||વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 4 ||
||science standard 7th chapter 4 Heat ||
||Vigyan dhoran 7 prakaran 4 Ushma ||
||ઉષ્મા:સમજૂતી,સ્વાધ્યાય અને મહત્વના પ્રશ્નો ||
વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 4 :ઉષ્મા
1.પ્રકરણની સમજૂતી :Click Here
2.પ્રકરણનો સ્વાધ્યાય :Click Here
3.અગત્યના પ્રશ્નો :Click Here
*4.1* ઠંડુ અને ગરમ *
*આપણે રોજેરોજ ઘણા બધા પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ. તેમાં કેટલાક પદાર્થો ગરમ લાગે છે તો કેટલાક ઠંડા લાગે છે.
- આઇસ્ક્રીમ, ફ્રૂટ જ્યુસ, બરફ વગેરે પદાર્થ આપણને ઠંડા લાગે છે.
- તળાવની કડાઇ નો હાથો, ચા નો કપ વગેરે આપણને ગરમ લાગે છે.
- પરંતુ સ્પર્શ વડે આપણે પદાર્થ કેટલો ગરમ છે અથવા કેટલો ઠંડો છે તે ચોક્કસ કહી શકીએ નહિ.
- તેનું પ્રામાણભૂત માપન કરતા સાધનને થરમોમીટર કહે છે.
* 4.2** તાપમાનનું માપન**
- થરમો મીટર વડે
- કલીનીકલ થરમોમીટર કે તબીબી થરમો મીટર શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે.
- તેમાં કાચની નળીના એક છેડા પર નળીની અંદરના ભાગે ફૂલેલા બલ્બ જેવી રચના હોય છે.
- તેમાં મરકયુરી ભરેલો હોય છે. મરક્યુરિ નો આંક આપણને તાપમાનનું માપ દર્શાવે છે. આ અંક કલીનીકલ થરમોમીટર મા 35° C થી 42° C હોય છે.
* થરમો મીટરનું વાંચન*
• સૌપ્રથમ જંતુનાશક થી ધોવું.
• દષ્ટિ સમાંતર રાખવી. ( જે અંક નું વાંચન કરવાનું હોય તેને)
• આક નોંધતી વખતે થર્મોમીટર ને બ્લબથી ન પકડો.
• બે મોટા અંક વચ્ચેના કાપા ખાસ જુઓ.
• કઈ રીતે માપવું : સૌ પ્રથમ થર્મોમીટર ઝટકો આપવો.પછી મર્કયુરી વાળો છડો મોઢામા એવીરીતે મુકો કે જેથી તે તમારી જીભની નીચે રહે. પછી થર્મોમીટર ને બહાર કાઢી અંક વાંચવો.
• ** માનવ શરીરનું સામન્ય તાપમાન 37° સે જેટલું હોય છે.
• ક્લિનિક લ થર્મોમીટર 35° C થી 42°C જેટલા તાપમાન નું જ માપન કરી શકે છે. કારણકે તે આપણા શરીર ના તાપમાન માપવા જ બનાવેલું છે. તેના થી વધુ ગરમ કે ઠંડી વસ્તુ માપી શકાતી નથી.
*4.3* પ્રયોગશાળામાં વપરાતું થરમોમીટર *
• તેને લેબોરેટરી થરમો મીટર કહેવાય છે.
• સામાન્યરીતે તેની રેન્જ -10°સે થી 110°સે હોય છે.
• આ થરમોમીટર વડે આપણે આજબાજુબના ગરમ અને ઠંડા પદાર્થો ના તાપમાન માપી શકીએ.
• તેમાં પણ મરક્યુરી પારો આવેલો છે. તેના હલનચલન થી આપણે તાપમાન માપી શકીએ.
• શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થરમોમીટર વપરાતું નથી.
• ** લેબોરેટરી થરમોમીટર અને કલીનિકલ થરમોમીટર વચ્ચેનો તફાવત.
• લેબોરેટરી થરમો મીટર એ શરીરનું તાપમાન માપવા માટે વાપરી શકાતુ નથી જ્યારે ક્લિનિકલ થરમોમીટર વપરાય છે.
• કલિનીકલ થર્મોમીટર મા પારા નજીક એક ખાંચ આવેલી છે. જે પારા ના સ્તરને નીચે જતા અટકાવે છે. જેથી તેના વડે તાપમાન મોંમાંથી થર્મોમીટર બહાર કાઢીને પણ માપી શકાય છે.
• લેબોરેટરી થરમોમીટરમા ખાંચ આવેલી નથી. તેનું તાપમાન માપવા પદાર્થને થર્મોમીટર અડેલું હોય એ આવશ્યક છે.
• * હાલ ડિજિટલ થર્મોમીટર વપરાય છે.*
* 4.4-*- ઉષ્માનું પ્રસરણ *
• ઉષ્મા નું પ્રસરણ એટલે ઉષ્મા નું એક સ્થળે થી બીજા સ્થળે જવું
• ત્રણ રીતે ઉષ્મા નું પ્રસરણ થાય છે
- 1. ઉષ્મા વહન ની રીતે – ગરમ છેડા થી ઠંડા છેડા તરફ વહન થાય છે. સામાન્ય રીતે ઘન પદાર્થ માં આ રીતે ઉષ્મા નું વહન થાય છે. કેટલાક પદાર્થોમાં ઉષ્મા નું વહન ધીમે ધીમે થાય છે. જ્યારે કેટલાક પદાર્થોમાં સરળતાથી થાય છે.
- જે ઘન પદાર્થોમાં સરળતાથી ઉષ્મા નું વહન થાય છે તેવા પદાર્થો ઉષ્માના સુવાહક કહે છે. અને જે પદાર્થોમાંથી ઉષ્મા નું વહન સહેલાઈથી થતું નથી તે પદાર્થોને ઉષ્માના મંદ વાહકો કહે છે.
- એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, સ્ટીલ, વગેરે ઉષ્માના સુવાહક છે.
- લાકડું, પ્લાસ્ટિક ,કાગળ, ચામડું, પ્લાસ્ટિક એ ઉષ્માના મંદ વાહક છે.
- પાણી અને હવા ઉષ્માના મંદ વાહકો છે. પરંતુ તેમાં ઉષ્મા નું પ્રસરણ ઉષ્મા નયન ની રીતે થાય છે.
**2. ઉષ્મા નયન*
• હવા તથા પ્રવાહીમાં આ રીતે ઉષ્મા નું પ્રસરણ થાય છે.
• પાણીને નીચેથી ગરમ કરો. આ રીતે પાણી ગરમ થતાં ઉપર તરફ ખસે છે અને તેની જગ્યાએ બીજું ઠંડું પાણી આવે છે અને તે ગરમ થાય છે અને ઉપર ખસે છે આવી રીતે ક્રિયા ચાલતી રહે છે. આ પ્રક્રિયા ઉષ્મા નયન કહેવાય છે.
• હવા પણ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. ધુમાડો હવા માં પ્રસરે છે તે રીતે. હવા ગરમ થતાં ટેબુપર તરફ ગતિ કરે છે તેની જગ્યા એ ઠંડી હવા આવે છે. આમ ઉષ્માનું નયન થાય છે.
* દરિયાઈ લહેર અને ભુ લહેર**
• દિવસ દરમિયાન જમીન ગરમ હોય છે. જેથી ત્યાંથી હવા ગરમ થઈ ઊંચે ચઢે છે. આ ઉપર ચઢેલી હવાના સ્થાને દરિયાઈ ઠંડી હવા ઘસી આવે છે. તેથી આવી લહેર દરિયાઈ લહેર કહેવાય છે. તેથી દરિયા કિનારે વસતા લોકોના ઘરની બારીઓ દરિયા બાજુ રખાય છે.
• રાત્રી દરમિયાન જમીન પાણી કરતા જલદી ઠંડી પડે છે. અને દરિયા પર રહેલી હવા ગરમ હોય છે. તેથી તેની હવાનું સ્થાન જમીન પરની હવા લે છે. જેથી પવન ભૂમિથી સમુદ્ર તરફ હોય છે. આવી લહેર ભુ લહેર કહેવાય છે.
***3. ઉષ્મા વિકિરણ - સૂર્યમાંથી આપણા તરફ જ્યારે ઉષ્મા પહોંચે છે , આવા ઉષ્માના પ્રસરણને ઉષ્મા વિકિરણ કહે છે. ઉષ્મા વિકિરણ થી પદાર્થને ગરમ થવા માધ્યમની જરૂર પડતી નથી. દા.ત. સૂર્યની ઊર્જા થી વસ્તુઓ ગરમ થવી. આપણે શિયાળામાં તાપી એ છીએ તે ઉષ્મા આપણને ઉષ્મા વિકિરણ દ્વારા જ મળે છે. આપણું શરીર પણ આ પ્રકારે વાતાવરણ ને ઉષ્મા આપે છે.
• બધા જ ગરમ પદાર્થો ઉષ્મા નું વિકિરણ કરે છે. જ્યારે આ ઉષ્મા પદાર્થ પર આપાત થાય ત્યારે તેનો કેટલોક ભાગ શોષાય છે, કેટલોક પરાવર્તન થાય છે
• પદાર્થોમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે. તમે જ્યારે સૂર્યના તડકામાં જતા હો ત્યારે પણ તમારે છત્રિત વાપરવી જોઈએ.
** ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ -*
• શિયાળામાં ઉનના વસ્ત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તે ઉષ્મા નું મંદવાહક છે. તેમજ ઉનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ જાય છે. આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે. જેથી આપણે હૂફ અનુભવીએ છીએ.
• ઉનાળામાં આપણે હળવા વસ્ત્રો પહેરી એ છીએ . જેથી તે ઉષ્માનું ઓછું શોષણ કરે છે. અને આપણને આરામદાયક લાગે છે.
• શિયાળામાં એક જાડા બ્લેંકેટ કરતા બે પાતળા બ્લેન્કેટ ઓઢવા વધારે યોગ્ય છે. કારણકે બે પાતળા બલેંકેટ વચ્ચે હવાનું સ્તર રચાય છે જે આપણા શરીરને વધારે હૂફ પહોંચાડે છે.
• કાળો રંગ સૌથી વધુ ઉષ્મા શોષે છે. જેથી જ સૂર્ય કૂકરમાં બહારના ભાગે કાળો રંગ કરેલ હોય છે.
• ઘેરા રંગના પદાર્થો આછા રંગ કરતા વધારે ઉષ્માનું શોષણ કરે છે.
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
પ્રશ્ન 1 પ્રયોશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા કિલનિકલ થર્મોમીટર બન્ને માં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો
જવાબ - લેબોરેટરી થર્મોમીટર એ આજુબાજુના વાતવરણ નું તાપમાન માપવા વપરાય છે જ્યારે ક્લિનિક થર્મોમીટર એ આપણા શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. લેબોરેટરી થર્મોમીટર મા ખાંચ આવેલી નથી જ્યારે ક્લિનિક લ થર્મોમીટર મા ખાંચ હોય છે જેથી મો માથી તેને બહાર કાઢ્યા બાદ અવલોકન લઈ શકાય છે.
પ્રશ્ન 2 ઉષ્મા નાં સુવાહક તથા ઉષ્મા ના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણો જણાવો.
જવાબ ઉષ્મા નાં સુવાહક :- લોખંડ , તાંબુ ,એલ્યુમિનિયમ
ઉષ્મા નાં અવાહક :- રબર , લાકડું , કાગળ,
પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો.
1 પદાર્થના ગરમ પણા ની માત્રા ....,. વડે નક્કી કરવામાં આવે છે.
જવાબ - તાપમાન
2 ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ..... પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહિ .
જવાબ - કિલનીકલ
3 તાપમાન નું માપન ડિગ્રી ..... માં થાય છે.
જવાબ - સેલ્સિયસ
4 ઉષ્મા નાં પ્રસરણ ની ...... ની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી.
જવાબ - ઉષ્મા વિકિરણ
5 ગરમ દૂધમાં ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય ,તો તેમાં ..... પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચી નાં બીજા છેડા પર પહોંચે છે.
જવાબ - ઉષ્મા વહન
6 .... રંગ નાં કપડાં , હળવા રંગ નાં કપડાં કરતા વધુ ઉષ્મા નું શોષણ કરે છે.
જવાબ - ઘેરા
પ્રશ્ન 4 જોડકા જોડો
1 ભૂમિય પવનો વહે છે - રાત્રિ દરમિયાન
2 દરિયાઈ પવનો વહે છે - દિવસ દરમિયાન
3 ઘેરા રંગ નાં વસ્ત્રો પસંદગી પામે છે - શિયાળામાં
4 હળવા રંગ નાં વસ્ત્રો પસંદગી પામે છે. - ઉનાળામાં
પ્રશ્ન 5 શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા એક કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ?
જવાબ - એક કરતાં વધુ પાતળા વસ્ત્રો. કારણકે બન્ને વચ્ચે હવાનું સ્તર બને છે જે આપણને હૂફ આપે છે.
પ્રશ્ન 6 આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન ,ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ ક્યાં ક્યાં સ્થાનોએ થાય છે તેને તીર વડે નિર્દેશન કરો.
પ્રશ્ન 7 ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દીવાલો સફેદ રંગ થી રંગવામાં આવે છે. સમજવો .
જવાબ - કારણકે સફેદ રંગ ઉષ્મા નું ઓછું શોષણ કરે છે જેથી રૂમ મા વધારે ગરમી લાગતી નથી.
પ્રશ્ન 8 30 °C તાપમાન વાળા 1 લિટર પાણીમાં 50°C તાપમાન વાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણ નું તાપમાન હોય.
જવાબ - 30 °C થી 50°C વચ્ચે
પ્રશ્ન 9 - 40° C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને , 40° C જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મુકવામાં આવે તો,
A) ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે
B) *ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહિ
C) ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે
D) ગોળા તથા પાણી બન્નેનું તાપમાન વધશે.
પ્રશ્ન 10. આઇસ્ક્રીમ માં લાકડાની ચમચી ડુંબાડતા, ચમચીનો બીજો છેડો
A) ઉષ્મા વહન ની પ્રક્રિયાને લીધે ઠંડો પડશે
B) ઉષ્મા નયનની પ્રક્રિયા વડે ઠંડો પડશે.
C) ઉષ્મા વિકિરણ ની પ્રક્રિયા વડે ઠંડો પડશે.
D) *ઠંડો પડતો નથી.
પ્રશ્ન 11. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ ...
A) તાંબા નું તળિયું કડાઈને વધુ મજબૂતાઇ આપે છે.
B) આવી કડાઈ રંગીન જણાય છે માટે
C) *સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ વધુ સૂવાહક છે.
D) સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબાને સાફ કરવું સરળ છે.
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
* મહત્વના પ્રશ્નો **
1. તાપમાન માપવા માટે કયું સાધ વપરાય છે?
- થર્મોમીટર
2. સૌથી વધુ ઉષ્મા નું શોષણ ક્યો રંગ કરે છે?
- કાળો
3. સૌથી ઓછી ઉષ્મા નું શોષણ ક્યો રંગ કરે?
- સફેદ
4. પદાર્થ કેટલો ગરમ છે તે શેના આધારે કહી શકાય,?
- તાપમાન ના આધારે
5. શરીરનું તાપમાન માપવા માટે કયું થર્મોમીટર વપરાય છે?
- ક્લિનિકલ થર્મોમીટર
6. શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર ક્યાં રાખવામાં આવે છે?
- મોમાં ( જીભ નીચે)
7. માનવ શરીરનું સામન્ય તાપમાન કેટલું હોય છે?
- 37° C
8. ક્લિનિકલ થર્મોમીટર કેટલું તાપમાન માપી શકે છે?
- 35°C to 42°C
9. પ્રયોગશાળા મા વપરાતા થર્મોમીટર ને શું કહે છે?
- લેબોરેટરી થર્મો મીટર
10. -10° સે થી 110° સે સુધીનું તાપમાન શેના વડે માપી શકાય છે?
- લેબોરેટરી થર્મો મીટર
11. ક્યાં થર્મોમીટર મા ખાંચ જોવા મળે છે ?
- ક્લિનિકલ થર્મોમીટર
12. થર્મોમીટર મા ક્યાં ખનીજ નો ઉપયોગ થાય છે?
- મર્કયુરી ( પારો)
13. ખાંચનું ક્લિનિકલ થર્મોમીટરમા શું કાર્ય છે?
- તે પારાના સ્તરને નીચું જતું અટકાવે છે.
14. ઉષ્માનું પ્રસરણ ગરમ પદાર્થ થી ઠંડા પદાર્થ તરફ થાય છે તેનું ઉદા. આપો.
- તપેલી ગરમ હોય તે તળિયે થી કિનારા તરફ ઉષ્મા નું વહન કરે છે.
15. ઉષ્મા વહન એટલે શું?
- ઉષ્મા તેના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ પ્રસરણ થાય છે તેને ઉષમાનું વહન કહે છે.
16. ઉષ્મા નું વહન ક્યાં પદાર્થો મા જોવા મળે છે?
- ઘન પદાર્થો
17. ઉષ્મા પ્રસરણ કઈ કઈ રીતે થાય છે?
- ત્રણ રીતે. ઉષ્મા વહન ( ઘન) , ઉષ્મા નયન ( પ્રવાહી અને વાયુ), અને ઉષ્મા વિકિરણ ( ઘન, પ્રવાહી, વાયુ)
18. લોખંડ ઉષ્મા પ્રસરણ ની કઈ રીત થી ગરમ થાય છે?
- ઉષ્મા વહન
19. ઘન પદાર્થો મુખ્યત્વે ઉષ્મા પ્રસરણ ની કઈ રીતે ગરમ થાય છે?
- ઉષ્મા વહન, ઉષ્મા વિકિરણ
20. ઉષ્માના સુવાહકો કોને કહે છે.
- જે ઘન પદાર્થો ઉષ્મા નું ઝડપી વહન કરે છે તે પદાર્થોને. દા.ત. લોખંડની વસ્તુઓ, તાંબાની વસ્તુઓ, સ્ટીલ ની વસ્તુઓ
21. રમેશભાઈ તપેલી માં ચા મૂકે છે તેઓ તપેલીના કિનારે અડી જતા તેમને ગરમ લાગે છે તો તેનું કારણ શું?
- તપેલીના કિનારે ઉષ્મા વહન થવાના કારણે
22. ઉષ્માના મંદ વાહક પદાર્થો કોને કહે છે?
- જે પદાર્થ માં ઉષ્માનું વહન ખુબજ ધીમું છે તેમને ઉષ્માના મંદ વાહક કહે છે.
23. કાગળ, લાકડું, રબર, કપડા એ ઉષ્માના સુવાહક છે કે મંદ વાહક?
- મંદ વાહક
24. ઉષ્મા નયન દ્વારા ઉષ્માનું પ્રસરણ ક્યાં પદાર્થોમાં થાય છે?
- હવા અને પ્રવાહી
25. હવા અને પ્રવાહીમાં થતાં ઉષ્માના પ્રસરણને શું કહેવાય છે?
- ઉષ્મા નયન
26. ગરમ અને ઠંડુ પાણી મિશ્ર કરતા ઉષ્મા નું પ્રસરણ કઈ રીતે થશે?
- ઉષ્મા નયન
27. ઉષ્મા વિકિરણ કોને કહે છે?
- સૂર્યના કે અન્ય પદાર્થના વિકિરણ કારણે ઉષ્મા નું પ્રસરણ થાય છે જેને ઉષ્મા વિકિરણ કહેવાય.
28. તપેલી ને ગરમી આપતા ક્યો ભાગ ઉષ્મા વિકિરણ થી ગરમ થાય છે?
- તળિયાં ના ભાગે
29. બધાજ પદાર્થો કઈ રીતે ઉષ્મા નું પ્રસરણ કરતા હોય છે?
- ઉષ્મા વિકિરણ ની રીતે
30. પાણી કઈ રીતે ઉષ્મા નું પ્રસરણ કરે છે?
- ઉષ્મા નયન
31. દરિયાઈ લહેરમાં પવન ની દિશા કઈ તરફ હોય છે?
- સમુદ્રથી ભૂમિ તરફ ( દિવસે)
32. ભૂ લહેર મા પવનની દિશા કઈ તરફ હોય છે?
- ભૂમિ થી સમુદ્ર તરફ (રાત્રે)
33. શિયાળામાં ક્યાં વસ્ત્રો પહેરવા જોઈએ?
- હળવા રંગના ( આછા)
34. શામાટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ?
- હળવા રંગના વસ્ત્રો ઉષ્માનું શોષણ કરતા નથી જેથી..
35. શિયાળામાં કેવા વસ્ત્રો પહેરવા જોઈએ?
- ઉનના , કારણકે તે ઉષ્મા નું મંદ વાહક છે અને ઉષ્મા વધારે શોષે છે.
36. ઉષ્માના મંદ વાહક નો શું ઉપયોગ થાય છે?
- અવાહક પડ ચડાવવા
37. કુકર માં શામાટે ઉષ્માના મંદ વાહક પડ ચડાવવા મા આવે છે?
- કારણકે કુકર ઉશ્માનું વહન કરે છે જેથી અવાહક પડ હોવાથી હાથો ગરમ થતો નથી અને પકડવા મા સરળ રહે છે.
38. નીચેના માથી શું ઉષ્મા નું મંદ વાહક છે?
- લોખંડ, સ્ટીલ, *કાગળ, લખોટી
39. નીચેના માથી શું ઉષ્માનું સુવાહક છે?
- ચામડું, રબર, પ્લાસ્ટિક, *સ્ટીલ
40. નીચેના માથી શું ઉષ્માનું સુવાહક નથી?
- લાકડું, તાંબુ, લોખંડ, એલ્યુમીનિયમ
41. પાણી અને જમીન માથી કોણ જલ્દી ઠંડુ અને ગરમ થાય છે?
- જમીન
42. શરીરનું તાપમાન માપવા માટે વપરાતું થર્મોમીટર કયું છે? શું તેનાથી ઉકળતા પાણી નું તાપમાન માપી શકાય?
- ક્લિનિકલ, ના
નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !