BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Thursday, September 10, 2020

વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો || Physical and Chemical Changes Science Class 7th Chapter 6 ||

Jidiya Sanjay ,create a blog

વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો


|| Physical and Chemical Changes  Science Class 7th Chapter 6 ||


પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here
3.પ્રકરણના મહત્ત્વના પ્રશ્નો:Click Here


1.પ્રકરણની સમજૂતી

*6.1 ભૌતિક ફેરફાર
- પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે.
- જો પદાર્થના આવા ભૌતિક ગુણોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહે છે.
દા.ત. - કાગળના ટુકડાને ફાળવો, ચોકનો ભૂકો કરવો, બરફનું પાણી બનવું, પાણીની વરાળ બનાવી, લોખંડને ખૂબ ગરમ કરવું, 
- ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે. 
- તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી.
* શું  ફેરફાર દરમિયાન નવા પદાર્થનું નિર્માણ પણ થાય છે?> હા . રાસાયણિક  ફેરફારમાં*
* લોખંડનો કાટ*


- આ એક રાસાયણિક ફેરફાર છે.
- લોખંડ સાથે ભેજની હાજરીમાં હવા સાથે પ્રક્રિયા થતાં લોખંડ પર કથ્થાઈ રંગ લાગી જાય છે તે લોખંડનો કાટ છે. તે લોખંડ નથી અલગ જ પદાર્થ કહેવાય છે.
-* આમ, રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે અલગ પદાર્થ મળે છે.
- મેગ્નેશિયમ ની પટ્ટીને સળગાવવી

* મેગ્નેશિયમ પટ્ટીને સળગાવતા તે સફેદ જ્યોતથી સળગે છે. હવા સાથે પ્રક્રિયા થઈ રાખ ( મેગ્નેશિયમ ઓક્સાઈડ) મળે છે.
સમીકરણ - મેગ્નેશિયમ  + ઓકસીજન = મેગ્નેશિયમ ઓક્સાઈડ
* હવે આ રાખને પાણી સાથે મિશ્ર કરી લિટમસ વડે કસોટી કરતા તે લાલ લીટમસ ભૂરું બનાવે છે. 
સમીકરણ - મેગ્નેશિયમ ઓક્સાઈડ + પાણી = મેગ્નેશિયમ હાઈડ્રો કસાઈડ 
આમ મેગ્નેશિયમ નું જલીય દ્રાવણ બેઇઝ હોય છે.
### અન્ય રાસાયણિક ફેરફારો ##
કોપર સલ્ફેટ( વાદળી) + લોખંડ = આયર્ન સલ્ફેટ ( લીલું) + કોપરના અવક્ષેપ *
* અંહી કોપર લોખંડ પર એટલે ચઢી શકે કારણ કે કોપર લોખંડ કરતા વધુ સક્રિય છે.**
** અહિ બધા નવા પદાર્થો મળે છે જે રાસાયણિક ફેરફારના કારણે છે.
*, અન્ય એક રાસાયણિક ફેરફાર *
કાર્બન ડાયોક્સાઈડ + ચૂનાનું નીતર્યું પાણી = કૅલ્શિયમ કાર્બોનેટ + પાણી
* અહી પણ બે અલગ જ પદાર્થો મળે છે. જેના ગુણધર્મો પહેલા કરતા તદ્દન અલગ જ હોય છે.
આમ, આવા ફેરફાર રાસાયણિક ફેરફાર કહેવાય.

#### રાસાયણિક ફેરફાર સાથે બનતી બીજી અગત્યની ઘટનાઓ ###
- ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ નું ઉત્સર્જન થાય.
- ધ્વનિ પણ ઉત્પન્ન થાય.
- ગંધમાં પરિવર્તન આવે અથવા નવી ગંધ બને છે.
- રંગમાં ફેરફાર થઈ શકે.
- વાયુ ઉત્પન્ન થઈ શકે.


## આપણી આસપાસ થતાં રાસાયણિક ફેરફારો ##
- મેગ્નેશિયમ ની પટ્ટી નું બળવું
- કોલસા, લાકડા કે પાંદડાનું દહન
- કોઈપણ પદાર્થનું દહન  રાસાયણિક ફેરફાર જ છે. 
- ફટાકડાનું ફૂટવું. 
- ખોરાક બગડી જવો.
- સફરજનના ટુકડા હવામાં રાખવામાં આવે તો તેની સપાટી 
- તટસ્થીકરણ પ્રક્રિયા એ પણ રાસાયણિક ફેરફાર છે

6.3 લોખંડનું કટાવું**
* લોખંડ પર ભેજ અને હવાની હાજરીમાં કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઈડ બને છે. જે લોખંડ નો કાટ કહેવાય છે.
+ આપણા વાહનો, લોખંડના સાધનો માટે કાટ એ નુકસાન કારક છે. યંત્રો મશીનરી લોખંડના કાટના કારણે ખવાઈ જાય છે. 
+ લોખંડના કાટને ઓછો કરવા માટે રંગ લગાવવામાં આવે છે. તથા ક્રોમિયમ કે જસતનું સ્તર ચઢાવાય છે.
+ પાણીનું વહન કરતી પાઇપ ગેલવેનાઇઝ કરેલી હોય છે.
+ જહાજ મા પણ આવી રીતે ગેળવેનાઇઝ નું સ્તર ચઢાવાય છે. 
+ લોખંડ મા કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેગેનિઝ ભેળવી સ્ટીલ બનાવવામાં આવે છે. જેના વાસણો પ્રખ્યાત છે. અને તે કટાતા પણ નથી. 


### 6.4 સ્ફટિકીકરણ ###
-  કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાથી પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રક્રિયાને સ્ફટિકી કરણ કહે છે. 
- આ એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે.
- કોપર સલ્ફેટ, મીઠું તથા ખાંડના સ્ફટીકો આ રીતે મેળવી શકાય છે. 
- કોઈપણ પદાર્થોને તેમના દ્રાવણો‌ માથી શુદ્ધ અવસ્થામાં સ્ફટીકી કરણ ની મદદથી મેળવી શકાય છે.
- સુક્ષ્મ પાવડર માથી સ્ફટિકો મેળવવા આ ક્રિયા કરવામાં આવે છે.
- સૌ પ્રથમ પાણી અને સલ્ફ્યુરિક એસિડ ( થોડા ટીપા) મિશ્ર કરી ઉકાળવામાં આવે છે.  
- તેમાં જેના સ્ફટિકો મેળવવા હોય તે પાવડરને ધીમે ધીમે ઉમેરવામાં આવે છે .  ત્યારબાદ ઠંડુ પાડતા સ્ફટિકો તળિયે દેખાય છે.

નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇





2.પ્રકરણનો સ્વાધ્યાય

1. નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતાં ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો.
A) પ્રકાશસંશ્લેષણ - રાસાયણિક ફેરફાર 
B) પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું. - ભૌતિક ફેરફાર
C) કોલસાનું દહન  - રાસાયણિક ફેરફાર
D) મીણનું પીગળવું - ભૌતિક ફેરફાર
E) એલ્યુમીનિયમના ટુકડાને ટીપીને -  તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી. - ભૌતિક ફેરફાર
F) ખોરાકનું પાચન - રાસાયણિક ફેરફાર
2. સાચા વિધાન સામે T કરો અને ખોટા વિધાન સામે F કરો.
A) લાકડાંને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે.×
B) પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે. ✓
C) લોખંડ ની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતા તેને જલદી કાટ લાગતો નથી. ✓
D) લોખંડ અને તેનાં કાટ બને એક જ પદાર્થ છે. ×


3. ખાલિ જગ્યા પૂરો.
A) જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઈડ પસાર કરવામાં આવે છે ,ત્યારે ....... ને કારણે દુધિયું બની જાય છે.
- રાસાયણિક ફેરફાર ( કેલ્શિયમ કાર્બોનેટ)
B) બેકિંગ સોડા નું રાસાયણિક નામ ....... છે.
- સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ
C) લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો ....... અને ...... છે.
- રંગ કરવો, ગેલવે નાઇઝેશન 
D) પદાર્થના માત્ર ....... ગુણધર્મ મા થતાં ફેરફારને  જ ભૌતિક ફેરફાર કહે છે.
- ભૌતિક 
E) એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે. તેને .......... ફેરફાર કહે છે.
- રાસાયણિક  
4. જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે. આ ક્યાં પ્રકારનો ફેરફાર છે, તે સમજાવો. 
- રાસાયણિક ફેરફાર. કારણકે નવા પદાર્થ બનતી વખતે વાયુ મુક્ત થઈ શકે છે. તથા એસિડ અને બેઈઝ ભેગા થાય ત્યારે તટસ્થીકરણ થાય છે જેથી નવો પદાર્થ બને છે.
5. જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો તથા એક બીજુ એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બને પ્રકારના ફેરફારો થતા હોય. 
- મીણબત્તી સળગે ત્યારે મીણનું દહન થાય છે જે રાસાયણિક ફેરફાર છે. પરંતુ મીણ ઓગળે છે જે એક ભૌતિક ફેરફાર પણ છે.
- સલ્ફર ને ગરમ કરતા પ્રવાહી બને છે જે ભૌતિક ફેરફાર છે. ગરમ કરવાનું ચાલુ રાખતા તે સલ્ફર ડાયોક્સાઈડ વાયુ બને છે. જે રાસાયણિક ફેરફાર છે.
6. તમે કેવી રીતે બતાવી શકશો કે , દહીંનું જામવુ તે રાસાયણિક ફેરફાર છે?
- દૂધ માથી દહી બને છે. જે બેક્ટેરિયા દ્વારા બને છે. જે બંને અલગ પદાર્થ છે. 
7. સમજાવો કે, લાકડાનું દહન થવું તથા લાકડાંને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે.
- લાકડાનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે. 
- લાકડાના ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે.


8. કોપર સલ્ફેટ ના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો.
- એક કપ પાણી લઈ ગરમ કરીને તેમાં કોપર સલ્ફેટનો પાવડર ધીમે ધીમે ઉમેરો.
- ત્યારબાદ દ્રાવણ ને ઠંડુ પાડતા કોપરનાં સ્ફટિકો મળી આવે છે.
9. સમજાવો - લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવા માથી કેવી રીતે બચાવી શકાય છે?
- લોખંડના દરવાજાને રંગતા તેની હવા સાથે પ્રક્રિયા અટકાવી શકાય છે જેથી નવો પદાર્થ બનતો નથી. અને કાટ લાગતો નથી.
10. સમુદ્ર કિનારાના પ્રદેશમાં, રણ વિસ્તારના પ્રદેશો કરતા લોખંડ ને કાટ ઝડપથી લાગતો હોય છે, તે વાત સમજાવો.
- ભેજ અને હવાની હાજરીમાં લોખંડનો કાટ વધુ લાગે છે. રણ વિસ્તારમાં ભેજ ઓછો હોવાથી ત્યાં સમુદ્રવિસ્તાર કરતા કાટ લાગવાની ઝડપ ઓછી હોય છે.જ્યારે સમુદ્ર કિનારે ભેજ વધુ હોવાથી કાટ લાગવાની ક્રિયા ઝડપી બને છે.
11. રસોડા મા રસોઈના કામમાં વપરાતો ગેસ એક LPG છે. સિલિન્ડર મા તે પ્રવાહી સ્વરૂપે હોય છે.  તે જ્યારે સિલિન્ડર માથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતરણ થાય છે. (ફેરફાર A) ત્યારબાદ તેનું દહન થાય છે. ( ફેરફાર B ) આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાન સંબધ ધરાવે છે.સાચા વિધાનની પસંદગી કરો.
A) ફેરફાર - A રાસાયણિક ફેરફાર છે.
B) ફેરફાર - B રાસાયણિક ફેરફાર છે.✓
C ) ફેરફાર - A  અને B બંને રાસાયણિક ફેરફાર છે.
D) ઉપરોક્ત એક પણ પ્રક્રિયા રાસાયણિક ફેરફાર નથી.
12. પ્રાણી જ કચરાને પચાવીને અજારક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે ( ફેરફાર A). ત્યારબાદ બાયોગેસ નું બળતણ તરીકે દહન થાય છે ( ફેરફાર - B ). તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
A) ફેરફાર - A - રાસાયણિક ફેરફાર છે
B) ફેરફાર - B - રાસાયણિક ફેરફાર છે.
C) ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે✓
D) ઉપરનામાથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી.


નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




3.પ્રકરણના મહત્ત્વના પ્રશ્નો


1. ભૌતિક ફેરફાર એટલે શું?
- જે ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો માં ફેરફાર થાય તેને ભૌતિક ફેરફાર કહે છે.
2. ક્યાં ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી?
- ભૌતિક
3. ક્યાં ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી છે?
- ભૌતિક ફેરફાર
4. પાણીની અવસ્થા કઈ કઈ છે?
- ઘન, પ્રવાહી અને વાયુ.
5. લોખંડને કાટ લાગવો એ ક્યાં પ્રકારનો  ફેરફાર છે?
- રાસાયણિક ફેરફાર
6. લોખંડને કાટ કેવી રીતે લાગે છે?
- લોખંડ ભેજ અને હવાની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરે છે જેથી લોખંડને કાટ લાગે છે.
7. ક્યા ફેરફાર મા નવા પદાર્થનું નિર્માણ થાય છે?
- રાસાયણિક ફેરફારમાં
8. મેગ્નેશિયમ ની પટ્ટી સળગાવતા ક્યો નવો પદાર્થ મળે છે?
- મેગ્નેશિયમ ઓક્સાઈડ
9. કોઈપણ પદાર્થનું દહન થતાં જે ફેરફાર થાય તે ક્યો ફેરફાર કહેવાય?
- રાસાયણિક
10. કાચના ટુકડા કરવા એ ક્યો ફેરફાર કહેવાશે?
- ભૌતિક ફેરફાર


11. દૂધમાંથી દહી બનવું એ ક્યાં પ્રકારનો ફેરફાર છે?
- રાસાયણિક ફેરફાર
12. લોખંડ પર શેનો ઢોળ ચડાવવામાં આવે છે?
- વધુ સક્રિય ધાતુ જસત અથવા નિષ્ક્રિય ધાતુ ક્રોમિયમ નો
13. લોખંડ પર ઢોળ ચડાવવાથી શું ફાયદો થાય છે?
- લોખંડ ને કાટ લાગતો અટકી જાય છે.
14. કોપર અને આયર્ન મા કઈ ધાતુ વધુ સક્રિય છે?
- કોપર
15. સ્ટીલ શેમાંથી બનાવાય છે?
- લોખંડ, ક્રોમિયમ, નિકલ
16. LPG નું પુરૂનામ લખો.
- લિકવિફાઇડ પેટ્રોલિયમ ગેસ
17. રાસાયણિક ફેરફાર મા નવા પદાર્થ સાથે શું ઉત્પન્ન થાય છે?
- ઉષ્મા અને પ્રકાશ
18. લોખંડના કાટનું રાસાયણિક નામ શું છે?
- આયર્ન ઓક્સાઈડ
19. તટસ્થીકરણ વખતે શું મળે છે?
- ક્ષાર અને પાણી
20. પાણીનું વહન કરતી લોખંડની પાઇપમાં શેનું સ્તર લગાડવામાં આવે છે?
- જસત


21. ચૂનાના નીતર્યા પાણીમાં ફૂંક મારતા શું બને છે?
- કૅલ્શિયમ કાર્બોનેટ
22. કોપર સલ્ફેટ ના દ્રાવણ નો રંગ કેવો હોય છે?
- વાદળી
23. કોપર સલ્ફેટ ના દ્રાવણ માં જસત ઉમેરતા શું મળે છે?
- જિંક સલ્ફેટ
24. મેગ્નેશિયમ ઓક્સાઈડ પાણીમાં મિશ્ર કરતા તે ક્યો સ્વભાવ ધરાવે છે?
- બેઇઝીક
25. ભૌતિક ફેરફારના ઉદાહરણો આપો.
- ચોક ના ટુકડા કરવા.
- પાણી  માથી વરાળ બનાવી
- બરફમાંથી પાણી
- મીણ ઓગળવું
- સાઈકલની ટ્યુબ ફાટવી
- સ્ફટીકીકરણ
- પાણીમાં મીઠું ઓગળવું.
- લીંબુ શરબત બનાવવું.
- ઘઉ માથી લોટ 
- કપડાના ટુકડા કરવા
- મકાન પાડવું
- વૃક્ષ કાપવા
- ફુગ્ગો ફૂલાવવો
26. રાસાયણિક ફેરફારના ઉદાહરણ લખો.
- દૂધમાંથી દહી બનવું
- પદાર્થોનું દહન
- કોલસો સળગાવવો
- સિમેન્ટ મા પાણી નાખતા
- લોખંડને કાટ લાગવો
- પેટ્રોલનું દહન
- મેગ્નેશિયમ માથી મેગ્નેશિયમ ઓક્સાઈડ



નોંધ:-ઉપરોક્ત માહિતીને એકદમ સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળો👇👇




પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો
1.પ્રકરણની સમજૂતી:Click Here
2.પ્રકરણનો સ્વાધ્યાય:Click Here
3.પ્રકરણના મહત્ત્વના પ્રશ્નો:Click Here





No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !