BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, March 17, 2020

GUJARATI SAHITYANA MOST IMP QUESTIONS PART:6

Jidiya Sanjay ,create a blog
subscribe our you tube channel:click here

GUJARATI SAHITYANA MOST IMP QUESTIONS:PART:6


પ્રશ્ન-251:ભોજા ભગતની રચનાઓ ક્યા પ્રકારે ઓળખાય છે ?
જવાબ: ચાબખા
પ્રશ્ન-252: છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું ?
જવાબ: ગાંધીજી
પ્રશ્ન-253: સાદ કરે છે ,દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે!”કાવ્યના કવિ કોણ છે?
જવાબ: પ્રહલાદ પારેખ
પ્રશ્ન-254: ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?
જવાબ :પરબ
પ્રશ્ન-255: શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે?
જવાબ: બલૂચ અલીખાન ઉસ્માનખાન
પ્રશ્ન-256: સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ છે?
જવાબ : મારું જીવન એ જ મારી વાણી
પ્રશ્ન-257 : “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”આ પંક્તિ કોની છે?
જવાબ: કવિ ખબરદાર
પ્રશ્ન-258 ગુજરાતી ભાષાના પ્રભુત્વને લઈને સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ: કાકાસાહેબ કાલેલકર
પ્રશ્ન-259: ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો?
જવાબ: દર્શક
પ્રશ્ન-260: ગુજરાતી સાહિત્યકાર નાહ્નાલાલનું તખલ્લુસ જણાવો ?
જવાબ: પ્રેમ ભક્તિ
પ્રશ્ન-261: “જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત” આ પંક્તિ કોની છે ?
જવાબ :નર્મદ
પ્રશ્ન-262 :મુકુન્દરાય ,જક્ષણી ,કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે?
જવાબ: રા.વિ.પાઠક
પ્રશ્ન-263: જીવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિત નિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?
જવાબ :કાકાસાહેબ કાલેલકર
પ્રશ્ન-264 :બરકતઅલી ગુલામઅલી વીરાણીનું ઉપનામ કયું છે ?
જવાબ :બેફામ
પ્રશ્ન-265 :કલાપી ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?
જવાબ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
પ્રશ્ન-266 : હાઈકુમાં કેટલીક પંક્તિઓ હોય છે ?
જવાબ: ૩ (ત્રણ)
પ્રશ્ન-267 : લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે?
જવાબ :પુનર્વસુ
પ્રશ્ન-268 અનુભૂતિ કાવ્યના કવિ કોણ છે ?
જવાબ :સુરેશ દલાલ
પ્રશ્ન-269 : કવિ નાહ્નાલાલે ઊર્મિકાવ્યો ,કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યા છે ?
જવાબ: ડોલન શૈલી
પ્રશ્ન-270: કવિ નાહ્નાલાલ કોના પનોતા પુત્ર હતા ?
જવાબ :કવિ દલપતરામ
પ્રશ્ન-271: મજહબ નહીં શિખાતા આપસમેં બૈર રખના ના કવિ કોણ છે ?
જવાબ :ઈકબાલ
પ્રશ્ન-272 મારો અસબાબ વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવી છે ?
જવાબ: મારો અસબાબ મારો રાગ
પ્રશ્ન-273 માતાનું સ્મારક કૃતિ ક્યાં વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે?
જવાબ: મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ-1
પ્રશ્ન-274: એક અપુત્ર માણસનો પ્રબંધ પાઠના લેખકનું નામ જણાવો?
જવાબ: મોહનલાલ પટેલ
પ્રશ્ન-275: ભૂધરકાકા નુ પાત્ર કઇ કૃતિમાં આવે છે ?
જવાબ: હવેલી
પ્રશ્ન-276: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?
જવાબ :અંતિમ વિદાય માટેની
પ્રશ્ન-277: દુનિયા અમારી કાવ્યના કવિ કોણ છે?
જવાબ :ભાનુપ્રસાદ પંડ્યા
પ્રશ્ન-278 આવો કાવ્યમાં કવિ “અમે” શબ્દ કોના માટે વાપર્યો છે ?
જવાબ :આત્મા
પ્રશ્ન-279: વનાંચલ કૃતિના લેખક કોણ છે?
જવાબ: જયંત પાઠક
પ્રશ્ન-280: સોનેટનો ઉદભવ ક્યાં થયેલો ગણાય છે ?
જવાબ :ઇટાલી
પ્રશ્ન-281 : કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ?
જવાબ:રખીદાસ
પ્રશ્ન-282: અખો ક્યા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે ?
જવાબ: છપ્પા
પ્રશ્ન-283: નરસિંહ મહેતાએ રચેલી કઇ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ?
જવાબ:સુદામાચરિત્ર
પ્રશ્ન-284 :ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ :નડિયાદ
પ્રશ્ન-285 : “ડીમલાઇટ” કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો ?
જવાબ :એકાંકી
પ્રશ્ન-286: ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ?
જવાબ: પૃથ્વીવલ્લભ
પ્રશ્ન-287: આત્મકથાત્મક રચના હૂંડીમાં નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ કોના છદ્મવેશમાં મદદ કરી હતી ?
જવાબ: શામળશા શેઠ
પ્રશ્ન-288: નીચેનામાંથી શું ગુજરાતની એક લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે ?
જવાબ :ભવાઈ
પ્રશ્ન-289: “સૌરાષ્ટ્રની રસધાર” ના લેખક કોણ છે ?
જવાબ :ઝવેરચંદ મેઘાણી
પ્રશ્ન-291: કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ શું હતું ?
જવાબ :ઘનશ્યામ
પ્રશ્ન-292: “માણસાઈના દીવા” પુસ્તકના લેખક કોણ છે ?
જવાબ :ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
પ્રશ્ન-293: “માણસાઈના દીવા” પુસ્તકનું મુખ્ય પાત્ર કયુ છે ?
જવાબ :રવિશંકર વ્યાસ
પ્રશ્ન-294: “લાડુનું જમણ” વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ?
જવાબ :દેવશંકર
પ્રશ્ન-295: “આ નભ ઝૂક્યું...” આ ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતા પ્રગટ થઈ છે ?
જવાબ: પ્રિયકાન્ત મણિયારની
પ્રશ્ન-296: ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ?
જવાબ :અસાઈતે
પ્રશ્ન-297: “મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ !તારા બનાવેલા આજે તને બનાવે છે!” પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે?
જવાબ: હરજી લવજી દામાણી (શયદા)
પ્રશ્ન-298: ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયો છે ?
જવાબ: નર્મકોશ
પ્રશ્ન-299: “જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું” આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
જવાબ: મહાકવિ પ્રેમાનંદ
પ્રશ્ન-300: ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ?
જવાબ: મારી હકીકત
ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળો:Click HereNo comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !