BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, March 17, 2020

Gujarati Sahityakao Questions and Answers PART:7

Jidiya Sanjay ,create a blog
Subscribe our you tube channel :Click Here

Gujarati Sahityakao Questions and Answers:Part:7


પ્રશ્ન :301 :નીચેનામાંથી કયા બે લેખકો મહારાજ લાયબલ કેસ સાથે જોડાયેલા હતા ?
1. દુર્ગારામ અને નવલરામ
2. નર્મદ અને ઇચ્છારામ
3. દુર્ગારામ અને કરસનદાસ મૂળજી
4. કરસનદાસ મૂળજી અને  નર્મદ
પ્રશ્ન: 302: નીચેનામાંથી કયા બે અનુવાદકોએ  અભિજ્ઞાનશાકુંતલમ્ નો અનુવાદ કર્યો છે?
1.બળવંતરાય ઠાકોર અને કેશવ હર્ષદ ધ્રુવ
2. બળવંતરાય ઠાકોર અને ઉમાશંકર જોશી
3. ઉમાશંકર જોશી અને ભોળાભાઈ પટેલ
4. નર્મદ અને નવલરામ
પ્રશ્ન 303 નીચેનામાંથી કયા બે સામયિકો સાથે સુરેશ જોશી સંકળાયેલા નહોતા?
1. વાણી અને મનીષા
2.ક્ષિતિજ અને એતદ 
3. માનસી અને ઉન્મૂલન
4. ઉહાપોહ અને સાયુજ્ય
પ્રશ્ન: 304: પ્રાર્થના સમાજ સાથે કયા બે લેખકો જોડાયેલા હતા?
1. ભોળાનાથ અને મહીપતરામ
2. નવલરામ અને ઇચ્છારામ
3. કરસનદાસ અને દુર્ગારામ
4. નર્મદ અને નંદશંકર
પ્રશ્ન: 305 :નીચેનામાંથી કયા બે નાટકો કનૈયાલાલ માણેકલાલ મુનશીના નથી?
1. વાહ રે મૈ વાહ અને આજ્ઞાંકિત
2. પુત્રસમોવડી અને તર્પણ
3. બે ખરાબ જણ અને અવિભક્ત આત્મા
4. માલવપતિ મુંજ અને બ્રહ્મચારી
પ્રશ્ન :306 :નીચેનામાંથી કઈ બે રચનાઓ ચિનુ મોદીની છે?
1. જલસાઘર અને જનાવર
2. વાતાયન અને ઊર્ણનાભ
3. શ્વાસની રમત અને ગંજીપાની રાણી
4. ગાતા ઝરણાં અને ટેવ
પ્રશ્ન :307 :નીચેનામાંથી કયા બે કવિઓ શક્તિભક્તિ સાથે જોડાયેલા છે?
1. રણછોડ અને બુટીયો
2. ભાલણ અને વલ્લભ
3. વલ્લભ અને રાજે
4. પાનબાઈ અને ગવરીબાઈ
પ્રશ્ન:308 :નીચેનામાંથી કયા બે કવિઓ પ્રેમલક્ષણા ધારાના નથી?
1. નરસિંહ અને વ્યાયામ
2. રાજે અને પ્રેમસખી
3. ગોપાળ અને ભાણ
4. જીવણદાસ અને મીરાં
પ્રશ્ન :309 :નીચેનામાંથી કયા બે કવિઓએ નેમિનાથના વૃતાંત પરથી રચનાઓ કરી છે?
1. વિનયચંદ્રસુરી અને રાજશેખરસુરી
2. શાલિભદ્રસૂરિ અને માણિક્યચંદ્રસુરી
3. જયશેખરસૂરિ અને વિનયચંદ્રસુરી
4. લાવણ્યસમયસુરી અને વિજયશેખરસુરી
પ્રશ્ન :310 :ભાવિયિત્રી પ્રતિભાનો પ્રથમ નિર્દેશ કરનાર આચાર્યશ્રીનું નામ જણાવો?
1. અભિનવગુપ્ત
2. મહિમ ભટ્ટ
3.હેમચંદ્રાચાર્ય
4.રાજશેખર
પ્રશ્ન :311 વિશ્વ સાહિત્યમાં નવલકથા પ્રકારના ઉદભવ માટે કયું પરિબળ નિમિત્ત બન્યું હતું?
1.સંયુક્ત પરિવાર
2.ઔદ્યોગિક ક્રાંતિ
3.વિશ્વયુદ્ધ
4.ધર્મગ્રંથો
પ્રશ્ન :312 :નીચેનામાંથી કયા બે પાત્રો રામાયણ અને મહાભારત બંનેમાં જોવા મળે છે?
1.સંજય અને કેવટ
2.કૈટભ અને મુરારી
3.વશિષ્ઠ અને કપિલ
4.પરશુરામ અને જાંબુવાન
પ્રશ્નો: 313: લોકસાહિત્યના અભ્યાસી કનુભાઈ જાનીનું ઉપનામ કયું છે?
1.ઊર્ણનાભ
2.ઉપમન્યુ
3.ઉપેન્દ્રાચાર્ય
4.ઉપાસક
પ્રશ્નો: 314 :'મનોમુકુર'ના કુલ કેટલા ભાગ છે ?
1. ચાર
2. ત્રણ
3. બે
4. એક
પ્રશ્ન :315 : 'ત્રિવિધ એકતામાં નીચેનામાંથી કયું તત્વ સમાવિષ્ટ થતું નથી? 
1.સંયોજના
2.કાળ
3.સ્થાન
4.કાર્ય
પ્રશ્ન: 316: ગોરા ના નાયક ની માતા મૂળ ક્યા કુળની હતી?
1. દ્રવિડ
2. રશિયન
3.આયરિશ
4.બ્રિટિશ
પ્રશ્ન: 317 :નીચેનામાંથી કયું પુસ્તક સુમન શાહનું છે ?
1.આધુનિક ગુજરાતી કવિતા
2.સાહિત્યમાં આધુનિકતા
3.આધુનિક સંપ્રત્યયો
4.આધુનિક સાહિત્ય
પ્રશ્ન: 318: બળવંત જાની ક્યાં સામયિકનું સંપાદન કરે છે ?
1.લોકમિલાપ
2.લોકવિદ્યા
3.લોકસાહિત્ય
4.લોકગુર્જરી
પ્રશ્ન: 319: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યના ઇતિહાસ'ના સાતમા ભાગના સંપાદક કોણ છે ?
1.ચંદ્રકાન્ત શેઠ અને ચિમનલાલ ત્રિવેદી
2.રમેશ દવે અને પારુલ દેસાઈ
3.ચંદ્રકાન્ત ટોપીવાળા અને રમણ સોની
4.રઘુવીર ચૌધરી અને ભોળાભાઈ પટેલ
પ્રશ્ન: 320 :નીચેનામાંથી કઈ કૃતિને નોબેલ પારિતોષિક મળ્યું છે ?
1.વેઇટિંગ ફોર ગોદો
2.ધ કાસલ
3.ડિવાઇન કોમેડી
4.થ્રી સિસ્ટર્સ
પ્રશ્ન: 321 :નીચેનામાંથી કયું પુસ્તક હરિવલ્લભ ભાયાણીનું છે ?
1.ગુજરાતી વ્યાકરણ
2.ગુજરાતી ભાષાનું વ્યાકરણ
3.થોડોક વ્યાકરણ વિચાર
4.ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ
પ્રશ્ન :322 : 'અઢળક ઢળિયો  રે શામળિયોપંક્તિ કયા બે કવિઓએ પ્રયોજી છે?
1.નરસિંહ અને દયારામ
2.પ્રેમાનંદ અને દિનેશ કોઠારી
3.મીરા અને રમેશ પારેખ
4.દયારામ અને સુરેશ દલાલ
પ્રશ્ન: 323: ક્યાં કવિએ બીજી વખત નળાખ્યાન લખ્યું છે ?
1.નાકર
2.પ્રેમાનંદ
3.વલ્લભ 
4.ભાલણ
પ્રશ્ન :324 :નીચેનામાંથી કઈ રચના શામળની નથી?
1.પંદરમી વિદ્યા
2.બરાસકસ્તુરી
3.કામાવતીની વાર્તા
4.ઉદ્યમકર્મ સંવાદ
પ્રશ્ન: 325 :ભોજા ભગત ક્યાંના હતા?
1. દેવકી ગાલોળ
2.અમરેલી
3.જેતપુર
4.દેયાણ

ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળો:Click Here


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !