BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Thursday, September 10, 2020

વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 7 :હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન || Weather,Climate and Adaptations of Animals to Climate Science Std 7th Ch 7th ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 7 :હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન


 || Weather,Climate and Adaptations of Animals to Climate Science Std 7th Ch 7th ||

પ્રકરણ 7 :હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન
1.પ્રકરણની સમજૂતી ભાગ 1 :Click Here
1.પ્રકરણની સમજૂતી ભાગ 2 :Click Here 
3.સ્વાધ્યાય:Click Here
4.મહત્ત્વના પ્રશ્નો:Click Here

1.પ્રકરણની સમજૂતી ભાગ 1 અને 2 


હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન###
- 7.1 * હવામાન*
- કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે.
- તાપમાન, ભેજનું પ્રમાણ , વરસાદ ,પવનની ઝડપ  જેવા પરિબળો હવામાનની જાણકારી મેળવવા અગત્યના છે. 
- આ પરિબળોને હવામાનના મૂળતત્વો કહે છે.
- કોઈપણ સ્થળ નું હવામાન રોજ બરોજ  તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે. એટલે જ આપણે કહીએ છીએ આજે હવામાન ઘણું ભેજવાળું છે અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું.
- હવામાન એ ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. કેટલીક વાર તો એવું પણ બને કે સવારે તડકો નીકળ્યો હોય અને બપોરે વરસાદ પડી જાય.
- ક્યારેક ભારે વરસાદ પડે અને થોડા સમયમાં તડકો નીકળે છે. આમ હવામાન એ જટિલ ઘટના છે.
* હવામાન આટલી ઝડપી રીતે બદલવાનું કારણ તેના પર અસર કરતા પરિબળો છે. ખાસ કરીને સૂર્ય **
- સૂર્ય ઉષ્મા તેમજ પ્રકાશનો સ્રોત છે. તે હવામાનમાં ફેરફાર લાવે છે. તેના કારણે જ બપોરનું તાપમાન મહતમ અને રાત્રિનું તાપમાન ન્યુનતમ હોય છે.**


#### આબોહવા ####
- લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે

- હવામાન એ ટૂંકા ગાળા માટે માપવામાં આવે છે પરંતુ આબોહવા એ લાંબા ગાળા માટે માપવામાં આવે છે.
- જો કોઈ સ્થળ માટે લાંબા ગાળા માટે તાપમાન વધારે હોય તો તે સ્થળની  આબોહવા ગરમ છે.
- જો કોઈ સ્થળે લાંબા સમય માટે વરસાદ પડતો હોય તે આબોહવા ગરમ અને ભેજવાળી છે.
- આમ જુદા જુદા સ્થળોએ  આબોહવા જુદી જુદી હોય છે.
- દા.ત. જમ્મુ કાશ્મીર માં ઠંડી જ્યારે કેરલ મા ગરમ તથા ભેજવાળી આબોહવા છે.
- રાજસ્થાન જેવા ગરમ વિસ્તારમાં તાપમાન ઊંચું હોય છે. પરંતુ શિયાળા દરમિયાન તાપમાન ઘણું નીચું હોય છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને સૂકી છે. 
- કોઈ પ્રદેશની આબોહવા જાણવા માટે ઘણો લાંબો સમય લાગે છે.

## 7.3  વાતાવરણ અને અનુકૂલન ##
- કોઈપણ પ્રદેશના પ્રાણીઓ અને વનસ્પતિઓ તે સ્થળની આબોહવા સાથે અનુકૂલન સાધી ને વસતા હોય છે.
### ધ્રુવ પ્રદેશો ###
- ચરમ આબોહવા ધરાવે છે
- તે બરફ આચ્છાદિત છે અને ખૂબ જ ઠંડી પડે છે.
- ધ્રુવીય રીંછ તથા પેંગ્વિન ત્યાં વસતા પ્રાણીઓ છે.
- ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે, તેથી તે બરફમાં સહેલાઈથી દેખાતું નથી. આ અનુકૂલન તેને બીજા પ્રાણીઓ થી બચાવે છે તથા શિકાર પકડવા માટે મદદ કરે છે.
- તેના શરીર પર ઠંડીથી બચવા વાળની રૂંવાટી ના બે જાડા સ્તર આવેલા છે. 
- તેના શરીરમાં નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે. 
- ગરમીના હુફાળા દિવસોમાં તેં પાણીમાં તરે છે. તેના પંજા મોટા અને પહોળા હોય છે. જે તેને તરવા અને બરફમાં ચાલવા માટે ઉપયોગી બને છે. 
- તે નસકોરા બંધ કરી પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે.
- તેની સૂંઘવાની શક્તિ પ્રબળ છે જે તેને શિકાર કરવા ઉપયોગી છે. 


## પેંગ્વિન ##
- તે સફેદ રંગનું છે.
- અને તે પૃષ્ઠ  ભૂમિમાં ભળી જાય છે.
- તેના શરીર પર પણ જાડી ચામડી અને ચરબી આવેલી છે.  જે તેને ઠંડી સામે રક્ષણ આપે છે. 
- તેઓ એકબીજા પાસે ભીડ કરીને ઊભા રહે છે. જેથી શરીરને હૂફ મળે છે.
- તેનું શરીર ધારારેખીય અને પગ ચામડીથી જોડાયેલા હોય છે. જે સારું તરવા ઉપયોગી છે.  
**  ધ્રુવ પ્રદેશમાં આ ઉપરાંત માછલીઓ, કસ્તુરી બળદ‌, રેન્ડીયર, શિયાળ, સિલ, માછલી, વ્હેલ અને પક્ષીઓ વગેરે છે. 
- પક્ષીઓને જીવવા માટે હૂફ આવશ્યક છે તેથી શિયાળામાં તેઓ હુફાળા પ્રદેશોમાં સ્થળાંતર કરે છે.
- સાઇબેરીયન ક્રેઇન સાઇબેરીયા થી રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુર મા સ્થળાંતર કરીને આવે છે.કેટલાક પક્ષીઓ ઉત્તર - પૂર્વમાં કિનારા વાળા પ્રદેશમાં પણ આવતા હોય છે 
##### વિષુવ વૃતિય વર્ષાવનો###
- ત્યાંની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે. ત્યાં સૂર્યની ગરમી વધુ પડતી હોય છે.
- આ પ્રદેશોમાં વરસાદ પણ વધુ પડે છે.
- ભારતમાં પશ્ચિમ ઘાટ, દક્ષિણ એશિયા, મધ્ય આફ્રિકામાં  આવી આબોહવાના કારણે વિષુવવૃત્તીય વર્ષા વનો મળી આવે છે.
- સતત હુફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. 
- ##  રેડ આઇ ફ્રોગ ##
- વિષુવવૃત્તીય પ્રદેશોમાં જોવા મળે છે 
- તે વૃક્ષ પર જ જીવન વિતાવે છે

- તેના પગ પર ચોંટી જાય તેવું પેડ ઉત્પન્ન કરે છે. જેથી વૃક્ષ પર ચડવામાં સરળતા રહે છે.
## વાનરો ##
- લાંબી પૂંછડી હોય છે. જે વૃક્ષની ડાળીને પકડવામાં મદદ કરે છે.  તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીઓ સહેલાઈથી પકડી શકે.


### ટોઉકન પક્ષી ###
- લાંબી મોટી ચાંચ ધરાવે છે. જે તેને નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે. 
## સિંહ અને વાઘ##
- તીક્ષ્ણ નજર, જાડી ચામડી, આસપાસ સાથે ભળી જાય તેવો ચામડી નો રંગ ધરાવે છે
- પગના પંજાના નખ આસાનીથી શિકાર કરી શકે છે. ઝડપ પણ આવા પ્રાણીઓની સારી છે.
## પશ્ચિમ ઘાટમાં જોવા મળતા વાનર ##
- સિંહ જેવી પુછડી ધરાવે છે.
- જે તેના ગાલથી દાઢી સુધી રૂપેરી - સફેદ કેશવાળી ધરાવે છે. 
- તે ઝડપથી ઊંચે ચડી શકે છે અને પોતાના જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષ પર જ વિતાવે છે. 
- તે મોટે ભાગે ફળો, બીજ, કૂણાં પાંદડા, ડાળીઓ, ફૂલ તથા ફૂલની કળીનો ખોરાક ખાય છે. 
- આમ તેને વૃક્ષ પર જ ભોજન    મળી રહેતું હોવાથી તે ભાગ્યે જ જમીન પર આવે છે. 
## ભારતીય હાથી##
- હાથી  નો નાક તરીકે ઉપયોગ કરે છે.
- ખોરાક પકડવા માટે પણ સૂંઢ ઉપયોગી છે. 
- હાથીના દાંત વૃક્ષની છાલને પણ ઉખાડી શકે છે. 
- હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ સાંભળવા મદદ રૂપ થાય છે.નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇2.સ્વાધ્યાય

1. કોઈપણ સ્થળના હવામાનને નક્કી કરતાં પરીબળોના નામ જણાવો.
- તાપમાન, ભેજ, વરસાદ, પવનની ઝડપ વગેરે


2. દિવસના ક્યાં સમયગાળામાં મહત્તમ તેમજ ન્યુનત્તમ તાપમાન જોવા મળે છે?
- બપોરના સમયે મહત્તમ અને વહેલી સવારના સમયે ન્યુનતમ તાપમાન હોય છે.
3. ખાલી જગ્યા પૂરો:
A) લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાન ને ...... કહે છે .
આબોહવા
B) એક સ્થળે ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને વર્ષ દરમિયાન તાપમાન ખૂબ જ ઊંચું હોય છે તો આ સ્થળે આબોહવા .......... અને ........ હશે.
- ગરમ અને સૂકી
C) પૃથ્વી પરના એવા બે પ્રદેશો જ્યાં ચરમ આબોહવા કીય  પરિસ્થિતિ  હોય છે તે ......... અને .......... છે.
- ધ્રુવ પ્રદેશ , વિષુવ વૃત્તિય વર્ષાવન 
4. નીચેના વિસ્તારોમાં આબોહવા નો પ્રકાર જણાવો.
A) જમ્મુ અને કાશ્મીર :  મધ્યમ,  ગરમ અને ભેજવાળી
B) કેરાલા : ગરમ અને ભેજવાળી
C) રાજસ્થાન :  ગરમ અને સૂકી આબોહવા
D) ઉત્તર - પૂર્વ ભારત :  ભેજવાળી આબોહવા
5. હવામાન અને આબોહવા બન્નેમાં કોણ વાંરવાર ફેરફાર પામે છે?
- હવામાન
6. પ્રાણીઓની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :
A) ફળોનો ભારે ખોરાક 
B) સફેદ રૂછાદાર વાળ
C) સ્થળાંતરની જરૂરિયાત 
D) મોટો અવાજ
E) પગ પર ચોંટી જાય તેવી ગાદી
F) ચામડીની નીચે ચરબીનું સ્તર
G) પહોળા અને મોટા પંજા
H) ચમકદાર રંગ
I) મજબૂત પૂંછડી
J) લાંબી અને મોટી ચાંચ
ઉપરોક્ત દરેક લાક્ષણિકતા એ ધ્રુવ પ્રદેશ કે વર્ષાવનના અનુકૂલન માટે છે. તમે વિચારી શકો છો કે , આ પૈકીની કેટલીક લાક્ષણિકતા બંને પ્રદેશોના અનુકૂલન માટે હોઈ શકે ?
A) ફળોનો ભારે ખોરાક - વિષુવ વૃતિય વર્ષાવન
B) સફેદ રૂછાદાર વાળ - ધ્રુવ પ્રદેશ
C) સ્થળાંતરની જરૂરિયાત - ધ્રુવ પ્રદેશ
D) મોટો અવાજ - વિષુવ વૃતિય વર્ષાવન
E) પગ પર ચોંટી જાય તેવી ગાદી - વિષુવ વૃતિય વર્ષાવન
F) ચામડીની નીચે ચરબીનું સ્તર - ધ્રુવ પ્રદેશ
G) પહોળા અને મોટા પંજા - ધ્રુવ પ્રદેશ
H) ચમકદાર રંગ - વિષુવ વૃતિય વર્ષાવન
I) મજબૂત પૂંછડી - વિષુવ વૃતિય વર્ષાવન
J) લાંબી અને મોટી ચાંચ - વિષુવ વૃતિય વર્ષાવન


7. વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે. સમજાવો આવું શા માટે હોય છે?
- વિષુવ વૃતિય વર્ષાવનની આબોહવા ગરમ અને ભેજવાળી છે. જેથી વરસાદ વધુ પડે છે. જેથી ખૂબ જ વૃક્ષો ઊગે છે. અને પ્રાણીઓને પૂરતો ખોરાક અને રહેઠાણ મળી રહે છે. આવી સ્થિતિ પ્રાણીઓને અનુકૂળ છે. તેથી અંહી પ્રાણીઓ ખૂબ વસે છે.
8. ઉદાહરણ સાથે સમજાવો કે ખાસ પ્રકારની આબોહવા કિય પરિસ્થિતિમાં , અમુક પ્રકારના પ્રાણીઓ જ જોવા મળે છે.
- પ્રાણીઓ તેમને મળતી પરિસ્થિતિ મુજબ અનુકૂલન કરતા હોય છે. એટલે અલગ આબોહવા કિય પરિસ્થિતિમાં તે મુજબના અનુકૂલન ધરાવતા પ્રાણીઓ જ જીવી શકે.
દા.ત. 
વિષુવવૃત્તીય વર્ષાવનમાં વનસ્પતિઓ ખૂબ ઊગે જે અન્ય જગ્યાએ આટલી વિકસિત થતી નથી.
ધ્રુવ પ્રદેશમાં  ધ્રુવીય રીંછ રહી શકે છે. ત્યાં સિંહ , વાઘ ન રહી શકે.
9. વિષુવવૃત્તીય વર્ષાવન પ્રદેશમાં હાથી કેવી રીતે અનુકૂલન સાધે છે?
- ત્યાં ખૂબ વનસ્પતિ ઉગતી હોવાથી હાથીને ત્યાં ખોરાક આસાની થી મળી રહે છે.
- ખોરાક ખાવા તથા પકડવા સૂંઢ નો ઉપયોગ કરે છે.
- તેના દાંત વડે તે વૃક્ષની છાલ ઉખેડીને ખાવા ઉપયોગી છે.
- તેના કાન અત્યંત મૃદુ અવાજ સાંભળી શકે છે.  તથા કાન તેના શરીરને પવન નાખી ઠંડુ રાખે છે.
*વિકલ્પો.₹
10. શરીર પર ચટાપટા ધરાવતું માસભક્ષી પ્રાણી તેનો શિકાર કરતી વખતે ઝડપથી ખસે છે. જે મોટે ભાગે 
A) ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે.
B) રણપ્રદેશમાં જોવા મળે છે.
C) સમુદ્રમાં જોવા મળે છે.
D) *વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે છે 
11. અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવામાં માટે હવે રેંજ કઈ લાક્ષણિકતા ધરાવે છે?
A) *સફેદ રૂછાદાર વાળ ,ચામડી નીચે ચરબી ,ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા
B) પાતળી ચામડી, મોટી આંખો, સફેદ મોટા પંજા
C) લાંબી પૂંછડી, મજબૂત જડબા, સફેદ મોટા પંજા
D) સફેદ શરીર, તરવા માટેના પંજા, શ્વસન માટે ચૂઈ
12. કયો વિકલ્પ વિષુવવૃત્તીય પ્રદેશને સારી રીતે વર્ણવે છે?
A) *ગરમ અને ભેજવાળો
B) માધ્યમ તાપમાન અને ભારે વરસાદ
C) ઠંડક અને ભેજ ધારક 
D) ગરમ અને સૂકું

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇

4.મહત્ત્વના પ્રશ્નો


1. હવામાન એટલે શું?
- કોઈપણ સ્થળના વાતાવરણની રોજ બરોજની સ્થિતિને હવામાન કહેવાય.
2. વરસાદનું માપન ક્યાં સાધનની મદદ થાય છે?
- વર્ષમાપક
3. હવામાનના મૂળ તત્વો ક્યા છે?
- તાપમાન , ભેજનું પ્રમાણ , વરસાદ , પવનની ઝડપ
4. તાપમાન માપવા માટે શું વપરાય છે?
- થરમો મીટર
5. હવામાનમાં  થતાં બધા જ ફેરફાર શાના કારણે હોય છે?
- સૂર્ય
6. આબોહવા એટલે શું ?
- લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે.
7. ઉત્તર પૂર્વ ભારતની આબોહવા કેવી છે?
- ભેજવાળી
8. રણપ્રદેશની આબોહવા કેવી હોય છે?
- સૂકી અને ગરમ
9. રણ પ્રદેશમાં શિયાળામાં તાપમાન કેવુ હોય છે?
- ખૂબ નીચું
10. ઉષ્ણ કટિબંધ વર્ષાવન ક્યાં દેશોમાં જોવા મળે છે?
ભારત, મલેશિયા, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા‌, યુગાન્ડા અને નાઇઝેરિયા વગેરે.


11. ધ્રુવ પ્રદેશ નજીકના જાણીતા પ્રદેશો ક્યા ક્યા છે?
- કેનેડા, ગ્રીન લેન્ડ, આઇસલેન્ડ,નોર્વે, ફિનલેન્ડ, યું. એસ. એ.નું અલાસ્કા અને રશિયાનું સાઇબિરીયા.
12. ચરમ આબોહવા ક્યાં જોવા મળે છે?
- ધ્રુવ પ્રદેશ
13. ધ્રુવીય રીંછ તેમજ પેંગ્વિન ક્યાં જોવા મળે છે?
- ધ્રુવ પ્રદેશમાં
14. ધ્રુવીય રીંછના વાળ કેવા હોય છે?
- તેના વાળ સફેદ હોય છે. તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં જોઈ શકાતું નથી.
15. ઠંડીથી રક્ષણ માટે રૂંવાટી ના બે ઝાડા સ્તરો કયા પ્રાણીમાં આવેલા છે?
- ધ્રુવીય રીંછ
16.નસકોરા બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી કયું પ્રાણી રહી શકે છે?
- ધ્રવિય રીંછ
17. ક્યાં પ્રાણીની ધ્રાણેન્દ્રીય પ્રબળ હોય છે?
- ધ્રુવીય રીંછ
18. ક્યાં પ્રાણીઓ એકદમ નજીક ઊભા રહીને હૂફ મેળવે છે?
- પેંગ્વિન
19. અસમ ની આબોહવા ક્યાં પ્રકારની છે?
- ભેજવાળી
20. ક્યાં પ્રાણીઓ ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળે છે?
- પેંગ્વિન, ધ્રુવીય રીંછ, સિલ


21. ધ્રુવીય પ્રદેશમાં વસતા પ્રાણીઓની લાક્ષણિકતા શું છે?
- શરીર પર ચામડીનું જાડું સ્તર, સફેદ રૂંવાટા
22. કયું પ્રાણી ધ્રુવીય પ્રદેશમાં જોવા મળે છે અને તેના પગ ત્વચાથી જોડાયેલા છે?
- પેંગ્વિન
23. રાજસ્થાનના ભરતપુરમા ક્યાં વિસ્તારના પક્ષીઓ આવીને વસે છે?
- રશિયાના સાઇબેરીયન
24. વિષુવવૃતતીય પ્રદેશોમાં ક્યાં પ્રાણીઓ વસે છે?
- વાનરો, ગોરીલા, વાઘ, હાથી, દીપડા, ગરોળી તેમજ સાપ વગેરે.
25. રેડ આઇ ફ્રોગ ક્યાં વિસ્તારની વિશેષતા છે?
- વિષુવવૃત્તીય પ્રેદશ
26. રેડ આઇ ફ્રોગ ની વિશેષતા શી છે?
- તે તેના પગ પર ચોંટી જાય તેવું પડ ( ગાદી) ઉત્પન્ન કરી શકે છે.
26. ટોઊકાન પક્ષી શી વિશેષતા ધરાવે છે?
- તે લાંબી મોટી ચાંચ ધરાવે છે.જેવ તેને નબળી ડાળના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે.
27. સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર ક્યા જોવા મળે છે?
- ઉષ્ણકટિબંધીય વર્ષાવનમા
28. ઝાડની છાલની નીચે રહેલા જીવડાને કોણ શોધી શકે છે?
- બિઅર્ડ એપ
29. ભારતીય હાથીનો પ્રિય ખોરાક ક્યો છે?
- વૃક્ષની છાલ
30. વર્ષાવનની આબોહવા કેવી હોય છે?
- ગરમ અને ભેજવાળી


31. ક્યાં છ મહિના સુધી રાત્રિ અને છ માસ સુધી દિવસ રહે છે?
- ધ્રુવ પ્રદેશ
32. જમ્મુ કશ્મીર મા કઈ આબોહવા જોવા મળે છે?
33. કયું પરિબળ વારંવાર પરિવર્તન પામે છે?
- હવામાન
34. શરીર પર ચટાપટા ધરાવતું માસભક્ષી પ્રાણી કયું છે?
- વાઘ
35. દિવસે ખૂબ વધારે અને રાત્રિએ ખૂબ નીચું તાપમાન કયા પ્રદેશોમાં જોવા મળે છે?
- રણ પ્રદેશ
36. પેંગ્વિન ના પગની વિશેષતા શી છે?
- તેના પગ ત્વચાના પડદાથી જોડાયેલા છે.
37. કસ્તુરી બળદ ક્યાં પ્રદેશની વિશેષતા છે?
- ધ્રુવ પ્રદેશ


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇

પ્રકરણ 7 :હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન
1.પ્રકરણની સમજૂતી ભાગ 1 :Click Here
1.પ્રકરણની સમજૂતી ભાગ 2 :Click Here 
3.સ્વાધ્યાય:Click Here
4.મહત્ત્વના પ્રશ્નો:Click Here

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !