BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, May 24, 2020

ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી સમજૂતી ,સ્વાધ્યાય તેમજ અગત્યના પ્રશ્નો એકસાથે || Class 6th science chapter 3 Fibre to Fabric all information ||

Jidiya Sanjay ,create a blog

ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી

Class 6th science chapter 3 Fibre to Fabric all information
 રેસાથી કાપડ સુધી

પ્રકરણ 3: રેસાથી કાપડ સુધી
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here

1.પ્રકરણની સમજૂતી

3.1 કાપડ માં વિવિધતા
- સુતરાઉ કાપડ
- ઉનનું કાપડ
- રેશમ
- સિંથેટિક
3.2 રેસા
- રેસા  અનેક પાતળા તાંતણા હોય છે
- રેસા - તાંતણા – દોરા –
- કુદરતી રેસાઓ – સુતર, શણ, રેશમ, ઉન
- વનસ્પતિમાંથી મળતા રેસા – સૂતર(રૂ) , શણ
- પ્રાણીઓમાથી મળતા રેસા – ઉન, રેશમ
- રાસાયણિક પદાર્થોમાંથી મળતા રેસા – સિંથેટિક રેસા
- સિંથેટિક રેસા – પોલી એસ્ટર, નાયલોન, એક્રેલિક
3.3 વાનસ્પતિક રેસાઓ
** કપાસ
સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણતાપમાન વાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે.
ગુજરાત ,મહારાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે.
કપાસના છોડના ફળને જીંડવા કહેવાય છે જે લીંબુના કદના હોય છે.
જીંડવા ફાટી જાય પછી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે.
ત્યારબાદ રૂ ને બીજ થી અલગ કરવામાં આવે છે તેને પીંજવું કહે છે.
આ રૂ નો ઉપયોગ ગાદલા, રજાઈ તથા ઓશીકા વગેરે ભરવા માટે થાય છે.
આજકાલ રૂ પિંજવા માટે  યંત્રોનો ઉપયોગ થાય છે.
* શણ *
શણ ના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે.
પશ્ચિમ બંગાળ, બિહાર અને  અસમમાં શણનું વિપુલ માત્રામાં ઉત્પાદન થાય છે.
જ્યારે છોડનો ફુ આવવાનો તબક્કો થાય છે ત્યારે તેને લઈ લેવાય છે. લણીને રાખેલા છોડ ને પાણીમાં ડુબેલા રાખવામાં આવે છે .તેના પ્રકાંડ સડી જાય છે  અને રેસા હાથ વડે છૂટા પાડવામાં આવે છે.
કપડાં બનાવવા માટે બધાજ રેસા ને તાંતણા માં ફેરવવામાં આવે છે.


3.4 કપાસના તાંતણા નું કાંતણ
* રેસા માંથી તાંતણા બનાવાની પ્રક્રિયાને કાંતવું  કહે છે.
* આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર કાઢી વળ ચડાવવામાં આવે છે જેથી તાંતણા બને છે.
-* કાંતવા માટે વપરાતું સાધન હાથ ધરી છે જેને તકલી પણ કહે છે. હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધાન સરખો છે.
* તાંતણાબની ગયા પછી તાંતણામાંથી કાપડ બનાવાય છે.
*તકલી**
* રૂ ને વળ ચડાવી તાંતણા બનાવાય છે. તેના માટે તકલી વપરાય છે. ચરખો પણ વપરાય છે.
* 3.5 * તાંતણા માંથી કાપડ*
- તાંતણા માથી કાપડ બનાવવાની બે રીત છે. વણાટ અને ગૂંથણ
* વણાટ*
 તાંતણા ના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે.
કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે. સાળ હાથ થી અથવા વીજળી થી ચાલે છે.
*ગૂંથણ*
ગૂંથણ એક જ તાંતણા નો ઉપયોગ કાપડ બનાવ વા માટે થાય છે.
ગૂંથણ કરેલા કાપડમાંથી એક તાંતણો ખેંચતા તે સતત ખેંચતો જાય છે.
*હાથ સાળ**
કાપડ નું વણાટ કરવા માટે વપરાય છે .જેથી તાંતણા કે દોરા માથી કાપડ બને.
3.6 * કાપડના મટીરીયલ નો ઇતિહાસ
પ્રાચીન સમય મા વૃક્ષોની સાલ
ત્યાર બાદ ઘાસ, વેલાઓ વગેરે વીંટાળીને લાંબા તાંતણા બનાવતા.
પહેલાના સમયમાં ભારતના લોકો કપાસમાંથી બનેલું કપડું પહેરતા.
સિવવાની કલા વિકસી નહતી તેથી શરીર ના ભાગો ને કાપડ વડે ઢાંકતા.
સિવવાની સોયની શોધ થતા કાપડ સીવીને કપડાં બનાવાની શરૂઆત થઈ.
હજુ સાડી , ધોતિયું, લૂંગી, પાઘડી જેવા સિવ્યા વગરના કાપડના ટુકડાનો ઉપયોગ થાય છે.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇ધોરણ 6 વિજ્ઞાન ||પ્રકરણ 3: રેસાથી કાપડ સુધી સ્વાધ્યાય ||

પ્રકરણ 3: રેસાથી કાપડ સુધી

સ્વાધ્યાય.

1. નીચેના રેસાઓ ને કુદરતી અને સિંથેટિક માં વર્ગીકૃત કરો.
નાયલોન,ઉન, સૂતર, રેશમ,પોલિએસ્ટર, શણ
કુદરતી: સૂતર, ઉન, રેશમ, શણ
કૃત્રિમ: નાયલોન, પોલિએસ્ટર
2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો :
તાંતણા રેશમ માંથી બનાવાય છે.×
કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા છે.×
નાળિયેરનું બહારનું આવરણ એ શણ છે.×
કપાસમાંથી બીજ દૂર કરવાની પ્રક્રિયાને પીંજણ કહેવાય છે.✓
તાંતણા ના વણાટ થી કાપડ બને છે.✓
વનસ્પતિના પ્રકાંડમાંથી રેશમના રેસા મળે છે.×
 પોલી એસ્ટર એ કુદરતી રેસા છે.×


3. ખાલી જગ્યા પૂરો.
વનસ્પતિના રેસા ……… અને ……માંથી મળે છે
-  કપાસ અને શણ
……… અને…….. પ્રાણીજ રેસા છે.
- ઉન અને રેશમ
4. કપાસ અને શણને વનસ્પતિના ક્યાં ભાગ માથી મેળવવામાં આવે છે?
- કપાસ: ફળ
- શણ - પ્રકાંડ
5. નાળિયેરના રેસામાંથી બનતી બે વસ્તુના નામ આપો.
- ચટ્ટાઇ, પગ લૂછનીયા, કથીના દોરડા, કોથળા
6. રેસમાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા વર્ણવો.
- સૌ પ્રથમ રૂ ના રેસા લેવામાં આવે છે. તેને વળ ચડાવવાના હોય છે જેથી તાંતણા બને છે. આ માટે તકલી નો ઉપયોગ થાય છે. જેથી રેસા જોડાઈ ને તાંતણા બને છે.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇


ધોરણ 6 વિજ્ઞાન ||પ્રકરણ 3: રેસાથી કાપડ સુધી મહત્વના પ્રશ્નો||

પ્રકરણ 3: રેસાથી કાપડ સુધી

*  મહત્વના પ્રશ્નો*

પ્રકરણ 3: રેસાથી કાપડ સુધી
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here
*  મહત્વના પ્રશ્નો*
1. કપાસ અને શણ એ કયા પ્રકારના રેસા છે?
વાનસ્પતિક
2. ઉન અને રેશમ એ કયા પ્રકારના રેસા છે?
પ્રાણીજ
3. નાયલોન અને પોલિ એસ્ટર કયા પ્રકારના રેસા છે?
સિન્થેટિક
4. કુદરતી રેસા ના હોય તેવા રેસા નું નામ આપો.
સિન્થેટિક (નાયલોન,પોલી એસ્ટર, એક્રેલિક)
5. રેસા માંથી તાંતણા બનાવાની પ્રક્રિયા ને શું કહેવાય છે?
કાંતવું
6. તાંતણા માંથી કાપડ બનાવવાની પ્રક્રિયા ને શું કહે છે?
વણાટ
હાથસાળ નો ઉપયોગ શું છે?
કાપડ વણવા
9. રેશમ શેમાંથી મળે છે?
રેશમના કીડા માંથી
10. સુતરાઉ કાપડ શેમાંથી બને છે?
કપાસમાંથી
11. કાળી જમીનમાં કયો પાક સારી રીતે ઊગે છે?
કપાસ
12. ઉન આપણને શામાંથી મળે છે?
ઘેટા, બકરા અને યાક
13.  શિયાળામાં પહેરવામાં આવતા કપડા સામાન્ય રીતે શાના બનેલા હોય છે?
ઉનમાંથી
14. શણ ના છોડનું વાવેતર કઇ ઋતુમાં થાય છે?
ચોમાસાની
15. ક્યા કુદરતી રેસા નથી?
પોલી એસ્ટર અને એક્રેલિક


16. તાંતણા શેના બનેલા હોય છે?
રેસા
17. કાપડ માથી કપડા બનાવવાની આખી પ્રક્રિયા ને શું કહેવાય છે?
સિવવું
18. કુદરતી રેસા શામાંથી મળે છે?
વનસ્પતિ અને પ્રાણી
19. વનસ્પતિમાંથી ક્યા રેસા મળે છે?
કપાસ અને શણ
20. પ્રાણીમાંથી ક્યા રેસા મળે છે?
રેશમ અને ઊન
21. ક્યા ક્યા પ્રાણીઓમાંથી ઉન  મળી આવે છે?
ઘેટા, ઊંટ ,યાક
22. નાયલોન એ કેવા રેસા છે?
કૃત્રિમ અથવા તો સિન્થેટિક
23. ભારતના કયા રાજ્યમાં મુખ્યત્વે શણ ઉગાડવામાં આવે છે?
પશ્ચિમ બંગાળ ,બિહાર અને અસમ
24. વણાટ કોને કહે છે?
તાંતણા ના બે જૂથ આડા અને ઉભા એકસાથે ગોઠવાય અને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે.
25. સુતરના રેસા શેમાંથી મળે છે?
કપાસ ના છોડ ના ફળ માથી
26. શણના રેસા શામાંથી મળે છે?
શણના છોડના પ્રકાન્ડમાંથી
27. શણના રેસા નો ઉપયોગ ક્યાં થાય છે?
શણનુ કાપડ અનાજ ભરવાના કોથળામાં તથા દોરડાં બનાવવામાં પણ ઉપયોગી છે.
28. ક્યા રેસા પરસેવો શોષી લે છે?
સુતરાઉ
29. કાંતવું  અને વણવું માં શું તફાવત છે?
રેસા માંથી તાંતણા બનાવાની પ્રક્રિયા એ કાંતવુ છે જ્યારે તાંતણા માંથી કાપડ બનાવવાની પ્રક્રિયા એ વણાટ છે.
30. કાંતવા માટે કયા સાધન નો ઉપયોગ થાય છે?
તકલી અને સરખો
31. વણવા માટે કયા સાધન નો ઉપયોગ થાય છે?
હાથ સાળ
32. બજારમાં મળતી કીમતી સાડી મુખ્યત્વે શાની બનેલી હોય છે?
રેશમ
33. શેની શોધ થયા પછી લોકો કાપડ સીવીને કપડા બનાવવા લાગ્યા?
સોય
34. તાંતણા માંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીતો કઈ કઈ છે?
વણાટ અને ગુથણ
35. તકલી અને સરખા નો ઉપયોગ શું છે?
કાંતવા માટે
36. કપાસમાંથી બીજ દૂર કરવામાં આવે છે તેને શું કહે છે?
પિંજવું

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇પ્રકરણ 3: રેસાથી કાપડ સુધી
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here

વધારે માહિતી માટે તેમજ વિજ્ઞાનના અન્ય પ્રકરણના અભ્યાસ માટે અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લેતા રહો ...

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-
No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !