BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Monday, August 24, 2020

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ || Standard 8th science chapter 2 Microorganisms : Friend and Foe ||

Jidiya Sanjay ,create a blog


||વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ || 

|| Standard 8th science chapter 2 Microorganisms : Friend and Foe ||

પ્રકરણ 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ

1. પ્રકરણની સમજૂતી ભાગ :1:Click Here
2. પ્રકરણની સમજૂતી ભાગ :2:Click Here
3. પ્રકરણની સમજૂતી ભાગ :3:Click Here
4. પ્રકરણનો સ્વાધ્યાય :Click Here


** સુક્ષ્મ જીવો : કેટલાક સજીવો એવા છે જેને આપણે  નરી આંખ વડે જોઈ શકતા નથી. તેને સુક્ષ્મ જીવો કહે છે.
**સુક્ષ્મ જીવોને ચાર મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ
* સૂક્ષ્મજીવો ક્યાં રહે છે?*
સૂક્ષ્મજીવો જમીનમાં, પાણીમાં તેમજ વાતાવરણમાં દરેક જગ્યાએ જોવા મળે છે.
તે શરીરની અંદર પણ જોવા મળે છે.
જ્વાળામુખીમાં પણ સુક્ષ્મ જીવો જોવા મળે છે.
આમ સુક્ષ્મ જીવો સર્વત્ર જોવા મળે છે.
*બેક્ટેરિયા *
ઉપયોગો :
- દૂધની બનાવટોમાં. દા.ત. દહી, ચીઝ, પનીર
- નાઈટ્રોજન નું સ્થાપન, રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા
- એન્ટી બાયોટિક્સ દવા બનાવવા
- રસી બનાવવામાં
- સિવેજ ના કચરાના વિઘટન માટે
*નુકસાન :
- બેક્ટેરિયા થી કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, ન્યૂમોનિયા, પ્લેગ, ડીફથેરિયા અને એથરેક્સ જેવા રોગ થાય છે.
*વાઇરસ*
સુક્ષ્મદર્શી હોય છે.
તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે.
અર્થાત, તે બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે.
શરદી, ઈન્ફ્લુંએન્જા અને ઉધરસ વગેરે વાઇરસ દ્વારા થાય છે.
પોલિયો, અછબડા, એઇડ્સ જેવા રોગો પણ વાઇરસ દ્વારા થાય છે.
*સૂક્ષ્મજીવો ક્યાં રહે છે?**
અત્ર ,તત્ર સર્વત્ર રહે છે. બર્ફીલી ઠંડીથી ગરમ પાણીમાં પણ જોવા મળે. મનુષ્ય સહિત બધાજ પ્રાણીઓમાં રહી શકે. 
એકકોષી સુક્ષ્મ જીવો : કેટલાક બેક્ટેરિયા અને લીલ અને પ્રજીવ ( અમીબા)
*સુક્ષ્મ જીવોના ઉપયોગો*
દહી ,બ્રેડ તેમજ કેક બનાવવા માટે.
આલ્કોહોલ બનાવવા માટે
પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે
કાર્બનિક કચરાનો વિઘટન કરી ઉપયોગી પદાર્થો બનાવવા માટે.
ઔષધિઓ બનાવવા માટે
નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે
એન્ટીબાયોટિક્સ બનાવવા માટે
વેક્સિન બનાવવા માટે
ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરવા માટે
* દહીં અને બ્રેડ બનાવવા*
દૂધનું દહીમાં રૂપાંતરણ લેકટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા થાય છે.
દહીમાં ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેલા હોય છે જેમાંથી લેપ્ટોબેસીલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે. જે દુધને દહીમાં ફેરવે છે.
ચોખાની ઇડલી અને ઢોસાના ખીરામાં આથો આવવા માટે પણ બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે.
* યીસ્ટ *
ઇડલી, ઢોકળા મા આથો લાવવા માટે
જવ,દહી, ચોખા, ફળમા યીસ્ટ ઉછેરી આલ્કોહોલ બનાવાય છે.
ખાંડમાંથી યીસ્ટ દ્વારા આલ્કોહોલ બનાવાય છે. આ ક્રિયા આથવણ કહેવાય છે.
*સૂક્ષ્મજીવો નો ઔષધીય ઉપયોગ (  એન્ટિબાયોટિક્સ) *
જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમ નું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટિબાયોટિક્સ ની ગોળી કે કેપ્સૂલ આપે છે. આ બનાવવા માટે બેક્ટેરિયા નો ઉપયોગ થાય છે.
આ દવાને એન્ટિબાયોટિક્સ કહેવાય છે.
મુખ્યત્વે બેક્ટેરિયા અને ફૂગ માંથી એન્ટિબાયોટિક્સ નું ઉત્પાદન થાય છે.
વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવોને ઉછેરીને એન્ટિબાયોટિક્સ બનાવવામાં આવે છે.
પાલતુ પ્રાણીઓ તેમજ મરઘા માં સૂક્ષ્મ જીવાણુઓનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટિબાયોટિક્સ ભેળવવામાં આવે છે.

** વિશેષ ( એન્ટીબાયોટિક્સ)**
૧૯૨૯માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા અચાનક તેઓએ સવર્ધન પર mold નાના નાના બીજનુઓ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેને નાશ કર્યો આ રીતે ગોલ્ડ માંથી પેનિસિલિન બનાવાઈ.
એન્ટીબાયોટિક્સ લેવાથી આપણા શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા પણ નષ્ટ થઈ શકે છે.
શરદી અને તાવમાં એન્ટિબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી કારણ કે આ રોગો વાઈરસથી થાય છે.


** રસી*
જ્યારે રોગકારક સુક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે.
શરીર ને એ પણ યાદ રહે છે કે જ્યારે તે સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પુનઃ પ્રવેશ કરે ત્યારે તેમની સામે કેવી રીતે લડત આપવી.
જો મૃત સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે તો આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરીને તેમનો નાશ કરે છે. આ નવા બનેલા એન્ટીબોડી આપણા શરીર માટે ઉપયોગી છે.
રસી બનાવવા માટે પહેલા મૃત સૂક્ષ્મજીવ આપણા શરીરમાં ઉમેરવામાં આવે છે જેથી આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે આવી રીતે વિવિધ રોગોના મૃત સૂક્ષ્મજીવો શરીરમાં દાખલ કરે શરીર દ્વારા એન્ટીબોડી નો વિકાસ કરી શકાય છે. આ ક્રિયાને રસીકરણ કહેવાય છે.
આમ આપણા શરીરમાં આવતા રોગો સામે આપણે પહેલેથી જ લડવા માટે તૈયાર રહી શકીએ છીએ
બાળકોને જે પોલિયોના ટીપા આપવામાં આવે છે તે એક પ્રકારની રસી જ છે.
ઍડવર્ડ જેનરે ( 1798 મા)શીતળા રોગ માટેની રસી ની શોધ કરી હતી
** ભૂમિની ફળદ્રુપતા મા વધારો**
વાતાવરણમાં રહેલ નાઈટ્રોજનનું સ્થાપન બેક્ટેરિયા દ્વારા થાય છે જેથી જમીન માં નાઇટ્રોજન ભરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે આવા સૂક્ષ્મ જીવો ને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહેવાય છે કેટલાક બેક્ટેરિયા અને નીલ હરિત લીલ આ માટે ઉપયોગી છે.
**  પર્યાવરણનું શુદ્ધીકરણ*
સૂક્ષ્મ જીવો સામાન્ય રીતે વિવિધ કચરાને કુદરતી ખાતર માં ફેરવે છે જેથી પર્યાવરણ શુદ્ધ થાય છે. વનસ્પતિ જન્ય કચરો, પ્રાણીઓના મળમૂત્ર, મૃતદેહો વગેરે નું વિઘટન સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે.
કુદરતી ખાતર બનાવવા માટે સૂક્ષ્મજીવો ખૂબ જ ઉપયોગી છે.
** હાનિકારક સુક્ષ્મ જીવો**
કેટલાક સૂક્ષ્મ જીવો મનુષ્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે.
આવા સૂક્ષ્મ જીવો ને રોગકારક સુક્ષ્મજીવો કહે છે.
કેટલાક સૂક્ષ્મ જેવો ખોરાક કપડા તેમજ ચામડાની વસ્તુઓ ને બગાડે છે.
* મનુષ્યમાં રોગકારક સુક્ષ્મજીવો**
મનુષ્યમાં રોગકારક સુક્ષ્મજીવો શ્વાસમાં લેવાથી હવા દ્વારા પીવાલાયક પાણી માંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે.
સંક્રમિત વ્યક્તિ ના સંપર્કમાં આવવાથી રોગોનો ફેલાવો કરે છે.
એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હવા પાણી ખોરાક અથવા સંપર્ક દ્વારા જે રોગો ફેલાય છે તેને ચેપી રોગો કહે છે.
આવા રોગોના કેટલાંક ઉદાહરણ કોલેરા શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય છે.
જ્યારે શરદીથી પીડાતા વ્યક્તિ શેક થાય છે ત્યારે હજારો વાયરસ હવામાન ફેલાવાથી બીજી વ્યક્તિને પણ ચેપ લાગી શકે છે.
સુક્ષ્મ જીવો ના વાહક તરીકે માખી અને મચ્છર કાર્ય કરે છે.
મેલેરિયા થવા પાછળ માદા એનોફીલીસ મચ્છર વાહ તરીકે કાર્ય કરે છે
માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ નો વાહક છે.
*મેલેરિયા અને ડેન્ગ્યુ ને ફેલાતો અટકાવવા શું કરવું*
આપણા રહેણાંક વિસ્તારની આસપાસ પણ પાણી જમા થવા ન દેવું. કારણકે મચ્છરો પાણીમાં પ્રજનન કરે છે
*પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગકારક સુક્ષ્મ જીવો**
એન્થ્રેક્સ એ ઢોરમાં થતો ગંભીર રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે.
ઢોર માં ફૂટ અને માઉથ ડિસીઝ વાઈરસ દ્વારા થતા રોગો છે.
વનસ્પતિમાં પણ સૂક્ષ્મ જીવો દ્વારા ઘણા રોગો થાય છે. જેમકે ઘઉં નો રસ્ટ અને ભીંડાનો પીત.
** Food poisoning***
ફૂડ પોઈઝનીંગ a એ સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક ખાવાથી થાય છે. જેનાથી ખોરાક ઝેરી બને છે અને ગંભીર બીમારી થાય છે ક્યારેક તો મૃત્યુ પણ થઇ શકે છે.
* ખોરાકની જાળવણી *
રાસાયણિક પધ્ધતિ : ખોરાકમાં રસાયણ પદાર્થો ઉમેરી બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી શકાય છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટા બાય સલ્ફાઇટ જાણીતા પ્રીઝર્વેટિવ છે.
મીઠા દ્વારા જાળવણી : માસ તેમજ માછલી ની જાળવણીમાં , આમળા અને આંબલીની જાળવણીમાં 
શર્કરાની મદદથી જાળવણી : ફળો, જામ,જેલી ની જાળવણીમાં
તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી : અથાણાંને બગડતું અટકાવવા, શાકભાજી,ફળ, માછલી તથા માસની જાળવણી મા
ગરમી તેમજ ઠંડીથી સારવાર : ગરમી આપતા સૂક્ષ્મજીવો નાશ પામે, ઠંડી આપતા પણ સૂક્ષ્મજીવો નાશ પામે
** પેશ્ચ્યુંરાઇઝડદૂધ : કોથળીમાં આવતું દૂધ જે જીવાણુ રહિત હોય છે. 
સંગ્રહ અને પેકિંગ : હવાચુસ્ત રીતે પેકેટ માં ખોરાક નો સંગ્રહ કરવામાં આવે છે.
* નાઈટ્રોજન સ્થાપન*
રાઈઝોબીયમ બેક્ટેરિયા જે શિમ્બી કુળ ની વનસ્પતિ ના મૂળમાં જોવા મળે છે તે વાતાવરણમાંથી નાઇટ્રોજન સ્થાપન જમીનમાં કરે છે
વીજળીના ચમકારા દ્વારા પણ નાઈટ્રોજનનું સ્થાપન થાય છે.
* નાઈટ્રોજન ચક્ર ***

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



||વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ:-સ્વાધ્યાય||

પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો.
A. સૂક્ષ્મ જીવો ……….. ની મદદથી જોઈ શકાય છે.
સુક્ષ્મદર્શક યંત્ર
B. નીલહરિત લીલ વાતાવરણ માંથી………. નું સ્થાપન સીધેસીધું જ કરે છે જેથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.
નાઇટ્રોજન
C. આલ્કોહોલનું ઉત્પાદન …….. ની માદદથી કરવામાં આવે છે.
યીસ્ટ
D. કોલેરા…….. દ્વારા થાય છે.
બેક્ટેરિયા
પ્રશ્ન 2. સાચા ઉતરો ને પસંદ કરો.
A. યિસ્ટ નો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે?
આલ્કોહોલ
B. નીચેનામાંથી કયું એન્ટિબાયો ટીક્સ છે.
Streptomycin
C. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ નું વાહક…….છે.
માદા એનોફીલીસ મચ્છર
D. ચેપી રોગોનું મુખ્ય વાહક છે?
માખી
E. બ્રેડ અથવા ઈડલી ની કણક ફૂલવાનું કકાર
યીસ્ટ કોષોની વૃદ્ધિ
પ્રશ્ન 3. કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બે માં આપેલા તેમના કાર્યો સાથે જોડો.
1. બેક્ટેરિયા – e કોલેરા કારક
2. રાઈઝોબીયમ – નાઈટ્રોજન નું સ્થાપન
3. લેકટોબેસીલસ – દહીં જમાવવું
4. લેક્ટોબેસીલસ – દહી જમાવવું
5. યીસ્ટ – બ્રેડનું બેકિંગ
6. પ્રજીવ – મેલેરિયા કારક
7.  વાઇરસ – AIDS કારક


પ્રશ્ન 4. શું સૂક્ષ્મ જીવો ને નરી આંખે જોઈ શકાય છે? જો ના તો તે કેવી રીતે જોવામાં આવે છે?
Ans : ના, માઈક્રોસ્કોપ ( સુક્ષ્મ દર્શક)
પ્રશ્ન 5. સુક્ષ્મ જીવો ના મુખ્ય સમૂહ કયા કયા છે?
લીલ, ફૂગ ,બેક્ટેરિયા, પ્રજીવ
પ્રશ્ન 6. વાતાવરણીય નાઈટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવો નું નામ જણાવો.
Ans: રાઇઝીબિયમ બેક્ટેરિયા અને નીલ હરિત લીલ
પ્રશ્ન 7. સૂક્ષ્મ જીવો ની ઉપયોગીતા વિશે ના દસ વાકયો લખો.
દહી ,બ્રેડ તેમજ કેક બનાવવા માટે.
આલ્કોહોલ બનાવવા માટે
પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે
કાર્બનિક કચરાનો વિઘટન કરી ઉપયોગી પદાર્થો બનાવવા માટે.
ઔષધિઓ બનાવવા માટે
નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે
એન્ટીબાયોટિક્સ બનાવવા માટે
વેક્સિન બનાવવા માટે
ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરવા માટે
પ્રશ્ન 8. સૂક્ષ્મ જીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમા નોંધ લખો.
વિવિધ પ્રકારના રોગો થાય છે.
કોલેરા, કમળો, ક્ષય વગેરે બેક્ટેરિયા દ્વારા થાય છે.
Food poisoning માટે જવાબદાર છે.
માખી ,હવા ,ખોરાક, શ્વાસ દ્વારા ફેલાતા હોવાથી ખુબજ હાનિકારક છે.
ચેપી રોગો જેવા કે શરદી, ઉધરસ, તાવ માટે જવાબદાર
પ્રશ્ન 9. એન્ટિબાયોટિક્સ એટલે શું? એન્ટિબાયોટિક્સનુ સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ?
 બેક્ટેરિયા દ્વારા બનાવેલી દવા છે જે રોગો સામે રક્ષણ આપે છે.
તે નો ઉપયોગ ડોકટરની સલાહ પ્રમાણે કરવો જોઈએ કેમ કે તે હાનિકારક અસરો પણ કરે છે.
આપણા શરીરમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા માટે તે ખૂબ જ હાનિકારક છે.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




પ્રકરણ 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ

1. પ્રકરણની સમજૂતી ભાગ :1:Click Here
2. પ્રકરણની સમજૂતી ભાગ :2:Click Here
3. પ્રકરણની સમજૂતી ભાગ :3:Click Here
4. પ્રકરણનો સ્વાધ્યાય :Click Here

નમસ્તે મિત્રો ,આવી  અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !