BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, September 29, 2019

રમેશ પારેખ ગુજરાતી ઊર્મિકવિ

Jidiya Sanjay ,create a blog


રમેશ પારેખ (૧૯૪૦-૨૦૦૬)

પૂરુંનામ : રમેશ મોહનલાલ પારેખ
જન્મ :૨૭મી નવેમ્બર ૧૯૪૦ (અમરેલી)
અવસાન : ૧૭ મે ૨૦૦૬ (રાજકોટ)
અભ્યાસ :એસ.એસ.સી.
વ્યવસાય/પ્રવૃતિ : કવિ ,વાર્તાલેખક ,બાળસાહિત્યકાર
સમયગાળો : આધુનિક ગુજરાતી સાહિત્યના કવિ

રમેશ પારેખનું જીવનદર્શન:

v  તેમનો જન્મ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો હતો.
v  તેમણે પારેખ મહેતા વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો હતો.
v  ઈ.સ.૧૯૫૮માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉતીર્ણ કરી.
v  ઈ.સ.૧૯૬૦માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા.
v  તેમની પ્રથમ વાર્તા પ્રીતની દ્દુનીયાચાંદની વાર્તાના સામયિકમાં તેઓ જ્યારે શાળામાં અભ્યાસ કરતાં હતા ત્યારે પ્રગટ થઈ હતી.
v  ચિત્રકળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો હતો ,તેમજ વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત કલબની સ્થાપના પણ કરી હતી.
v  ૧૭ મે,૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે ૬૫ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

રમેશ પારેખનું સાહિત્યસર્જન :


v  તેમણે કાવ્ય,નવલિકા,બાળસાહિત્ય,નિબંધ,અછાંદસ કવિતાઓ અને ગઝલોમાં પણ યોગદાન આપ્યું છે,પરંતુ તેઓ તેમના ગીતો માટે જાણીતા છે.
v  ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકવિ તરીકે જાણીતા થયેલા રમેશ પારેખનો પ્રથમ કાવ્યસંગ્રહ “છ અક્ષરનું નામ” (૧૯૯૧)હતું .
v  “ક્યાં”કાવ્યસંગ્રહથી “સ્વગતપર્વ”સુધીની બધી કાવ્યરચનાઓ “છ અક્ષરનું નામ” (૧૯૯૧) એ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થઈ છે.
v  તેઓ મુખ્યત્વે ગીતકવિ છે : “ગોરમાને પાંચે આંગળીએ...” , “હવે આંખોનું નામ...” , “ તમને ફૂલ દીધાનું યાદ...”  ,  “ વરસાદ ભીંજવે ...”  ,  “ સૈ,મને ચૂંટી તો ખણ...”  ,  “ શું છે ...?”  ,             “ દરિયાઊ શમણે આવ્યા ...” , “બાળપણનું રૂસણું..” ,  “ તકતા ને આંગળીઑ ફૂટી ....” અને “ તારો મેવાડ મીરા છોડશે …જેવુ ઉત્તમ ગીત કવિના સર્જક વ્યક્તિત્વને ઉત્તમ રીતે પ્રગટ કરી આપે છે.
v  તેમના (૧૯૭૦) ના પ્રથમ કાવ્યસંગ્રહ “ક્યાં” ની પ્રશંસા થઈ હતી.
v  કાળ સાચવે પગલાં (૨૦૦૯) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે.

રમેશ પારેખની સાહિત્યિક કૃતિઓ :


કાવ્ય:

Ø  ક્યાં (૧૯૭૦)
Ø  ખડિંગ(૧૯૭૯)
Ø  ત્વ(૧૯૮૦)
Ø  સનનન(૧૯૮૧)
Ø  ખમ્મા આલા બાપુને (૧૯૮૫)
Ø  મીરાં સામે પાર (૧૯૮૬)
Ø  વિતાન સુદ બીજ (૧૯૮૯)
Ø  લે તિમિરા સૂર્ય ! (૧૯૯૫)
Ø  છ અક્ષરનું નામ
Ø  અહીથી અંત તરફ (૧૯૯૧)
Ø  કાળ સાચવે પગલાં (૨૦૦૯)

નવલિકા :

Ø  સ્તનપૂર્વક (૧૯૮૩)

બાળસાહિત્ય:

Ø  હાઉક (૧૯૭૯)
Ø  દે તાલ્લી (૧૯૭૯)
Ø  ચી(૧૯૮૦)
Ø  હફરફ લફરફ (૧૯૮૬)

નિબંધ :

         Ø  હોંકારો આપો તો કહું(૧૯૯૪)

રમેશ પારેખના કાવ્યની મહત્વની પંક્તિઓ :


Ø  ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા ...
Ø  સાયબા તે તો કાઈ ન બાકી રાખ્યું રે ...
Ø  આ મન પાંચમના મેળામાં સહુ જાત લઈને આવ્યા છે ...
Ø  સાવરીયા રે મારો સવારિયો હું તો ખોબો માંગુ ને ...
Ø  સમસ્ત વિશ્વ નામ શબ્દના ટેકે ઊભું છે ...
Ø  તમે કોને મળ્યા ,ને કોને ફળિયા ,મા ઝળઝળિયા....
Ø 
Ø  એકદા શહેરમાં તરસ્યું કોઈ હરણ આવ્યું ...

રમેશ પારેખને મળેલા પારિતોષિકો:

Ø  કુમારચંદ્રક (૧૯૭૦)
Ø  નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૭૮)
Ø  રણજીતરામ સુવર્ણચંદ્રક(૧૯૮૬)
Ø  શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક (૧૯૮૬)
Ø  ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક(૧૯૮૮)
Ø  સંસ્કાર એવોર્ડ ,વડોદરા (૧૯૮૭)
Ø  ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
Ø  સાહિત્ય અકાદમી દિલ્લી ,પારિતોષિક (૧૯૮૯)
Ø  ગુજરાતી સાહિત્ય પરિષદ,પારિતોષિક (૧૯૯૫)

રમેશ પારેખના કાવ્યનો આસ્વાદ:

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા


ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા,
ને નાગલાં ઓછા પડ્યા રે લોલ


હે કમ્મખે  દોથો ભરીને કાઈ ટાંકયા,
ને આભલા ઓછા પડ્યા રે લોલ ...

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ
કે જૂઈના રેલા દડે રે લોલ
હે સૈ મારે...
હે સૈ મારે નેવાનું હારબંધ ટોળું
કે સામટું મોભે ચડે રે લોલ ...

બાઈ મારે ઊંબરાની મરજાદ
કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
હે આડોશ ...
હે આડોશ પાડોશ ઘમ્મકે વેલ્યુ
ને લાપસી ચૂલે ચડે રે લોલ ...

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી
હું છાનકી વાતું કરું રે લોલ
હે બાઈ મારે...
હે બાઈ મારે મોભારે કાગડો બોલે
ને અમથી લાજી મરૂ રે લોલ ...

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા,
ને નાગલાં ઓછા પડ્યા રે લોલ
  -----  ----        ----  ---રમેશ પારેખ

રમેશ પારેખ મહત્વના પ્રશ્નોત્તર
(૧) રમેશ પારેખનો જન્મ ગુજરાતનાં ક્યાં જીલ્લામાં થયો હતો ?
અમરેલી
(૨) રમેશ પારેખની પ્રથમ વાર્તાનું નામ જણાવો ?
પ્રીતની દુનિયા
(૩) રમેશ પારેખ આધુનિક ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય સ્વરૂપને કારણે ખૂબ જ પ્રખ્યાત બન્યા હતા ?
ગીતકવિ તરીકે
(૪) છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહના કવિ કોણ છે?
રમેશ પારેખ
(૫) તમને ફૂલ દીધાનું યાદ” કાવ્યપંક્તિ ક્યાં કવિની છે?
રમેશ પારેખ
(૬) “તારો મેવાડ મીરા છોડશે” જેવુ ઉત્તમ ગીત આપનાર કવિ કોણ છે?
રમેશ પારેખ
(૭) “કાળ સાચવે પગલાં” (૨૦૦૯) કાવ્યસંગ્રહ ક્યાં સાહિત્યકાર દ્વારા સંપાદિત કારવામાં આવ્યો છે?
નિતિન વડગામા
(૮) “સમસ્ત વિશ્વ નામ શબ્દના ટેકે ઊભું છે” કાવ્યની પંક્તિના કવિ કોણ છે?
રમેશ પારેખ
(૯) રમેશ પારેખના વાર્તાસંગ્રહનું નામ જણાવો ?
સ્તનપૂર્વક (૧૯૮૩)
(૧૦) હોંકારો આપો તો કહું” (૧૯૯૪) કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો?
નિબંધ
(૧૧) વિતાન સુદ બીજ (૧૯૮૯)કૃતિના કર્તાનું નામ જણાવો ?
રમેશ પારેખ
(૧૨) ક્યાં’ , ‘ખડિંગ અને સનનન જેવી સાહિત્યિક કૃતિના કર્તા કોણ છે?
રમેશ પારેખ
(૧૩) “હફરફ લફરફ” (૧૯૮૬) કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો ?
બાળસાહિત્યનો સંગ્રહ 
(૧૪) ઈ.સ.૧૯૭૮માં કઈ સાહિત્યિક કૃતિ માટે રમેશ પારેખને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો?
ખડિંગ
(૧૫) રમેશ પારેખને ગિજુભાઈ બધેકા પારિતોષિક કઈ કૃતિ માટે મળ્યું હતું ?
મીરા સામે પાર
(૧૬) ઈ.સ.૧૯૯૪માં રમેશ પારેખને દિલ્લી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર કઈ કૃતિ માટે મળ્યો હતો?
વિતાન સૂદ બીજ


રમેશ પારેખ આધુનિક ગુજરાતી સાહિત્યના ઊર્મિકવિનો પરિચયનો વિડિયો આપ નિહાળી શકો છો .
No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !