BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Thursday, August 20, 2020

વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 7 ||Conservation Of Plants And Animals Science 8th Chapter-7 ||

Jidiya Sanjay ,create a blog

 ||Conservation Of Plants And Animals Science 8th Chapter-7 ||
||વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ  ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 7||

વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
પ્રકરણની સમજૂતી:Click Here
પ્રકરણનો સ્વાધ્યાય:Click Here

* 7.1 વનનાબુદીના કારણો**
•ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા.
•ઘર અને કારખાનાનું નિર્માણ કરવું.
•લાકડું મેળવવા.
•દાવાનળ તેમજ ભયંકર દુકાળ
•વૃક્ષોની કાપણી


* વનનાબુદીના પરિણામો*
•કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ વધે છે. તેથી પ્રદૂષણ વધે.
•જમીનની ફળદ્રુપતા ઘટે.
•જમીનની ભેજધારણ ક્ષમતા ઓછી થાય.
•વરસાદ ઓછો પડે. જેથી ઘણી બધી સમસ્યાઓ સર્જાય.
•આપણા શ્વસન માટે અમૂલ્ય એવા ઓકસીજનનું પ્રમાણ ઘટે.
•જંગલોમાં રહેતા વન્યજીવો નો નાશ થાય.
•ગ્લોબલ વોર્મિંગ થાય. જેથી પુર આવવાની સંભાવના રહે.
* રણ નિર્માણ **
•ભૂમિ પર ના જંગલોનો નાશ થતાં ધીમે ધીમે ભૂમિ રણમાં ફેરવાય જાય છે. તેને રણ નિર્માણ કહે છે. 
* વન અને વન્ય જીવોનું સંરક્ષણ *
•જંગલોમાં રહેતા વન્યજીવો ના રક્ષણ માટે ત્રણ પ્રકાર ના ક્ષેત્રો વિકસાવાયા છે.
•અભયારણ્ય , રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર.
•અભયારણ્યમાં વન્યજીવોની સુરક્ષા માટે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ હોય છે તથા માનવને મંજૂરી લઈને જવા દેવામાં આવે છે.
•રાષ્ટ્રીય ઉદ્યાન મા વન્યજીવો સ્વતંત્ર રૂપે નિવાસ કરતા હોય છે. માનવ પ્રવૃત્તિ પર નિષેધ હોય છે.
•જૈવ આરક્ષણ વિસ્તાર : તેમાં વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવે છે. મોટી વિવિધતા જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. 
* વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ *
•પંચમઢી આરક્ષણ વિસ્તાર મા બોરી અભયારણ્ય, પંચમઢી અભયારણ્ય અને સાતપુડા રાષ્ટ્રિય ઉદ્યાન નો સમાવેશ થાય છે.
•તેમાં સાગ, સાલ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિઓ જોવા મળે છે.
•ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડીઅર, ચિત્તલ, દીપડો વગેરે પ્રાણીઓ છે
*  સ્થાનિક જાતિઓ ( પંચમઢી)*
•વનસ્પતિ કે પ્રાણીઓ ની એવી જાતિ જે. કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહેવાય
•જંગલી આંબો, સાગ ,સાલ આ વિસ્તારની સ્થાનિક જાતિ છે.
•વિશાળ પિંછાદાર ખિસકોલી પણ આ વિસ્તાર ની સ્થાનિક જાતિ છે.
•આપણા ગીર અભ્યારણ્યમાં સિંહ સ્થાનિક જાતિ ગણી શકાય.
* વન્ય પ્રાણી અભયારણ્ય*
•તેમાં પ્રાણીઓના શિકાર તથા વૃક્ષો કાપવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ અભ્યારણ્યમાં રહેતા લોકો ને પશુ માટે ચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માતેબલાકડું વગેરેની પરવાનગી હોય છે.
* રાષ્ટ્રીય ઉદ્યાન *
•તેમાં માનવ પ્રવૃત્તિ નિષેધ છે. વન્યજીવો સ્વતંત્રતા મળે છે.
•સાતપુડા મા સાગ એક ખુબજ મહત્વની વનસ્પતિ છે.
•તેમાં વાઘને બચાવવા માટે વાઘ આરક્ષીત વિસ્તાર રાખવામાં આવ્યો છે.
* નાશ પ્રાય: જાતિ **
•જે વન્યજીવો ની લુપ્ત થવાના આરે હોય તેમને નાશ પ્રાય: જાતિ કહેવાય.
* લુપ્ત જાતિ *
•જે વન્યજીવો ની જાતિ પહેલા હતી અને હાલ અસ્તિત્વમાં ન હોય. તે જાતિઓ લુપ્ત થઈ ગઈ એમ કહેવાય.


* નિવસનતંત્ર * 
•બધા પ્રાણીઓ અને વનસ્પતિઓ મળીને નિવસન તંત્ર નું નિર્માણ કરે છે. તેમાં એક સજીવ બીજા સજીવ પર નિર્ભર હોય છે. જો આપણે તેમાં ખલેલ પહોંચાડી એ તો નીવસન તંત્ર ખોરવાય છે.
* રેડ ડેટા બુક *
•જે બુકમાં નાશ પ્રાય: જાતિના રેકર્ડ રાખવામાં આવે છે તે બુક ને રેડ ડેટા બુક કહે છે.
* સ્થળાંતર કરતા વન્યજીવો *
•અમુક સમયે વન્યજીવો સ્થળાંતર પણ કરે છે.
•તેનું કારણ મોસમ હોય શકે છે. કેટલાક પક્ષીઓ આ રીતે ઋતુ બદલાતાં સ્થળાંતર કરે છે.
* કાગળનું રીસાયકલિંગ** 
•કાગળ બનાવવા માટે વૃક્ષોનો ઉપયોગ કરાય છે. તેથી આપણે વૃક્ષો બચાવવા પણ યોગદાન આપવું જોઈએ.
• 1 ટન કાગળ બનાવવા 17 વૃક્ષો કપાય છે.
•માટે કાગળનું રીસાયકલિંગ કરી ફરી ઉપયોગ કરવો જોઈએ 
•તેની મદદથી આપણે વૃક્ષો બચાવી શકીએ.
* પુનઃ વનીકરણ *
•જંગલોની ઘટ પૂરી કરવા આપણે પુનઃ : વનીકરણ કરવું જોઈએ. 
•આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ.
•આપણી આવનારી પેઢીને સુરક્ષિત રાખવા વૃક્ષારોપણ એક જ માત્ર વિકલ્પ છે.
•જંગલો ને ખલેલ ન પહોંચાડીએ તો પણ કુદરતી રીતે પુનઃ વનીકરણ થાય છે 

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય 

1.ખાલી જગ્યા પૂરો.
A)એવું ક્ષેત્ર કે જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને …….. કહે છે.
જૈવ આરક્ષિત ક્ષેત્ર
B)કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને………… કહે છે.
સ્થાનિક જાતિ
C)પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી……….પરિવર્તનના કારણે ઉડીને આવે છે.
ઋતુ


2.નીચેના નો તફાવત સ્પષ્ટ કરો.
A)વન્યપ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર
- અભયારણ્ય - તેમાં પ્રાણીઓના શિકાર તથા વૃક્ષો કાપવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ અભ્યારણ્યમાં રહેતા લોકો ને પશુ માટે ચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માતેબલાકડું વગેરેની પરવાનગી હોય છે.
- •જૈવ આરક્ષણ વિસ્તાર : તેમાં વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવે છે. મોટી વિવિધતા જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. તેના વિસ્તારની અંદર અભયારણ્ય આવી જાય છે.
B)પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય
- પ્રાણી સંગ્રહાલય મા પ્રાણીઓને કેદ કરીને રાખવામાં આવે છે. અને ત્યાં વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતા પ્રાણીઓ લાવી રાખવામાં આવે છે. ભોજન તૈયાર આપવામાં આવે છે.
- અભયારણ્ય એ પ્રાણીઓનો પ્રાકૃતિક વાસ છે.ત્યાં તે પોતાની મેળે શિકાર કરીને ભોજન મેળવે છે.
C)નાશ : પ્રાય  જાતિ અને લુપ્ત જાતિ
- નાશ: પ્રાય જાતિ - લુપ્ત થવાના આરે આવેલી જાતિ. દા.ત. સિંહ, વાઘ
- લુપ્ત જાતિ - જે જાતિ પહેલા હતી પરંતુ  હાલ અસ્તિત્વમાં ન હોય એવી જાતિ. ડાયનોસોર
D)વનસ્પિસૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ
- વનસ્પતિ સૃષ્ટિ - જેમાં બધી વનસ્પતિનો સમાવેશ થાય છે. લીલથી લઈ મોટી મહાકાય વૃક્ષ વનસ્પતિ સૃષ્ટિમાં આવે છે. દા.ત. લીમડો, ખીજડો, લીલ, હંસરાજ વગેરે વગેરે
- પ્રાણીસૃષ્ટિ - તેમાં નાના જંતુ થી લઇ મોટા મહાકાય પ્રાણીઓ નો સમાવેશ થાય છે. દેડકો, કૂતરો, તીડ, માણસ વગેરે વગેરે


3.નીચે આપેલ મુદ્દા પર વનનાબુદીની અસર જણાવો.
A)વન્યપ્રાણીઓ - વન્યપ્રાણીઓ વન નાબૂદીના કારણે પોતાનું રહેઠાણ ગુમાવે છે. અને તેમનું અસ્તિત્વ જોખમ મા મુકાય છે.
B)પર્યાવરણ - કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ વધતાં પ્રદૂષણ વધે છે. જંગલો નાશ પામતા વરસાદ ઘટે છે. વાતાવરણમાં ઓકસીજન ની અછત સર્જાય છે.
C)ગામડાઓ - ગામડાઓ ની ખેતી વરસાદ આધારિત હોય છે જે વન નાબૂદીના કારણે વરસાદ થતો નથી. જેથી ખેતી થતી નથી અને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. 
D)શહેર - શહેરોમાં પ્રદૂષણ ખૂબ વધી જાય છે. અને શ્વસન ને લગતી બીમારીઓ થાય છે. 
E)પૃથ્વી - અમુક અંશ સુધી કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ વધે તો ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે. જેથી પૃથ્વી પર પાણી ફરી વળે છે. અને પૃથ્વી આખી પાણીમાં ગરકાવ થઈ જવાની પણ શક્યતા નકારી ન શકાય.
F)આવનારી પેઢી - આવનારી પેઢી માટે આપણી વિવિધતા રહેતી નથી. વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે. જે આવનારી પેઢી માટે યોગ્ય નથી. આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ મળશે નહિ.
4.શું થશે જો…….
A)આપણે વૃક્ષો કાપતા રહીશું તો…...
- વન્યજીવો નું અસ્તિત્વ જોખમ મા મુકાશે. પ્રદૂષણ વધશે. આપણને ઔષધિઓ મળશે નહિ.
B)કોઈ પ્રાણીનું નિવાસસ્થાન અડચણ રૂપ બને તો…...
- તો તે પ્રાણી અન્ય જગ્યા એ સ્થળાંતર કરે છે અને જો તેમાં તેમાં તે નિષ્ફળ રહે તો તેનું અસ્તિત્વ જોખમાય છે.
C)ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો……
- ભૂમિની ફળદ્રુપતા મા ઘટાડો થાય છે.
- ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે.


5.ટુંકમાં ઉત્તર આપો.
A)આપણે જૈવ વિવિધતાતનું સરક્ષણ શા માટે કરવું જોઈએ?
- વન્યજીવો લુપ્ત થતા અટકાવવા.
- આપણી જૈવ વિવિધતા જાળવી રાખવા.
- ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા.
- વાતાવરણ શુદ્ધ રાખવા.
B)સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. કઈ રીતે?
- સુરક્ષિત જંગલો મા પણ માણસો વૃક્ષો કાપીને તેનો નષ્ટ કરે છે. એટલે કહી શકાય કે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી.
C)કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે. કઈ રીતે?
- કેટલાક આદિવાસીઓ જીવન જરૂરિયાત માટે જંગલો પર નિર્ભર છે. જેટો બળતણ , ખોરાક, કપડાં માટે સંપૂર્ણ રીતે જંગલો પર આધાર રાખે છે.
D)વનનાબૂદીના કારણો અને અસરો કઈ કઈ છે?
- કારણો - માટે જમીન પ્રાપ્ત કરવા.
•ઘર અને કારખાનાનું નિર્માણ કરવું.
•લાકડું મેળવવા.
•દાવાનળ તેમજ ભયંકર દુકાળ
•વૃક્ષોની કાપણી
-  અસરો - કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ વધે છે. તેથી પ્રદૂષણ વધે.
•જમીનની ફળદ્રુપતા ઘટે.
•જમીનની ભેજધારણ ક્ષમતા ઓછી થાય.
•વરસાદ ઓછો પડે. જેથી ઘણી બધી સમસ્યાઓ સર્જાય.
•આપણા શ્વસન માટે અમૂલ્ય એવા ઓકસીજનનું પ્રમાણ ઘટે.
•જંગલોમાં રહેતા વન્યજીવો નો નાશ થાય.
- નાશ: પ્રાય જાતિ નો રેકર્ડ રાખતી બુક
F)સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા?
- સ્થળાંતર એટલે વન્યજીવો ને ખોરાક ન મળતા અથવા તો રહેઠાણ છીનવાઈ જતા તેઓ બીજે રહેવા જતા રહે છે. 


E)રેડ ડેટા બુક એટલે શું?તે સ્થળાંતર કહેવાય.
- ક્યારેક યોગ્ય વાતાવરણ ન મળે તો મોસમ ના કારણે પણ ઘણા પક્ષીઓ સ્થળાંતર કરે છે.
6.કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરત પણે કપાય રહ્યા છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો.
- ના.
- કારણે કે જંગલો કાપવાથી વન્યજીવો અને આપણને બનેં ને નુકસાન વધારે છે.
- આવનારી પેઢી ને શુદ્ધ હવા માટે જંગલો અનિવાર્ય છે.
- જૈવ વિવિધતા જાળવી રાખવા જંગલો અનિવાર્ય છે  આથી જંગલો કાપવા કોઈપણ ભોગે યોગ્ય નથી. 
7.તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો? તમારા દ્વારા લેવામાં આવતા પગલા ની યાદી તૈયાર કરો.
- દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ દરેક વ્યક્તિએ વાવવું.
- રોપ્યા બાદ તેની માવજત પણ કરવી.
- વૃક્ષોની ડાળીઓ જ કાપવી વૃક્ષો નહિ જેથી લીલોતરી જળવાઈ રહે.
8.વન નાબૂદીના કારણે વરસાદ માં ઘટાડો કેવી રીતે આવ્યો છે? સમજાવો.
- જંગલો એ વરસાદ લાવે છે. પરંતુ જંગલો કપાઈ જતાં વરસાદનો સ્રોત એવા જંગલો નો નાશ થયો જેથી વરસાદમાં ઘટાડો આવ્યો.
9.તમારા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન ની માહિતી એકત્ર કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો.
- ગુજરાત - ગીર ( સિંહ) , વેળાવદર ( કાળિયાર), વાસંદા (દેડકો) ,દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ઓખા
10.આપણે કાગળ નો બચાવ શા માટે કરવો જોઈએ? એવા કાર્યો ની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે.
* 1 ટન કાગળ મેળવવા 17 અતિ વિકસિત વૃક્ષો કાપવા પડે છે એટલે કાગળનો બચાવ કરવો. એ માટે
- કાગળોનો પુનઃ ઉપયોગ કરવો.
- ડિજિટલ બેન્કિંગ નો ઉપયોગ કરવો.
- કાગળ પર પૂર્ણ લખાણ કરવું. અધૂરા ન રાખવા.
- કાગળની બંને બાજુ લખવું.
11.નીચે આપવામાં આવેલ શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડા લખો.
-
1.જાતિ કે જે લુપ્તતાના આરે છે - endang
2.નાશપ્રાય જાતિઓની નોંધણી કરતી ચોપડી.- રેડ ડેટા બુક
3.વનનાબુદીની અસર- રણ નિર્માણ
4.જાતિ કે જે લુપ્ત થયેલ છે.- extinct
5.ચોક્કસ સ્થાને જ જોવા મળતી જાતિઓ - સ્થાનિક જાતિ
6.કોઈ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિવિધતા. - જૈવ આરક્ષણ વિસ્તાર


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇






વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
પ્રકરણની સમજૂતી:Click Here
પ્રકરણનો સ્વાધ્યાય:Click Here

નમસ્તે મિત્રો ,આવી  અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !