Nutrition in plants class 7th science
વિજ્ઞાન: ધોરણ :7: પ્રકરણ- 1- વનસ્પતિમાં પોષણ
વનસ્પતિમાં પોષણ
વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ
પ્રકરણની સમજૂતી :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય:Click Here
પ્રકરણના અગત્યના પ્રશ્નો:Click Here
👉👉પોષક તત્વો :
કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજ ક્ષાર
👉👉વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે..
* વનસ્પતિમાં પોષણના પ્રકાર*
👉👉પોષણ :
સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.
પોષણ બે પ્રકારે થાય છે. સ્વાવલંબી અને પરાવલંબી.
જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. દા.ત. લીલી વનસ્પતિ
જે સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેને પરાવલંબી પોષણ કહેવાય.
*** પ્રકાશસંશ્લેષણ – વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા***
• પર્ણ એ ખોરાક બનાવવાના કારખાના છે.
• પાણી અને ખનીજ ક્ષારો નું વહન મૂળ થી પર્ણ સુધી થાય છે્
• વનસ્પતિના પર્ણોમાં નાના છિદ્રો આવેલા હોય છે જેને પર્ણરન્ધ્ર કહેવાય છે.
• પર્ણોમાં હરેક દ્રવ્ય આવેલું હોય છે જે સૂર્ય ઉર્જા નું શોષણ કરવામાં મદદ કરે છે.
• સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી પર્ણ દ્વારા ખોરાક બનવાની ક્રિયા પ્રકાશસંશ્લેષણ કહેવાય છે.
• પ્રકાશસંશ્લેષણ માટે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અગત્યના છે.
• સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે.
• રાસાયણિક સમીકરણ આ રીતે દર્શાવી શકાય.
• પર્ણ મા હરિતદ્રવ્ય આવેલું હોય છે.
• પર્ણ રંધ્ર
- પ્રકાશ સંશ્લેષણ
* હરિત દ્રવ્ય*
• લીલાં રંગનું
• પ્રકાશ સંશ્લેષણ માં ઉપયોગી
• હરિત દ્રવ્યના કારણે પર્ણનો રંગ લીલો હોય છે.
* લીલા રંગ સિવાયના પર્ણ શું પ્રકાશ સંશ્લેષણ કરી શકે?*
• અન્ય રંગના પર્ણો હરિતદ્રવ્ય નો લીલો રંગ ઢાંકી દે છે.તેથી તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે.
• લીલ થી લઈને મોટી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે.
* કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ*
• કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ના બનેલા હોય છે.
•
બીજા અન્ય આવશ્યક ઘટા કો વનસ્પતિ જમીનમાંથી મેળવે છે.
• જમીન એવા બેક્ટેરિયા ધરાવે છે જે હવામાં રહેલા નાઈટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે
• નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે.
• વધારાના નાઇટ્રોજન અને પૂર્તિ કરવા ખેડૂતો જમીન માં ખાતર પણ નાખે છે
* વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો **
• કેટલીક વનસ્પતિ હરીતદ્રવ્ય ધરાવતી નથી
• જેથી તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી.
• તેઓ બીજી વનસ્પતિ પર આધાર રાખે છે.
• આવા પોષણને પરાવલંબી પોષણ કહે છે.
• દાખલા તરીકે અમરવેલ. અમરવેલ એ અન્ય વનસ્પતિ ના પ્રકાડ પર જાવ વીંટળાઈ જાય છે અને તેમાંથી પોષણ મેળવે છે.
• અમરવેલ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને યજમાન કહેવાય છે.
• અમરવેલ પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેથી તેને પરોપજીવી વનસ્પતિ કહે છે.
* કિટાહારી વનસ્પતિ *
• આવી વનસ્પતિ કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે.
• લીલો કે અન્ય રંગ ધરાવે
• તેનો પણ એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. કરણા નો આગળનો ભાગ ઢાંકણ છે એવી રચના બનાવે છે. બંધ જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશ ની અંદર વા જેવી રચના હોય છે.
• જ્યારે કીટક અંદર પ્રવેશ કરે છે ત્યારે તેનું ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળ માં ફસાઈ જાય છે.
• ત્યારબાદ ઉતચેચકોના સ્રાવથી કીટકો નું પાચન થાય છે.
• આમ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે.
* મૃતોપજીવીઓ*
• મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે તો તે મૃતોપજીવી પોષણ કહેવાય.
• જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહે છે.
• દાખલા તરીકે સડી ગયેલા પદાર્થો પર ઊગેલ મશરૂમ
• અથાણા, ચામડા ,કપડા જેવી ઘણી બધી વસ્તુઓ કે જે ગરમ કે હુંફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય તેના પર ફૂગ ઊગે છે.
* ફૂગ ના ઉપયોગો અને નુકસાન **
• એસટી અને મશરૂમ જેવી ખોરાક માટે વપરાય છે.
• કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પણ કરે છે.
• ખોરાક ફૂગના કારણે વાસી બની જાય છે.
• કેટલીક ફૂગ દવા બનાવવા માટે વપરાય છે.
• ફૂગને હુફાંળી જગ્યા મળે ત્યારે તે વધારે વૃદ્ધિ પામે છે.
* સહજીવન *
• કેટલાક સજીવો સાથે જીવે છે અને બંને એકબીજા માટે ઉપયોગી છે આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય છે.
• દા.ત. લાઇકેન
• લાઈક ટ્રેનમાં હરિદ્વાર ધરાવતી લીલ અને હુ સાથે જોવા મળે છે. હો વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલનેઆપે છે. જ્યારે લીલ ખોરાક બનાવે છે અને ભૂખને પૂરો પાડે છે.
* જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે*
• વનસ્પતિ જમીનમાંથી ખનીજ ક્ષારો અને પોષક તત્વો નું શોષણ કરે છે. તેથી તેમનું પ્રમાણ ઘટે છે. જેની પૂર્તિ છાણીયા ખાતર કે રાસાયણિક ખાતર દ્વારા કરવામાં આવે છે. જમીનને ફળદ્રુપ બનાવવા માટે પોષક તત્વો જમીનમાં સમયાંતરે ઉમેરવા જોઈએ.
• સામાન્ય રીતે પાક નાઈટ્રોજનનો પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે તેથી જમીનમાં તેની ઉણપ સર્જાય છે. રાઈઝોબીયમ બેક્ટેરિયા વાતાવરણમાં નો નાઇટ્રોજન લઈ શકે છે અને જરૂરી દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. પરંતુ રાઈઝોબીયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તેથી તેઓ મોટાભાગે કઠોળ ના મૂળ માં વસવાટ કરે છે. અને તેમને નાઈટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયા અને ખોરાક અને વસવાટ આપે છે. અહીં પણ સહજીવન જોવા મળે છે .
• જમીનમાંથી જે પોષક તત્વો ઓછા થાય છે તે સામાન્ય રીતે કુદરતી ખાતર તેમજ રાસાયણિક ખાતર દ્વારા જમીન માં પાછા આવે છે.
** વનસ્પતિ મા પાણી અને ખનીજ તત્વોનું વાહન *
• વનસ્પતિમાં પાણી અને ખનીજ તત્વોનો વહન મૂળ દ્વારા થાય છે.
• મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ થઇ પ્રકાંડ અને તેની શાખાઓ દ્વારા તેનું વહન થઇ પર્ણ સુધી પહોંચે છે.
* પ્રકાશ સંશ્લેષણ ન થાય તો શું થાય **
• પ્રકાશ સંશ્લેષણ ન થાય તો વનસ્પતિ ખોરાક બનાવી શકે નહીં. તેથી તેથી વનસ્પતિ પર નભતા સજીવો પણ પોતે ખોરાક લઇ શકે નહીં. આમ સંપૂર્ણ સજીવ સૃષ્ટિને ખોરાક મળે નહીં .
* પ્રોટીનનું સંશ્લેષણ**
• પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. તેથી વનસ્પતિ નાયટ્રોજન મેળવી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.
👇👇વનસ્પતિમાં પોષણ પ્રકરણની સમજૂતીનો વિડિયો👇👇
👇👇વનસ્પતિમાં પોષણ :-સ્વાધ્યાય 👇👇
1. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે?
સજીવોને કાર્ય કરવા માટે શક્તિ મેળવવા, રોગો સામે રક્ષણ મેળવવા ,તંદુરસ્ત અને નીરોગી શરીર રાખવા માટે ખોરાકની જરૂર હોય છે
2. પરોપજીવી અને મૃતોપજીવી નો તફાવત આપો.
પરોપજીવી : તે પોતાનું પોષણ અન્ય વનસ્પતિ પાસેથી લે છે. તે યજમાન વનસ્પતિ પર વીંટળાઈને તેમાંથી પોષણ મેળવે છે.દા.ત. અમરવેલ , કળશ પર્ણ
મૃતોપજીવી : તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે.દા.ત. યીસ્ટ, મશરૂમ
3. પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો?
સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક પાંદડુ લઈ તેને પાણી ભરેલાં પાત્રમા નાખી ઉકાળો. હવે પર્ણને બહાર કાઢે આલ્કોહોલ વડે ધુઓ. તેનો લીલો રંગ દૂર થઈ જશે. હવે છે પણ છે તેમાં આ યોજના બે-ત્રણ ટીપાં નાખી તેના રંગની તપાસ કરો. પર્ણનો રંગ ભૂરો-કાળો થઇ જશે છે પર્ણમાં સ્ટાર્ચ હાજર છે તેમ બતાવે છે.
4. લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટુંકમાં વર્ણન કરો.
લીલી વનસ્પતિ માં હરીતદ્રવ્ય આવેલું હોય છે જે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડન અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે.
સમીકરણ :
કાર્બન ડાયોક્સાઈડ + પાણી = કાર્બોદિત પદાર્થ ( ખોરાક) + ઓકસીજન
5. રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટે નો અદ્વિતીય સ્ત્રોત છે.
સૂર્યપ્રકાશ. સૂર્યઉર્જા. લીલીવનસ્પતિ રાસા. ઊર્જા. તૃણાહારી+ માંસાહારી +વિઘટકો
6. ખાલી જગ્યા પૂરો.
1. લીલી વનસ્પતિ ……….. કહેવાય છે., કારણકે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે.
સ્વાવલંબી
2. વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક………. સ્વરૂપે સંગ્રહ પામે છે.
3. પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા…….. નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે.
હરિતદ્રવ્ય
4. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ………… વાયુ લે છે અને ……… વાયુ મુક્ત કરે છે.
કાર્બન ડાયોક્સાઈડ લે અને ઓકસીજન વાયુ મુક્ત કરે.
7. નીચેના ના નામ આપો.
1. પીળી પાતળી દોરી જેવું પ્રકાર ધરાવતી પરોપજીવી વનસ્પતિ.
2. સ્વયંપોષણ અને પર પોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ.
કળશ પર્ણ
3. પર્ણ મા વાતવિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે.
પર્ણરંધ્ર
8. સાચો વિકલ્પ શોધો.
1. અમરવેલ એ……… નું ઉદાહરણ છે.
પરપોષી
2. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે.
કળશ પર્ણ
9. જોડકા જોડો.
1. હરિત દ્રવ્ય – પર્ણ
2. નાઇટ્રોજન – બેક્ટેરિયા
3. અમરવેલ – પરપોષી
4. પ્રાણીઓ – પરોપજીવી
5. કીટકો – કળશપર્ણ
10. ખરા – ખોટાની નિશાની કરો.
1. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે.×
2. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે ✓
3. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. ✓
4. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જા માં રૂપાંતરિત થાય છે. ✓
11. ખરો વિકલ્પ પસંદ કરો.
1. પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે.
A મૂળરોમ B પર્ણ રંધ્ર C પર્ણ શિરા D વજ્ર પત્ર
Ans – પર્ણ રંધ્ર
2. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મમુખ્ત્વે………. દ્વારા લે છે.
પર્ણ
👇👇વનસ્પતિમાં પોષણ પ્રકરણનો સ્વાધ્યાયનો વિડિયો 👇👇
👇👇વનસ્પતિમાં પોષણ:- મહત્વના પ્રશ્નો👇👇
1.લીલી વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા પોતાનો ખોરક બનાવે છે?
પ્રકાશસંશ્લેષણ
2.સ્વયંપોષી કોને કહે છે?
જે પોતાની જાતે ખોરાક બનાવે છે તેને સ્વયંપોષી કહે છે?
3.પ્રકાશસંશ્લેષણ માટે શુ જરુરી છે?
હરિતદ્રવ્ય અને સુર્યપ્રકાશ્
4.હરિતદ્રવ્ય વનસ્પતિના ક્યા ભાગમાં જોવા મળે છે?
પર્ણ
5.પરોપજીવી વનસ્પતિનું નામ લખો.
અમરવેલ
6.કઈ વનસ્પતિ સ્વાવલંબી અને પરોપજીવી બન્ને પ્રકારની પોષણ પધ્ધતિ ધરાવે છે?
કળશપર્ણ
7.યજમાન કોને કહે છે?
પરોપજીવી સજીવ જેમાથી પોષણ મેળવે તે વ્રુક્ષ કે વનસ્પતિ યજમાન કહે છે.
8.પોષણના મુખ્ય કેટલા પ્રકાર છે? ક્યા ક્યા?
પોષણના મુખ્ય બે પ્રકાર છે. સ્વાવલંબી અને પરાવલંબી
9.સ્વાવલંબી પોષણ એટલે શુ?
સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકે તેવા પોષણને સ્વાવલંબી પોષણ કહે છે.
10.પરાવલંબી પોષણ કોને કહે છે?
સજીવો ખોરાક માટે અન્ય પર આધાર રાખે છે તેવા પોષણને પરાવલંબી પોષણ કહેવાય.
11.પ્રકાશસંષ્લેશણ એટલે શુ?
વનસ્પતિના પર્ણૉ ખોરાક બનાવવાની ક્રિયા કરે છે આ ક્રિયાને પ્રકાશસંષ્લેશણ કહેવાય.
12.પ્રકાશસંષ્લેશણ માટે શુ જરૂરી છે?
સુર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ,પાણી
13.મૃતોપજીવી પોષણ કોને કહે છે?
મૃત અને સડીગયેલા પદાર્થોમાથી મળતા પોષણને મૃતોપજીવી પોષણ કહે છે.
14.બિલાડીનો ટોપ કઈ વનસ્પતિ છે?
મૃતોપજીવી
15.કિટાહારી વનસ્પતિ કઈ છે?
કળશપર્
16.શિંબીકુળની વનસ્પતિના ઉદાહરણ આપો.
વાલ, વટાણા, ચણા, મગ,
17.લીલ અને ફુગનુ સહજીવન શેમા જોવા મળે છે?
લાઈકેન
18.સ્ટાર્ચનું પરિક્ષણ કરવા ક્યુ દ્રાવણ વપરાય છે?
આયોડિન
19.પ્રકાશસંષ્લેશણ કરતી વખતે વનસ્પતિ ક્યો વાયુ ઉપયોગમા લે છે?
કાર્બન ડાયોક્સાઇડ( CO2)
20.પર્ણનો લીલો રંગ શેને આભારી છે?
હરિતદ્રવ્ય
21.પ્રકાશસંષ્લેશણને અંતે ક્યો વાયુ મુક્ત થાય છે?
ઓક્સિજન (O2)
22.અમરવેલ શુ છે?
પરોપજીવી વનસ્પતિ
23.પર્ણમાં વાતવિનિમય શેના દ્વારા થાય છે?
પર્ણરન્ધ્ર
24.ક્યા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે?
લીલી વનસ્પતિ
25.રાઈઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
કઠોળવર્ગની
26.કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે?
મશરૂમ
27.પરાવલંબી પોષણમાં કઈ કઈ પદ્વતિનો સમાવેશ કરી શકાય?
પરોપજીવી પોષણ, મૃતોપજીવી પોષણ
28.લાઈકેનમા ક્યા બે સજીવો વચ્ચે સહજીવન જોવા મળે છે?
લીલ અને ફૂગ
29.વનસ્પતિનું રસોડુ કોને કહે છે?
પર્ણ
30.વનસ્પતિમાં પર્ણૉમાં રહેલા નાના છિદ્રોને શું કહે છે?
પર્ણરન્ધ્ર
31.ઉર્જાનો મુખ્ય સ્રોત ક્યો છે?
સુર્ય
32.પ્રોટિનમાં ક્યા તત્વો હોય છે?
ઓક્સિજન, કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન
33.બિલાડિનો ટૉપ ક્યા પ્રકારનું પોષણ મેળવે છે?
મૃતોપજીવી
34.કઈ ફૂગ ખોરાકમાં વપરાય છે?
યીસ્ટ અને મશરૂમ
35.દાદર, ખસ, ખરજવુ એ ક્યા સુક્ષ્મજીવના કારણે થાય છે?
ફુગ
36.આપણા શરીર માટે જરૂરી આહારના ઘટકોને શું કહે છે?
પોષકતત્વો
37.હરિતદ્રવ્યનું કાર્ય શું છે?
સુર્યપ્રકાશનું શોષણ કરવાનુ
38.મૂળ દ્વારા શોષાયેલ ખનીજક્ષાર અને પાણી ક્યા જાય છે?
પર્ણ તરફ
39.ફુગ ક્યા જોવા મળે છે?
વાસી રોટલી, અથાણા તથા ભેજવાળા કપડામાં જોવા મળે છે.
40.રક્ષકકોષો ક્યા આવેલા છે?
પર્ણરંધ્રની આસપાસ
41.રક્ષકકોષોનું કાર્ય શું છે?
પર્ણ રંધ્ર ખુલવાનુ અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે.
42. લાલ, બદામી વગેરે રંગના પાંદડા ધરાવતી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ કઈ રીતે કરે છે?
તેમા હરિતદ્રવ્ય સઆવેલુ છે પરંતુ તેનો લિલો રંગ ઢંકાઈ જાય છે. આમ, તે પણ અન્ય વનસ્પતિની જેમ જ પ્રકાશસંશ્લેશણ કરે છે.
43.રાઈઝોબિયમ બેક્ટેરિયાનું કાર્ય શું છે?
નાઈટ્રોજનનુ સ્થાપન કરવાનું
44.રાઈઝોબિયમ બેક્ટેરિયા ક્યા વસવાટ કરે છે?
કઠોળ વર્ગની વનસ્પતિમાં
45.જોડકા જોડૉ.
1. કળશ – કિટાહારી વનસ્પતિ
2. અમરવેલ – પરોપજીવી વનસ્પતિ
3. લીલ – સ્વાવલંબી વનસ્પતિ
46.કિટકોનુ ભક્ષણ કોણ કરે છે?
કળશ પર્ણ
47.કિટાહારી વનસ્પતિના ઉદાહરણ આપો.
ડ્રોસેરા, કળશ, વિનસ મક્ષિપાસ
48.પ્રાકાશસંશ્લેષણની અંતે શું મળે છે?
ઓક્સિજન અને કાર્બોદિત
49.ક્યુ સજીવ પરોપજીવી નથી?
માખી
50.ફુગ કેવા રંગની હોઈ શકે?
સફેદ, બદામી કે લીલા
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !