BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, March 11, 2020

Competitive Exam For Gujarati Sahitya Part:2

Jidiya Sanjay ,create a blog

SUBSCRIBE OUR YOU TUBE CHANNEL :Click Here

Competitive Exam For Gujarati Sahitya Part:2


પ્રશ્ન-51: ગુજરાતી ભાષાની પ્રથમ  પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ છે?
જવાબ :ભદ્રંભદ્ર

પ્રશ્ન- 52: ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે?
જવાબ: પ્રેમાનંદ


પ્રશ્ન- 53: જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે?
જવાબ :હાઇકુ


પ્રશ્ન -54 :'પ્રેમ ભક્તિકોનું ઉપનામ છે?
જવાબ :કવિ નહ્નાંલાલ


પ્રશ્ન- 55: કવિ નહ્નાંલાલ નો જન્મ ક્યાં થયો હતો?
જવાબ: અમદાવાદ


પ્રશ્ન- 56:'કાન્ત'નું મૂળ નામ શું છે?
જવાબ :મણિશંકર રત્નજી ભટ્ટ


પ્રશ્ન- 57: ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્યસમ્રાટ નું બિરૂદ કોને મળ્યું છે?
જવાબ: જ્યોતીન્દ્ર દવે

પ્રશ્ન- 58: કવિ નર્મદ ક્યાં શહેરના વતની હતા?
જવાબ: સુરત

પ્રશ્ન- 59: સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા?
જવાબ :ભિક્ષુ અખંડાનંદ


પ્રશ્ન -60 :'આગગાડીના રચયિતા કોણ છે?
જવાબ :ચંદ્રવદન ચી મહેતા


પ્રશ્ન- 61: અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે?
જવાબ :દેસાઈની પોળ


પ્રશ્ન- 62:'લોહીની સગાઈવાર્તાના લેખક કોણ છે?
જવાબ :ઈશ્વર પેટલીકર


પ્રશ્ન-63: 'શિક્ષાપત્રીઅને 'વચનામૃતની રચના કોણે કરેલ છે?
જવાબ: સ્વામી સહજાનંદ


પ્રશ્ન -64 :વેદોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
જવાબ :શ્રુતિ


પ્રશ્ન- 65 :ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડની  ઇનામી રાશિ કેટલી છે?
જવાબ: રૂપિયા 7 લાખ


પ્રશ્ન- 66: હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાસભાનું મૂળ નામ શું હતું?
જવાબ: ગુજરાત વર્નાકયુલર સોસાયટી


પ્રશ્ન -67: વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવીપશુ છેપક્ષી છે,  વનોની છે વનસ્પતિ- પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે?
જવાબ :ઉમાશંકર જેઠાલાલ જોશી


પ્રશ્ન- 68: બાલમુકુન્દ દવે એ કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી?
જવાબ :ધ્રુવાખ્યાન


પ્રશ્ન -69: 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે?
જવાબ :ખબરદાર


પ્રશ્ન- 70: ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ કયો ગણાય છે?
જવાબ :મંડળી મળવાથી થતા લાભ


પ્રશ્ન- 71: ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું સામયિક  કયું છે?
જવાબ: પ્રત્યાયન


પ્રશ્ન -72 :ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?
જવાબ: નરસિંહ મહેતા


પ્રશ્ન- 73: 'જય સોમનાથ ,જય દ્વારકેશજય બોલો વિશ્વનાથની'- આ કાવ્યના રચયિતા કવિ  કોણ છે?
જવાબ :કવિ રમેશ ગુપ્તા


પ્રશ્ન -74 :'અલપ ઝલપના લેખક કોણ છે?
જવાબ :પન્નાલાલ પટેલ


પ્રશ્ન- 75 :'વેરની વસુલાત', 'ભગવાન કૌટિલ્ય' , 'ભગ્ન પાદુકાજેવી કૃતિઓના લેખકનું નામ જણાવો?
જવાબ :કનૈયાલાલ માણેકલાલ મુનશી


પ્રશ્ન -76: 'સત્યના પ્રયોગોપુસ્તકનો સાહિત્ય પ્રકાર જણાવો?
જવાબ :આત્મકથા


પ્રશ્ન- 77 :ઘનશ્યામ ક્યાં લેખક નું ઉપનામ છે?
જવાબ :કનૈયાલાલ માણેકલાલ મુનશી


પ્રશ્ન- 78: 'ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં' -આ પંક્તિના રચયિતા કવિ કોણ છે?
જવાબ :હરીન્દ્ર દવે


પ્રશ્ન -79 :'સાપના ભારાઅને 'ઉઘાડી બારીએ કોની કૃતિઓ છે?
જવાબ :ઉમાશંકર જેઠાલાલ જોશી


પ્રશ્ન- 80 :'પ્રેમરસગીતાકૃતિના કર્તા કોણ છે?
જવાબ: ભક્તકવિ દયારામ


પ્રશ્ન -81 :નરસિંહ મહેતા અને મીરાં માટે 'ખરા ઈલ્મીઅને 'ખરા શુરાવિશેષણો કોણે આપ્યા છે?
જવાબ :સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)


પ્રશ્ન- 82: 'આગમનકાવ્યસંગ્રહના કવિનું ઉપનામ જણાવો?
જવાબ :મરીઝ


પ્રશ્ન- 83: 'ડીમ લાઈટએકાંકીના લેખક કોણ છે ?
જવાબ :રઘુવીર ચૌધરી


પ્રશ્ન -84: 'નયનને બંધ રાખીને...ગઝલના રચયિતા કોણ છે?
જવાબ :બરકત વિરાણી


પ્રશ્ન- 85: 'મોજાને ચીંધવા સહેલા નથીનિબંધસંગ્રહના લેખકનું નામ જણાવો?
જવાબ :સુરેશ દલાલ


પ્રશ્ન- 86: પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિ કોણ છે?
જવાબ :ઝવેરચંદ કાળીદાસ મેઘાણી


પ્રશ્ન -87 :પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું?
જવાબ :ગોવાલણી


પ્રશ્ન- 88 :'જમો થાળ જીવન જાઉં વારીકોણે લખ્યું છે?
જવાબ: બ્રહ્માનંદ સ્વામી


પ્રશ્ન- 89: 'મદનમોહનાઆ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે?
જવાબ :પદ્યવાર્તા


પ્રશ્ન -90: 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલોઆ પંક્તિ કયા કવિની છે?
જવાબ :નરસિંહરાવ દિવેટીયા

પ્રશ્ન- 91: ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી?
જવાબ :કાળચક્ર


પ્રશ્ન -92 :જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે?
જવાબ :સાહિત્ય ક્ષેત્ર


પ્રશ્ન- 93 :'સત્યના પ્રયોગોપુસ્તકના લેખક કોણ છે ?
જવાબ: મોહનદાસ કરમચંદ ગાંધી


પ્રશ્ન- 94: મુક્તક કાવ્ય પ્રકારની વિશેષતા શુ છે?
જવાબ :ચમત્કૃતિ


પ્રશ્ન- 95 :'સિદ્ધહેમવ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી?
જવાબ: હેમચંદ્રાચાર્યે


પ્રશ્ન -96 :'કુંવરબાઈનું મામેરુંઆખ્યાન કૃતિ કયા કવિની છે ?
જવાબ :કવિ પ્રેમાનંદ


પ્રશ્ન -97 :'આનંદ મઠકોની વિખ્યાત નવલકથા છે?
જવાબ :બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

પ્રશ્ન-98 :'રેતીની રોટલીનામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે?
જવાબ :જ્યોતીન્દ્ર દવે


પ્રશ્ન -99: 'સારસ્વતઉપનામ કયા લેખકનું છે?
જવાબ :પુરુરાજ જોષી


પ્રશ્ન-100: 'મા-બાપને ભૂલશો નહીંઆ  યાદગાર ભજનની રચના કોણે કરી?
જવાબ: સંત પુનિત મહારાજ


  • આપ ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળી શકો છો :

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !