BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Monday, October 7, 2019

અનિલ જોશી આધુનિક ગુજરાતી સાહિત્યના કવિ

Jidiya Sanjay ,create a blog


અનિલ જોશી આધુનિક ગુજરાતી સાહિત્યના કવિ
પૂરું નામ : અનિલ રમાનાથ જોશી
જન્મ : ૨૮ જુલાઈ ૧૯૪૦ (ગોંડલ)
પિતાનું નામ : રમાનાથ જોશી
માતાનું નામ : તારાબહેન
વ્યવસાય/પ્રવૃતિ : કવિ ,નિબંધકાર
અભ્યાસ : એમ.એ.
સમયગાળો : આધુનિક ગુજરાતી સાહિત્ય

અનિલ જોશીનું જીવનદર્શન :
તેમનો જન્મ રાજકોટ જિલ્લાના ગોંડલમાં થયો હતો.
તેમણે પ્રા.શિક્ષણ ગોંડલ અને મા.શિક્ષણ મોરબીમાં લીધું હતું.
તેમણે ઈ.સ.૧૯૬૪માં એચ.કે.આર્ટ્સ કોલેજ,એમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ.ની પદવી મેળવી હતી.
તેમણે ઈ.સ.૧૯૬૨ થી ૧૯૬૯ દરમિયાન હીંમતનગર અને અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.
આ ઉપરાંત તેઓ ૧૯૭૧ થી ૧૯૭૬ સુધી કોમર્સસામયિકના તંત્રી રહી ચૂક્યા છે.
ઈ.સ.૧૯૭૬ -૧૯૭૭ દરમિયાન પરિચયટ્રસ્ટમાં સહસંપાદક પણ હતા.
આ ઉપરાંત તેઓએ ઈ.સ. ૧૯૭૭ થી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેંટ પ્રોજેકટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી છે.

અનિલ જોશીનું સાહિત્યસર્જન :
તેમના સવાર ,સાંજ ,સૂકી જુદાઈની ડાળ,વાલમનો હરિયાળો કોલ ,લે બોલ!,મોસમનું ટાણું , વાયરાની સીમ,
બરફના પંખી , ખાલી શકુંતલાની આંગળી, કન્યા વિદાય વગેરે ગીતો ખૂબ જ પ્રસિદ્ધ પામ્યા છે.
ગેસ ચેમ્બર જેવી દીર્ધ અછાંદસ રચનાઓ અને હોઊ તથા સતત જેવી ગઝલો જાણીતી કાવ્યરચનાઓ છે.
શબ્દની પસંદગી અને લયનું સંયોજન એ બે તેમની ગીતકવિતામાં તરત આગળ તરી આવે છે.
ઈ.સ. ૧૯૯૦માં તેમને સ્ટેચ્યુંનિબંધસંગ્રહ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારપ્રાપ્ત થયો હતો.



કાવ્યસંગ્રહો :
(૧) કદાચ (૧૯૭૦)
(૨) અમે બરફના પંખી (૧૯૮૧)
(૩) પાણીમાં ગાંઠ પડી ગઈ (૨૦૧૨)

નિબંધસંગ્રહો :
(૧) સ્ટેચ્યું (૧૯૮૮)
(૨) બૉલપેન
(૩) બારીને પડદાનું કફન
(૪)કાગડો ધોળા દિવસનું અંધારું છે
(૫) જળની જન્મોત્રી
(૬)પવનની વ્યાસપીઠે (૧૯૮૮-લલિત નિબંધસંગ્રહ)

અનિલ જોશીની કેટલીક જાણીતી કાવ્યપંક્તિઓ:
અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પિગળ્યા’’
“સમી સાંજનો ઢોલ ઢ્બુકતો જાન ઉઘલતી મ્હાલે ,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે”

અનિલ જોશીના કાવ્યનો આસ્વાદ :
કન્યાવિદાય
સમી સાંજનો ઢોલ ઢ્બૂકતો ,જાન ઉઘલતી મ્હાલે;
કેસરિયાળો સાફો ઘરનું ,ફળિયું લઈને ચાલે.

                     ----------અનિલ જોશી.





અનિલ જોશી ગુજરાતી કવિનો પરિચયનો વિડિયો આપ નિહાળી શકો છો :


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !