ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 5 :એસિડ, બેઈઝ અને ક્ષાર સમજૂતી,સ્વાધ્યાય અને અગત્યના પ્રશ્નો એકસાથે ||Vigyan dhoran 7 chapter5 ||
પ્રકરણ 5 એસિડ, બેઇઝ અને ક્ષાર
1. પ્રકરણની સમજૂતી:Click Here
2. પ્રકરણનો સ્વાધ્યાય:Click Here
3.અગત્યના પ્રશ્નો:Click Here
• એસિડ અને બેઇઝ
એસિડ : સ્વાદે ખાટા, ઉદા: દહી,લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગર, આમલી, સંતરાનો રસ વગેરે.તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડના કારણે હોય છે. અને આવા પદાર્થોને એસીડીક કહે છે.
બેઇઝ: સ્વાદે તૂરા હોય. સ્પર્શે ચીકણા હોય. ઉદા. ખાવાના સોડાનું દ્રાવણ, ધોવાના સોડાનું દ્રાવણ, સાબુનું દ્રાવણ, ચુનાનું દ્રાવણ. આ બધા પદાર્થોને બેઝિક પદાર્થો કહે છે.
પદાર્થ એસિડ
વિનેગર એસિટીક એસિડ
કિડીનો ડંખ ફોરમિક એસિડ
લીંબુ,નારંગી, ખાટા ફળો સાઈટ્રિક એસિડ
દહી લેક્ટિક એસિડ
પાલક ઓકઝેલીક એસિડ
આમળા એસ્કોરબિક એસિડ
આમલી, દ્રાક્ષ, કાચી કેરી ટારતરીક એસિડ
સૂચક : કોઈ પદાર્થ એસિડ છે કે બેઇઝ તે જાણવા માટે એક ખાસ પ્રકારનો પદાર્થ વપરાય છે. જેને સૂચક કહે છે. સૂચકને જ્યારે એસીડીક કે બેઝિક પદાર્થના દ્રાવનમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. હળદર, લિટમસ, જાસૂદની પાંદડીઓ, એ કુદરતી સૂચકો છે.
5.2 આપણી આસપાસના કુદરતી સૂચકો
લિટમસ : તે એક પ્રાકૃતિક રંજક કહેવાય છે. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગ માં લેવાય છે. તેને લાઇકેન માંથી પ્રાપ્ત કરવામાં આવે છે.
તેને જ્યારે એસીડીક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગનું બને છે. અને બેઝિક દ્રાવણ માં નાખવામાં આવે છે ત્યારે ભૂરા રંગનું બને છે. નિસ્યંદિત પાણીમાં તેનો રંગ જાંબૂડિયો હોય છે.
તેના aઅ ગુણધર્મ ના કારણે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે. તેને દ્રાવણ સ્વરૂપમાં મેળવાય છે અથવા પટ્ટીઓ સ્વરૂપે પણ મળે છે જેને લિટમસ પત્ર કહે છે.
સામન્ય રીતે લિટમસ પત્ર લાલ કે ભૂરા રંગના મળે છે.
એસીડીક દ્રાવણો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. અને બેઝિક દ્રાવણો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આમ દ્રાવણ એસીડીક છે કે બેઝિક તેનું પરીક્ષણ લિટમસ પત્ર વડે કરી શકાય છે.
તટસ્થ દ્રાવણો માં લિટમસ પત્ર કોઈ અસર દર્શાવતા નથી.
હળદર પત્ર : થોડી હળદર લઈ તેમાં પાણી નાખી ઘટ્ટ દ્રાવણ બાનાવો. તેને કાગળ પર લપેટી દો . હવે કાગળને કાપીને નાની પટ્ટીઓ બનાવો. આ હળદર પત્ર સૂચક તરીકે વાપરી શકાય છે.
એસીડીક દ્રાવણ સાથે હળદર પત્ર ખાસ અસર કરતો નથી.
બેઝિક દ્રાવણ માં હળદર પત્ર ડૂબાડતા તે લાલ રંગનું બને છે.
જાસૂદ પત્ર : જાસૂદના ફૂલોની પાંખડીઓ ભેગી કરી પાણીમાં મૂકી ગરમ કરો. પાણી રંગીન (લાલ)થઈ જાય એટલે તેનો સૂચક તરીકે ઉપયોગ કરી શકાય છે.
એસિડ સાથે જાસૂદ પત્ર ઘેરો ગુલાબી રંગ આપે છે.
બેઇઝ સાથે લીલો રંગ આપે છે.
o
કેટલાક ઉદાહરણ(લિટમસ પત્ર) :
o લીંબુનો રસ - ભૂરું લિટમસ લાલ - એસીડીક
o નારંગીનો રસ : ભૂરું લિટમસ લાલ બને – એસીડીક
o વિનેગર - ભૂરું લિટમસ લાલ - એસીડીક
o સાબુનું દ્રાવણ - લાલ લિટમસ ભૂરું બને - બેઝિક
o ચુનાનું દ્રાવણ - લાલ લિટમસ ભૂરું બને- બેઝિક
o પાણી - કોઈ અસર થાય નહિ - તટસ્થ
o ખાંડનું દ્રાવણ - કોઈ અસર થાય નહીં - તટસ્થ
o બેન્કિંગ સોડાનું દ્રાવણ - લાલ લિટમસ ભૂરું બને - બેઝિક
o સોડિયમ હાઇડ્રોક્સાઇડ - લાલ લિટમસ ભૂરું લાલ બને- એસીડીક
o મંદ હાઇડરોકલોરિક એસિડ - ભૂરું લિટમસ લાલ બને - એસિડિક
o એમોનિયાનું દ્રાવણ - લાલ લિટમસ ભૂરું બને - બેઝિક
o નાઇટ્રિક એસિડ - ભૂરું લિટમસ લાલ બને- એસીડીક
હળદર પત્ર –
o લીંબુનો રસ - હળદર પત્ર લાલ બને - એસીડીક
o નારંગીનો રસ : હળદર પત્ર લાલ બને – એસીડીક
o વિનેગર - હળદર પત્ર લાલ બને - એસીડીક
o સાબુનું દ્રાવણ - કોઈ અસર થાય નહિ - બેઝિક
o ચુનાનું દ્રાવણ - કોઈ અસર થાય નહિ - બેઝિક
o પાણી - કોઈ અસર થાય નહિ - તટસ્થ
o ખાંડનું દ્રાવણ - કોઈ અસર થાય નહીં - તટસ્થ
o બેન્કિંગ સોડાનું દ્રાવણ - કોઈ અસર થાય નહિ - બેઝિક
o સોડિયમ હાઇડ્રોક્સાઇડ - કોઈ અસર થાય નહિ - બેઝિક
o મંદ હાઇડરોકલોરિક એસિડ - હળદર પત્ર લાલ બને - એસિડિક
o એમોનિયાનું દ્રાવણ - કોઈ અસર થાય નહિ - બેઝિક
o નાઇટ્રિક એસિડ - હળદર પત્ર લાલ બને - એસીડીક
કેટલાક ઉદા ( જાસૂદનો સૂચક તરીકે ઉપયોગ કરતાં- મૂળ રંગ : લાલ )
o લીંબુનો રસ - ઘેરો ગુલાબી - એસીડીક
o નારંગીનો રસ : ઘેરો ગુલાબી – એસીડીક
o વિનેગર - ઘેરો ગુલાબી - એસીડીક
o સાબુનું દ્રાવણ - લીલો - બેઝિક
o ચુનાનું દ્રાવણ - લીલો - બેઝિક
o પાણી - કોઈ અસર થાય નહિ - તટસ્થ
o ખાંડનું દ્રાવણ - કોઈ અસર થાય નહીં - તટસ્થ
o બેન્કિંગ સોડાનું દ્રાવણ - લીલો - બેઝિક
o સોડિયમ હાઇડ્રોક્સાઇડ - લીલો - બેઝિક
o મંદ હાઇડરોકલોરિક એસિડ - ઘેરો ગુલાબી - એસિડિક
o એમોનિયાનું દ્રાવણ - લીલો - બેઝિક
o નાઇટ્રિક એસિડ - ઘેરો ગુલાબી - એસીડીક
5.3 તટસ્થીકરણ:
આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં એસિડ અને બેઇઝ મિશ્ર કરી દ્રાવણને તટસ્થ કરવામાં આવે છે.
આ માટે સૂચક તરીકે ફીનોલ્ફ થેલિન વપરાય છે. (ફીનોલ્ફ થેલિન માત્ર બેઝિક પદાર સાથે આછો ગુલાબી રંગ આપે છે.)
સૌ પ્રથમ એક કસનળીમાં હાઇડ્રોકલોરિક એસિડમાં ફીનોલ્ફ થેલિન ઉમેરી ને પછી તેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ણા ટીપાં ધીમે ધીમે ઉમેરતા જાવ.
જે ટીપાએ દ્રાવણનો રંગ આછો ગુલાબી થાય એટલે કસનળીમાં રહેલું દ્રાવણ તટસ્થ થઈ જાય.
હવે aઅ દ્રાવણ તટસ્થ હોવાથી લિટમસ પર કોઈ અસર કરતું નથી.
રાસાયણિક પ્રક્રિયા : એસિડ + બેઇઝ ક્ષાર + પાણી
5.4 રોજિંદા જીવનમાં તટસ્થીકરણ
અપચો :
આપણાં જઠઠર માં હાઈડ્રો ક્લોરિક એસિડ હોય છે જે આપણને પાચનમાં મદદરૂપ થાય છે પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો આપણને અપચો થાય છે. કેટલીક વખત અપચો પીડાદાયક હોય છે.
આ અપચાથી રાહત માટે પ્રતિ એસિડ ગુણધર્મો ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લેવો જોઈએ.
કિડીનું કરડવું:
જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે તે આપની ચામડીમાં ફૉર્મિક એસિડ નામનું એસિડ દાખલ કરે છે. તેના લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે.
આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ પર બેકિંગ સોડા અથવા કેલેમાઈનના દ્રાવણ લગાડવામાં આવે છે.
જમીનની માવજત :
રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીન ને એસીડીક બનાવે છે. વધુ પડતી એસીડીક કે બેઝિક જમીનમાં પાક સારો ઊગતો નથી.
જ્યારે જમીન વધુ પડતી આસિડિક હોય ત્યારે તેમાં કેલ્શિયમ ઓકસાઈડ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ભેળવવામાં આવે છે.
જો જમીન બેઝિક હોય તો તેમાં જીપ્સમ જેવા એસીડીક પદાર્થો ઉમેરવામાં આવે છે.
આમ જમીનનું બંધારણ સુધારવા તટસ્થી કરણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
ફેક્ટરી વેસ્ટ અથવા કારખાનામાંથી નીકળતો કચરો:
ઘણી ફેક્ટરી માંથી નીકળતો કચરો એસીડીક હોય છે. જો aઅ કચરાને સોડહોજ પાણીમાં ફેંકવામાં આવે તો તેમાનો એસિડ જળચર જીવોનો નાશ કરી નાખે છે. આથી ફેક્ટરીમાંથી નીકળતા કચરામાં બેઝિક પદાર્થો ઉમેરીને તેનું તટસ્થી કરણ કરાય છે.
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
સ્વાધ્યાય
પ્રશ્ન 1 એસિડ તથા બેઇઝ વચ્ચેનો તફાવત જણાવો.
એસિડ બેઇઝ
તે સ્વાદે ખાટા હોય છે તે સ્વાદે તૂરા હોય છે
તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે લાલ લિટમસ ને ભૂરું બનાવે છે
ઉદા. હાઈડ્રોક્લોરિક એસિડ, લીંબુનો રસ ઉદા. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સાબુનું દ્રાવણ
પ્રશ્ન 2 ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લિટમસ ને ભૂરું બનાવે છે તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે?
બેઝિક
પ્રશ્ન 3 લિટમસ ના દ્રાવણ્ નો સ્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે?
લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ આપેલું દ્રાવણ એસીડીક છે કે બેઝિક તે જાણવા માટે થાય છે.
પ્રશ્ન 4 શું નિસ્યંદિત પાણી એસીડીક/બેઝિક/તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરશો?
નિસ્યંદિત પાણી તટસ્થ હોય છે. લિટમસ પેપરના રંગમાં કોઈ ફેર પડતો નથી તેથી આપણે કહી શકીએ કે પાણી તટસ્થ છે.
પ્રશ્ન 5 એક ઉદાહરણ ની મદદ વડે તટસ્થીકરણ પ્રક્રિયાનું વર્ણન કરો.
એસિડ + બેઇઝ = ક્ષાર + પાણી
હાઈડ્રો કલોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોકાઈડ વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે.
હાઈડ્રો કલોરિક એસિડ + સોડિયમ હાઇડ્રોકાઈડ સોડિયમ ક્લોરાઇડ + પાણી
પ્રશ્ન 6 ખરા ખોટા કરો.
1. નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે. X
2. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસ ને લાલ બનાવે x
3. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઈડ્રો ક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે. સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. √
4. સૂચક એવા પદાર્થો છે કે જે એસીડીક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે. √
5. બેઝની હાજરી થી દાંતનો ક્ષય થાય છે x
પ્રશ્ન 7 દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાંની થોડી બોટલો છે પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી તેને aઅ બોટલને ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે એક ગ્રાહક એસીડીક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે ક્યાં ગ્રાહકને ક્યાં પીણાંની બોટલ પીરસવી ?
Ans : લિટમસ વડે બોટલોનો ટેસ્ટ કરશે. ભૂરું લિટમસ લાલ બને તો એસીડીક, લાલ લિટમસ ભૂરું બને તો બેઝિક તથા લિટમસ પત્ર પર અસર ન થાય તો તટસ્થ બોટલ હોય.
પ્રશ્ન 8 સમજાવો આવું કેમ થાય છે
1. જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડ( પ્રતિ એસિડ) ની ગોળી લઈએ છીએ..
એસિડિટી એ જઠરમાં વધુ પડતો એસિડ જમા થવાના કારણે થાય છે. જેથી એન્ટા સિડ તેની સામે પ્રક્રિયા કરી એસિડ સામે રક્ષણ આપે છે.
2. જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યા એ કેલેમાઇનનું દ્રાવણ લગાવી છીએ ..
કીડી કરડે ત્યારે ફોર્મિક એસિડ દાખલ થવાના કારણે સોજો આવે છે. કેલેમાઈનનું દ્રાવણ લાગવાથી તેમાં રહેલો બેઝિક પદાર્થ હોવાથી ફૉર્મિક એસિડને તટસ્થ કરે છે. જેથી આપણને રાહત મળે છે.
3. કારખાનાઓ માંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે..
કારણકે તેમાં રહેલા એસીડીક પદાર્થો જળચર જીવોને હાનિ પહોંચાડે છે તેથી તેમાં બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ કરીને પછી પાણીમાં વહેવાડાવાય છે.
પ્રશ્ન 9 તમારી પાસે માત્ર હળદર નું સૂચક છે તમને હાઈડોકલોરિક એસિડ , સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવે છે તો તેમને કેવીરીતે ઓળખશો?
પહેલા હળદર પત્ર વડે ત્રણેયની ટેસ્ટ કરો. જે દ્રાવણ લાલ રંગનું થસે તે બેઇઝ હશે. (સોડિયમ હાઇડ્રોકસાઇડ)
હવે બાકીના બે દ્રાવણમાં ઉપરના દ્રાવણના 3-4 tipaa ઉમેરો. ત્યાર બાદ હળદર પત્ર વડે ફરી ટેસ્ટ કરો.
જે દ્રાવણ લાલ થસે તે ખાંડનું દ્રાવણ હશે. બાકીનું દ્રાવણ એ હાઈડ્રો ક્લોરિક એસિડ હશે.
પ્રશ્ન 10 ભૂરા લિટમસ ને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો તે દ્રાવણની પ્રકૃતિ કેવી હોય ?
બેઝિક હોય અથવા તટસ્થ હોઈ શકે. ભૂરા લિટમસ સાથે બેઝિક દ્રાવણ કોઈ અસર કરતું નથી. તેમજ તટસ્થ દ્રાવણ પણ લિટમસ પેપર પર અસર કરતું નથી.
પ્રશ્ન 11 નીચેના વિધાનો ધ્યાનથી વાંચો.
1. એસિડ તથા બેઇઝ બધા સૂચકના રંગ બદલી નાખે છે.
2. જો કોઈ સૂચક એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે બેઝિક માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી
3. જો કોઈ સૂચક બેઇઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી.
4. એસિડ તથા બેઇઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે.
ઉપરના વિધાનોમાંથી ક્યાં વિધાનો સત્ય છે.
Ans : માત્ર ચોથું વિધાન સાચું છે.
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
અગત્યના પ્રશ્નો
1. જો કોઈ પદાર્થ ભીના ભૂરા લિટમસને લાલ બનાવે તો તે પદાર્થની પ્રકૃતિ કેવી હશે?
2. A બેઝિક B* એસીડીક C તટસ્થ D આપેલ પૈકી એક પણ નહિ
3. જો કોઈ પદાર્થ ભીના લાલ લિટમસને ભૂરું બનાવે તો તે પદાર્થની પ્રકૃતિ કેવી હશે?
4. A *બેઝિક B એસીડીક C તટસ્થ D આપેલ પૈકી એક પણ નહિ
5. ગ્લુકોઝ એ.. પ્રકારનો પદાર્થ છે.
6. A બેઝિક B એસીડીક C *તટસ્થ D આપેલ પૈકી એક પણ નહિ
7. કયો પદાર્થ એસીડીક છે?
8. A* લીંબુનો રસ B ખાંડનું દ્રાવણ C સાબુનું દ્રાવણ D તમામ
9. કયો પદાર્થ બેઝિક છે?
10. A લીંબુનો રસ B ખાંડનું દ્રાવણ C સંતરાનું દ્રાવણ D *સાબુનું દ્રાવણ
11. એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થતાં શું મળે છે?
12. A એસિડ B બેઇઝ C *ક્ષાર અને પાણી D એસિડ અને બેઇઝ બંને
13. હાઈડ્રો ક્લોરિક એસિડ શું છે?
14. A બેઈઝ B *એસીડ C તટસ્થ D આપેલ પૈકી એક પણ નહિ
15. આપણને ખાટા લાગતાં ફળો કેવા હોય છે ?
16. બેઝિક B *એસીડીક C તટસ્થ D આપેલ પૈકી એક પણ નહિ
17. જેનો સ્વાદ તૂરો હોય છે, તેને સ્પર્શ કરતાં ચીકણા લાગે છે, તે લાલ લિટમસ ભૂરું બનાવે છે તો આવા પદાર્થની પ્રકૃતિ કેવી હશે?
18. A*બેઝિક B એસીડીક C *તટસ્થ D આપેલ પૈકી એક પણ નહિ
19. ભૂરા લિટમસ પર કઈ અસર ન કરે તો દ્રાવણ નીચે પૈકી કયું હોઈ શકે?
20. A બેઝિક B એસીડીક C તટસ્થ D બેઝિક અથવા તટસ્થ
21. નીચે આપેલ પદાર્થોમાં પ્રતિ એસિડ પદાર્થ કયો છે?
22. A લીંબુનો રસ B* મિલ્ક ઓફ મેગ્નેશિયા C આમલીનું પાણી D આપેલ પૈકી એક પણ નહિ
23. દહીમાં કયો એસિડ આવેલો છે?
24. A એસ્કોર્બીક એસિડ B સાઈટ્રિક એસિડ C* લેક્ટિક એસિડ D ઓકઝેલીક એસિડ
25. કિડીના ડંખમાં કયો એસિડ હોય છે?
26. A એસ્કોર્બીક એસિડ B સાઈટ્રિક એસિડ C*ફૉર્મિક એસિડ D ઓકઝેલીક એસિડ
27. કિડીના ડંખ માટે ઉપચાર માટે શું લગાડવામાં આવે છે?
28. A એસ્કોર્બીક એસિડ B સાઈટ્રિક એસિડ C લેક્ટિક એસિડ D* બેકિંગ સોડા
29. બેઝિક પદાર્થ કયો નથી?
30. A *એસ્કોર્બીક એસિડ B કેલ્શિયમ હાઇડ્રોકસાઇડ C બેકિંગ સોડા D સોડિયમ હાઇડ્રોકસાઇડ
31. જાસૂદના ફૂલની શેની સાથે પ્રક્રિયા કરતાં લીલો રંગ મળે?
32. A એસ્કોર્બીક એસિડ B સાઈટ્રિક એસિડ C લેક્ટિક એસિડ D* સોડિયમ હાઇડ્રોકસાઇડ
33. જાસૂદનું સૂચક બેઇઝ સાથે કયો રંગ આપે?
34. A લાલ B *લીલો C ઘેરો ગુલાબી D એક પણ નહીં
35. કયું સૂચક બેઇઝ સાથે ગુલાબી રંગ આપે છે?
36. A લિટમસ B જાસૂદ C હળદર પત્ર D *ફીનોલ્ફથેલીન
37. જિંક કાર્બોનેટને .. કહેવાય છે.
38. A એસિડ B તટસ્થ C *પ્રતિ એસિડ D તમામ
39. જાસૂદનું સૂચક એસીડીક દ્રાવણ સાથે કયો રંગ આપે છે?
40. A લીલો B* ઘેરો ગુલાબી C લાલ D ભૂરો
41. સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ કોનું રાસાયણિક નામ છે?
42. A ધોવાના સોડા B* ખાવાનો સોડા C બધા બેઝિક પદાર્થો D એક પણ નહીં
43. આમલીના રસમાં કયો એસિડ હોય?
44. A એસ્કોર્બીક એસિડ B સાઈટ્રિક એસિડ C લેક્ટિક એસિડ D* ટાર્ટરીક એસિડ
45. ક્ષાર અને પાણી કોના વચ્ચેની પ્રક્રિયા થી મળે છે?
46. A એસિડ અને ઍસિડ B બેઇઝ અને બેઇઝ C *એસિડ અને બેઇઝ D તટસ્થ અને એસિડ
47. તટસ્થીકરણ પ્રક્રિયા કોના વચ્ચે થાય છે?
48. એસિડ અને ઍસિડ B બેઇઝ અને બેઇઝ C *એસિડ અને બેઇઝ D તટસ્થ અને એસિડ
49. જોડો ; સફરજન – એસ્કોર્બીક એસિડ
આમલી – લેક્ટિક એસિડ
આમળા – મેલિક એસિડ
દહી - ટાર્ટરીક એસિડ
50. A 1-3, 2-4, 3-1,4-2 B 1-3, 2-2, 3-1,4- 4 C 1-2, 2-4, 3-3,4-2 D 1-1, 2-2, 3-3,4-4
એક વાક્ય કે શબ્દમાં જવાબ
51. વિનેગર માં કયો એસિડ રહેલો છે?
એસિટીક એસિડ
52. કુદરતી એસિડ જે પદાર્થોમાં હોય તેમના નામ લખો.
લીંબુનો રસ, આમલી, સંતરા, આમળા, સફરજન, દહી
53. એસિડની બેઇઝ સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે?
ક્ષાર અને પાણી
54. એસિડ અને બેઇઝ માંથી તટસ્થ બનવાની પ્રકિયા કયા નામે ઓળખાય છે?
તટસ્થી કરણ
55. ચુનાનું દ્રાવણ, સાબુનું દ્રાવણ ની પ્રકૃતિ કેવી હોય છે?
બેઝિક
56. સૂચક કોને કહેવાય?
જે પદાર્થો એસિડ કે બેઇઝ ના પરીક્ષણમાં વપરાય છે તેમણે સૂચક કહે છે. દાંત. લિટમસ, હળદર પત્ર, જાસૂદનું દ્રાવણ
57. કયું સૂચક લાઇકેનમાંથી બનાવવામાં આવે છે?
લિટમસ પત્ર
58. લિટમસ પત્રનો રંગ કેવો હોય છે?
બે પ્રકારના લિટમસ બનાવવામાં આવે છે. લાલ અને ભૂરા
59. લાલ લિટમસ પત્રની એસીડીક દ્રાવણ પર શું અસર થાય છે?
કોઈ અસર થતી નથી
60. બેઝિક દ્રાવણ લાલ લિટમસ પર કઈ અસર કરે છે?
લાલ લિટમસને ભૂરું બનાવે છે.
61. જો કોઈ દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે તો તે દ્રાવણ કેવું હોય?
એસીડીક
62. તટસ્થ પદાર્થોના નામ આપો.
ગ્લુકોઝ, પાણી, મીઠું, ખાંડ
63. મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
મિલ્ક ઓફ મેગ્નેશિયા
64. ધોવાના સોદાનું રાસયાણિક નામ શું છે?
સોડિયમ કાર્બોનેટ
65. ક્ષાર શું છે?
એસિડ અને બેઇઝ વચ્ચેની પ્રક્રિયાથી બને છે. ઉદા. સોડિયમ ક્લોરાઇડ( મીઠું)
66. સોડિયમ હાઇડ્રોકસાઇડ જાસૂદ ના સૂચક સાથે કયો રંગ આપશે.
લીલો
67. એસિડ + હળદર પત્ર = ... .. ..
કઈ અસર થતી નથી
68. બેઇઝ + હળદર પત્ર = ...............
લાલરંગ મળે
69. લાલલિટમસ + એસિડ = ...............
કાઈ અસર થતી નથી
70. જાસૂદ પત્ર + એસિડ = ........
ઘેરો ગુલાબી
71. જાસૂદના સૂચકનો મૂળ રંગ કયો હોય છે?
લાલ
72. એસિડિટી થાય તો કયો પદાર્થ લેવો જોઈએ?
એન્ટાસિડ ( મિલ્ક ઓફ મેગ્નેશિયા)
73. જઠર માં હાઈડ્રો ક્લોરિક એસિડ વધી જાય તો શું થાય?
એસિડિટી
74. બેકિંગ સોડા ( ધોવાનો સોડા) ક્યા વપરાય છે?
કપડાં ધોવામાં, કિડીના ડંખના સારવાર માટે
75. બેઝિક જમીનમાં કયો પદાર્થ ઉમેરાય છે?
જીપ્સમ ( એસીડીક પદાર્થ )
76. જમીન એસીડીક હોય તો કયો પદાર્થ ઉમેરે છે ?
ક્વીક લાઈમ અને સ્લેકડ લાઈમ ( કેલ્શિયમ ઓકસાઈડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ)
77. ક્ષારની પ્રકૃતિ કેવી હોય છે?
એસિડીક , બેઝિક કે તટસ્થ
78. કાચ સાફ કરવા કયો પદાર્થ વપરાય છે?
એમોનિયાનું દ્રાવણ ( એમોનિયમ હાઇડ્રોકસાઇડ)
79. આપણાં ઘરમાં જોવા મળતા હોય તેવા બેઇઝની યાદી બનાવો.
ખાવાનો સોડા, ધોવાનો સોડા, સાબુ
80. વિટામિન C માં કયો વિટામીન હોય છે?
એસ્કોર્બીક એસિડ
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
પ્રકરણ 5 એસિડ, બેઇઝ અને ક્ષાર
1. પ્રકરણની સમજૂતી:Click Here
2. પ્રકરણનો સ્વાધ્યાય:Click Here
3.અગત્યના પ્રશ્નો:Click Here
નમસ્તે મિત્રો ,આવી અભ્યાસ માટેની પોસ્ટ નિયમિત વાંચવા અમારા બ્લોગની મુલાકાત અવશ્ય લો.
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !