BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Thursday, August 27, 2020

ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક ||Science 8th Class Chapter 3 Synthetic Fibres and Plastics||

Jidiya Sanjay ,create a blog

||ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક ||


||Science 8th Class Chapter 3 Synthetic Fibres and Plastics||

પ્રકરણ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક
1.પ્રકરણની સમજૂતી:Click Here
2 .પ્રકરણની સમજૂતી:Click Here
3.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here


1.પ્રકરણની સમજૂતીકુદરતી રેસાઓ : વનસ્પતિજન્ય રેસાઓ અને પ્રાણી જન્ય રેસાઓ
વનસ્પતિ જન્ય રેસાઓ : સૂતર, શણ
પ્રાણી જન્ય રેસાઓ : રેશમ, ઉન
* માનવ સર્જિત રેસાઓ *
માનવ દ્વારા બનાવવામાં આવેલા રેસાઓ ને સંશ્લેષિત રેસાઓ અથવા માનવસર્જિત રેસાઓ કહેવાય છે.
નાના નાના અસંખ્ય એકમો ( રાસાયણિક પદાર્થ ) મળીને વિશાળ એકમ બનાવવામાં આવે છે. જેને પોલિમર કહે છે. 
કપાસ એ સેલ્યુલોઝ નામનો કુદરતી પોલિમર છે.


* સંશ્લેષિત રેસાના પ્રકાર*
*રેયોન * (કૃત્રિમ રેશમ)
લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવ્યા
લાકડું એ કુદરતી સ્રોત છે પણ તેના પર રાસાયણિક પ્રક્રિયા થતી હોવાથી માનવ સર્જિત રેસા કહેવાય 
રેશમ કરતા સસ્તા
રેશમની માફક વણી શકાય
ઘણા રંગોથી રંગી શકાય
કપાસ સાથે વણીને ચાદરો બને
ઉન સાથે વણીને ચટાઈ બનાવાય.
** નાયલોન**
માનવ સર્જિત રેસા
1931 માં બનાવ્યા
કોલસો,પાણી અને હવા ની રાસાયણિક પ્રક્રિયા કરી બનાવવામાં આવ્યા.
ગુણધર્મો : મજબૂત, સ્થિતિ સ્થાપક અને હળવા હોય. ચમકદાર હોય છે. સરળતા થી ધોઈ શકાય છે. 
ઉપયોગો : કાપડ બનાવવા માટે ખુબજ પ્રચલિત. મોજા, દોરડા, તંબુ, ટૂથ બ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા બનાવવા, પેરાશૂટ બનાવવા માટે
પર્વતા રોહણ માટેના દોરડા બનાવવા માટે પણ ઉપયોગી
નાયલોન ના તાંતણા સ્ટીલના વાયર કરતા પણ મજબૂત હોય છે.
** પોલી એસ્ટર  **
માનવ સર્જિત રેસા
આરેસામાંથી બનેલું કાપડ જલદી થી ચોળાઈ જતું નથી.
તે કડક રહે છે અને ધોવું સરળ છે.
પહેરવામાં અને વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે.
ઉદા. ટેરિલીન  ( તેના ખુબજ પાતળા તાતણા બનાવી શકાય તથા વાળી શકાય )
PET : એક પ્રકારનું પોલિએસ્ટર 
PET ના ઉપયોગ : બાટલી, પાતળી ફિલ્મ, વાસણો, વાયરો મા
** એક્રેલિક **
એક્રેલિક રેસમાંથી બનવામાં આવતા કપડા પ્રમાણમાં સસ્તા હોય છે.
તેઓ વિવિધ રંગો માં ઉપલબ્ધ હોય છે.
ઉદા. સ્વેટર, શાલ, ધાબ્લામા એનો ઉપયોગ કરવામાં આવે છે.
નોંધ : સંશ્લેષિત રેસા પ્રમાણમાં વધુ ટકા ઉ તથા પરવડે તેવી કિંમત ધરાવે છે તેથી કુદરતી રેસા કરતા પ્રખ્યાત હોય છે.
*સંશેલિત રેસાઓ ના ગેર ફાયદા **
ગરમ કરવાથી પીગળી જાય છે. 
કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનાર ના શરીર સાથે ચોંટી જાય છે એટલા માટે રસોડામાં કામ કરતી વખતે સિન્થેટિક ના કપડા ન પહેરવા જોઈએ.
* સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ *
ઝડપ થી સુકાય
ધોવામાં ઓછો સમય
ટકાઉ વધારે
કિંમત ઓછી


*પ્લાસ્ટિક **
એક પ્રકારનો પોલિમર છે.
તે સન્શ્લેશિત રેસા નથી.
તેને વિવિધ રાસાયણિક પદાર્થો માંથી બનાવ્યા હોય છે 
પ્લાસ્ટિકમાં વિવિધ એકમો ની ગોઠવણી રૈખિક અથવા અરૈખિક હોય છે.
તેને કોઈપણ ઘાટમાં વાળી શકાય, ફરીવાર ઉપયોગમાં લઇ શકાય. પીગળી શકાય , પડ મા ઢાળી શકાય. તેથી ખૂબ જ ઉપયોગી છે.
* પોલીથીન : એક પ્રકારનું પ્લાસ્ટિક, પોલીથીન ની બેગ (ઝબલા) બનાવવા વપરાય.
પ્લાસ્ટિકના તેના ગુણધર્મો ના આધારે બે પ્રકાર : થર્મો પ્લાસ્ટિક અને થર્મો સેટિંગ.
*થર્મો પ્લાસ્ટિક*
પોલીથીન
PVC
સરળતા થી વિકૃત થઈ જાય તેવું હોય.
ગરમ કરતા નરમ બને
રમકડાં, કાંસકા, પ્લાસ્ટિક ની ખુરશી, ડોલ, વગેરે ઘણી બધી વસ્તુ આ થર્મો પ્લાસ્ટિક દ્વારા બને છે.
* થર્મો સેટિંગ પ્લાસ્ટિક **
ગરમ કર્યાબાદ આ પ્લાસ્ટિક ને નરમ ન કરી શકાય.
બેકેલાઇટ અને મેલેમાઈન
બેલેલાઈટ એ ઉષ્મા અને વિદ્યુત નું અવાહક છે. તેથી વિદ્યુત સ્વીચ, ઈસ્ત્રી તથા વાસણોના હાથા બનાવવા વપરાય છે.
મેલેમાઇન અગ્નિ અવરોધક છે. ગરમી સહન કરવાની ક્ષમતા વધુ છે. તેથી ભોંય તળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નીરોધક કાપડ બનાવવા વપરાય છે.
*પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક *ગુણધર્મો અને ઉપયોગો **
*ગુણધર્મો **
બિન પ્રતિ ક્રિયાશીલ
હળવું,મજબૂત અને ટકાઉ
વિદ્યુત નું અવાહક
મેલમાઈન અગ્નિ અવરોધક છે.
* ઉપયોગો*
પ્લાસ્ટિક મા વિવિધ ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવામાં આવે છે.
ધાતુઓ કરતા હલકું હોવાથી મોટર કાર, હવે જહાજ તથા અવકાશયાન મા પણ તેનો ઉપયોગ થાય છે.
ડોલ, ટબલર, જેવા પ્લાસ્ટિકના અનેક સાધનો બનાવી શકાય છે 
ઇલેક્ટ્રિક વાયરનું પડ ચડાવવા માટે
કડાઈના હાથમાં
સ્ક્રુ ડ્રાઇવરના હેન્ડલ
કોઈપણ વસ્તુના પેકિંગ મા મોટા ભાગે પ્લાસ્ટિક હોય છે.
આમ પ્લાસ્ટિક ના ઉપયોગો ખુબજ વિપુલ પ્રમણમાં જોવા મળે છે.
*પ્લાસ્ટિક વિશે વધુ*
દવાઓના પેકિંગમા
ઘા વાગ્યો હોય ત્યાં ટાંકા લેવા
ડોક્ટરના મોજા
ટેફ્લોન પ્રકારના પ્લાસ્ટિકમાં તેલ ચોંટતું નથી. તેથી રસોઈના વાસણોના પડ ચડાવવા માટે વપરાય છે.
ફાયરમેન ના કપડા. મેલમાઇન ના બનેલા હોય છે જે અગ્નિરોધક છે.
*પ્લાસ્ટિક અને પર્યાવરણ**
પર્યાવરણ માટે નુકસાન કારક
જૈવ અવિઘટનિય
ઇકો ફ્રેન્ડલી નથી.
સળગાવતા જેરી વાયુઓ ઉત્પન્ન કરે. વાયુ નું પ્રદૂષણ કરે
વિઘટન શક્ય નથી.*પ્લાસ્ટિક નો ઉપયોગ  ટાળો*
ખાદ્ય પદાર્થો પશુને પ્લાસ્ટિકની થેલીમાં ન આપવા.
શાકભાજી કે અન્ય વસ્તુ માટે કાપડની થેલી લઈને જવું.
ચા રકાબીમાં પીવી. પ્લાસ્ટિકની પ્યાલીનો ઉપયોગ ટાળવો.
પ્લાસ્ટિકના શુશોભનના સાધનો બનાવી શકાય 
ફરી વાર પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાની ટેવ રાખવી.
રિસાયકલિંગ કરવું.
જળાશયોમાં પ્લાસ્ટિક બેગ ન ફેંકો
પ્લાસ્ટિકના લંચ બોક્સ બદલે સ્ટીલનું લંચ બોક્સ વાપરો.
5R નો સિદ્ધાંત વાપરવો . Reduce, Reuse, Recycle, Recover , Refuse

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇


||Science 8th Class Chapter 3 Synthetic Fibres and Plastics||

2.સ્વાધ્યાય

1. શા માટે કેટલાક રેસાઓ ને સંશ્લેશીત રેસા કહે છે? સમજાવો.
Ans: ઘણા રેસાઓ માનવ દ્વારા નિર્મિત હોય છે.અને તે  રાસાયણિકપદાર્થો માંથી પ્રક્રિયા કરી બનાવાય છે. તેમાં કુદરતી રેસા નો કોઈ ઉપયોગ થતો નથી. માટે તેઓને સંશ્લેશિત રેસાઓ કહેવાય છે. દા.ત. રેયોન એ રેશમ જેવા ગુણ ધરાવે છે પણ તે લાકડાના માવા માથી રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવાય છે તેથી તે સંશલેશિત રેસા કહેવાય.
2. સાચા જવાબને ✓ કરો.
સંશ્લેષિત રેસાઓમા રેયોન અલગ છે કારણ કે…..
તેને લાકડાના માવાંમાથી( કુદરતી પદાર્થ) બનાવાય છે.
3. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો.
A) સંશ્લેષિત રેસાઓને…………. અને ……….. રેસા પણ કહે છે.
કૃત્રિમ , માનવ સર્જિત
B) સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ……………… જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે.
લાકડાના માવા
C) સંશ્લેષિત રેસા ની જેમ, પ્લાસ્ટિક પણ ……………. છે.
પોલિમર
4. નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે, તે દર્શાવતું ઉદાહરણ આપો.
- નાયલોન ના રેસામાથી પેરાશૂટ તથા પર્વતારોહણ માટેના દોરડા બનાવી શકાય છે. જે દર્શાવે છે કે તે ખુબજ મજબૂત છે. તે સ્ટીલના તાર કરતા પણ મજબૂત છે.
5. શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? સમજાવો.
- કારણકે તે હવા સાથે પ્રક્રિયા કરતું નથી જેથી અનાજ વધુ સમય સુધી સુરક્ષિત રહે છે. તેથી અનાજનો સંગ્રહ કરવા પ્લાસ્ટિક વપરાય છે.
6. થર્મોપ્લાસ્ટિક અને થર્મો સેટિંગ પ્લાસ્ટિક વચ્ચે નો તફાવત જણાવો.
-  થર્મોપ્લાસ્ટિક ને વધુ ગરમ કરતા નરમ બની જાય છે જ્યારે થર્મોસેટિંગ ને વધુ ગરમ કરતાં પણ તે નરમ બનતું નથી.
- થર્મોપ્લાસ્ટિક રમકડા, પોલીથીન બેગ, પ્લાસ્ટિક ડોલ જેવા સાધનો બનાવવા થાય છે જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક નો ઉપયોગ વિદ્યુત સ્વીચ , વાયારનું અવાહક પડ, બનાવવા થાય છે.


7. નીચેની વસ્તુઓ થર્મો સેટિંગ પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે? સમજાવો.
અ). હાથાવાળી તવી – હાથા વાળી તવિમા હાથો ઉષ્મા નો અવાહક હોવો જોઈએ. જે થર્મો સેટિંગ માથી બનાવવા મા આવે છે જે  ઉષ્મા નું અને વિદ્યુત અવાહક હોવાથી હાથો પકડવાથી આપણને ગરમ લાગતું નથી.
બ). ઇલેક્ટ્રિક પ્લગ/ સ્વીચ/ પ્લગ બોર્ડ – ઇલેક્ટ્રિક પ્લગમાં થર્મોસેટિંગ પ્લાસ્ટિક વાપરતા આપણને શોક લાગવાનો ભય રહેતો નથી કારણકે તે ઉષ્મા તેમજ વિદ્યુતના અવાહક છે અને વધુ તાપમાને પણ તેને કંઈ થતું નથી.
8. નીચેના ઉત્પાદનોના પદાર્થોને રિસાયકલ થઇ શકે અને રિસાયકલ ન થઈ શકે તેમાં વર્ગીકરણ કરો
         ટેલિફોનના ઉપકરણો, પ્લાસ્ટિક ના રમકડા, કૂકરના હેન્ડલ, થેલીઓ, બોલપોઇન્ટ પેન, પ્લાસ્ટિકના બાઉલ, ઈલેક્ટ્રીક વાયર ઉપરના પ્લાસ્ટિકના પડ, પ્લાસ્ટીકની ખુરશી*, ઈલેક્ટ્રીક સ્વીચ.
9. રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે. શું તેણે સુતરાઉ કાપડ માથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિંથેટિક કાપડમાથી બનેલા? રાણાને આ બાબતે કારણ સમજાવી સલાહ આપો.
- ઉનાળામાં વધારે પરસેવો વળે છે જે સુતરાઉ કાપડ શોષી લે છે જ્યારે સિંથેટિક કાપડ ના શોષી શકે તેથી રાણાએ સુતરાઉ કાપડ પહેરવું. 
10. પ્લાસ્ટિક કાટ ન લાગે તેવો ગુણધર્મ ધરાવે છે ઉદાહરણ આપીને સમજાવો.
- પ્લાસ્ટિક  હવા કે પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. જેથી તેને કાટ લાગતો નથી. આથી કહી શકાય કે તે કાટ ન લાગે તેવો ગુણધર્મ ધરાવે છે.
11. શું ટૂથબ્રશ ના હાથા તથા રેસાઓ એક જ મટિરિયલના બનેલા હોવા જોઈએ? તમારા જવાબ માટે કારણ આપો.
- ના. કારણકે હાથા એ થર્મો સેટિંગ પ્લાસ્ટિકના હોવા જોઈએ અને રેસાઓ થર્મો પ્લાસ્ટિક ના હોવા જોઈએ. રેસાઓ કોમળ હોય છે જે થર્મો પ્લાસ્ટિક માથી બની શકે જ્યારે હાથા કડક હોય છે જે થર્મો સેટિંગ પ્લાસ્ટિક માથી બને.
12. શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો -  આ માટે ટિપ્પણી કરો.
- પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે. તેથી તેનું વિઘટન શક્ય નથી. માટે જો વધારે ઉપયોગ કરીએ તો તેનો નિકાલ કરવો મુશ્કેલ છે. 
13. જોડકા જોડો
1. પોલી એસ્ટર – તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી.
2. ટેફલોન – નોનસ્ટિક કુકવેર ની બનાવટમાં
3. રેયોન – લાકડાના માવા માથી બને.
4. નાયલોન – પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રની બનાવટ મા
14. સંશ્લેષિત રેસાઓનું ઉત્પાદન વાસ્તવમાં જંગલ નું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે તમારો મત રજૂ કરો.
- સંશ્લેશિત રેસાઓ આપણને ઘણી રીતે ઉપયોગી છે. જેમ કે કાપડ, દોરડા, કોથળા, રમકડા, ગાદલા, ચટાઈ, ઓશિકા, વિવિધ રંગીન કાપડ વગેરે.
- આ બધા ઉપયોગો થી વૃક્ષો ઓછા કાપવા પડે છે. અને જંગલો કે આપણી અમૂલ્ય સંપતિ છે તે જળવાય રહે છે.
15. થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે તે બાબત પ્રવૃત્તિ દ્વારા વર્ણવો.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇

પ્રકરણ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક
1.પ્રકરણની સમજૂતી:Click Here
2 .પ્રકરણની સમજૂતી:Click Here
3.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here


નમસ્તે મિત્રો ,આવી  અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !