BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Thursday, August 27, 2020

ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 4:પદાર્થો : ધાતુ અને અધાતુ || Class 8th Science Chapter 4 Materials: Metals and Non-Metals ||

Jidiya Sanjay ,create a blog

ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 4:પદાર્થો : ધાતુ અને  અધાતુ

|| Class 8th Science Chapter 4 Materials: Metals and Non-Metals ||

પ્રકરણ 4:પદાર્થો : ધાતુ અને  અધાતુ
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.પ્રકરણની સમજૂતી:Click Here
3.પ્રકરણની સમજૂતી:Click Here
4.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here




1.પ્રકરણની સમજૂતી


પદાર્થો : ધાતુ અને અધાતું
ધાતુ : લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, ચાંદી, સોનું, 
અધાતુ : કોલસો ( કાર્બન ) , સલ્ફર, ફોસ્ફરસ, ક્લોરિન
ભૌતિક ગુણધર્મો : 
* ધાતુઓ: 
•ટીપવા થી આકાર બદલાઈ છે.
•ચળકાટ ધરાવે છે.
•ઉષ્મા અને વિદ્યુત ના વાહક હોય છે.
•સામન્ય રીતે સખત હોય છે.
•ખેંચીને તાર બનાવી શકાય છે.
•અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે
* અધાતું
•ટીપવાથી ટુકડા થઈ જાય છે 
•ચળકાટ ધરાવતી નથી.
•ઉષ્મા અને વિદ્યુત ના અવાહક
•સામન્ય રીતે સખત હોતા નથી.
•રણકાર ઉત્પન્ન કરતા નથી.
•ખેંચી શકાતા નથી.


* રાસાયણિક ગુણધર્મો *
* ધાતુ*
•ઓકસીજન સાથે ધાતુની પ્રક્રિયા**
ધાતુ (લોખંડ) + ઓકસીજન (O2)+ પાણી= લોખંડનો ઓક્સાઈડ ( આયર્ન ઓક્સાઈડ)
ધાતુ ( મેગ્નેશિયમ) + ઓકસીજન = મેગ્નેશિયમ ઓક્સાઈડ
આમ, ધાતુ + ઓકસીજન = ધાતુના ઓક્સાઈડ
•તાંબાના વાસણ પર લીલાશ પડતાં ઓકસીજન સાથે પ્રકિયા ના કારણે છે.
•અહી મળતા ઓક્સાઈડ મા પાણી ઉમેરતા તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે.
*  અધાતુ*
•અધાતું + ઓક્સિજન =  અધાતુના ઓક્સાઈડ
•સલ્ફર + ઓકસીજન = સલ્ફર ડાયોક્સાઈડ
•અધાતુનાં ઓક્સાઈડ મા પાણી ઉમેરતા તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે.
* પાણી સાથેની પ્રક્રિયા *
ધાતુ *
* સોડિયમ + પાણી = જલદ પ્રક્રિયા ( એટલે સોડિયમ ને કેરોસીન મા રાખવું પડે છે.)
* લોખંડ પાણી સાથે ખુબજ ધીમી પ્રક્રિયા આપેછે.
* અધાતું**
*  અધાતુ ની પાણી સાથે પ્રક્રિયા થતી નથી.
* અધાતુ પાણીમાં વધુ સક્રિય હોવાથી તેને પાણીમાં રાખવામાં આવે છે.
* ફોસ્ફરસ ખુબજ સક્રિય હોવાથી પાણીમાં રાખવામાં આવે છે.
* એસિડ સાથે પ્રક્રિયા *
•*ધાતુ*
•કેટલીક ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ મુક્ત કરે છે
•જેમ કે સોડિયમ, પોટેશિયમ,લોખંડ, એલ્યુમિનિમ
•કેટલીક ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. જેમ કે તાંબુ,સોનું, 
•* અધાતુ *
•તે એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી

* બેઇઝ સાથે પ્રક્રિયા*
* ધાતુઓ*
•તેઓ બેઇઝ સાથે પ્રક્રિયા કરી હાઈડ્રોજન વાયુ મુક્ત કરે છે.
•*અધાતુ*
•તેઓ બેઇઝ સાથે પ્રક્રિયા કરતી નથી.
*વિસ્થાપન પ્રક્રિયાઓ*
•Zn > Cu > Fe
* ઉપયોગો**
* ધાતુ*
•યંત્રોની બનાવટમાં (લોખંડ)
•ખાદ્ય પદાર્થોના પેકિંગ મા ( એલ્યુમિનિયમ)
•થર્મોમીટર મા( મર્ક્યુરી)
•વાસણો બનાવવા ( તાંબુ તથા એલ્યુમિનિયમ)
•આભૂષણો બનાવવા ( સોનું અને ચાંદી)
•વિદ્યુત વાહક તાર બનાવવા (;તાંબુ)
•મિશ્ર ધાતુ ઓ બનાવી શકાય.
•વાહનોના પાર્ટસ મા
* અધાતુ
•શ્વસન મા ( ઓકસીજન)
•પ્રકાશ સંશ્લેષણ (કાર્બન ડાયોક્સાઈડ)
•ટાયર ટ્યુબ માં હવા ભરવા ( નાઈટ્રોજન )
•પાણી શદ્ધ કરવાની પ્રક્રિયામાં
•ફટાકડા બનાવવા ( ફોસ્ફરસ)
•દિવાસળી બનાવવા
•બળતણ તરીકે
•ઉંદર મારવાની દવા બનાવવા

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




2.સ્વાધ્યાય


1.નીચેનામાંથી શેને ટીપીને પાતળા પતરાં બનાવી શકાય છે?
A *ઝીંક B ફોસ્ફરસ C સલ્ફર D ઓકસીજન
2.નીચેનાં માથી ક્યું વિધાન સાચું છે?
A બધીજ ધાતુને ખેંચી શકાય છે.
B બધીજ અધાતુંને ખેંચી શકાય છે.
C સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે.*
D કેટલીક અધાતુંને ખેંચી શકાય છે.
3.ખાલી જગ્યા પૂરો.
A ફોસ્ફરસ એ ખૂબ …….. અધતું છે.
-સક્રિય ( એટલે તેને પાણીમાં રાખવામાં આવે)
    B ધાતુઓ ઉષ્મા અને ……. ની ……. છે.
-વિદ્યુત ,અવાહક
    C આયર્ન એ કોપર કરતા…. સક્રિય છે.
-વધારે
     D ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ………. વાયુ બનાવે છે.
-હાએડ્રોજન
4.ખરા અથવા ખોટા કરો.
(A)સામાન્ય રીતે અધાતું એસિડ સાથે પ્રક્રિયા આપે છે. ×
(B)સોડિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. ✓
(C)કોપર એ ઝીંક સલ્ફેટ ના દ્રાવણ માથી ઝિંકને વિસ્થાપિત કરે છે. ×
(D)કોલસા માથી તાર બનાવી શકાય. ×
5.નીચે કોષ્ટકમાં કેટલાક ગુણધર્મો આપેલા છે. તેમને ધ્યાન મા રાખીને ધાતુ અને અધાતું વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. (જે ગુણધર્મ જોવા મળે ત્યાં ✓ કરવું)
ગુણધર્મો – ધાતુઓ – અધાતું
1.દેખાવ – સખત -, બરડ
2.સખત પણું - ✓-  ×
3.ટીપાંઊપણું - ✓ - ×
4.ખેંચીને તાર - ✓ -×
5.ઉષ્મા વાહકતા - ✓- ×
6.વિદ્યુત વાહકતા - ✓ - ×
6 નીચેના વિધાનો માટે કારણો આપો.
1. ખાદ્ય પદાર્થોને પેક કરવા એલ્યુમિનિયમ ફોઈલ વપરાય છે.
- ખાદ્યપદાર્થો હવસાથે પ્રક્રિયા કરીને જલ્દી બગડવા લાગે છે. પરંતુ એલ્યુમિનિયમ ફોઇલ તેમની હવા સાથે પ્રક્રિયા અટકાવી ખોરાકને તાજો રાખે છે.
2. ગરમ પ્રવાહીમાં ડૂબાડવા મા આવતા સળિયા ધાતુ તત્વોના બનેલા હોય છે.
- ધાતુ ઉષ્મા સુવાહક હોય છે જેથી પાણી ને વધુ ગરમ કરી શકે છે માટે
3. ઝિંકના ક્ષારના દ્રાવણ માથી કોપર ઝીંક ને વિસ્થાપિત કરી શકતું નથી.
- ઝીંક કોપર કરતા સક્રિય ધાતુ છે. તેથી કોપર એ ઝીંક થી ઓછી સક્રિય ધાતુ કહેવાય. ઓછી સક્રિય ધાતુ તેનાથી વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન ન કરી શકે. તેથી કોપર એ ઝિંકનું વિસ્થાપન કરતી નથી.
4. સોડિયમ અને પોટેશિયમ નો કેરોસીન મા સંગ્રહ કરવામાં આવે છે.
- તે ખુબ જ સક્રિય છે. હવા અને પાણી સાથે તરત જ પ્રક્રિયા કરે છે એટલે તેને કેરોસીન મા રાખવી પડે છે.
7.  શું લીંબુના અથાણાંને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરી શકાય?  સમજાવો.
- ના. કારણ કે લીંબુમાં એસિડ હોવાથી તે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી કાટ લગાડે છે. માટે


8. જોડકા જોડો.
કોલમ A – કોલમ B
સોનું – આભૂષણો
આયર્ન – યંત્રો
એલ્યુમિનિયમ – ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો.
કાર્બન – બળતણ
કોપર – વિદ્યુત તાર
મરક્યુરી – બળતણ
9. નીચેના દરેક કિસ્સામાં શું થશે, જ્યારે…..
A) તાંબાની તકતી પર મંદ સલ્ફુરિક એસિડ રેડવામાં આવે?
- કંઈ અસર થશે નહિ
B) લોખંડ ની ખીલીઓને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ડૂબાડવા મા આવે? તેમાં થતી પ્રક્રિયાઓના સમીકરણો શબ્દોમાં લખો.
- લોખંડની ખીલીઓ પર તાંબાનો થોળ ચઢી જાય.
- લોખંડ + કોપર સલ્ફેટ > આયર્ન સલ્ફેટ + કોપર
10. સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો તથા ઉત્પન્ન થયેલા વાયુને કસનળીમા લીધો

A ) તે કઈ  રીતે વાયુની પ્રકૃતિ જાણશે? 
- તેમાં પાણી ઉમેરી પછી લિટમસ પેપર વડે ( C+ O2 = CO2, CO2 + H2O = H2CO3
B) આ દરમિયાન થતી બધી જ પ્રક્રિયાના સમીકરણો શબ્દોમાં લખો.
- કોલસાને ગરમ કરતા કાર્બન ડાયોક્સાઈડ વાયુ બને.
- કાર્બન ડાયોક્સાઈડ + પાણી > કાર્બોનિક એસિડ
11. એક દિવસ રીટા તેની માતા સાથે સોનીને ત્યાં ગઈ. તેની માતાએ સોનીને સોનાના જુના આભૂષણો પોલીશ કરવા માટે  આપ્યા. બીજા દિવસે જ્યારે તેઓ આભૂષણો પાછા લાવ્યા ત્યારે તેમને તેમનું વજન થોડુક ઓછું લાગ્યું. શું તમે વજનમાં થયેલા ઘટાડાનું કારણ આપી શકશો?
- સોનાને પોલિશ કરતા તેના પરનું પડ થોડું દૂર થાય છે. તેથી વજન ઓછું  થાય.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





પ્રકરણ 4:પદાર્થો : ધાતુ અને  અધાતુ
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.પ્રકરણની સમજૂતી:Click Here
3.પ્રકરણની સમજૂતી:Click Here
4.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here

નમસ્તે મિત્રો ,આવી  અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-





No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !