BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, September 24, 2019

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા ગુજરાતી સાહિત્યકાર અને આધુનિક કવિ

Jidiya Sanjay ,create a blog


સિતાંશુ યશશ્ચન્દ્ર




જન્મ : ૧૮મી ઓગસ્ટ ૧૯૪૧ (ભુજ -કચ્છ)

પિતાનું નામ : શ્રી યશશ્ચન્દ્ર મહેતા (કચ્છ રાજ્યના ન્યાયાધીશ હતા)

માતાનું નામ : પંકજનયનાબહેન

વ્યવસાય : ગુજરાતી કવિ ,વિવેચક ,નાટ્યલેખક ,અનુવાદક

અભ્યાસ : બી.એ./એમ.એ./પીએચ.ડી.

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતાનું જીવનદર્શન :


તેમણે શિક્ષણ વડોદરા અને મુંબઈમાંથી લીધું હતું.

મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી -સંસ્કૃત વિષયો સાથે બી.એ.અને એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી.

૧૯૬૫થી ૧૯૬૮ સુધી ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે તેમણે સેવા આપી હતી.

૧૯૬૮માં ફૂલબ્રાઈટ સ્કોલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ.ની પદવી મેળવી.

ડો.ન્યુટન પી.સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ “નાટ્યચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ “ એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી. નો મહાનિબંધ લખ્યો.

તેઓ ભારત પાછા ફર્યા તે પૂર્વે એક વર્ષ ફ્રાંસમાં નિવાસ કર્યો અને ફોર્ડ ફેલોશિપ હેઠળ ત્યાં આયોનેસ્કોના “મેકબેથ” નાટકને ગુજરાતીમાં ઉતાર્યું તથા શેક્સપિયરના “મેકબેથ”સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો.

ભારત પાછા ફર્યા બાદ ઈ.સ. ૧૯૭૨થી ૧૯૭૭ દરમિયાન મુંબઈની મીઠીબાઈ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં તેઓ નિવૃત અધ્યાપક અને રાષ્ટ્રીય વ્યાખ્યાતા રહી ચૂકેલા છે.

સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ ભારતીય સાહિત્યના વિશ્વકોશના તેઓ પ્રમુખ સંપાદક હતા.

તેમને  તુલનાત્મક સાહિત્યના વિષયમાં સંશોધન માટે ફૂલબ્રાઈટ શિષ્યવૃતિ અને ફોર્ડ વેસ્ટ યુરોપીયન ફેલોશિપ મળેલી.

તેમણે મુખ્યત્વે ગુજરાતીમાં લખાણ લખ્યું છે પરંતુ તેમના પુસ્તકો હિન્દી અને અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલા છે.

આ ઉપરાંત તેમણે કેટલીક કવિતાઓ ,નાટકો અને વિવેચનને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરેલા છે.

“અતિવાસ્તવવાદ” તેમની મુખ્ય શૈલી ગણાય છે.તેમને આધુનિક ગુજરાતી સાહિત્યના “પરાવાસ્તવવાદી વિચારધારના પ્રેરક “ કહેવાય છે.

ગુજરાતી ભાષામાં પરાવાસ્તવની ભૂમિકાવાળી સાચી કવિતા આપવાનો યશ સિતાંશુ યશશ્ચન્દ્રને જાય છે.

તેમણે ૧૯૯૩ની હિન્દી ફિલ્મ “માયા મેમસાબ” ની અભિનયવાર્તા લખી હતી ,જે ગુસ્તાવ ફ્લોબર્ટની મેડમ બોવરી પર આધારિત હતી.

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતાનું સાહિત્યસર્જન:


તેમણે કાવ્ય,નાટક ,વિવેચન ,સંપાદન,અનુવાદન વગેરે જેવા વિવિધ સ્વરૂપોમાં સાહિત્યનુ સર્જન કર્યું છે.

કાવ્યસંગ્રહો :


ઓડિસ્યૂસનું હલેસું (૧૯૭૪)

મોએ -જો-દરો (૧૯૭૮)

જટાયું (૧૯૮૬)

વખાર (૨૦૦૮)

પ્રલય

ઘેરો

નાટ્યસંગ્રહો :


જાગીને જોયું તો

લેડી લાલકુંવર

વૈશાખી કોયલ (ટોમસ હાર્ડિની વાર્તા પરથી નાટ્યકૃતિનું રૂપાંતર થયેલું છે)

અશ્વત્થામાં આજે પણ જીવે છે (અને હણાય છે)

ખગ્રાસ

આ માણસ મદ્રાસી લાગે છે.

તોખાર(પિયર શેફર કૃત એકવસપર આધારિત )

કેમ મકનજી ક્યાં ચાલ્યા ?

ગ્રહણ

સાહિત્યસિદ્ધાંત-વિવેચન-સંપાદન વગેરે :


રમણીયતાનો વાગ્વિકલ્પ(૧૯૭૯)

અસ્યા: સર્ગ-વિધૌ:

સીમાંકન અને સીમોલ્લંઘન (૧૯૭૭)

નાટ્યકેસૂડાં (સંપાદન)

Froms of knowledge in India (અન્ય સાથે સંપાદિત)

તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ઓડિસ્યૂસનું હલેસુંમાં કઈ કેટલીયે રચનાઓ સરરિયલ શૈલી પ્રગટ કરતી જોવા મળશે જેમકે ;

મૃત્યુ :એક સરરિયલ અનુભવ

મનું : યમ અને જળ :એક સરરિયલ પુરાણકથા

મોએ -જો -દરો : એક સરરિયલ અકસ્માત

હો-ચી-મિન્હ માટે એક ગુજરાતી કવિતા

એક સરરિયલ સફ

જટાયું

મુબઈ :હાયાતિની તપાસનો એક સરરિયલ અહેવાલ

ઉપરોક્ત બધા કાવ્યો નોંધપાત્ર છે તેમજ ચાંદરણૂઅને માનસરોવર છલકયાજેવી સુંદર ગીતરચનાઓ પણ છે.

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતાને મળેલા કેટલાક મહત્વના પુરસ્કારો :

બ.ક.ઠાકોર ગોલ્ડ મેડલ (૧૯૬૫)

સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૭) :જટાયું કાવ્યસંગ્રહ માટે

રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૮૭)

યુ.જી.સી.રાષ્ટ્રીય વ્યાખ્યાતા (૧૯૮૭)

નેશનલ હાર્મની એવાર્ડ (૧૯૯૬)

નર્મદ ચંદ્રક (૨૦૦૧)

પદ્મ શ્રી (૨૦૦૬)

સરસ્વતી સમ્માન (૨૦૧૭):વખાર કાવ્યસંગ્રહ માટે -કે.કે .બિરલા ફાઉન્ડેશન દ્વારા

રાષ્ટ્રીય કબીર સન્માન (૧૯૯૮-૧૯૯૯)

ગુજરાત રાજય સરકાર કવિતા પુરસ્કાર

ઇંડિયન નેશનલ થિયેટર -ગુજરાત સમાચાર પુરસ્કાર

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતાના નોંધપાત્ર કાવ્યનો આસ્વાદ :

મૃત્યુ :એક સરરિયલ અનુભવ


ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.

ભડક્યા સામી છાતી અડધા કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ

પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભૂકડે ઊડે આંખ મહી જઈ પડ્યા

સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે વળી ડોકયા કરું

અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર ,ધોળા ઘોડા ,કાળે ખડકાળે રથ જોડ્યા .

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા ગુજરાતી સાહિત્યકાર : અગત્યના પ્રશ્નોત્તર

(૧) સિતાંશુ યશશ્ચન્દ્રને ઈ.સ.૧૯૮૭માં દિલ્લી સાહિત્ય અકાદમીનો પૂરસ્કાર ક્યાં કાવ્યસંગ્રહ માટે મળ્યો હતો?
જટાયું
(૨) કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા કવિ સિતાંશુ યશશ્ચન્દ્રને “વખારકાવ્યસંગ્રહ માટે ક્યો પૂરસ્કાર મળ્યો હતો?
સરસ્વતી સમ્માન
(૩) ભારત સરકારનો ચોથા નંબરનો સર્વોચ્ચ પૂરસ્કાર “પદ્મ શ્રી” સિતાંશુ યશશ્ચન્દ્રને ક્યારે મળ્યો હતો ?
ઈ.સ. ૨૦૦૬
(૪) “ઓડિસ્યૂસનું હલેસું” કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો ?
કાવ્યસંગ્રહ
(૫) “મોહે-જો-દરો” કાવ્યસંગ્રહના કવિ કોણ છે?
સિતાંશુ યશશ્ચન્દ્ર
(૬) ટોમસ હાર્ડિની વાર્તા પરથી રૂપાંતર નાટ્યકૃતિનું નામ જણાવો ?
વૈશાખી કોયલ
(૭) “તોખાર” કઈ કૃતિ પર આધારિત નાટ્યકૃતિ છે ?
“એકવસ(પિયર શેફર કૃત )
(૮) “ખગ્રાસ” કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો ?
નાટ્યસંગ્રહ
(૯) કેમ મકનજી ક્યાં ચાલ્યા ? કૃતિના રચનાકાર કોણ છે ?
સિતાંશુ યશશ્ચન્દ્ર
(૧૦) સિતાંશુ યશશ્ચન્દ્ર સંપાદિત પુસ્તકનું નામ જણાવો ?
નાટ્યકેસુડાં
(૧૧) સિતાંશુ યશશ્ચન્દ્રએ ક્યાં વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી હતી ?
રમણીયતાનો વાગ્વિકલ્પ (૧૯૭૯)
(૧૨)આધુનિક ગુજરાતી સાહિત્યના “પરાવાસ્તવવાદી વિચારધારના પ્રેરક” તરીકે કોણ ઓળખાય છે ?
સિતાંશુ યશશ્ચન્દ્ર
(૧૩) સિતાંશુ યશશ્ચન્દ્રના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ જણાવો ?
ઓડિસ્યુસનું હલેસું
(૧૪) “ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા .....” કાવ્યનું શીર્ષક જણાવો ?
મૃત્યુ : એક સરરિયલ અનુભવ
(૧૫) સિતાંશુ યશશ્ચન્દ્ર એ ઈ.સ. ૧૯૯૩માં કઈ હિન્દી ફિલ્મ માટે અભિનય વાર્તા લખી હતી ?
માયા મેમસા
(૧૬) “સીમાંકન અને સિમોલ્લઘન” ક્યાં સાહિત્યકારનું વિવેચન સંગ્રહનું પુસ્તક છે ?
સિતાંશુ યશશ્ચન્દ્ર
(૧૭) “આ માણસ મદ્રાસી લાગે છે” નાટ્યકૃતિના કર્તા કોણ છે ?
સિતાંશુ યશશ્ચન્દ્ર
(૧૮) સિતાંશુ યશશ્ચન્દ્રનો જન્મ ગુજરાતનાં ક્યાં જિલ્લામાં થયો હતો ?
કચ્છ-ભુજ





કવિ સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા સંપૂર્ણ પરિચયનો વિડિઓ આપ 

નિહાળી શકો છો. 



 

 





No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !