BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, May 2, 2021

ચુનીલાલ શાહ

Jidiya Sanjay ,create a blog


👉ચુનીલાલ શાહ 👈



પૂરું નામ : ચુનીલાલ વર્ધમાન શાહ

ઉપનામ : સાહિત્યપ્રિય

જન્મ : ૦૨/૦૫/૧૮૮૭ (૨ મે ,૧૮૮૭ )

જન્મસ્થળ : વઢવાણ

અવસાન : ૧૨/૦૫/૧૯૬૬ (૧૨ મે ,૧૯૬૬)

 

ચુનીલાલ શાહનું જીવનદર્શન :

તેમનો જન્મ ૨ મે ,૧૮૮૭ ના રોજ વઢવાણ ખાતે થયો હતો.

સાહિત્યપ્રિય તેમનું ઉપનામ/તખલ્લુસ છે.

તેઓ ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હતા.

તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો.

તેઓ રાજસ્થાન અને જૈનોદય સામયિકોના સંપાદક હતા.

તેમણે અખંડ આનંદ નું સંપાદન કરેલું.

સામાજિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળી અનેક નવલકથાઓ તેમણે લખેલી છે.

કંટક છયો પંથ (૧૯૬૩) તેમની બૃહદ નવલકથા છે.

જિગર અને અમી (૧૯૪૪) તેમની સામાજિક નવલકથા છે.

આ ઉપરાંત તેઓ પ્રજાબંધુ સાપ્તાહિકના સહતંત્રી પણ હતા.

ઈ. સ. ૧૯૩૭ મા તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.

તેમનું અવસાન ૧૨ મે ,૧૯૬૬ ના રોજ થયું હતું.

 

ચુનીલાલ શાહનું સાહિત્ય સર્જન :

નવલકથાઓ :પ્રમોદા અથવા દિલેર દિલારામ, ધારાનગરીનો મુંજ, ચાણક્ય અને ચંદ્રગુપ્ત , નોકરીનો ઉમેદવાર , કર્તવ્ય કૌમુદી , પાટણની પડતીનો પ્રારંભ , ન્યાયના મૂળમાં નીતિ , મૂળરાજ સોલંકી , રૂપમતી , વિષચક્ર , કંટક છયો પંથ , જિગર અને અમી

નાટકો: ચાંપરાજ હાંડો , દેવકીનંદન , સાક્ષર મહાશય

નવલિકાઓ :વર્ષા અને બીજી વાતો

ચરિત્રસાહિત્ય :ધરતીને ખોળે

બાળસાહિત્ય : હૈયાનું ધામ

અનુવાદ : હૈયાની થાપણ , ભોળો ખેડૂત

સમીક્ષા : ૧૯૩૦-૧૯૩૧ ના ગ્રંથસ્થ વાડ્મય 


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !