BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Monday, October 14, 2019

'આદિલ'મન્સૂરી પ્રસિદ્ધ ગઝલકાર

Jidiya Sanjay ,create a blog

આદિલ મન્સૂરી (૧૯૩૬-૨૦૦૮)

કવિ પરિચય:

પૂરું નામ: ફકીરમહંમદ ગુલામનબી મન્સૂરી
જન્મતારીખ: ૧૮ મે ૧૯૩૬
જન્મસ્થળ: અમદાવાદ
અભ્યાસ: મેટ્રિક
પ્રવૃતિ: પત્રકારત્વ,એડવર્ટાઈઝિંગ,કોપીરાઈટીંગ
અવસાન: ૬ નવેમ્બર ૨૦૦૮

આદિલ મન્સૂરીનું જીવનદર્શન:

તેમનો જન્મ અમદાવાદમા થયો હતો.
તેમણે પ્રા.શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજની શાળામાં લીધું હતું તેમજ મા. શિક્ષણ અનુક્રમે અમદાવાદની જે.એલ.ન્યુ.ઈંગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં લીધું હતું.
આદિલ મન્સુરીએ ૧૮ વર્ષની ઉમરે સૌપ્રથમ ગઝલ કયા છે દરિયો ,ક્યાં છે સાહિલઆપી હતી.
તે ઉપરાંત તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ વળાંકઆપ્યો હતો.
તેમની કેટલીક ગઝલો મનહર ઉધાસના સૂરમાં પ્રખ્યાત બની છે.
તેમણે કરાંચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમા સૂતરનો અને કાપડનો વેપાર કર્યો હતો.
તેમણે ટોપીક અને અંગના જેવા અંગ્રેજી -ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી કરી હતી.
૧૯૭૨માં જાણીતી એડવર્ટાઈઝિંગ કંપની શિલ્પીમાં કોપીરાઈટર પણ રહ્યા હતા.
છેવટે તેમણે ભારત છોડી કાયમ માટે અમેરીકામાં વસવાટ કર્યો હતો.
આદિલ મન્સૂરીનું ૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ અમેરિકાના ન્યુજર્સીમાં અવસાન થયું હતું.

આદિલ મન્સૂરીનું સાહિત્યસર્જન:

સાહિત્યસર્જન:

વળાંક(૧૯૫૭)
પગરવ(૧૯૬૦)
સતત(૧૯૭૦)
ન્યુયોર્ક નામે ગામ(૧૯૯૬)
મળે ન મળે(૧૯૯૬)
હશ્રકી સુબહ દરખ્શા હો(ઉર્દુ -૧૯૯૭)
ગઝલના આયના ઘરમાં(૨૦૦૨)

એકાંકીસંગ્રહો:

હાથપગ બંધાયેલા છે(૧૯૭૦)
જે નથી તે(૧૯૭૩)
પેન્સિલની કબર અને મીણબત્તી

સંપાદન (અન્ય સાથે)

ગઝલ ઉસને છેડી(૧૯૬૫)
ગમી તે ગઝલ(૧૯૭૫)
મેઈક બિલીવ
રે સામયિક
ઉન્મૂલન સામયિક

વિશેષ નોંધ:

અમેરિકાના નિવાસી
સફળ ચિત્રકાર તરીકે લબ્ધપ્રતિષ્ઠ
ગુજરાત રાજય પારિતોષિકો :૧૯૬૬,૧૯૬૮,૧૯૭૦
ગુજરાતી સાહિત્ય પરિષદ પરિતોષિક:૧૯૬૬
યુરોપનો સાંસ્કૃતિક પ્રવાસ

આદિલ મન્સૂરીની કેટલીક ગઝલના શેઅર :

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

એ આંખ ઊઘડે અને શરમાય ગઝલ,
એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ.

કોણે કહ્યું લયને કોઈ આકાર નથી હોતા?
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય,
દર્દ આપો તો જરા જોઈ વિચારી આપો.


પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

કેટલું સમજાવશે એ લોકને તું પણ આદિલ’,
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા.

વીજળીની સાથે સાથે  જરૂરી છે મેઘ પણ,
હસવામાં કઈ મજા નહીં આવે રુદન વિના.

કરતાં રહે છે પીઠની પાછળ સદા પ્રહાર,
એ બીજું કોણ હોઈ શકે છે સ્વજન વિના.

વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા,
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

ફૂલો લઈને બાગથી હું નીકળી ગયો ને,
પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો,
જે કઈ બની ગયો એ બરાબર બની ગયો.

આદિલ મન્સૂરીને મળેલા પુરસ્કારો:

કલાપી પુરસ્કાર(૧૯૯૮)
વલી ગુજરાતી પુરસ્કાર(૨૦૦૮)

આપ આદિલ મન્સૂરીનો સંપૂર્ણ પરિચયનો વિડિયો નિહાળી શકો છો :





No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !