||science standrad 8 chapter 1 crop production and management ||ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here
આ પ્રકરણ માં આપણે શેના વિશે અભ્યાસ કરીશું?
- આપણે ખોરાક શામાટે લઈએ છીએ?
- પાક
- પાક ઉત્પાદનની મૂળભૂત પધ્ધતિઓ
• ભૂમિને તૈયાર કરવી
• રોપણી
• કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું
• સિંચાઈ
• નીંદણ થી રક્ષણ
• લણણી
• સંગ્રહ
- પ્રાણીઓ ખોરાક માટે કઈ રીતે ઉપયોગી છે?
- કોઠાર શું છે?
- સિંચાઈ પદ્ધતિ કઈ રીતે આપણને ખૂબ ઉપયોગી છે.
- કૃત્રિમ ખાતર ની જરૂર શામાટે પડી?
**
આપણે ખોરાક શામાટે ખાઈએ છીએ?
- દૈનિક ક્રિયા અને શારીરિક ક્રિયાઓ કરવા માટે
- શારીરિક ક્રિયાઓ: પાચન ,શ્વસન, ઉત્સર્જન
1.1 ખેત પદ્ધતિઓ
- ખેતીની શરૂઆત કઈ રીતે થઇ?
- * મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. ખોરાકની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો.શિકાર કરતો. ધીમે ધીમે ઘઉં ,ડાંગર અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરતો થયો. આવી રીતે ખેતીની શરૂઆત થઈ.
- પાક:
- * જ્યારે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહેવાય.
- ઘઉ ના પાકનો અર્થ થાય છે કે ખેતર મા ઉછેવામાં આવે લા બધા છોડ ઘઉ ના છે.
- પાકના પ્રકારો : અનાજ, કઠોળ, ફળ, શાકભાજી
- ઋતુના આધારે પાકોનું વર્ગીકરણ : ખરીફ પાક ( ચોમાસુ પાક), રવી પાક(શિયાળુ પાક) ,જાયદ પાક(ઉનાળુ પાક)
- *ખરીફ પાક: જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. જૂન થી સપ્ટેમ્બરમાં રોપવામાં આવે છે. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી,કપાસ
- *રવિ પાક: શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ઑક્ટોબર થી માર્ચ મા રોપવામાં આવે છે. ઘઉં,ચણા, વટાણા, રાઈ, અળસી
- જાયદ પાક : ઉનાળામાં રોપવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય.તરબૂચ, ઘણા શાકભાજી
** ડાંગરને શિયાળામાં શામાટે ઉછેરવામાં નથી આવતી?
• કારણકે ડાંગર ના પાકને ખુબજ વધારે પાણીની આવશ્યકતા છે. તેનું ઉત્પાદન મેળવવા માટે તેના ખેતરમાં પાણી ભરેલું હોવું અનિવાર્ય છે. આ જરૂરિયાત શિયાળામાં પ્રાપ્ત થઈ શકે નહિ તેથી તેને શિયાળામાં ઉછેરવામાં આવતી નથી.
1.2 ભૂમિને તૈયાર કરવી
- પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવામાં આવે છે.
- આ માટે ખેડાણ કરવામાં આવે છે.
- માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે.
- આ પ્રક્રિયા હળ વડે કરવામાં આવે છે.
- હળ લાકડા અથવા લોખંડનું બનેલું છે.
- ખેડેલા ખેતરમાં માટીના મોટા મોટા ટુકડાને ઢેફાં કહે છે.
- વાવણી અને સિંચાઈ થઈ શકે એ માટે ખેતરને સમથળ કરવું પણ જરૂરી છે. આ કાર્ય સમાર દ્વારા થાય છે.
- આ ઉપરાંત બીજ રોપતાં પહેલા તેમાં કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે.
- આમ આ રીતે ભૂમિને બીજ રોપવા માટે તૈયાર કરે છે.
1.3 ખેતીના ઓજારો
- હળ: જમીનની ખેડ કરવા, ખાતર ભેળવવા તેમજ નિંદણ દુર કરવા માટે વપરાય છે. તે લાકડાનું અથવા લોખંડનું હોય છે. હાલમાં લોખંડની ત્રિકોણાકાર પટ્ટી ને ફાલ, લાંબો હાથો હળ શાફટ, મોટો ધરી જેવો ભાગ જ્યોત કહેવાય છે.
- ખરપિયો : જમીન પોચી કરવા, તેમજ નિંદણ દૂર કરવામાટે, તેમાં એકબાજુ લાખનદની તકતી હોય છે બ્લેડ ની જેમ કામ કરેછે બીજો છેડો પ્રાણી વડે ખેંચવામાં આવે છે.
- દાંતી: કલ્ટી વેટર કહેવાય છે. તેમાં દાંતા આવેલા છે. શ્રમ અને સમયની બચત થાય છે.
- સમાર : ઢેફાં ભાંગવા માટે
- ખૂરપી : નિંદણ દૂર કરવા
- દાતરડું : નિંદણ દૂર કરવા, પાક લણવા
- થ્રેસર : અનાજના ડુંડા માથી દાણા છૂટા પાડવા
- વાવણીયો : બીજ રોપવા
*1.4 રોપણી( વાવણી)*
• પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબ્બકો છે.
• વાવણી પહેલા સારી ગુણવતા વાળા બીજની પસંદગી કરવામાં આવે છે.
• સૌ પ્રથમ બીજની પસંદગી કરવામાં આવે છે.ત્યાર બાદ રોપવામાં આવે છે.
• બીજ રોપવા માટે ઉપયોગમાં લેવામાં આવતું ઓજાર વાવણીયો છે.
• વાવણીયાના ઉપરના ગળણી આકારના ભાગને ગરમી કહે છે.
• આજના સમયમાં ટ્રેકટર દ્વારા સંચાલિત વાવણીયા નો ઉપયોગ થાય છે.
• જેનાથી સમય અને મહેનત નો બચાવ થાય છે.
* Seed Drill***
• આ સાધન વાવણીયો કહેવાય છે. તેની મદદ થી બે બીજ વચ્ચે આવશ્યક અંતર જળવાય છે. એનાથી છોડને સૂર્યનો પ્રકાશ ,પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
1.5** કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર
- કુદરતી ખાતર: કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય. ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો મળે છે. પાક માટેના પોષક દ્રવ્યો પ્રમાણમાં ઓછા હોય છે. જમીનની ફળદ્રુપતા વધે છે.નુકસાન થતું નથી.
- કૃત્રિમ ખાતર : માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં કરવામાં આવે છે. સેન્દ્રીય પદાર્થો આ ખાતર દ્વારા પ્રાપ્ત થતાં નથી. કૃત્રિમ ખાતરમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર હોય છે. રાસાયણિક ખાતર હોવાથી જમીનને નુકસાન પણ થાય છે. દા.ત. યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ, સુપર ફૉસ્ફેટ, પોટાશ, NPK.
* પાકની ફેબદલી**
• તેમાં દર વર્ષે અલગ અલગ પાક લેવામાં આવે છે. દા.ત. એક વર્ષે ધાન્ય તો બીજા વર્ષે અનાજ જેઠે પોષક દ્રવ્યો જમીન માં જળવાઈ રહે. કઠોળ ના પાક વખતે જમીન મા નાઈટ્રોજન ભળે છે તેથી ધાન્ય પાકોમાં ઉપયોગી બને છે.
* રાઇઝોબિયમ બેક્ટેરિયા*
• કઠોળની વનસ્પતિના મૂળ મા અથવા શિંબી કુળની વનસ્પતિના મૂળ ની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે છે. જે વાતાવરણમાં રહેલા નાઈટ્રોજન નું જમીનમાં સ્થાપન કરે છે.
* કુદરતી ખાતરના ફાયદા*
• જમીન બંધારણ સુધરે
• જમીનની જલ ધારણ ક્ષમતામાં સુધારો થાય
• જમીન છિદ્રાળું થાય છે. જેથી વાયુ વિનિમય વધે છે.
• ફાયદા કારક સુક્ષ્મ જીવોમાં વધારો થાય છે.
1.6 સિંચાઈ*
- બીજનું અંકુરણ થવા માટે પાણી ખુબ જ આવશ્યક છે પાણી વગર બીજ અંકુરિત થઈ શકતું નથી. પાણીમાં ઓગળેલા ખનીજો નું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે તે પાકને ઠંડી અને ગરમા ગરમ હવાથી રક્ષણ આપે છે.
- સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈ નો સમય અને માત્રા દરેક પાક મુજબ જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે.
* સિંચાઈના સ્રોત*
• કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ ,નહેર
* સિંચાઇની પરંપરાગત પદ્ધતિઓ *
• મોટ (ગરગડી યુક્ત )
• ચેન પંપ
• ઢેકલી
• રહેંટ ( ઉચ્ચાલનનો પ્રકાર)
*આધુનિક સિંચાઈ પદ્ધતિઓ*
A. ફુવારા પદ્ધતિ : આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. જ્યા પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. પાઇપ દ્વારા અન્ય પાઇપ કાટખૂણે જોડાયેલી હોય છે. અને ચા પાણી પહોંચાડવાનું હોય ત્યાં ફુવારો લગાડવામાં આવે છે. ફુવારાની મદદથી પાણીનો છટકાવ વરસાદ પડતો હોય તેવી રીતે થાય છે. ફુવારા પદ્ધતિ તે ઘાસ વાળી જમીન કોફીના વૃક્ષ અને બીજા કેટલાક પાક માટે ખૂબ ઉપયોગી છે.
B. ટપક પદ્ધતિ : આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં પડે છે. આથી તેને ટપક પધ્ધતિ કહે છે. ફળ તેમજ વૃક્ષોને પાણી આપવામાં આ સર્વોત્તમ છે. પાણીની અછત વાળા વિસ્તારોમાં વરદાન રૂપ પધ્ધતિ છે.
1.7 * નિંદણ થી રક્ષણ*
- ખેતર માં કેટલા અન્ય બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે આવા બિનજરૂરી છોડ ને નિંદણ કહે છે.
- નીંદણ ને દૂર કરવાની ક્રિયાને નીંદામણ કહે છે.
- નિંદામણ આવશ્યક છે કારણ કે નીંદણ પાણી, પોષક દ્રવ્યો તેમજ પ્રકાશ માટે પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. તથા નિંદણ મનુષ્ય અને પ્રાણી માટે ઝેરી પણ હોઈ શકે છે.
- નિંદણ દૂર કરવું*
* નિંદણ નાશક વડે, 2,4- D
* દાતરડા કે અન્ય ઓજાર વડે
* નિંદણ નાશક પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેમજ મનુષ્ય ને પણ એટલે તેનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ.
*1.8* લણણી *
• પાક જ્યારે પરિપક્વ થાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે.
• લણણી વખતે છોડને ખેંચીને અથવા નજીકના અંતરથી કાપી લેવામાં આવે છે.
• અનાજ ના પાકને પરિપક્વ થતાં 3-4 મહિના લાગે છે
• લણણી દાતરડા ની મદદથી અથવા હાર્વેસ્ટરની મદદ થી કરવામાં આવે છે.
• લણણી બાદ દાણા છૂટા પાડવામાં આવે છે. જેને થ્રેસિંગ કહેવાય છે આ માટે થ્રેસર નો ઉપયોગ થાય છે.
• લણણી અને થ્રેસિગ બંને કાર્યો જે મશીન દ્વારા કરવામાં આવે છે તેને કંબાઈન મશીન કહેવાય છે.
**1.9** અનાજ નો સંગ્રહ
• કોઠારો
• એડીયું તેમજ અન્ય વસ્તુઓ ભેળવવી
• રસાયણ
• લીમડાના સૂકા પાન
**1.10-* પ્રાણીઓ દ્વારા ખોરાક ( આ માટે પશુ પાલન કરવામાં આવે છે.)
• દૂધ
• માસ
• ઘી
• પનીર
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન:-સ્વાધ્યાય
* ખાલી જગ્યા પૂરો.
1. એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને …… કહે છે.
• પાક
2. પાક ઉગાડતા પહેલા પ્રથમ પગલું જમીનની…………. હોય છે.
• તૈયારી
3. ક્ષતિગ્રસ્ત બીજ પાણીમાં સપાટી પર…….. લાગશે.
• તરવા
4. પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂરજનો પ્રકાશ તેમજ જમીન માંથી………… તથા ……….. આવશ્યક છે.
• પાણી, પોષક દ્રવ્યો
પ્રશ્ન 2. જોડકા જોડો.
1. ખરીફ પાક – ડાંગર, મકાઈ
2. રવિ પાક - ઘઉં, ચણા , મકાઈ
3. રાસાયણિક ખાતર – યુરિયા, સુપર ફૉસ્ફેટ
4. છાણીયું ખાતર – પ્રાણીમળ, ગાયનું છાણ, મૂત્ર, વનસ્પતિનો નકામો કચરો
પ્રશ્ન 3. નીચેના દરેકના બે – બે ઉદાહરણ આપો
1. ખરીફ પાક – મગફળી , કપાસ, મકાઈ, ડાંગર, શેરડી
2. રવિ પાક – રાઈ, ઘઉં, ચણા, વટાણા
પ્રશ્ન 4. નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખો.
1. ભૂમિને તૈયાર કરવી :
- પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી જોઈએ.
- જમીન હળ વડે સમતલ કરવામાં આવે છે.
- તેથી જમીન પોચી બને છે.
- ઢેફાં હોય તો સમાર વડે ભાંગી શકાય છે
- ખેડતા પહેલા કુદરતી ખાતર ઉમેરાય છે.
- આ રીતે તૈયાર થયેલી જમીન વાવણી માટે ઉપયોગી છે.
2. રોપણી :
- ભૂમિને તૈયાર કરી લીધા બાજ બીજું ચરણ રોપણી છે.
- રોપણી કરવા માટે બીજની પસંદગી પ્રથમ કરવામાં આવે છે.
- સારી ગુણવત્તા વાળા બીજની પસંદગી કરવી જરૂરી છે.
- આ માટે વાવણીયા નો ઉપયોગ થાય છે.
- એના દ્વારા બીજ રોપાય જાય છે અને બીજ વચ્ચે આવશ્યક અંતર રહે છે.
3. નિંદામણ :
- નીંદણ ને દૂર કરવાની પ્રક્રિયાને નીંદામણ કહે છે.
- નિંદણ દુર કરવા માટે દાતરડા નો ઉપયોગ કરાય છે
- આ ઉપરાંત નીંદણ નાશકનો પણ ઉપયોગ નીંદણ દૂર કરવા માટે થાય છે. 2,4- D
- નીંદણ નાશક નો છટકાવ કરવાથી પાકને નુકસાન થતું નથી અને નીંદણનો નાશ થાય છે
4. થ્રેશિંગ
- ઢૂંઢા માથી દાણા છૂટા પાડવા ની ક્રિયાને થ્રેશિંગ કહે છે.
- આ માટે થ્રેશર નો ઉપયોગ થાય છે.
- લણણી અને થ્રેશિંગ બંને કાર્ય કરતા મશીન ને કંબાઈન મશીન કહેવાય છે
પ્રશ્ન 5. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે?
- કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે. જ્યારે કુદરતી ખાતર સેન્દ્રીય પદાર્થ છે.
- કૃત્રિમ ખાતર કારખાનામાં બનાવાય છે જ્યારે કુદરતી ખાતર ઘરે બનાવી શકાય છે.
- યુરિયા કૃત્રિમ ખાતર છે જ્યારે છાણીયું ખાતર કુદરતી ખાતર છે.
પ્રશ્ન 6. સિંચાઈ એટલે શું ? પાણી બચાવતી સિંચાઇની બે પદ્ધતિઓનું વર્ણન કરો.
- ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે.
- 1. ટપક પધ્ધતિ : છોડને ટીપે ટીપે પાણી અપાય છે. આ માટે પાઇપ દ્વારા દરેક છોડને ટીપે ટીપે પાણી મળે છે. ફળ તથા વૃક્ષો ની ખેતી તથા ઓછું પાણી હોય ત્યાં આ પધ્ધતિ સર્વોત્તમ છે.
- 2. ફુવારા પધ્ધતિ : આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. જ્યા પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. પાઇપ દ્વારા અન્ય પાઇપ કાટખૂણે જોડાયેલી હોય છે. અને ચા પાણી પહોંચાડવાનું હોય ત્યાં ફુવારો લગાડવામાં આવે છે. ફુવારાની મદદથી પાણીનો છટકાવ વરસાદ પડતો હોય તેવી રીતે થાય છે. ફુવારા પદ્ધતિ તે ઘાસ વાળી જમીન કોફીના વૃક્ષ અને બીજા કેટલાક પાક માટે ખૂબ ઉપયોગી છે.
પ્રશ્ન 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે ?
- ઘઉ એ રવી પાક છે. તેને ઠંડુ હવામાન આવશ્યક છે તથા માપસરના પાણી ની આવશ્યકતા છે.પરંતુ આ અનુકૂળતા તેને ખરીફ ઋતુમાં મળતી નથી તેથી પાક ઉત્પાદન ખુબજ ઓછું મળશે.
પ્રશ્ન 8. ખેતરમાં સતત પાક ઉગાડવા ના લીધે જમીન પર કઈ અસર જણાશે?
- જમીનની ફળદ્રુપતા ઘટતી જશે. કારણ કે તેમાં પોષક તત્વો ઓછા થશે અને પાક છે તેનું ઉત્પાદન ઓછું થઈ જશે.
પ્રશ્ન 9 નિંદણ એટલે શું ? આપણે તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ?
- ખેતર માં કેટલા અન્ય બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે આવા બિનજરૂરી છોડ ને નિંદણ કહે છે.
- નિંદણ નિયંત્રણ કરવું*
* નિંદણ નાશક વડે, 2,4- D
* દાતરડા કે અન્ય ઓજાર વડે
* નિંદણ નાશક પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેમજ મનુષ્ય ને પણ એટલે તેનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ.
પ્રશ્ન 10. યોગ્ય ક્રમ મા ગોઠવો.
1. જમીન તૈયાર કરવી
2. ખેતર ખેડવું.
3. ખાતર આપવું.
4. રોપણી
5. સિંચાઈ
6. લણણી
7. પાકને કારખાનામાં મોકલવો.
પ્રશ્ન 11. અંગ્રેજી નામ આપો.
1. પાકને પાણી આપવું. – IRRIGATION
2. પાકના દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા – STORAGE
3. વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે. – CROP
4. મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે – HARVESTER
5. રવિ પાક કે જે એક કઠોળ છે. – GRAM
6. ભુંસા માથી દાણા છૂટા પાડવાની પધ્ધતિ : WINNOWING
ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનપ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Hereપ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Hereપ્રકરણનો સ્વાધ્યાય :Click Here
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
નમસ્તે મિત્રો ,આવી ખૂબ જ સરસ અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો.
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !