BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, August 16, 2020

ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ|| Nutrition in animals ||

Jidiya Sanjay ,create a blog

Nutrition in animals 

ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ
STD :7: Science :Ch-2: પ્રાણીઓમાં પોષણ


ધોરણ 7 વિજ્ઞાન પ્રાણીઓમાં પોષણ
1. પ્રકરણની સમજૂતી: Click Here
2. પ્રકરણનો સ્વાધ્યાય: Click Here
3. પ્રકરણના અગત્યના પ્રશ્નો: Click Here

👉પ્રસ્તાવના:-
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે
કાર્બોદિત, પ્રોટીન, ખાનીજક્ષાર, વિટામિન, ચરબી એ આહારના અગત્યના ઘટકો છે.
વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી કાર્બોદિત પદાર્થ બનાવે છે.ખાનીજકારનું મૂળમાંથી શોષણ કરે છે. પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.
સામાન્ય રીતે ખોરાકમાં આ બધા ઘટકો જટિલ સ્વરૂપે હોય છે.આ જટિલ ઘટકો ને સરળ સ્વરુપમાં ફેરવવાની ક્રિયાને પાચન કહેવાય.
પાચન દ્વારા જટિલ ઘટકો સરળ બને છે. અને શરીરની ક્રિયાઓ કરવામાં ઉપયોગી બને છે.
👉2.1:ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ:-
ગળીને – અજગર, સમડી,સાપ
ચાવીને – કીડી,
ચૂસીને – હમિંગ બર્ડ, મધમાખી, જૂ, મચ્છર, 
નળી જેવા મુખાંગો દ્વારા -, માખી, પતંગિયું
ખોતરીને – ઉંદર,ખિસકોલી
👉  તારામાછલી કૅલ્શિયમ કાર્બોનેટ ના કવચ ખોલીને અંદરના નરમ પ્રાણીઓ ખાય છે. તે જઠરનો ભાગ શરીરની બહાર લાવીને પ્રાણીઓને આરોગે છે અને પછી જઠર પાછુ શરીરમાં જાય છે. પછી પાચનની શરૂઆત થાય છે.
👉 મનુષ્યમાં પાચન:-
મનુષ્યનો પાચન માર્ગ – મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર
👉મુખગુહા:-
ખોરાકને શરીરને અંદર લેવાની પ્રક્રિયાને અંત: ગ્રહણ કહેવાય. જે મુખગુહા કરે છે.
મો દ્વારા ખોરાક લઈ આપણે તેને નાના ટુકડામાં ફેરવીએ છીએ. તે માટે આપણે દાંત નો ઉપયોગ કરીએ છીએ.
👉દાંત:-
( દાંત : 32 હોય , 16 ઉપલા જડબા,16 નીચલા જડબામાં,કાર્યના આધારે પ્રકાર પડે જેમ કે કાપવા, ચિરવા, ચાવવા, ભરડવા)
કાપવા કે બચકું ભરવા : છેદક દાંત ( આગળના ચાર દાંત, કુલ 4+4= 8)
ચીરવા કે ફાડવા : રાક્ષી દાંત 2+2=4
ચાવવા : અગ્રદાઢ 4+4= 8
ભરડવા : પશ્વદાઢ 6+6=12
👉લાળગ્રંથી:-
તેમાંથી લાળ નો સ્રાવ થાય છે. જે કાર્બોદિત (સ્ટાર્ચ)નું સરળ શર્કરામા રૂપાંતર થાય છે.
👉જીભ:-
સ્વાદ પારખવા વપરાય
કોઇપણ દિશામાં હલન ચલન કરી શકે.
ખોરાકને ગળવાની ક્રિયામાં મદદ કરે.
વિવિધ રસાંકુરો આવેલા હોય છે. જે સ્વાદ પારખી શકે.
જીભના ટેરવે ગળ્યા, ટેરવાની બાજુમાં ખારા, તેની બાજુમાં ખાટા અને જીભના મધ્ય અંત ભાગે કડવા રંગ પારખવાના રસાંકૂરો હોય છે.
👉અન્નનળી:-
અન્નનળી ગળામાં થઇને છાતીમાં પ્રવેશે છે.
તેના હલન ચલનને કારણે ખોરાક આગળ વધે છે.
* નોંધ : ક્યારેક ખોરાક જઠર દ્વારા ન સ્વીકારતા ઉલટી થાય છે. સામાન્ય રીતે અણગમતા ખોરાકના કારણે આવું થાય છે. અન્ય પણ કારણો હોઈ શકે છે.
👉જઠર:-
તે જાડી દિવાલ વાળી કોથળી જેવી રચના છે.
તેનો આકાર પહોળા J જેવો છે.
તે અન્નનળી દ્વારા લવાયેલો ખોરાકનું પાચન કરે છે.
જઠરની અંદર ની દીવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે.
શ્લેષ્મ માં જઠરની અંદર ની દીવાલ ને રક્ષણ આપે છે.
એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્યરત કરે છે.
પાચકરસો પ્રોટીનનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે.
👉નાનું આંતરડું:-
7.5 મીટર લાંબુ
તે યકૃત અને સ્વાદુપિંડના સ્રાવો મેળવે છે.સાથે તેની દિવાલ પણ સ્રાવ કરે છે.
👉યકૃત:- 
લાલાશ પડતો બદામી રંગની ગ્રંથિ , શરીરની સૌથી મોટી ગ્રંથિ.
યકૃત પિત્તરસનો સ્રાવ કરે છે. પિત્તરસ ( પિત્તાશયમાં સંગ્રહ પામે) એ ચરબીના પાચનમાં ભાગ ભજવે છે.
સ્વાદુપિંડ ( આછા બદામી રંગની ગ્રંથિ) સ્વાદુરસનો સ્રાવ કરે છે. અને પદાર્થો સરળ સ્વરુપમાં ફેરવે છે.
અંશતઃ પાચિત ખોરાક નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે જ્યાં પાચકરસો ખોરાકના બધાજ ઘટકોનું પાચન કરે છે. 
કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ , ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લીસરોલ, પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે.


👉નાના આંતરડામાં શોષણ:-
પાચીત ખોરાકનું શોષણ પણ નાના આંતરડામાં થાય છે. જેને અભિશોષણ પણ કહેવાય છે. જેમાં રસાણકુરો ભાગ ભજવે છે. 
સોશ્યલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. જ્યાં તેનો ઉપયોગ શરીર માટે જરૂરી પ્રોટીનના બંધારણમાં થાય છે.
જે ખોરાક હવે અપાચિત રહે છે તે મોટા આંતરડામાં જાય છે.
* * રસાંકુરો – નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે તેને રસાંકુરો કહે છે.
** સ્વાંગિકરણ** - નાના આંતરડામાં શોષાયેલ ખોરાક પ્રોટીનના બંધારણ માટે વપરાય છે તેને સ્વાંગીકરણ કહે છે.
* કોષોમાં ગ્લુકોઝ ઓકસીજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઈડ, પાણી તથા ઊર્જા મુક્ત થાય છે જે આપણને ઉપયોગી છે.
👉મોટું આંતરડું:-
મોટા આંતરડામાં આવેલા ખોરાકમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે.
તે 1.5 મીટર લાંબુ છે.
બાકી રહેલ કચરો મળાશય મા જાય છે. અને મળ દ્વાર દ્વારા નિકાલ પામે છે.
👉પાચન સંક્ષેપમાં:-
સૌપ્રથમ ખોરાક ગળવાની ક્રિયા મુખગુહા દ્વારા થાય 
મુખગુહામા લાળગ્રંથિ દ્વારા લાળ ભળે જેથી કાર્બોદિત નું શર્કરા મા રૂપાંતર થાય.
ખોરાક અન્નનળી દ્વારા આગળ વધે જે જઠર મા જાય.
જઠરમાં શ્લેષ્મ, એસિડ અને પાચક રસોનો સ્રાવ થાય.
શ્લેષ્મ જઠરની અંદરની દીવાલને રક્ષણ આપે.
એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે.તથા પાચકરસ ઉત્પન્ન કરે.
પાચકરસો પ્રોટીન તોડી તેનું સરળ સ્વરુપમાં રૂપાંતર કરે.
ત્યારબાદ ખોરાક આગળ વધે અને નાના આંતરડામાં જાય. ત્યાં તેમાં પિતરસ અને સ્વડુરસ નો સ્રાવ પણ ભળે.
પીત્તરસ ચરબીનું પાચન કરે. જ્યારે સ્વાદુરસ કાર્બોદિત ,પ્રોટીન, અને ચરબી ને સરળ સ્વરુપમાં ફેરવે. 
નાના આંતરડાના નીચેના ભાગમાં ખોરાક પહોંચે ત્યારે તેના પાચકરસો લગભગ બધાજ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે.
નાના આંતરડાની દીવાલોમાં રસાંકુરો હોય છે જે પાંચિત ખોરાકનું શોષણ કરી વિવિધ અંગો સુધી તેનું વાહન કરે છે.
જે ખોરાક અપાચીત રહે તે મોટા આંતરડામાં જાય છે. ત્યાં કેટલાક ક્ષારોકેને પાણી શોષાય છે અને બાકી રહેલ કચરો મળાશય મા જાય છે. 
મળાશય માથી અર્ધપાચિત મળ મળ દ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે.
👉ઘાસ ખાતાં પ્રાણીઓમાં પાચન:-
ગાય ,ભેંસ કે જેઓ ઘાસ ખાય છે. તેઓ ઘાસ ઝડપથી ખાઈ શકે છે. 
તેઓમાં જઠરમા આમાશય (રુમેન) આવેલું છે. તેઓ ખોરાક તેમાં સંગ્રહી રાખે છે.
પછી ત્યાંથી ખોરાક પાછો જાય છે અને ગાય કે ભેંસ તેને વાગોળે છે.
આમાશય મા રહેલા બેક્ટેરિયા ઘાસ(સેલ્યુંલોઝ)નું પાચન કરે છે. મનુષ્યમાં એવા બેક્ટેરિયા જોવા મળતા નથી.
ઘોડા અને સસલા વગેરેમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના હોય છે. જેને અધાંત્ર કહે છે. જેમાં આવેલ બેક્ટેરિયા પણ સેલ્યૂલોઝ નું પાચન કરી શકે છે.
👉અમીબા મા ખોરાક ગ્રહણ અને પાચન
અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે.
અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે.
તેમાં એક કોષકેન્દ્ર હોય છે તથા કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ હોય છે.
તે આંગળી જેવા પ્રવર્ધ ધરાવે છે. જે ખોરાક પકડવામાં મદદ કરે છે.
અમીબા કેટલાક સૂક્ષ્મ જીવો ને આરોગે છે. તે ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ગળી જાય છે. અન્નધાનીમા તેનું પાચન થાય છે.
પાચિત થયેલો ખોરાક શરીર ટકાવી રાખવા વપરાય છે.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇

           



👇સ્વાધ્યાય 👇

ધો  7 પ્રકરણ  2 પ્રાણીઓમાં પોષણ
પ્રશ્ન  1 ખાલી જગ્યા પૂરો 
(A) ............,........, ......., .,....., અને .......  એ  મનુષ્ય માં  પોષણ  માટેના  મુખ્ય  તબકકાઓ છે. 
Ans  અંત:ગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ મળત્યાગ 
(B) ........  માનવ શરીર ની સૌથી  મોટી ગ્રંથિ છે. 
Ans  યકૃત 
(C) જઠર હાઈડ્રોકલોરિક એસિડ અને........  રસો નો  સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે.
જવાબ  પાચકરસો
(D) નાના આંતરડાની અંદરની દીવાલમા ઘણા આગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને ....... કહે છે.
જવાબ. રસાકુરો
(E)અમીબા તેના ખોરાક નું પાચન ....... મા કરે છે.
જવાબ  અન્નધાનીમા
પ્રશ્ન 2 સાચા વિધાન સામે T અને ખોટા વિધાન સામે F કરો.
A સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે. ×
B જીભ‌ લાળરસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે.✓
C પિત્તાશય થોડા સમય માટે પત્તરસનો સંગ્રહ કરે છે. ✓
D વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાંસ મોમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે. ✓
પ્રશ્ન ૩ સાચો વિકલ્પ પસંદ કરો.
૧. લિપિડ નું સંપૂર્ણ પાચન ....... માં થાય છે.
જવાબ - નાના આંતરડા
૨. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે .... માં થાય છે.


જવાબ - મોટું આંતરડું
પ્રશ્ન 4 જોડકા જોડો.
ખોરાકના ઘટકો   -.  પાચનની પેદાશો
1. કાર્બોદિત       -     શર્કરા
2. પ્રોટીન           -.   એમિનો એસિડ
3. ચરબી       -    ફેટી એસિડ અને ગ્લીસરોલ
પ્રશ્ન 5 રસાંકુરો એટલે શું ? તેનું સ્થાન અને કાર્ય જણાવો.
જવાબ - નાના આંતરડાની અંદરની દીવાલમા ઘણા આગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને  રસાંકૂરો કહે છે.
સ્થાન : નાના આંતરડાની અંદરની દિવાલમાં
કાર્ય : પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે જેથી ખોરાકનું શોષણ સરળતાથી થાય છે.
પ્રશ્ન 6 પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના ક્યાં ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે?
જવાબ - પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડામાં થતા ચરબીના પાચન માં મદદ કરે છે.
પ્રશ્ન 7 એવા કયા કાર્બોદિત ઘટકો છે જેનું વગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી ? શા માટે ? 
જવાબ. - સેલ્યુલોઝ .વાગોળનાર પ્રાણીઓના આમાશય મા આવેલા બેક્ટેરિયા સેલ્યૂલોઝનું પાચન કરી શકે છે પરંતુ આમાશય મનુષ્યમાં જોવા મળતું નથી તેથી આપણે સેલ્યૂલોઝનું પાચન કરી શકતા નથી.

પ્રશ્ન 8 આપણને ગ્લુકોઝ માંથી શા માટે તાત્કાલિક ઊર્જા મળે છે ? 
જવાબ-  તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે તેવો સરળ પદાર્થ છે. તે રૂધિરમાં શોષાઈ શરીર ના કોષોમાં ઓકસીજન સાથે મંદ દહન પામી શકતી મુક્ત કરે છે. તેથી....
પ્રશ્ન 9 આ પ્રક્રિયા માં પાચન માર્ગનો ક્યો ભાગ સમાયેલ છે ? 
1 ખોરાકનું શોષણ - નાનુઆતરડું.....
2 ખોરાક ચાવવાની .-.મુખગુહા......
3 બેક્ટેરિયાને મારવાની ક્રિયા - જઠર
4 ખોરાકનું સપૂર્ણ પાચન - નાનુઆતરડું 
5 મળ નિર્માણ - મોટું આંતરડું
પ્રશ્ન 10 અમીબા અને મનુષ્યના પોષણમાં એક એક સામ્યતા અને જુદાપણું સમજવો
જવાબ - સામ્યતા.  બને ખોરાક ગ્રહણ કરે છે 
 જુદાપણું-  અમીબામા અન્નધાનીમા પાચન કરે છે.મનુષ્ય મા પાચન માટે જુદા જુદા અંગો સંકળાયેલા છે.
પ્રશ્ન 11 જોડકા જોડો 
   1 લાળગ્રંથી -   લાળ રસનો સ્ત્રાવ
   2 જઠર      -   એસિડ નો સ્ત્રાવ 
   3 યકૃત.      -  પિત્ત રસનો સ્ત્રાવ
   4 મળાશય -  મળ નો ત્યાગ 
   5 નાનું આંતરડું -  પાચન પૂર્ણ થાય છે 
   6 મોટું આંતરડું   -  અપચીત ખોરાક નો સંગ્રહ 
પ્રશ્ન. 12 આકૃતિમાં નામ નિર્દેશન કરો.
જવાબ - ના . કારણકે ઘાસમાં સેલ્યુલોઝ હોય છે. જેનું પાચન કરતા બેક્ટેરિયા મનુષ્યમાં હોતા નથી. તેથી આપણે ઘાસ કે પાંદડા વાળા શાકભાજીનું પાચન કરી શકીએ નહિ. માટે તેના પર આપણે અસ્તિત્વ ટકાવી શકીએ નહિ.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





                                        
                                         મહત્વના પ્રશ્નો :-
1.પાચન એટલે શું?
- ખોરાકના ઘટકો નું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે પાચન
2. ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ જણાવો.
- ચાવીને, ગળીને, ચૂસીને, નળી જેવા મૂખાંગો દ્વારા પકડીને
3. લાળ ગ્રંથિમાંથી શેનો સ્રાવ થાય છે?
- લાળરસ
4. યકૃત માથી શેનો સ્રાવ થાય છે?
- પિત્તરસ
5. સ્વાદુરસ નો સ્ત્રાવ કઈ ગ્રંથી માંથી થાય છે?
- સ્વાદુપિંડ
6. જઠરમાંથી શેનો સ્રાવ થાય છે?
-  શ્લેષ્મ
7. પોષણ પ્રક્રિયાના ક્યાં ક્યાં તબક્કા છે ?
- અંતઃ ગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ, મળોત્સર્જન 
8. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રીયાને શું કહેવાય છે?
- અંતઃ ગ્રહણ
9. જીભનું ટેરવું ક્યો સ્વાદ જલ્દી પારખે છે?
- ગળ્યો
10. રસાંકૂ રો ક્યાં આવેલા છે?
- નાના આંતરડા
11. ચીરવા કે ફાડવા માટે ક્યાં દાંત વપરાય છે?
- રાક્ષી દાંત
12. જીભના પાછળ ના ભાગ પર સ્વાદ પરખાય છે?
- કડવો.
13. ચાવવા માટે ક્યાં દાંત વપરાય છે?
- અગ્રડાઢ
14. આંત્ર રસ નામનો પાચક રસ ક્યાં ઉત્પન્ન થાય છે?
- નાના આંતરડાની અંદરની દિવાલમાં
15. જઠર નો આકાર ક્યાં મૂળાક્ષર જેવો હોય છે?
- પહોળા J જેવો
16. પ્રોટીનનું પાચન થઈ તેનું શેમાં રૂપાંતર થાય છે?
- એમિનો એસિડ
17. કાપવા અને બચકું ભરવા ક્યાં દાંત વપરાય છે?
-  છેદક
18. જઠરનો કાર્ય શું છે?
- ખોરાકને વલોવવાનું
19. નાના આંતરડાની લંબાઈ કેટલી છે?
- લગભગ 7.5 મીટર
20. મોટા આંતરડાની લંબાઈ કેટલી છે?
લગભગ 1.5 મીટર
21.  ફરસિદાંત જડબાના ક્યાં ભાગમાં આવેલા હોય છે?
- આગળના
22. સ્વાદુરસ કયા કયા ઘટકો નું પાચન કરી શકે છે?
- કાર્બોદિત, પ્રોટીન ,ચરબી
23. અમીબા વડે ખોરાક ગ્રહણ કરે છે?
- ખોટાપગ
24. ખોટપગ કોને કહેવાય છે?
- અમીબા એક કરતાં વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે તેને ખોટા પગ કહે છે.
25. અમીબા ખોરાકનું પાચન અને શોષણ ક્યાં અંગમાં થાય છે?
- અન્નધાની
26. વાગોળનાર પ્રાણીઓ મા કઈ રચના જોવા મળે છે?
- આમાશય
27. પાચિત થયેલા ખોરાકનું શોષણ ક્યા અંગ માં થાય છે?
- નાના આંતરડા
28. કાર્બોદિત નું પાચન ક્યાં થાય છે?
- મુખગુહા
29. પિત્તરસ શેમાંથી ઉત્પન્ન થાય છે?
- યકૃત
30. માનવ શરીર ની સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
- યકૃત



31. ક્યાં અંગમાં ખોરાકનું પાચન પૂર્ણ થાય છે?
- નાના આંતરડા
32. પાચક ગ્રંથિઓના નામ આપો.
- લાળગ્રંથી, યકૃત, સ્વાદુપિંડ
33. જઠરની અંદરની દિવાલમાંથી શેનો સ્ત્રાવ થાય છે?
- જઠરની અંદરની દીવાલમાંથી શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચકરસોનો સ્ત્રાવ થાય છે.
34. શ્લેષ્મનું કાર્ય શું છે?
- જઠરની અંદરની દિવાલનું રક્ષણ કરે 
35. પ્રોટીનનું પાચન ક્યા અંગમાં થાય છે?
- જઠર
36. પિત્તરસ નો સંગ્રહ શેમાં થાય છે?
- પિત્તાશય
37. અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે તેને શું કહે છે?
- ખોટાપગ
38. પિત્તરસ શેના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે?
- ચરબી
39. કયા પ્રાણીઓ સેલ્યુલોઝ નું પાચન સરળતાથી કરી શકે છે?
- ગાય, ભેંસ,બકરી ( વગીળનારા પ્રાણીઓ)
40. સ્ટાર્ચનુ શર્કરામાં રૂપાંતર કઈ ગ્રંથી કરે છે?
- લાળગ્રંથી
41. કાપવાના દાંત ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
ફરસી દાંત
42. મનુષ્યમાં દુધિયા દાંત કેટલા હોય છે?
- 20
43. રાંધેલાભાતમાં આયોડીનના ટીપા નાખતા શું ફેરફાર જોવા મળે છે?
- ભૂરા – કાળા
44. મોટા આંતરડા નું કાર્ય શું છે?
-  તે અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે.
45. યકૃત ક્યા આવેલું છે?
- જઠર ની જમણી બાજુએ ઉપરના ભાગે
46. સેલ્યુલોઝ શું છે?
-  કાર્બોદિત નો  એક પ્રકાર છે. જેનું પાચન ખાસ પ્રકારના બેકટેરિયા દ્વારા જ થઈ શકે છે. 
47. અમીબા ના ખોટા પગ શું કાર્ય કરે છે?
- ખોરાક ગ્રહણ કરવાનું અને પ્રચલન કરવાનું
48. આપણી જીભનું શું કાર્ય છે?
- ખોરાકમાં લાળરસ મિશ્ર કરે. કોળિયાને ગળવામાં ઉપયોગી.
49. જીભ કઈ રીતે સ્વાદ પારખી શકે છે?
- તેમાં સ્વાદકલિકાઓ આવેલી છે. જેની મદદ થી જીભનું ટેરવું ગળ્યો, કિનારી ખારો, કીનારીથી પાછળ ખાટો, તથા પાછળના ભાગે કડવો સ્વાદ પારખી શકીએ છીએ.
49. પાચનમાર્ગનો ક્રમ જણાવો.
- મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું,મળાશય, મળ દ્વાર
50. યકૃત અને સ્વાદુપિંડ પાચનમાં શું ભાગ ભજવે છે?
- યકૃત વડે પિત્ત રસનો સ્રાવ થાય છે જે ચરબીના પાચનમાં ઉપયોગી છે. સ્વાદુપિંડ માથી સ્વાદુરસનો સ્રાવ થાય છે  જે નાના આંતરડામાં પ્રોટીન, ચરબી ને કાર્બોદિત ના પાચનમાં ઉપયોગી છે 
51. લાલાશ પડતા બદામી રંગની ગ્રંથિ કઈ છે?
- યકૃત
52. ઘાસ ખાનાર પ્રાણીઓ શામાટે વાગોળવાની ક્રિયા કરે છે?
- ઘાસમાં સેલ્યુલોઝ આવેલું છે. તેનું પાચન જલ્દી થતું નથી. તેથી આવા પ્રાણીઓ આમાશયમા આર્ધપાચિત ઘાસ સંગ્રહ કરે છે અને પછી ફરીથી ખોરાક મોમાં લાવી ચાવે છે જેને વાગોળવું કહે છે.
53. રોટલો વધુ ચાવવાથી મીઠો કેમ લાગે છે?
- વધુ ચાવવા થી  ખોરાકમાં લાળરસ વધુ ભળે છે. અને શર્કરામા રૂપાંતર થાય છે. શર્કરા મીઠી હોવાથી આપણને રોટલો મીઠો લાગે છે.
54. નાના આંતરડા અને મોટા આંતરડામાં શો તફાવત છે?
- નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે જ્યારે મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર છે 
- નાના આંતરડામાં પાચન અને શોષણ થાય છે. જ્યારે મોટા આંતરડામાં અપાચીત ખોરાકમાંથી પાણી અને ક્ષારો નું શોષણ થાય છે.
55. જોડકા જોડો.
A)  સ્વાદુરસ – સ્વાદુપિંડ
B) લાળ રસ – મુખ ગુહા
C) પિતરસ – યકૃત
D)  આંત્ર રસ – નાનું આંતરડું
E) પાણી અને ક્ષારોનું શોષણ – મોટું આંતરડું
F) શ્લેષ્મ – જઠર
56. મનુષ્યમાં છેદક દાંત કેટલા હોય છે?
- આઠ
57. મનુષ્યમાં રાક્ષિ દાંત કેટલા હોય છે?
- 4
58. બટકું ભરવા ક્યાં દાંતનો ઉપયોગ થાય છે?
- છેદક
59. શેરડીને છોલવા માટે ક્યાં દાંતનો ઉપયોગ કરશો?
- રાક્ષી દાંત
60. આપણે કયા કાર્બોદિત પદાર્થોને પચાવી શકતા નથી?
- સેલ્યુલોઝ
61. પકવાશય કોને કહેવાય?
- નાના આંતરડાના શરૂઆતના C આકારના ભાગને પકવાશ્ય કહે છે.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




ધોરણ 7 વિજ્ઞાન પ્રાણીઓમાં પોષણ
1. પ્રકરણની સમજૂતી: Click Here
2. પ્રકરણનો સ્વાધ્યાય: Click Here
3. પ્રકરણના અગત્યના પ્રશ્નો: Click Here

નમસ્તે મિત્રો ,આવી ખૂબ જ સરસ અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-







No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !