પૂરુ
નામ : પ્રજારામ નરોત્તમ રાવળ
જન્મ
: 03/05/1917 (3 મે ,1917)
જન્મસ્થળ
: વઢવાણ
શિક્ષણ
: આયુર્વેદ –સ્નાતક
પ્રવૃત્તિ
: આયુર્વેદનું અધ્યાપન
અવસાન
: 28/04/1991 (28 એપ્રિલ ,1991)
પ્રજારામ
રાવળનું જીવનદર્શન :
તેઓ
ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા.
તેમણે
કવિ અને અનુવાદક તરીકે સાહિત્ય સર્જન કર્યું હતું.
તેમનો
જન્મ તેમના વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ ખાતે 3 મે ,1917 ના દિવસે થયો
હતો.
પ્રાથમિક
અને માધ્યમિક શિક્ષણ તેમણે અહીં જ પૂર્ણ કર્યું હતું.
મેટ્રિક
થયા પછી ઇ. સ. 1941 મા પાટણની આયુર્વૈદિક કોલેજમાંથી તેઓ સ્નાતક થયા.
ઇ.
સ. 1954 થી 1972 સુધી તેમણે ભાવનગરની કોલેજમા અધ્યાપક અને ત્યારબાદ ઇ. સ. 1975
સુધી આચાર્ય તરીકે કામ કર્યું હતું.
વ્યવસાયે
તેઓ વૈદ હતા.
ઝાલાવાડી
ધરતી વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે.
તેમનું
અવસાન 28 એપ્રિલ , 1991ના રોજ થયું હતું.
પ્રજારામ
રાવળનું સાહિત્ય સર્જન :
એમનું
કાવ્યસર્જન શરૂ થયું ગાંધીયુગના કવિઓની સાથે .
ગોવિંદસ્વામી
સાથે પ્રગટ કરેલી મહાયુદ્ધ નામની ત્રણ કાવ્યોને સમાવતી પુસ્તિકામાં આગામી મહાયુદ્ધ
કાવ્ય એમણે રચેલું છે.
વિશ્વયુદ્ધની
ભયંકરતાના નિર્દેશ સાથે વિશ્વપ્રેમની ઝંખના એમાં પ્રગટ થઈ છે.
કવિતા
: પદ્મા (1956), નાન્દી (1963), નૈવેદ્ય (1980)
પદ્મા
(1956):
એમનો
સ્વતંત્ર કાવ્યસંગ્રહ પદ્મા (1956) ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબત સૂચક
છે,કારણકે સોનેટનું સ્વરૂપ કે વિશ્વપ્રેમની ભાવનાને બાદ કરતા ગાંધીયુગની કવિતાનો
પ્રભાવ એમની કવિતા પર નહિવત છે.
પ્રજારામ
રાવળનો કાવ્યસંગ્રહ છે.
તેમાં
કુલ 121 રચનાઓ છે,
જેમાં
કેટલાંક ગીતો છે,તો કેટલાક છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને લઘુકાવ્યો છે.
મુખ્યત્વે
ઊર્ધ્વ ચેતનાનો કવિનો અભિગ્રહ સર્વત્ર જોવાય છે.
તેમ
છતાં પ્રકૃત્તિ અને ઋતુઓને વર્ણવતી રચનાઓ સંગ્રહનું આકર્ષણ છે.
એમાંય
ઝાલાવાડી ધરતી એમના વતનની ભૂમિને હૂબહૂ કરતી નખશિખ ગીતરચના છે.
નાન્દી
(1963), નૈવેદ્ય (1980):
એમના
આ કાવ્યસંગ્રહો દર્શાવે છે કે
અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે.
અને
તેથી એમની મોટાભાગની કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ અનુભવ વિશેની છે.
વિવિધ
ઋતુઓ અને પ્રકૃતિના વિવિધ દ્રશ્યોને વિષય બનાવી એમણે ઘણા પ્રકૃતિકાવ્યો રચ્યા છે.
તો
ઘણા કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની
લાગણી વ્યકત કરી છે.
પરંતુ
એમની વિશેષ સિદ્ધિ ગીતમાં છે.
ઝાલાવાડી
ધરતી વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે.
અનુવાદ
: રઘુવંશ –કાલિદાસના સંસ્કૃત મહાકાવ્યનો સમશ્લોકી (1985)
સંપાદન
: પ્રતિપદા –ગોવિંદ સ્વામી સાથે (1948)
પ્રકિર્ણ
:બુધ્ધિનો બાદશાહ (1968)
આ
ઉપરાંત પરબ્રહ્મ (શ્રી અરવિંદના કાવ્યો અનૂદિત છે) અને આયુર્વેદનું અમૃત પણ તેમના
અન્ય ગ્રંથો છે.
સુન્દરમ્ : “પૂર્ણ સભાન રીતે યોગાભિમુખ બનેલા કવિ.”
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !