BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, October 1, 2019

મહાત્મા ગાંધીજી

Jidiya Sanjay ,create a blog

ગાંધીજી

પુરુનામ : મોહનદાસ કરમચંદ ગાંધી
જન્મ : ૨જી, ઓક્ટોબર ૧૮૬૯ (પોરબંદર)
અવસાન : ૩૦મી, જાન્યુઆરી ૧૯૪૮ (નવી દિલ્લી ) શહિદદિન
પિતાનું નામ : કરમચંદ ઉત્તમચંદ ગાંધી
માતાનું નામ : પૂતળીબાઈ કરમચંદ ગાંધી
પત્નીનું નામ : કસ્તુરબા
ગાંધીજીના પુત્રો : હરિલાલ ગાંધી, મણિલાલ ગાંધી, રામદાસ ગાંધી ,દેવદાસ ગાંધી
અભ્યાસ : બાર-એટ-લો
પ્રવૃતિ : રાષ્ટ્રસેવા: અંગ્રેજી શાસન સામે સફળ અહિંસક આંદોલન


ગાંધીજીનું સાહિત્યસર્જન

આત્મકથા


મારો જેલ અનુભવ (૧૯૨૧)
દક્ષિણ આફ્રીકાનો સત્યાગ્રહનો ઈતિહાસ ભાગ :૧ અને ૨ (૧૯૨૫)
યરવડાનો અનુભવ (૧૯૨૫)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા ભાગ :૧ અને ૨ (૧૯૨૭)
જીવનચરિત્ર
એક સત્યવીરની કથા (૧૯૪૧)
ત્યાગમૂર્તિ અને બીજા લેખો (૧૯૩૮)
ધર્માત્મા ગોખલે (૧૯૫૦)

શિક્ષણ

ખરી કેળવણી (૧૯૩૮)
કેળવણીનો કોયડો (૧૯૩૮)
પાયાની કેળવણી (૧૯૫૦)
શિક્ષણનું માધ્યમ (૧૯૫૪)

પત્ર

બાપુના પત્રો ભાગ: ૧ થી ૭ (૧૯૪૯ -૧૯૫૨)
પાંચમા પુત્રને બાપુના આશીર્વાદ (૧૯૫૭)

ચિંતન

હિન્દ સ્વરાજ (૧૯૦૯)
સર્વોદય (૧૯૨૨)
નીતિ નાશને માર્ગે (૧૯૨૭)
અનાસક્તિયોગ ( ૧૯૩૦)
ગીતાબોધ (૧૯૩૦)
મંગલપ્રભાત (૧૯૩૦)
વર્ણ વ્યવસ્થા (૧૯૩૪)
ધર્મમંથન (૧૯૩૫)
વ્યાપક ધર્મભાવના (૧૯૩૭)
મારો સમાજવાદ (૧૯૬૦)
ઈશુ મારી નજરે (૧૯૬૦)
અસ્પૃશ્યતા (૧૯૬૧)
ગ્રામસ્વરાજ (૧૯૬૩)
મારા સ્વપનનું ભારત (૧૯૬૩)
મારો ઈશ્વર (૧૯૬૪)

પ્રકિર્ણ

ગામડાની વહારે (૧૯૩૧)
આરોગ્યની ચાવી (૧૯૩૨)
દેશી રાજ્યોનો પ્રશ્ન (૧૯૪૧)
રચનાત્મક કાર્યક્રમ (૧૯૪૨)
પંચાયત રાજ (૧૯૬૦)
હરિજન સેવકો માટે ( ૧૯૬૧)
હિન્દી વિધ્યાર્થીઓ (૧૯૬૨)
મુરખરાજ (૧૯૬૪)

તંત્રી

ઇંડિયન ઓપીનિયન (૧૯૦૪-૧૯૧૪)
નવજીવન (૧૯૧૯)
યંગ ઈન્ડિયા (૧૯૧૯)

ગાંધીજીનું જીવનદર્શન

ગાંધીજીની કિશોરાવસ્થા અને તરુણાવસ્થા રાજકોટમાં પસાર થઈ હતી.
રંભા નામની ઘરમાં કામ કરતી દાસી પાસેથી ગાંધીજીને જીવનનો અમૂલ્ય મંત્ર “રામનામ” પ્રાપ્ત થયો હતો.
નાની ઉમરમાં જોયેલું “હરિશ્ચંદ્ર”નું નાટક પણ ગાંધીજીને સત્યવ્રતી બનવા માટે જીવનની ઉત્તમ તક પૂરી પડે છે.
સેવા,સદાચાર,ઈશ્વરનિષ્ઠા તેમજ સર્વધર્મ સમભાવ જેવા સંસ્કારો ગાંધીજીને નાનપણથી જ માતા-પિતા પાસેથી વારસામાં મળ્યા હતા.
ઈ.સ. ૧૮૯૪માં ૨૪ વર્ષની ઉમરે તેમણે દક્ષિણ આફ્રિકામાં “નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ”ની રચના કરી .
બેરિસ્ટર થઈને ભારત આવ્યા બાદ ગાંધીજીએ રાજકોટ અને મૂંબઈમાં વકીલાત માટે અસફળ પ્રયત્ન કર્યા હતા .
અમદાવાદમા ઈ.સ.૧૯૧૫માં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી .
ઈ.સ. ૧૯૧૭માં ચંપારણ સત્યાગ્રહ કર્યો .
ઈ.સ. ૧૯૨૦માં “ઓલ ઈન્ડિયા હોમરૂલ લીગ”ના પ્રમૂખ ચૂંટાયા .
તેમણે ઈ.સ. ૧૯૨૦માં “ગૂજરાત વિધ્યાપીઠ”ની સ્થાપના કરી હતી .
૧૨મી માર્ચ ,૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચનો આરંભ કર્યો.
ઈ.સ. ૧૯૩૧માં ઇંગ્લેન્ડમાં બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી બ્રિટિશ શાસનને ભારતનું દ્રષ્ટિબિંદુ સમજાવ્યું.
ઈ.સ.૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.
રાષ્ટ્રની સ્વતંત્રતા અર્થે પોતાના વિચારો લોકો સૂધી પહોંચાડવા તેમણે પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
તેઓ યંગ ઈન્ડિયા ,નવજીવન ,હરિજન તથા ઇંડિયન ઓપીનિયન (દક્ષિણ આફ્રિકા )ના તંત્રી રહ્યા હતા.
ઈ.સ. ૧૯૪૨માં “હિન્દ છોડો” ચળવળથી દેશની આઝાદીનો છેલ્લો તબક્કો આર્ંભ્યો .
“સત્યના પ્રયોગો”તેમની  આત્મકથાનું પુસ્તક છે.
તેમણે પોતાની આત્મકથામાં તેમના જીવનનું વર્ણન ૧૯૪૦ સુધીનું કરેલું છે.
“સાદું જીવન અને ઉચ્ચ વિચારો” એ ગાંધીજીનો જીવનમંત્ર હતો .
ગાંધીજીએ જહોન રસ્કીનના પુસ્તક “અન ટુ ધ લાસ્ટ” નું “સર્વોદય” નામથી રૂપાંતર કર્યું.
ગાંધીજી પર રશિયન લેખક ટોલ્સટોયની કૃતિ “વોર એન્ડ પીસ” નો અનુવાદ “વૈકુંઠ
તારા હૃદયમાં” નો ઊંડો પ્રભાવ હતો.
ગાંધીજીનું પ્રથમ પુસ્તક “હિન્દ સ્વરાજ”હતું .
ગાંધીજીના લાખણો “ગાંધીજીનો અક્ષરદેહ” શ્રેણીગ્રંથમાં પ્રગટ થયા છે.
તેમણે પોતાના આફ્રિકામાના સત્યાગ્રહને સૌથી શુદ્ધ અને સફળ સત્યાગ્રહ ગણાવ્યો છે.
જગતના આત્મકથા સાહિત્યમાં “સત્યના પ્રયોગોનું” નિશ્ચિત સ્થાન છે.
“વ્યાપક ધર્મભાવના”માં ગાંધીજીના ધર્મ વિષયક લેખો સંગ્રહાયા છે.
ગાંધીજીને પ્રજાએ “મહાત્મા” અને “રાષ્ટપિતા” તરીકે સમ્માન્યા છે .

ગાંધીજીની કેટલીક પંક્તિઓ

મારે મન ઈશ્વર એ જ સત્ય અને સત્ય એ જ ઈશ્વર છે.
સત્ય અને અહિંસા મારા ભગવાન છે.
અલ્પાત્માને પામવા માટેનો સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.
ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
હું ફ્ક્ત મારા અંતરાત્માંને ખુશ રાખવા માંગુ છુ કે જે ભગવાન છે.
જીવન દરમિયાન મને  મારા પ્રશંસકો કરતાં ટીકાકારો પાસેથી વધુ જાણવા મળ્યું છે.
ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસોથી ગભરાવાનું બંધ કરીએ.
ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે.
જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિંદુસ્તાન પાયમાલ થઈ જાય.
રુદયમાથી જે આવે છે તે હું કહું છુ ઓપ ચઢાવ્યા વિના.

આપ મહાત્મા ગાંધીનો પરિચયનો વિડિયો નિહાળી શકો છો .


     

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !