BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, August 8, 2020

દિલ્લી સલ્તનત રાજ્ય શાસન વ્યવસ્થા || Dilli Saltnat rajay shasan vyavastha ||સામાજિક વિજ્ઞાન ધોરણ 7 દિલ્લી સલ્તનત શાસન વ્યવસ્થા ||

Jidiya Sanjay ,create a blog

દિલ્લી સલ્તનત રાજ્ય શાસન વ્યવસ્થા

સામાજિક વિજ્ઞાન :ધોરણ :7: પ્રકરણ :2: દિલ્લી સલ્તનત 

👇👇Dilli Saltnat Rajay Shasan Vyavastha👇👇 

શાસન -વ્યવસ્થાઈ.સ. ૧૩મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થા ની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું.
દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો.
સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી.
સુલતાન સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો.
સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ પણ હતું.
મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો.
સલ્તનત શાસન વ્યવસ્થામાં સુલતાન મૃત્યુ અગાઉ પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરતો. 
સુલતાનનું પદ વંશ પરંપરાગત હોવાનો સિદ્ધાંત ન હતો. 
શાસન વ્યવસ્થાનું સ્વરૂપ સરમુખત્યાર જેવુ હતું. કારણ કે તેમાં સુલતાનની ઈચ્છા એ જ કાયદો હતો. 
શાસન સુઘડ અને ખરાબ હોવાનો આધાર સુલતાનના સ્વભાવ ઉપર જ હતો. 


સલ્તનત શાસન વ્યવસ્થા મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી:
(૧) કેન્દ્રીય શાસન
(૨) પ્રાંતીય શાસન
(૩) સ્થાનિક શાસન

(૧)કેન્દ્રીય શાસન:-

સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું.
સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો.
મુલકી રાજ્યવહીવટનો વડો વજીર હતો. 
તેની સત્તા ખાસ કરીને નાણાં ખાતા ઉપર હતી. 
તેનો હોદ્દો ઘણી પ્રતિષ્ઠાએ હતો અને તેનો પગાર મોટો હતો. 
પ્રજાની જરૂરિયાત અંગે તે સુલતાનને વાકેફ હતો તેમજ શાસનતંત્રમાં તેને સલાહ આપતો હતો. 
ખર્ચ અને કરવેરા અંગેની વ્યવસ્થા તે કરતો હતો. 
વિદ્વાનોને આશ્રય અને ગરીબોને દાન આપવાની વ્યવસ્થા તે જ કરતો હતો. 
વજીર વહીવટીતંત્રનો વડો હતો.
આ ઉપરાંત મંત્રીમંડળમાં બીજા પણ અગત્યના ઘણા બધા વિભાગો હતા: જેમકે,
(૧) સેનાવિભાગ
(૨) પત્રવ્યવહાર વિભાગ
(૩) ધર્મવિભાગ
(૪) વિદેશવિભાગ
(૫) ગુપ્તચર વિભાગ
આમ,તે સમયે મંત્રીમંડળમાં આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા થોડા ઘણા અંશે જોવા મળે છે.

(૨) પ્રાંતીય શાસન:-

દિલ્હી સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. અને તેને ઇકતા કહેવામાં આવતું.
ઇક્તાનો વડો ઇકતેદાર કે મુક્તિ કહેવાતો.
ઇક્તેદાર પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો.
દિલ્હી સલ્તનતમાં ઇક્તેદાર પોતે નીચેના જેવા કાર્યો કરતો:જેમકે,
(૧) જમીન મહેસુલ એકત્ર કરવાની કામગીરી
(૨) જરૂર પડે સુલતાનને મદદ કરવાની બાબત
ઇક્તેદરો પર નિયંત્રણ:
(૧) અલાઉદ્દીન ખલજી
(૨) મુહમ્મદ તુગલક
(૩) સ્થાનિક શાસન:-
પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતાં.
તેમાં જિલ્લાને  શિક અને તાલુકાને પરગણા કહેવામાં આવતા.
ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો અને તેને મદદ કરવા માટે પરવારી અને કારકૂન હતા.

👇👇ઉપરોક્ત માહિતી વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
 
નમસ્તે મિત્રો ,નિયમિત શૈક્ષણિક અવનવી માહિતી માટે અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !