BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, September 11, 2020

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 5 કોલસો અને પેટ્રોલિયમ || Science Class 8th Chapter 5 Coal and Petroleum ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 5 કોલસો અને પેટ્રોલિયમ

|| Science Class 8th Chapter 5 Coal and Petroleum ||

પ્રકરણ :5: કોલસો અને પેટ્રોલિયમ
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here


પ્રકરણની સમજૂતી ભાગ:1 અને 2 


* પ્રસ્તાવના *
કુદરતી પદાર્થો
માનવસર્જિત પદાર્થો
* કુદરતમાં પ્રાપ્યતા ના આધારે કુદરતી સંસાધનો ના પ્રકાર*


1.પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો : 
•અમર્યાદિત જથ્થો
•ખૂટે નહિ તેવા
•પ્રદૂષણ ન થાય.
•કોઈની માલિકી ન હોય.
•ઉદા.સૂર્યપ્રકાશ ,હવા, જળ, 
2.પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્રોત :
•મર્યાદિત જથ્થો
•ખૂટી જાય તેવા
•પ્રદૂષણ ફેલાવે
•માલિકી હોય
•ઉદા. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, જંગલો, ખનીજ, 
નોંધ : જે સંસાધનો પ્રાણીઓ કે વનસ્પતિના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે જેને અશ્મી બળતણ કહેવાય છે.
***5.1* કોલસો*
*કોલસો બન્યો કઈ રીતે* કાર્બોનાસિઝેશન*
લાખો વર્ષ પહેલાં જંગલો જમીનની નીચે દટાઈ ગયા . તેમના પર માટે જમા થઈ જવાથી દબાઈ ગયા. ઊંડે જવાથી તાપમાનમાં પણ વધારો થયો. જેના કારણે મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસા મા ફેરવાઈ.

•પથ્થર જેવો કાળો રંગ
•બળતણ તરીકે વપરાય.
•રેલવે એન્જિન મા વપરાતો.
•વિદ્યુત મથક મા વપરાય
•ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય
•ચાર પ્રકાર : પિટ, લિગ્નાઈટ,  બુટૂમીન, એન્થ્રેસાઈટ
•કોલસાને હવામાં ગરમ કરતા સળગે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય.
•કોલસા માથી કોક, કોલગેસ, કોલટાર મળે છે.
* કોક* 
•સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે.
•તે કોલસાના શુધ્ધ પ્રકાર છે.
•સ્ટીલના ઉત્પાદન અને નિષ્કર્ષણ મા ઉપયોગી.
* કોલટાર** 
•તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસ વાળું પ્રવાહી છે.
•200 જેટલા પદાર્થોનું મિશ્રણ
•રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, ફોટોગ્રાફીક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો
•ડામરની ગોળી બનાવવા માટે પણ કોલટાર વપરાય છે.
* કોલગેસ *
•કોક બનવાની પ્રક્રિયા સાથે કોલગેસ મેળવવામાં આવે છે.
•બળતણ તરીકે
•તેને ઉષ્માના સ્રોત તરીકે વાપરવામાં આવે છે.


**5.2* પેટ્રોલિયમ **
* પેટ્રોલિયમ કઈ રીતે બન્યું હશે*
•સમુદ્રમાં રહેતા સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહ સમુદ્રના તળિયે જતા રહ્યા. અને રેતી તથા માટીના સ્તરો થી ઢંકાઈ ગયા. લખો વર્ષો પછી હવાની ગેરહાજરી માં અને ઊંચા તાપમાને અને દબાણ ને લીધે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી  વાયુ બન્યા.
•પેટ્રોલ અને ડીઝલ પેટ્રોલિયમ માથી બને છે. 
•પેટ્રોલિયમ અને કુદરતી વાયુ સામાન્ય રીતે સાથે મળી આવે છે.
•પેટ્રોલિયમ એ કાળું ઘટ્ટ પ્રવાહી છે તેથી તેને પ્રવાહી કોલસો પણ કહે છે.
* પેટ્રોલિયમ નું વિશુધ્ધિ કરણ *
•શુદ્ધીકરણ માટે પેટ્રોલિયમ રિફાઈનરી બનાવવામાં આવે છે.
•શુધ્ધ કરતા તેમાંથી નીચેના ઘટકો મળે.
•LPG : લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ- પ્રવાહી વાયુ – બ્યુટેન ગેસ હોય. તે બળતણ તરીકે વપરાય.
•પેટ્રોલ : વાહનોના બળતણ તરીકે, હવાઇજહાજનું બળતણ , ડ્રાયકલીનીંગ માટે સોલ્વન્ટ(દ્રાવક)
•કેરોસીન : સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ
•ડીઝલ : ભારે વાહનોના બળતણ તરીકે, ઈલેક્ટ્રીક જનરેટર માટેના બળતણ
•ઉંજણ તેલ : ઊંજવા માટે.
•પેરાફીન મીણ : મલમ, મીણ, વેસોલીન
• બિટુમિન : રંગો બનાવવા, રોડ સમતલ કરવા.
** 5.3** કુદરતી વાયુ**
•પેટ્રોલિયમ સાથે મળી આવે.
•CNG કહેવાય.
•CNG : કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
•મુખ્ય વાયુ મિથેન હોય.
•વાહનવ્યવહાર મા બળતણ તરીકે ઉપયોગ. પ્રદૂષણ ઓછું કરે.
•પાઇપલાઇન દ્વારા તેને ઘર કે કારખાના સુધી પહોંચાડી શકાય છે તેથી બીજો ખર્ચ બચી જાય છે.
•ખાતરના ઉત્પાદનમાં ઉપયોગી.
•ક્રિષ્ના - ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં તેનો ભંડાર છે.
* 5.4** કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે.
** પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતોનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો.
•આપણને ખ્યાલ છે કે કેટલાક કુદરતી સંસાધનો ખૂટી જાય તેવા છે. તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરીએ તો તે નજીકના ભવિષ્યમાં ખૂટી જશે. આ ઉપરાંત પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો જવા કે પેટ્રોલિયમ અને કોલસો એ પ્રદૂષણ પણ કરે છે તેથી પર્યાવરણને નુકસાન થાય છે. માટે પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
* આપણે શું કરી શકીએ*
•બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો.
•ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો.
•વાહનોના ટાયર માં યોગ્ય દબાણની ખાતરી કરો.
•વાહનોને નિયમિત સર્વિસ કરો
•બને ત્યાં સુધી જાહેર વાહનોનો ઉપયોગ કરો.
•કુદરતી સ્રોતો સેવા કે જળ ઊર્જા પવન ઊર્જા સૌર ઊર્જાનો ઉપયોગ કરો.
** PCRA : the petroleum conservation and research association


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




પ્રકરણનો સ્વાધ્યાય


1.CNG અને LPG ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે?
•પ્રદૂષણ ઓછું થાય.
•પારોલાઈન દ્વારા પહોંચાડી શકાય.
•પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ કરતા સસ્તું
2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશ નું નામ જણાવો.
•બિટુમિન
3.અમૃત વનસ્પતિ માંથી કોલસો કઈ રીતે બને છે? આ  પ્રક્રિયાને ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
લાખો વર્ષ પહેલાં જંગલો જમીનની નીચે દટાઈ ગયા . તેમના પર માટે જમા થઈ જવાથી દબાઈ ગયા. ઊંડે જવાથી તાપમાનમાં પણ વધારો થયો. જેના કારણે મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસા મા ફેરવાઈ.આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.


4.ખાલી જગ્યા પૂરો.
A)અશ્મિ બળતણ ………….. અને ………… હોય છે
•* કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ
         B).    પેટ્રોલિયમ માંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ………….. કહે છે.
•પેટ્રોલિયમનું શુદ્ધિકરણ
•C) …………. એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે.
•CNG
5.નીચેના વિધાનોના ખરા - ખોટા કહો.
•અશ્મિબળતણ ને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. ×
•CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. ✓
•કોક કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. ✓
•કોલટાર વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. ✓
•કેરોસીન અશ્મિબળતણ નથી. ×
6.શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો.
•કારણકે અશ્મિબળતણ ને બનતા લાખો વર્ષો લાગે છે. એકવાર ખૂટી ગયા પછી તે ફરીથી મળી શકતું નથી.માટે તે પુનઃ અપ્રાપ્ય છે.
7.કોકના લક્ષણો અને ઉપયોગો જણાવો.
**લક્ષણો : તે સખત,  છીદ્રાળું અને કાળા રંગનો પદાર્થ છે. તે કાર્બનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. 
** ઉપયોગો : સ્ટીલના ઉત્પાદનમાં. કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ મા
8.પેટ્રોલિયમ ની બનાવટની પ્રક્રિયા વર્ણવો.
•સમુદ્રમાં રહેતા સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહ સમુદ્રના તળિયે જતા રહ્યા. અને રેતી તથા માટીના સ્તરો થી ઢંકાઈ ગયા. લખો વર્ષો પછી હવાની ગેરહાજરી માં અને ઊંચા તાપમાને અને દબાણ ને લીધે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી  વાયુ બન્યા.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇



પ્રકરણ :5: કોલસો અને પેટ્રોલિયમ
પ્રકરણની સમજૂતી ભાગ -1 :Click Here
પ્રકરણની સમજૂતી ભાગ -2 :Click Here
પ્રકરણનો સ્વાધ્યાય :Click Here

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !