ગુજરાતી રૂઢિપ્રયોગો અને તેના અર્થો (ધોરણ ૩ થી ૫)
Gujarati idioms and their meanings standard 3 to 5
ગુજરાતી રૂઢિપ્રયોગો અને તેના અર્થો:
ધોરણ :3 થી 5 માટે :Click Here
ધોરણ :6 થી 8 માટે :Click Here
પાઠ્યપુસ્તક પર આધારિત રૂઢિપ્રયોગો અને તેના અર્થો:
પગ ઉપાડવો =ઝડપથી ચાલવું
બાવડાના બળથી= જાત મહેનતથી
જીવ બળવો= દુઃખી થવું
બેઠાં-બેઠાં ખાવું =શ્રમ કર્યા વિના , નિરાંતે ઉપભોગ કરવો
નિસાસો નાખવો =આહ નાખવી
પેટનો ખાડો પૂરવો= જીવનનિર્વાહ કરવો
ખૂણામાં નાખવું =બેદરકારીથી બાજુમાં મૂકવું
સ્વપ્ન ફળવું= ઈચ્છા પૂરી થવી
ઉર તણાવું =દિલ ખેંચાવું
ઊડીને આંખે વળગવું= તરત ધ્યાન પર આવવું
મીટ માંડવી =નજર સ્થિર કરી જોઈ રહેવું
મન ઠરવું =સંતોષ થવો ,ગમી જવું
રામ રામ કરવા =વિદાય લેવી
કાન સોરીને દાઢ્યે ચડાવવું =સતર્ક થઈ જવું
ઘોડાને ઘેર હોવું= ખૂબ નજીક હોવું
મન ઊઠી જવું= અભાવ આવવો
નજર ધ્રોબવી =નજરથી નજર મેળવવી
મિજાજ તરડાવો =અભિમાન થવું
ફાટી આંખે જોઈ રહેવું =અચંબા કે વિસ્મય સાથે જોવું
આંખ કરડી થવી =ગુસ્સાથી આંખ લાલ થવી
પડ્યો બોલ ઝીલવો =આજ્ઞાનું પાલન કરવું
માથે ચારેય હાથ હોવા =રહેમ દ્રષ્ટિ હોવી
મોંમાં આંગળા નાખવાં =ખૂબ આશ્ચર્ય પામવું
પગે પાંખો ફૂટવી= ખૂબ જ ઉત્સાહમાં આવી જવું
પેટે પાટા બાંધવા =ખૂબ જ દુઃખ વેઠવું
લોઢાના ચણા ચાવવા =અત્યંત મુશ્કેલ કામ કરવું
આકાશ પાતાળ એક કરવાં =ખૂબ જ મહેનત કરવી
દિલ કોરી નાખે એવું =સખત ,પુષ્કળ
છાતી ચાલવી =હિંમત હોવી
મોં પડી જવું =શરમિંદું થઈ જવું
નીચું માથું કરવું= શરમથી નીચે જોવું
દિલ જીતી લેવું =પ્રિય થઈ જવું
ઝળઝળિયાં આવવાં =આંખમાં આંસુ આવી જવાં
જીવની જેમ સાચવવું =ખૂબ જતન કરવું
મન મારીને બેસી રહેવું= મનની ઇચ્છાને દબાવી રાખવી
રસ્તો ન દેખાવો =કોઇ ઉકેલ ન મળવો
આંખ વાળી લેવી =દુઃખી હૃદયે વિદાય લેવી
ખાતર પડવું =ચોરી થવી
દૂધે ધોયેલું= વિશ્વાસપાત્ર
આંખ ફરી જવી =ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી
પાણી ફેરવવું =આબરૂ કાઢવી
આંખ બતાવવી =ગુસ્સો પ્રગટ કરવો
ભારે હૈયે =દુઃખી હૃદયે
બની જવું= છેતરાઈ જવું
રજા લેવી= વિદાય થવા પરવાનગી લેવી
ભાન કરાવવું =સાચી સમજ આપવી
ઝડતી લેવરાવવી= જાંચ કે તપાસ કરાવવી
વડનાં વાંદરા ઉતારવાં= બહુ જ તોફાની હોવું
નિશાન ચૂકી જવું= ધાર્યું નિશાન પાર ન પડવું
સાબદા થઈ જવું= ચેતી જવું
આંખ ફાટવી= ગુસ્સે થવું
ઝોળવા માંડવું =હલાવવા માંડવું
મોતને ઘાટ ઊતારી= દેવું મારી નાખવું
ઊંચા ગજાના હોવું =વિશેષ શક્તિ ધરાવતા હોવું
મોખરે રહેવું =આગળ રહેવું, સક્રિય રહેવું
દેહ પડવો =મૃત્યુ થવું, અવસાન થવું
ઢીલા પડવું= નરમ થવું
આનાકાની કરવી= હા ના કરવી
બોલ ઉપાડી લેવો= પડકાર ઝીલી લેવો
વાતાવરણ ખીલી ઊઠવું =વાતાવરણ જીવંત બની જવું
હોશકોશ ઊડી જવા =સાન-ભાન ભૂલી જવી
મટકુંય માર્યા વગર =એકીટશે જોવું
એકના બે ન થવું =મક્કમ રહેવું
લોહી પાણી એક કરવાં =ખૂબ મહેનત કરવી, પુષ્કળ મહેનત કરવી
દાવ મારવો =શિકાર કરવો
જીવમાં જીવ આવવો =શાંતિ થવી, નિરાંત થવી
જીવ પર આવી જવું =જાન જોખમમાં મુકવો
જાન બચી લાખો પાયે =જીવ બચી ગયો એટલે ઘણું
હંસની ચાલ ચાલવી =નકલ કરવાથી પોતાનું પણ ખોઈ બેસવું
કાગડા ઊડવા= સભા બેઠકમાં કોઈ હાજરી ન હોવી
અડફેટમાં આવવું =કોઈ સાથે અથડાઈ પડવું
કાગડાના માળા જેવું= અસ્તવ્યસ્ત અવ્યવસ્થિત
ગુજરાતી રૂઢિપ્રયોગો અને તેના અર્થો:
ધોરણ :3 થી 5 માટે :Click Here
ધોરણ :6 થી 8 માટે :Click Here
નમસ્તે મિત્રો,ખૂબ જ અગત્યની શૈક્ષણિક માહિતીની પોસ્ટ માટે અમારા બ્લોગની નિયમિત મુલાકાત અવશ્ય લો .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !