BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, August 26, 2020

વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 6 આપણી આસપાસ થતાં ફેરફારો || science class 6th chapter 6 Changes Around Us ||

Jidiya Sanjay ,create a blog

||વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 6 આપણી આસપાસ થતાં ફેરફારો ||

||science class 6th chapter 6 Changes Around Us ||


પ્રકરણ 6 : આપણી આસપાસ થતાં ફેરફારો
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here

1.પ્રકરણની સમજૂતી

6.1 ઉલટાવી શકાય તેવા અને ન ઉલટાવી શકાય તેવા ફેરફારો.
ઉલટાવી શકાય તેવા ફેરફાર : 
- ફુગ્ગો ફૂલાવવો
- કાગળમાંથી વિમાન બનાવવું
- કણક માંથી રોટલી વણવી
- પાણીમાંથી બરફ
- બરફ માંથી પાણી
- કાગળ ફાડ્યા વગર રમકડું બનાવવું
- ભીના કપડાં માંથી સૂકા કપડાં
- ઊનના દોરમાંથી બનાવેલ સ્વેટર
- ઠંડા દૂધમાંથી ગરમ દૂધ
- ખેંચાયેલા રબર બેન્ડ માથી સામાન્ય કદનું રબર બેન્ડ
- થીજેલા આઈસ્ક્રીમ માથી પીગળેલો આઈસ્ક્રીમ
- ખાંડનું પાણીમાં ઓગળવું
- મીઠું પાણીમાં ઓગળવું
- મીણ ઓગળવું
- લોખંડ ગરમ કરવું
- લોખંડનું ગરમ કરતા પ્રસરણ થવું


ઉલટાવી ન શકાય તેવા ફેરફારો : કાગળ કાપીને વિમાન બનાવવું
- વણેલી રોટલીને સેડવવી
- અનાજમાંથી લોટ
- કાગળ ફાડવો
- દૂધમાંથી દહી બનવું
- ખોરાક રાંધવો
- કેરીનું પાકવું
- ખીરામાંથી ઇડલી
- કળી માથી પુષ્પ
- દૂધમાંથી પનીર
- ગાયના છાણમાંથી બાયોગેસ
- પેન્સિલ છોલવી
- બાળકમાંથી યુવાન થવું
- ફુગ્ગાનું ફૂટવું
- ફટાકડા ફૂટવા
- લોખંડ કટાવું
- કોલસાનું સળગવું
- મીણબત્તી સળગવી
6.2 પદાર્થમાં ફેરફાર કઈ રીતે ઉત્પન્ન કરી શકાય
- ભૌતિક રીતે અને રાસાયણિક રીતે
- પદાર્થને ગરમ કરીને  તેમાં ફેરફાર પ્રેરી શકાય. દા.ત. મીણબત્તી સળગાવવી, લોખંડ ગરમ કરતા પ્રસરણ પામે, પાણીમાંથી વરાળ બને, વગેરે
- પદાર્થમાં અમુક અન્ય પદાર્થ મિશ્ર કરીને પણ ફેરફાર લાવી શકાય. દા.ત. દૂધમાં લીંબુના ટીપા ઉમેરતા
- આ ઉપરાંત પદાર્થમાં ભૌતિક ફેરફાર કરીને ફેરફાર ઉત્પન્ન ક્રિશકાય. દા.ત. પદાર્થને કાપીને, ઘસીને , ટુકડા કરીને વગેરે
- કેટલાક ફેરફારો ઉલટાવી શકાય અને કેટલાક ન ઉલટાવી શકાય વળી કેટલાક ભૌતિક ફેરફાર હોય તો કેટલાક રાસાયણીક


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





2.સ્વાધ્યાય

1. જ્યારે તમે પાણીથી ભરેલા વિસ્તાર માં ફરો છો ત્યારે તમે તમારા પોશાકને વાળીને કે ખેંચીને તેની લંબાઈ ઘટાડો છો શું આ ફેરફારને ઉલટાવી શકાય છે?
 હા 
2. તમારા હાથથી અચાનક તમારુ પ્રિય રમકડુ છટકી જાય છે અને તૂટી જાય છે તમે ક્યારેય આવો ફેરફાર ઇચ્છતા ન હતા શું આ ફેરફાર ઉલટાવી  શકાશે?
ના


3. નીચે આપેલા ફેરફારોને ઉલટાવી શકાય કે ના ઉલટાવી શકાય તે કહો.
લાકડાને વહેરવું – ના
આઇસ્ક્રીમ નું પીગાળવું – હા
ખાંડનું પાણી માં ઓગળવું – હા
ખોરાક રાંધવા – ના
કેરીનું પાકવું – ના
દૂધમાંથી દહીં બનાવવું- ના
4. ચિત્ર બનાવવાથી ડ્રોઈંગ સીટ માં ફેરફાર આવી જાય છે શું તમે આ ફેરફાર ઉલટાવી શકશો?
ના
5. ઉદાહરણ આપીને ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય તેવા ફેરફાર નો તફાવત આપો.
જો ફેરફાર ને પુનઃ તે જ સ્થિતિમાં લાવી શકાય તેને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય અને જે ફેરફાર ને ફરીથી તે સ્થિતિમાં ન લાવી શકાય તે ફેરફારને ઉલટાવી ન શકાય તેવા ફેરફાર કહેવાય. દા.ત. પેપર ની ગડી વાળવી એ ઉલટાવી શકાય જ્યારે  પેપર ને ફાડવું એ ઉલટાવી ન શકાય.
6. તૂટેલા હાડકા પર બાંધેલ પાટા ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ નું પડ ચઢાવવામાં ચઢાવવામાં આવે છે સુકાવાથી તે કઠણ થઈ જાય છે. જેનાથી તૂટેલું હાડકું હલતું નથી. શું પ્લાસ્ટર ઓફ પેરિસ માં થયેલ ફેરફાર ઉલટાવી શકાય?
ના
7. રાત્રે સિમેન્ટની થેલી ખુલ્લામાં રાખેલી હતી. તે વરસાદના કારણે પલળી જાય છે. બીજા દિવસે તાપ નીકળે છે. સિમેન્ટમાં જે ફેરફાર થયો તેને ઉલટાવી શકાશે?
ના 

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



3.મહત્ત્વના પ્રશ્નો

1. નીચેનામાંથી ઉલટાવી શકાય તેવો ફેરફાર કયો છે?
કાગળ ફાટવો, ખોરાક રાંધવા, અનાજ પાકવુ, મીણ પીગળવું*
2. નીચેનામાંથી ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કયો છે?
મીણનું પીગળવું , કાગળને વાળીને વિમાન બનાવવું ,કાગળ ફાડવો*,ફુગ્ગો ફુલાવવો
3. નીચેનામાંથી કયો ઉલટાવી શકાય તેવો ફેરફાર નથી?
મીણ પીગળવું, કાગળ વાળીને વિમાન બનાવવું, કાચ તુટવો*
4. નીચેનામાંથી કયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર નથી?
રોટલી ના ટુકડા કરવા, લોટ દળાવવો, કણકમાંથી રોટલી વણવી* ,રોટલીને શેકવી
5. દૂધમાંથી દહીં બનવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
ઉલટાવી શકાય તેવો, ઉલટાવી ન શકાય તેવો, ભૌતિક ફેરફાર, આપેલ પૈકી એક પણ નહીં
6. લોખંડને ગરમ કરવાથી તેનું શું થાય છે?
પ્રસરણ
7. લોખંડને ઠંડુ પાડવાથી તેનું શું થાય છે?
સંકોચન
8. ઘન પદાર્થ નો પ્રવાહી પદાર્થોમાં રૂપાંતર થવું તે કેવો ફેરફાર છે?
ઉલટાવી શકાય તેવો.
9. તાંબાના સળીયા ને ગરમ કરતા તેની લંબાઈ માં શું ફેર પડે છે?
વધે
10. વરાળ ઠંડી પડતા શું થાય છે?
પાણી બને


11. શું બધા ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય છે?
ના કારણકે કોઈક વસ્તુ તૂટે તો તે ફેરફાર ન ઉલટાવી શકાય.
12. ગરમ કરવાથી ફેરફાર થતા હોય તેવા બે ઉદાહરણ આપો?
પાણીમાંથી વરાળ, લોખંડનું પ્રસરણ
13. રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેવા ફેરફારના બે ઉદાહરણ આપો.
દુધમાંથી દહી બનવું,  લોખંડનું કટાવું
14. જે ફેરફારને ઉલટાવી મૂળ પદાર્થ મેળવી શકાય તેવા ફેરફારને ….
ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય.
15. મીણબત્તી સળગવી એ કયા પ્રકારનો ફેરફાર ગણાય?
ઉલટાવી ન શકાય તેવો
16. પદાર્થના આકારમાં ફેરફાર થાય તો એ ક્યાં પ્રકારનો ફેરફાર ગણાય?
- ભૌતિક
17. પદાર્થમાં કંઇક ઉમેરીએ અને જો ફેરફાર થાય તો તે ક્યા પ્રકારનો ફેરફાર ગણાય?
- રાસાયણિક
18. રોટલી શેકવી એ ક્યાં પ્રકારનો ફેરફાર ગણાય?
- ઉલટાવી ન શકાય તેવા ફેરફાર.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



પ્રકરણ 6 : આપણી આસપાસ થતાં ફેરફારો
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.સ્વાધ્યાય:Click Here
3.મહત્ત્વના પ્રશ્નો:Click Here


નમસ્તે મિત્રો ,આવી  અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો. 

 વિજ્ઞાન વિષયના અભ્યાસ માટે માત્ર SCIENCE લખી મેસેજ કરો:-






No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !