BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, March 13, 2020

માધવ રામાનુજ (આધુનિક ગુજરાતી કવિ અને ગઝલકાર)Madhav Ramanuj Gujarati Gazalkar

Jidiya Sanjay ,create a blog

Subscrib Our You Tube Channel:Click Here


માધવ રામાનુજ

પૂરું નામ : માધવ ઓધવદાસ રામાનુજ
જન્મ : ૨૨ મી એપ્રિલ ૧૯૪૫ પચ્છમ (અમદાવાદ)અભ્યાસ : ડિપ્લોમા ઈન આર્ટ્સ
સમયગાળો :આધુનિક ગુજરાતી સાહિત્ય
વ્યવસાય/પ્રવૃતિ :કવિ ,લેખક ,ચિત્રકાર,નાટયકાર,નવલકથાકાર

માધવ રામાનુજનું જીવનદર્શન :
તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો.
.સ.૧૯૭૩માં તેમણે અમદાવાદની સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઓફ આર્ટની પદવી મેળવી હતી.
તેમણે ૧૯૬૯માં અખંડ આનંદ સામયિકના તંત્રીવિભાગમાં તેમજ ૧૯૬૯થી ૧૯૭૦ દરમિયાન વોરા એન્ડ કંપનીના પ્રકાશન માસિક પત્રિકાના સંપાદન વિભાગમાં કામગીરી કરી.
૧૯૭૦થી ૧૯૭૩ દરમિયાન તેમણે આર.આર.શેઠની કંપનીના પ્રકાશનોના મુખપુષ્ઠ ચિત્રોના કલાકાર તરીકે કામગીરી બજાવી.
૧૯૭૩ થી તેઓ સી.એન.ફાઈન આર્ટસ કોલેજના એપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક હતા અને પ્રિન્સિપાલ તરીકે નિવૃત થયા .

માધવ રામાનુજનું સાહિત્યસર્જન :

કાવ્યસંગ્રહો :

તમે
અક્ષરનું એકાંત (૧૯૯૫)
અનહદનું એકાંત (૨૦૧૨)
અંતરનું એકાંત
માધવ રામાનુજના કાવ્યો (૨૦૦૮)—સંપાદક (ડો.ચંદ્રકાન્ત શેઠ)

નવલકથા :

પિંજરની આરપાર (અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના સ્થાપક રૂબીન ડેવિડની આત્મકથનાત્મક નવલકથા)
સૂર્યપુરુષ ભાગ :૧થી૩ (ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવન પર આધારિત નવલકથા)

નાટક :

અક્ષરનું અમૃત( પ્રમુખ સ્વામીના જીવન પર આધારિત )
રાગ વૈરાગ (ડો. એચ.એલ.ત્રિવેદીના જીવન પર આધારિત )
ભવાઈવેશ:જસમાં (મૂળ વેશનું પુન:લેખન)
ગુરુ ગણિકા (સંસ્કૃત પ્રહસન ભગવદ અજજુકીય પરથી)
કિડનીદાન મહાદાન, હૃદયનું હૃદય કિડની’ (કિડની વિષયક જાગૃતિ માટેના નાટકો)
એક હતી રૂપા (રેડિયો નાટક )

બાળસાહિત્ય :

ચાલો ચીતરીએ
વિશ્વરૂપાળું
કલાના જ્યોતિર્ધરો
લેખન અને ગીત :
દૂરદર્શન
અમદાવાની પહેલી ટેલિફિલ્મ :રેવા
મંદબુદ્ધિ બાળકો વિષયક:તરસ્યા રહેવાનુ

માધવ રામાનુજને મળેલા પારિતોષિકો :

નરસિંહ મહેતા પુરસ્કાર(૨૦૧૨)
સાહિત્ય ગૌરવ પુરસ્કાર(૨૦૧૬)
પિઠી પીળીને રંગ રાતોફિલ્મ માટે શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ (૧૯૭૪)
દેરાણી જેઠાણી ફિલ્મ (૧૯૯૯)
ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી સમ્માન : પિંજરની આરપાર માટે

માધવ રામાનુજની કાવ્યપંક્તિઓ :


આપણી વચ્ચે આવજો ની કોઈ ભીંત હશે, કે યાદ જેવુ કોઈ બારણું હશે?
(આણાં)---સીમ -ખેતરનું પ્રકૃતિ ચિત્રણ
મેંદીની ભાત્ય હોય એવી આ ખેતરમાં
ડૂંડાંની ભાત્ય કાંઈ જાગે !
પાનેતર પહેરીને ઊભેલી તરવરતી
કન્યા જેવી જ સીમ લાગે.  
(પછી)—કન્યાવિદાયની ગમગીનીભરી સ્મૃતિ
ખોળો વાળીને હજી રમતાતા કાલ અહી
સૈયરના દાવ નતા ઊતર્યા
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર
ફેર હજી એમ નતા ઊતર્યા.

માધવ રામાનુજનો સંપૂર્ણ પરિચયનો વિડિયો આપ નિહાળી શકો છો:






No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !