BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, September 11, 2020

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 6 દહન અને જ્યોત || Science Class 8th Chapter 6 Combustion and Flame ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 6 દહન અને જ્યોત

|| Science Class 8th Chapter 6 Combustion and Flame ||


પ્રકરણ 6 દહન અને જ્યોત
1.પ્રકરણની સમજૂતી ભાગ 1:Click Here
2.પ્રકરણની સમજૂતી ભાગ 2:Click Here
3.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here


પ્રકરણની સમજૂતી ભાગ:1 અને 2 

Std 8 science ch6 દહન અને જ્યોત
* દહન*
•દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ
•દહનશીલ : લાકડું, કાગળ, કેરોસીન, સ્ટ્રો, કોલસો, દિવાસળી, ડીઝલ, કુદરતી વાયુ, રૂ
•અદહનશીલ : લોખંડની ખીલી, પથ્થરનો ટુકડો, કાચ, ટાઇલ્સ, માર્બલ્સ
•આમ, તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ઝડપથી સળગી જાય તે દહન શિલ અને જડપથી ન સળગે તે અદહનશિલ પદાર્થ કહેવાય.
•દહન માટે ઑક્સિજન ની જરૂર પડે છે.
•ઓકસીજન વગર દહન શક્ય નથી. ( પ્રવૃત્તિ )
•**સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાના કારણે ઊર્જા ઉત્પન્ન થાય છે.
* વ્યક્તિ.ને આગ લાગે તો શું કરવું **
•પાણી ન નાખવું.
•ધાબળા વડે આગ ઓલવવી. કારણકે પાણી થી ચામડી ફાટી જવાની શક્યતા રહે. અને ધાબળા દ્વારા ઓકસીજન ન મળે એટલે આગ ઓલવી શકાય.


* જવલનબિંદુ*
•લાકડું દિવાસળી વડે સળગશે? 
•તમારો જવાબ હશે ના . કારણ કે દિવાસળી દ્વારા મળતુ તાપમાન લાકડાને સળગાવવા માટે પૂરતું નથી.
•કેરોસીન લાકડા પર નાખ્યા બાદ દિવાસળી વડે લાકડું સળગશે?
•તમારો જવાબ હશે હા. કારણ કે કેરોસીન એ જ્વલનશીલ પદાર્થ છે. જેથી નીચા તાપમાને સળગે છે 
•આમ, પદાર્થને સળગવા માટે જે તાપમાન જોઈએ તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહેવાય.
•દા.ત. કેરોસીન નું જ્વલન બિંદુ ઓછું હોય અને લાકડાનું વધુ હોય.
•પેપરમાં  કપમાં પાણી ભરીને સળગાવો. શું કપ સળગે ?
• તમારો જવાબ હશે ના. કારણ કે પાણી + કાગળનું જ્વલન બિંદુ ઊંચું હોય છે. તેથી ના સળગે.
* જ્વલનશીલ પદાર્થો*
•જેનું જવલાંબિંદુનીચું હોય તેવા પદાર્થોને જ્વલનશીલપદાર્થો કહેવાય.
•આવા પદાર્થો જ્યોતના સંપર્કમાં આવતા જ સળગી જાય છે.
•પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આલ્કોહોલ, lpg, cng
* આગનું નિયંત્રણ **
•આગ લાગે ત્યારે તરત જ વીજપુરવઠો બંધ કરી પાણી નો છંટકાવ કરવો.
•વિદ્યુત થી કે પેટ્રોલ ડીઝલ થી લાગેલી આગ માટે પાણીનો ઉપયોગ ન કરવો.
•ફાયરબ્રિગેડ ને બોલાવી.
•ફાયરબ્રિગેડ પાણી તથા અગ્નિશામક યંત્રનો ઉપયોગ કરે છે. જેથી જવલનબિંદુ નીચું આવે છે. જેથી આગ ઓલવાય છે.
•પાણીની વરાળ પણ આગ ઓલવવા મા મદદ કરે છે
* પદાર્થ સળગવા ( દહન થવા) માટે જરૂરી શરત **
•સતત ઓકસીજન મળતો રહેવો જોઈએ.
•બળતણનો જથ્થો મળતો રહેવો જોઈએ.
•પદાર્થનું તાપમાન  તેના જવલનનિંદુ એ પહોંચવું જોઈએ


* દહનના પ્રકારો *
•ઝડપી દહન : વાયુઓ, જ્વલનશીલ પદાર્થો. ફોસ્ફરસ સામાન્ય તાપમાને પણ સળગી જાય. તેથી પાણીમાં રાખવામાં આવતો હોય છે.
•ધીમું દહન: જેમાં દહન ધીમું થાય.તેને ધીમું દહન કહેવાય.
•સ્વયં સ્ફુરિત દહન : કોઈ દેખીતા કારણ વગર જ પદાર્થ સળગે તેને સ્વયં સ્ફૂરિત દહન કહેવાય. કોલસાનું દહન ક્યારેક આવી રીતે થાય. કેટલીક વાર ગરમી પડવાથી આવું દહન થતું હોય છે. 
*. દાવાનળ*
•જંગલમાં લાગતી આગ
•ક્યારેક અતિશય ગરમીના કારણે જંગલમાં આગલાગી જાય છે. જે વન્યપ્રાણી માટે જોખમી છે.
•ક્યારેક માનવે જંગલમાં કરેલા તાપણાના કારણે પણ આગ લાગતી હોયછે.
* વિસ્ફોટ *
•દહનનો જ એક પ્રકાર છે
•ફટાકડામાં વિસ્ફોટ થાય છે.
* જ્યોત *
•LPG : વાદળી જ્યોત 
•મેગ્નેશિયમ ની પટ્ટી : સફેદ જ્યોત
•મીણબત્તી : પીળી જ્યોત
•કેરોસીન સ્ટવ : પીળી જ્યોત
•કોલસો : જ્યોત ઉત્પન્ન થતી નથી
•* LPG તથા કેરોસીન સ્ટવ અને મીણબત્તી મા જ્યોત ઉત્પન્ન થાય છે. જે પદાર્થનું દહન થાય ત્યારે બાષ્પીભવન થતું હોય તો જ્યોત ઉત્પન્ન થશે. નહીતો જ્યોત ઉત્પન્ન થશે નહિ.


* જ્યોતનું બંધારણ ***
•સૌથી બહારનો વિસ્તાર : સંપૂર્ણ દહન ( વાદળી)
•વચ્ચેનો વિસ્તાર : અપૂર્ણ દહન ( પીળો)
•સૌથી અંદરનો વિસ્તાર : ન દહન થયેલો ભાગ ( કાળો)
* બળતણ એટલે શું *
•ઓદ્યોગિક જરૂરિયાત માટે ઉષ્મા ઊર્જા મેળવવા માટે વપરાતા પદાર્થોને બળતણ કહે છે.
•કોલસો, લાકડું, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, LPG, CNG
•મુખ્યત્વે સારું બળતણ તેને કહેવાય જે સારી ઉષ્મા ઊર્જા આપે. અને સારી રીતે દહન પામતું હોય.
•* આદર્શ બળતણ : જેનું સંપૂર્ણ દહન થાય. અને અનિચ્છનીય પદાર્થો ઉત્પન્ન ન કરે તેવું બળતણ**
•ઘન બળતણ : કોલસો, લાકડું
•પ્રવાહી બળતણ : કેરોસીન, પેટ્રોલ, ડીઝલ
•વાયુ બળતણ : હાઈડ્રોજન, CNG, LPG
* બળતણની કાર્ય ક્ષમતા*
•જેનું કેલરી મૂલ્ય વધુ તેની કાર્ય ક્ષમતા પણ વધુ.
•બળતણના કેલરી મૂલ્યને કિલોજૂલ પ્રતિ મૂલ્ય ( kj/kg) મા દર્શાવાય છે.
* બળતણના દહન થી હાનિકારક અસરો*
•અપૂર્ણ દહનના કારણે સ્વાસ્થ્ય સંબંધિત રોગો થઈ શકે.
•અપૂર્ણ દહનથી કાર્બન મોનોકસાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. જે ખૂબ જ ઝેરી છે.
•કાર્બન ડાયોક્સાઈડ વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે.
•કોલસા તથા ડીઝલના દહન થી સલ્ફર ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે જે વરસાદ સાથે ભળી એસિડ બની જાય છે. અને વરસાદ સાથે નીચે આવે છે. જેને એસિડ વર્ષા કહે છે. જે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે હાનિકારક છે.
•** CNG સ્વચ્છ બળતણ છે.પ્રદૂષણ કરતો નથી. તેથી તેનો ઉપયોગ વધારવો.
•** એસિડ વર્ષા : સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇
પ્રકરણનો સ્વાધ્યાય* ધોરણ 8 પ્રકરણ 6 દહન અને જ્યોત *
* STD 8 ch 6 science***
* સ્વાઘ્યાય*
1.જે શરતો હેઠળ દહન થઈ શકે, તેની યાદી બનાવો.
•ઓકસીજન સતત મળવો જોઈએ.
•બળતણ સતત મળવું જોઈએ.
•પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું જોઈએ
2.ખાલીજગ્યા પૂરો.
A)લાકડું અને કોલસાના દહન થી હવા……….. થાય છે.
પ્રદૂષિત
B)…………. એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે.
કેરોસીન
C)બળતણ સળગે તે પહેલાં તેને તેના…….. સુધી ગરમ કરવું અનિવાર્ય છે.
જ્વલન બિંદુ
D)તેલથી લાગેલી આગને ……..  વડે નિયંત્રિત કરી શકાય નહિ.
પાણી
3.વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે, તે સમજાવો.
•CNG બીજા બળતણની સાપેક્ષે ખુબજ સારું દહન કરે છે. અન્ય બળતણ ખૂબ વધારે ઝેરી વાય ઉત્પન્ન કરે છે. અને cng સ્વચ્છ બળતણ હોવાથી પ્રદૂષણ મા ઘટાડો થયો છે તેમ કહેવાય.
4.બળતણ તરીકે એલ.પી.જી અને લાકડાની સરખામણી કરો.
•LPG લાકડાના પ્રમાણમાં વધારે કાર્યક્ષમતા ધરાવે છે અને પ્રદૂષણ ઓછું કરે છે. જ્યારે લાકડું અપૂર્ણ દહન કરે છે. તથા ધુમાડો ઉત્પન્ન કરે છે. આમ લાકડા કરતા Lpg નો ઉપયોગ કરવો જોઈએ 


5.કારણો આપો.
A)વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી.
કારણકે પાણી વિદ્યુત નું સુવાહક છે. તેથી પાણી ફેલાય તો શિક લાગવાની સંભાવના રહે છે.માટે વિદ્યુત ના સાધનો સાથે સંકળાયેલી આગ માટે પાણી વપરાય નહીં.
B)લાકડા કરતા LPG  એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે.
LPG લાકડાના પ્રમાણમાં વધારે કાર્યક્ષમતા ધરાવે છે અને પ્રદૂષણ ઓછું કરે છે. જ્યારે લાકડું અપૂર્ણ દહન કરે છે. તથા ધુમાડો ઉત્પન્ન કરે છે. તેથી લાકડા કરતા LPG  એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે.
C)કાગળ પોતે જ સરળતાથી આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. સમજાવો.
કાગળ એકલો હોય ત્યારે તેનું જ્વલન બિંદુ ઓછું હોય તેથી ઝડપથી આગ પકડે છે. પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે  વિંતાળવાથી તેનું જ્વલન બિંદુ ઊંચું જતું રહે છે. તેથી સળગતો નથી.

6.મીણબત્તી નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
7.બળતણ નું કેલેરી મૂલ્ય ક્યાં એકમ મા દર્શાવાય છે?
•Kj/kg 
8.કાર્બન ડાયોક્સાઈડ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે,  તે સમજાવો.
•કાર્બન ડાયોક્સાઈડ અગ્નિશામક વાયુ છે. તેથી તેના ફુવારા કરવાથી ઓકસીજન પદાર્થોને ન મળતા આગ નિયંત્રિત થાય છે.
9.લીલાં પાંદડાં ના ઢગલાને  સળગાવવો અઘરો છે પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે- સમજાવો.
•લીલાં પાંદડાં નું જ્વલન બિંદુ ઊંચું છે તેથી વધારે તાપમાનની જરૂર પડે છે જ્યારે ચોખા પાંદડા નું દો ખુબ જ છે તેથી તેઓ સરળતાથી આગ પકડી લે છે.
10.સોની મીણબત્તી ની જ્યોત ના કયા વિસ્તારનો ભાગ સોનુ અને ચાંદી પિગાળવા માટે ઉપયોગ કરે છે અને શા માટે?
•સૌથી બહારના ભાગમાં. કારણકે ત્યાં મીણબત્તી નો સૌથી વધુ ગરમ ભાગ હોય છે.
11.એક પ્રયોગમાં ૪.૫ કિલો ગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 180000 kj નોંધાઇ. બળતણનું કેલરી મુલ્ય શોધો.
•બળતણ નું કેલેરી મુલ્ય પ્રતિ કિલોગ્રામ શોધી શકાય.
• તેથી 180000/4.5=40000kj/kg
12.શું કાટ લાગવાની ક્રિયાને દહન કઈ શકાય? – ચર્ચા કરો.
- ના
13.આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીને બિકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બિકરને વાટની નજીક પીળા ભાગમાં રાખ્યું. રમેશે બિકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનુ પાણી ઓછા સમયમાં ગરમ થઇ જશે?
•રમેશ

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇

પ્રકરણ 6 દહન અને જ્યોત
1.પ્રકરણની સમજૂતી ભાગ 1:Click Here
2.પ્રકરણની સમજૂતી ભાગ 2:Click Here
3.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !