્દ્રીય સજીવોનું કોષકેન્દ્ર વિકસિત હોય છે.
પ્રશ્ન 7 કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે? તેનું કાર્ય જણાવો.
-કોષમાં રંગસૂત્રો કોષકેન્દ્રમાં જોવા મળે છે. તે જનીન ધરાવે છે અને આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમા વહન કરે છે.
       પ્રશ્ન 8  કોષ સજીવ નો મૂળભૂત એકમ છે. સમજાવો.
- સજીવનું શરીર અસંખ્ય કોષો મળીને બનેલું હોય છે. કોષો મળીને જ પેશીઓ બને છે. અને પેશીઓ મળીને તંત્ર બને છે. જેમ કે શ્વસન તંત્ર, પાચન તંત્ર, આમ શરીરના બધાજ અંગો કોષોના બનેલા છે. અને કોઈપણ ક્રિયા છે તે કોષ દ્વારા જ થાય છે. આમ કોષ એ સજીવ નો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
       પ્રશ્ન 9 શા કારણે હરીતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે, તે સમજાવો.
- વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તે પોતે સૂર્યપ્રકાશ મેળવી ખોરાક બનાવે છે. જ્યારે પ્રાણીઓ તો વનસ્પતિ પર આધાર રાખે છે. એટલે ખોરાક મેળવવા માટે હરિત કણ વનસ્પતિઓને ખાસ જરૂર છે.
     પ્રશ્ન 10 યોગ્ય શબ્દ વડે કોયડો પૂરો.
1.તે પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક છે. – હરિતદ્રવ્ય ( chlorophyll)
2.કોષરસમાં આવેલા રચનાઓ માટે વપરાતો શબ્દ -અંગિકા ( organell)
3.કોષમાં આવેલ જીવંતદ્રવ્ય -  જીવરસ
4.રંગસૂત્રો પર આવેલ આનુવંશિક એકમ – જનીન( genes)
5.લીલાં રાંજક કણ – હરિતકણ (chloroplast)
6.પેશીઓના ભેગા થવાથી બનતી રચના – અંગ (organ)
7.તે આજુબાજુના ઘટકોથી કોષના સંઘટકોને છૂટા પાડે છે. કોષરસપટલ ( cell membrane)
8.કોષ રસ માં આવેલ ખાલી જગ્યા- 
9. કોષોનો સમૂહ – પેશી ( tissue)

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇પ્રકરણ 8 કોષ - રચના અને કાર્યો
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -3 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !