||ધોરણ ૪ ગુજરાતી એકમ 3 સાચી હજ||
||સાચી હજ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો||
|| Dhoran 3 Gujarati path 3 sachi haj swadhyaay ||
પ્રશ્ન:૧: નીચેના પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં લખો:
(૧) શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઇ આવતી?
જ્યારે દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે
(૨) શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા?
ગરીબીને કારણે
(૩) અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકકળ કરતા હતા?
કેટલાય દિવસથી તેમને ખાવાનું મળ્યું નહોતું
(૪) ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ?
અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીનાં દુઃખી બાળકોને મદદ કરવા માટે વાપર્યા હતા.
(૫) અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા નું શું કર્યું?
પોતાના પાડોશીના દુઃખી બાળકો માટે આપી દીધા
પ્રશ્ન:૨: ચિત્રો જોઇને દરેક વિશે બે- બે વાક્યો લખો:
(૧) હિન્દુ ધર્મનું પૂજાસ્થાન મંદિર છે.
(૨) હિન્દુ ધર્મનું પ્રતીક ઓમ છે
(૩) શીખ ધર્મનું પૂજાસ્થાન ગુરુદ્વારા છે
(૪) શીખ ધર્મનું પ્રતીક કિરપાણ છે.
(૫) ઇસ્લામ ધર્મનું પૂજાસ્થાન મસ્જિદ છે.
(૬) ઇસ્લામ ધર્મનું પ્રતીક બીજનો ચાંદ અને તારો છે.
(૭) ખ્રિસ્તી ધર્મનું પૂજાસ્થાન ચર્ચ છે.
(૮) ખ્રિસ્તી ધર્મનું પ્રતીક ક્રોસ છે.
પ્રશ્ન:૩: નીચેના વાક્યો ને પાઠના ક્રમમાં ગોઠવો:
(૧) જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું.
(૨) શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો.
(૩) મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું.
(૪) વાત પૂરી થતાની સાથે જ બેય ફરિસ્તા અદ્રશ્ય થઈ ગયા.
(૫) દર વર્ષે હજ પર અનેક લોકો જતા.
જવાબ:
(૧) દર વર્ષે હજ પર અનેક લોકો જતા.
(૨) વાત પૂરી થતાની સાથે જ બેય ફરિસ્તા અદ્રશ્ય થઈ ગયા.
(૩) મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું.
(૪) શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો.
(૫) જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું.
પ્રશ્ન:૪: નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
(૧) પરિવાર: .......
કુટુંબ
(૨) અચાનક: ......
એકાએક
(૩) આશ્ચર્ય: ......
નવાઈ
(૪) તકલીફ: ........
મુશ્કેલી
(૫) ફરિશ્તો: .........
દેવદૂત
(૬) આંખ: .....
લોચન
પ્રશ્ન:૫: નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
(૧)ગરીબ: .......
અમીર
(૨)શાંતિ: .......
અશાંતિ
(૩)પુણ્ય: .......
પાપ
(૪)બેભાન: ......
સભાન
(૫)બીમાર: ........
તંદુરસ્ત
(૬)મંજૂર: .......
નામંજૂર
પ્રશ્ન:૬: નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:
(૧) મન મારી બેસી રહેવું
રૂઢિપ્રયોગ નો અર્થ: ઈચ્છા ને દબાવી રાખવી
વાક્ય પ્રયોગ: પિતાજીએ સાયકલ ન લાવી આપી તેથી અર્જુન મન મારીને બેસી રહ્યો.
(૨) આંખમાં ઝળઝળિયા આવવા
રૂઢિપ્રયોગ નો અર્થ: આંખમાં આંસુ આવી જવા
વાક્ય પ્રયોગ: પ્રથમ વખત હોસ્ટેલમાં રહેવા જવાનું થતાં ક્રિષ્નાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
(૩) ગદગદિત થવું
રૂઢિપ્રયોગ નો અર્થ:દુઃખી થવું
વાક્યપ્રયોગ: હોસ્પિટલમાં દર્દીઓની હાલત જોઈ હું ગદગદીત થઈ ગયો.
પ્રશ્ન:૭: ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો:
ઉદાહરણ:
શેખ અબ્દુલ્લા આવે છે. શેખ અબ્દુલ્લા આવતા હતા. શેખ અબ્દુલ્લા આવશે.
(૧) મનુ મમરા ખાય છે.
મનુ મમરા ખાતો હતો.
મનુ મમરા ખાશે.
(૨) વરસાદ આવે છે.
વરસાદ આવતો હતો.
વરસાદ આવશે.
(૩) હું ચીકુ ખાઉં છું.
હું ચીકુ ખાતો હતો.
હું ચીકુ ખાઈશ.
પ્રશ્ન:૮: નીચે આપેલા ફકરાનું સુલેખન કરો:
પાવન વહેલો ઉઠ્યો. ઝટ પરવારી નિશાળે ગયો. સાહેબે તેને પ્રાર્થનાખંડમાં ગીત ગાવા કહ્યું. મધુર કંઠે ગવાયેલું ગીત સાંભળી સૌ ઝૂમી ઊઠ્યા.
જવાબ:
પાવન વહેલો ઉઠ્યો. ઝટ પરવારી નિશાળે ગયો. સાહેબે તેને પ્રાર્થનાખંડમાં ગીત ગાવા કહ્યું. મધુર કંઠે ગવાયેલું ગીત સાંભળી સૌ ઝૂમી ઊઠ્યા.
પ્રશ્ન:૯: નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
(પુણ્ય ,યાદ, વાતચીત, શ્વાસ, શાંતિ)
(૧)પુણ્ય
(૨)યાદ
(૩)વાતચીત
(૪)શાંતિ
(૫)શ્વાસ
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !