BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Thursday, August 6, 2020

રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો સ્વાધ્યાય || ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 સ્વાધ્યાય || Rajpoot Yug nava shasako ane rajyo swadhyay ||

Jidiya Sanjay ,create a blog

ધોરણ :7: સામાજિક વિજ્ઞાન: પ્રકરણ: 1: સ્વાધ્યાય
રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો :સ્વાધ્યાય

Rajpoot Yug nava shasako ane rajyo :swadhyay


ધોરણ -7- સામાજિક વિજ્ઞાન
પ્રકરણ:1:રાજપૂતયુગ:નવાં શાસકો અને રાજ્યો 
પ્રકરણની સમજૂતી:Click Here
સ્વાધ્યાયની સમજૂતી:Click Here

1 . નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો:
(1)રાણીની વાવ કોણે બંધાવી હતી ?
જવાબ:રાણીની વાવ રાણી ઉદયમતિએ બાંધવી હતી.
(2)ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતાં હતા?
જવાબ:ચૌહાણવંશના શાસકો આરંભમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં શાસન કરતાં હતા.
(3)અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી?
જવાબ: અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી.
(4)વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?
જવાબ: વાઘેલાવંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો.

2.(અ)ટૂંક નોંધ લખો:
(1)રાજપૂતોના ગુણો
રાજપૂતો બહાદુર અને ટેકીલા હતા.
આપેલ વચન પોતાના પ્રાણને ભોગે પણ પાળતા.
દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતાં.
ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતાં.
યુદ્ધમાં તેઓ અધર્મ આચરતા નહીં.
શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતાં .
(2)રાજપૂતયુગનું વેપાર-વાણિજ્ય
રાજપૂતયુગમાં વેપાર-વાણિજ્ય ઉપર દેખરેખ રાખવા એક અલગ વિભાગ હતો.
વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની વ્યવસ્થા કરવામાં આવતી .
વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની વ્યવસ્થા કરવામાં આવતી .
ઉપયોગી વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરવામાં આવતી .
રાજપૂતયુગમાં જમીન પરનો કર “ભાગ”નામે ઓળખતો .
મુખ્ય કર જમીનનો ઉપજનો છઠ્ઠો “ભાગ”હતો.
બંદરો ,નાકા અને સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો .
આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતનાં સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ બંદરો જાણીતા હતા.

2.(બ)નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
(1)ઉત્તર ભારતનાં કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો.
1. માળવાનું પરમાર રાજ્ય
2. અણહિલવાડનું ચૌલૂકય(સોલંકી)રાજ્ય
3. શાકંભરીનું ચૌહાણ રાજ્ય
(2) દક્ષિણ ભારતનાં કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો.
1.ચાલુક્યવંશ
2.રાષ્ટકૂટવંશ
3.પલ્લવવંશ
(3)ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો ?
ગુજરાતનો પ્રથમ સુલતાન ઝફરખાન હતો , તે મુઝફ્ફરશાહ નામ ધારણ કરી સુલતાન બન્યો હતો.
(4)રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં ક્યાં-કયાં કાર્યો કર્યા હતાં?
સોમનાથનો યાત્રાળુવેરો બંધ કરાવ્યો હતો .
ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું હતું.

3.(અ)નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
(1)ઉત્તર ભારતમાં ક્યાં રાજાના અવસાન બાદ નાનાં- નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં ?
(A)પુલકેશી બીજાના
(B)હર્ષવર્ધનનાં
(C)મિહિરભોજના
(D)અશોકના
(2)બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું હતું?
(A)જેજાકભુક્તિ
(B)ઉજ્જયની
(C)પ્રતિહારો
(D)ચૌલુકયો
(3)માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
(A)કુમારપાળ
(B)ભોજ
(C)સીયક
(D)મુંજ
(4)આઠમી સદીમાં બંગાળમાં ક્યાં વંશનું શાસન હતું ?
(A)ચંદેલવંશનું
(B)પરમારવંશનું
(C)પાલવંશનું
(D)પ્રતિહારોનું
(5)રાણીની વાવ ક્યાં વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?
(A)ચાવડાવંશના
(B)સોલંકીવંશના
(C)વાઘેલાવંશના
(D)મૈત્રકવંશના

3.(બ)યોગ્ય જોડકાં જોડો:
(અ)રાજ્ય
(1)સેનવંશ
(2)સોલંકીવંશ
(3)પાલવંશ
(4)રાષ્ટકૂટ વંશ
(5)પલ્લવ વંશ
(બ)શાસકો
(1)વિજયસેન પ્રથમ
(2)કુમારપાળ
(3)ગોપાલ
(4) ગોવિંદ ત્રીજો
(5)નરસિંહ વર્મા બીજો

ધોરણ -7- સામાજિક વિજ્ઞાન
પ્રકરણ:1:રાજપૂતયુગ:નવાં શાસકો અને રાજ્યો 
પ્રકરણની સમજૂતી:Click Here
સ્વાધ્યાયની સમજૂતી:Click Here

નમસ્તે મિત્રો,ખૂબ જ ઉપયોગી શૈક્ષણિક બ્લોગ પોસ્ટ નિયમિત મેળવવા માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો. 

ઉપરોક્ત માહિતીને વિડિયો સ્વરૂપે નિહાળો 👇👇


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !